Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૧૪૮
[ આત્મતત્ત્વવિચાર
રણનાં સાધના માનતા હતા, તે ખરેખર ! એવાં ન હતાં. મન, માલ, રિદ્ધિ, સિદ્ધિ, કુટુંબકબીલા, સ્વજન—મહાજન કોઈ પણ મારી મદદે આવી શકયુ નહિ; મને દુઃખમુક્ત કરી શકયું નહિ, એટલે દુઃખનિવારણનાં સાધના અન્ય કાંઈ હાવા જોઈએ, એ વાતની મને પ્રતીતિ થઈ અને તે જ વખતે નીચેના શ્લાક યાદ આવ્યાઃ
कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ॥ ‘ કરોડો યુગ ચાલ્યા જાય તેા પણ કરેલાં કર્મોને નાશ થતા નથી. પોતે કરેલા જીભ અથવા અશુભ કર્માં જરૂર
લાગવવાં પડે છે. ’
એટલે મને થયુ` કે મારું આ દુઃખ પણ મારાં પૂર્વકર્મોનુ ફળ હોવુ જોઈ એ. અને તે વખતે મને એક શ્રમણે કહેલી નીચેની ગાથાનું સ્ફુરણ થયું :
विगिंच कम्मुणो हेडं, जसं संचिणु खतिए । पाढवं शरीरं हिच्चा, उड़ढं पक्कमए दिसं ॥ · કર્મીના હેતુને છેાડ, ક્ષમાથી કીર્તિને મેળવ, આમ કરવાથી તુ પાર્થિવ શરીર છેડીને ઊંચી દિશામાં જઈશ.’
અને મારુ. મન કર્મીના હેતુને શાષવા લાગ્યુ. એ શેષમાં હું સમજી શકયો કે હિંસા, અસત્ય, ચારી, મૈથુન, પરિગ્રહ આદિ પ્રવૃત્તિએ પાપના પંથે લઈ જનારી છે અને તે જ કના હેતુ છે; તેથી કર્માંબધનમાંથી છૂટવુ હોય તે મારે આ પાપી પ્રવૃત્તિઓને ત્યાગ કરી ક્ષમા, શાંતિ, શૌચ આદિ ગુણે! કેળવવા જોઈ એ.
ગુણસ્થાન
૧૪૯
પરંતુ આ બધુ ત્યારે જ બની શકે કે જ્યારે મારા પર તૂટી પડેલું વેદનાઓનું વાદળ કઈક ઓછું થાય. એટલે તે જ વેળા મે મનમાં સંકલ્પ કર્યો કે જો હું આ રાગમાંથી મુક્ત થઈશ તેા ક્ષાન્ત, દાન્ત અને નિરાર’ભી થઈશ, અર્થાત્ ક્ષમાદિ દશ ગુણવાળા સયમધમ સ્વીકારી સાધુ બનીશ.
અને હે રાજન ! એવા સકલ્પ કરીને જ્યાં મેં સૂવાને પ્રયત્ન કર્યો કે મને તરત જ નિદ્રા આવી ગઈ. પછી રાત્રિ જેમ વીતતી ગઈ, તેમ તેમ મારી વેદના શાંત થતી ગઈ અને સવાર થતાં તે હું તદ્ન નીરોગી થઈ ગયા.
મને એકાએક સારા થયેલા જોઈ ને આખું કુટુંબ તિ હૈ પામ્યું. પિતા સમજ્યા કે મેં ઘણા પૈસા ખર્ચી તે કામે લાગ્યા, માતા સમજી કે મારી બાધા-આખડીએ ફળી, ભાઈ એ સમજ્યા કે અમારી સેવા ફળી અને બહેના સમજી કે અમારાં અંતરની આશીષા ફળી. પત્ની સમજી કે મારી પ્રાથના ફળી અને મિત્રો સમજ્યા કે અમારી દોડધામ કામે લાગી. ત્યારે મે સર્વે ને શાંત પાડીને કહ્યું કે ‘મને નવું જ જીવન પ્રાપ્ત થયું છે અને તે ફળ મારા શુદ્ધ સંકલ્પનું છે. ગઈ રાત્રે હું એવા સકલ્પ કરીને સૂતા હતા કે જો હું એક જ વાર આ વેદનામાંથી મુક્ત થાઉં તે ક્ષાન્ત, દાન્ત, નિરાર’ભી અનીશ. માટે આપ બધા મને આજ્ઞા આપે. મારી પ્રતિજ્ઞાનું પાલન મારે બનતી ત્વરાએ કરવું છે. ’
:
આ શબ્દો સાંભળતાં જ બધા અવાક્ બની ગયા અને તેમની આંખા અશ્રુભીની બની ગઈ. તેઓ જાતજાતની