Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતત્ત્વવિચા
મિથ્યાર્દષ્ટિ મનુષ્ય વિવિધ પ્રકારની ક્રિયા કરીને, સ્વજન--સ’બધીઓનો ત્યાગ કરીને તથા નાનાં પ્રકારનાં કષ્ટો સહન કરીને ધમ કર્યાનો સતોષ અનુભવે છે. મનમાં રાજી થાય છે, પણ આંધળા નાયક જેમ પારકી સેનાને જિતી શકતો નથી, તેમ મિથ્યાત્વથી અધ થયેલા મનુષ્ય સંસારસાગરનો પાર પામી શકતો નથી.’
દુર
માટે મહાનુભાવે!! તમે મિથ્યાત્વને દૂર કરો અને ક બંધનનાં એક કારણથી ખચેા. જો એમાંથી ખચશે તો ક્રમે ક્રમે બધાથી બચી શકશે અને આ દુસ્તર સંસારનો પાર પામી શકશે.
વિશેષ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન સત્તાવીશમુ કબધ અને તેનાં કારણેા અંગે વિશેષ વિચારણા [ ૨ ]
મહાનુભાવે !
કનો પલગ ચાર પાયાનો છે. એક પાયો મિથ્યાત્વ, જો પાયો અવિરતિ, ત્રીજો પાયો કષાય અને ચેાથે! પાયો ચોગ. તેમાંથી મિથ્યાત્વરૂપી પહેલા પાયો જાય, એટલે એ પર્લગ લગડા થઈ જાય. મિથ્યાત્વ જવાથી અને સમિત આવવાથી સાચી માન્યતા મજબૂત અને, તેથી અવિરતિને જતાં વાર લાગે નહિ. પેટમાંના મલ દૂર થાય એટલે તાવ એની મેળે હઠે. તેથી જ જૂના વૈદ્યો વિષમ જવાને ઉતારવા માટે લાંઘણેા કરાવતા. આજે પ્રાકૃતિક ચિકિત્સા કરનારા પણ એ જ વસ્તુને અનુસરી રહ્યા છે.
વિરતિના અર્થ
વિરતિ એટલે પાપના ત્યાગ, પાપનાં પચ્ચકખાણુ. અવિરતિ એટલે પાપના અત્યાગ, પાપની છૂટ. વિરતિને વ્રત, નિયમ કે ચારિત્ર પણ કહેવાય છે. *
*
શ્રી યદેવસૂરિએ પ્રત્યાખ્યાનવરૂપમાં કહ્યું છે — पचक्खाणं नियमो, अभिग्गहो विरमण वयं विरई । असवदार निरोहों, निवित्ति एग्गठिया सद्दा ||