Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ [ આત્મતત્ત્વવિચાર ત્યારે તે સર્વ સંભાજને સાથે ઊભો થાય અને સહુ તેને પ્રણામ કરે. વળી અમાત્ય જે કંઈ સૂચના–સલાહ આપે તેને બરાબર માન્ય રાખે, તેને કદી ઉત્થાપે નહિ. આથી અમાત્યનું સ્થાન રાજપિતા જેવું બની ગયું. તે નિરંતર રાજા અને પ્રજાનાં કલ્યાણની જ ચિંતા કરે અને તેના ઉપાયમાં મશગુલ રહે. - હવે મંત્રીનાં ગૃહજીવન પર એક દૃષ્ટિપાત કરી લઈએ. અમાત્ય તેટલીપુત્રને પિતાની પત્ની પહિલા પર ખૂબ પ્રેમ હતો. તેની સૌન્દર્ય ભરેલી મસ્ત યુવાની તેને ખૂબ આકર્ષતી હતી, પણ યુવાનીને ઓસરતાં, સૌન્દર્યને વણસતાં શી વાર ? તેનું યૌવન ચાલ્યું ગયું અને સૌન્દર્યમાં ઓટ આવી. એ વખતે અમાત્યને પ્રેમ તેના પરથી ઉતરી ગયે. જે પ્રેમની પાછળ વાસનાનું બળ કામ કરતું હોય, ત્યાં લગભગ આવી જ સ્થિતિ થાય છે.
સ્ત્રી આ સંસારનાં બધાં દુઃખ સહન કરી શકે છે, પણ પતિને અણગમે સહન કરી શક્તી નથી. એ વસ્તુ તેને શૂળની જેમ ભેંકાય છે. મંત્રી પટ્ટિલાની આંતરિક અવસ્થા સમજી ગયો અને તેનું મન કામમાં પરોવાયેલું રહે તો દુઃખ ભૂલી જાય એ હેતુથી તેણે એક દિવસ કહ્યુંઃ “પિઠ્ઠિલા ! હવેથી રસોડાને કારંભાર તું સંભાળ અને અહીં જે કઈ શ્રમણ, બ્રાહ્મણ કે તપસ્વી આવે, તેને દાન દઈને આનંદમાં રહે.”
પિહિલાએ તેને સ્વીકાર કર્યો અને તે શ્રમણ, બ્રાહ્મણ, તથા તપસ્વીઓને દાન દેવા લાગી. એમ કરતાં એક દિવસ ‘સુવ્રતા નામના સાધ્વી ત્યાં આવી ચડ્યાં. તેમને જ્ઞાની તથા
1 ગુણસ્થાન ] . ગંભીર જોઈને દિલાએ કહ્યું કે “હે આર્યા! એક વાર હું અમાત્યનાં હૈયાને હાર હતી, અને આજે તેમને આંખે દીઠી પણ ગમતી નથી, માટે કઈ ચૂર્ણ, મંત્ર કે કામણુને પ્રયોગ હોય તે બતાવે.”
સાવીએ કહ્યું: “હે દેવાનુપ્રિયે! અમે નિગ્રંથ બ્રહ્મચારિણી સાવીએ છીએ, તેથી સંસારની ખટપટમાં પડતી નથી અને અમને આવી વાત સાંભળવી પણ કપતી નથી. પરંતુ તારે મનનું સમાધાન મેળવવું હોય તે સર્વજ્ઞ ભગવંતે કહેલો ધર્મ સાંભળ. પછી તેમણે ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને શ્રાવકનાં વ્રતનું રહસ્ય કહ્યું, એટલે પિટ્ટિલાએ શ્રાવકનાં બાર વ્રતો ગ્રહણ કર્યા. " એક સારી વસ્તુ બીજી સારી વસ્તુને લાવે છે, એ ન્યાયે વખત જતાં પદિલાને સર્વવિરતિચારિત્ર અંગીકાર કરવાની ઈચ્છા થઈ અને તેણે અમાત્ય આગળ રજા માગી. જે વખતે અમાત્યને સહુ રાજ્યપિતા જેવું માન આપતા હતા, ત્યારે જ આ ઘટના બની. છે, અમાત્ય બુદ્ધિશાળી હતો અને ધર્મનાં કાર્યમાં અંતરાય કરે છેટે છે, એમ જાણતો હતો, એટલે તેણે પિદિલાને કહ્યું: “હું એક શરતે તને સાધ્વી થવાની રજા આપું. જે તપ-જપનાં પરિણામે તું બીજા ભવમાં દેવ થાય, તો મને પ્રતિબોધ કરવાને આવજે.”
શરત કલ્યાણકારી હતી, એટલે તેને સ્વીકાર કરવામાં પિદિલાને કંઈ હરક્ત ન હતી. તેણે એ શરતનો સ્વીકાર