Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતલવિચાર હોય છે, તેથી તે બીજાનાં કામમાં આવે છે. પણ ચંદ્ર ઉષ્ણુતાને આપી શકતું નથી, સૂર્ય શીતળતાને આપી શકતે નથી, નદીઓ ફળને આપી શકતી નથી અને વૃક્ષે જળને આપી શકતાં નથી, કારણ કે તે વસ્તુઓ તેમની પાસે નથી. તેમ હે રાજન ! નાથ થવું, એ તારા અધિકારમાં નથી, તેથી તું મારે નાથ થઈ શકતો નથી. તે પોતે જ અનાથ છે!”
આ શબ્દ સાંભળતાં જ મગધરાજ ચમક્યા. આવા શબ્દ આજ સુધી તેમને કેઈએ કહ્યા ન હતા. તેમણે પિતાનાં ઘવાયેલાં અભિમાનને ઠીક કરતાં કહ્યું : “હે આર્ય ! આપની વાત પરથી લાગે છે કે આપે મને ઓળખ્યો નથી. હું અંગ અને મગધ દેશને મહારાજા શ્રેણિક છું. મારા તાબામાં હજારે કઆઓ અને લાખો ગામડાં છે. વળી હું હજારે હાથી-ઘોડા અને અસંખ્ય રથ-સુભટને સ્વામી છું. તથા રૂપાળી રમણીઓથી ભરેલું સુંદર અંતઃપુર ધરાવું છું. મારે પાંચ મંત્રીઓ છે, જેને વડો મારા પિતાને પુત્ર અભયકુમાર છે. મારે હજારો મિત્રો અને સુહદે છે, જે મારી હર વખતે-હરપળે ખૂબ કાળજી રાખે છે. મારું ઐશ્વર્ય અજોડ છે અને મારી આજ્ઞા અફર છે. આવી રિદ્ધિસિદ્ધિ અને આવો અધિકાર હોવા છતાં હું અનાથ કેવી રીતે ગણાઉં? ભગવદ્ ! આપનું કહેવું કદાચ અસત્ય તે નહિ હોય! ' * : મુનિવરે કહ્યું: “રાજન ! હું જાણું છું કે તું અંગ અને મંગધને અધિપતિ મહારાજા શ્રેણિક છે. હું જાણું છું
, તારી પાસે હજાર હાથી, ઘોડા અને લાખે સુભટ છે. : એ પણ જાણું છું કે તારું ઐશ્વર્ય અજોડ છે અને તારી છે આજ્ઞા અફર છે. છતાં કહું છું કે નાથ થવું એ તારા
અધિકારમાં નથી, તેથી તું મારા નાથ થઈ શકતો નથી. તું -- પિતે જ અનાથ છે. નિગ્રંથ મુનિએ કદી મૃષાવાદનું સેવન
કરતા નથી.” : ', મગધરાજ સમજી ગયા કે આ વચને મુનિરાજે અણુસમજ કે ઉતાવળથી વાપર્યા નથી. તેમણે કહ્યું: “હે મહાપુરુષ! આપનાં વચને કદી અસત્ય હોય નહિ, પણ
બહુ વિચાર કરવા છતાં યે મને એમ નથી લાગતું કે હું - પિતે અનાથ છું અને આપને નાથ થઈ શકું એમ નથી.’ - મુનિવરે કહ્યું: “હે રાજન! તું અનાથ અને સનાથ
ના ભાવને સમજ્યો નથી. આ ભાવ સમજવા માટે તારે | મારાં પૂર્વજીવનને કેટલેક ભાગ જાણુ પડશે. એ તને હું ટૂંકમાં કહી સંભળાવું છું:
એ વખતે મુનિવરે ઈશારો કરવાથી મગધરાજ નીચે બેઠા અને નિગ્રંથ મુનિનાં પવિત્ર મુખમાંથી કેવી વાત બહાર આવે છે, તેની આતુરતાથી રાહ જોવા લાગ્યા.
મુનિવરે કહ્યું: “હે રાજન! છઠ્ઠા તીર્થકર શ્રી પદ્યપ્રભસ્વામીના પવિત્ર ચરણેથી પાવન થયેલી અને ધનધાન્યથી અતિ સમૃદ્ધ કૌશાંબી નગરીમાં મારા પિતા રહેતા હતા. તેઓ પ્રભૂત ધનસંચયને લીધે બધા ધનપતિઓમાં અગ્રેસર હતા. હું મારા પિતાને બહુ લાડકવાયા પુત્ર હતા, આ. ૨-૧૦