Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
કર્મબંધ' અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૬૫
છું અને ચારિત્રનેલી શ્રદ્ધા પકડી
રખડી ગઈ
[ આત્મતત્ત્વવિચા 0 ચારિત્ર વિના કેઈ આત્મા મોક્ષમાં ગયે નથી, જતો નથી અને જશે પણ નહિ. ચારિત્ર એ ક્ષમંદિરમાં પહેચવાનું સહુથી નજીકનું પગથિયું છે. તમે પ્રભુ પાસે માગણી કરે છે કે “ત્રણ રતન મુજ આપે તાતજી! ” એ ત્રણ રત્નો કયાં? સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર કે બીજા કઈ?
શ્રદ્ધા હોય, જ્ઞાન હોય, પણ ચારિત્ર ન હોય તો ભવસાગરનું ભ્રમણ અટકે નહિ. શ્રદ્ધા સાથે જ્ઞાન જોઈએ, જ્ઞાન સાથે ચારિત્ર જોઈએ. જેમણે એકલી શ્રદ્ધા પકડી કે એકલું જ્ઞાન પકડ્યું અને ચારિત્રને જતું કર્યું, તે સંસારમાં રખડી ગયા ! એવા રખડી ગયા કે તેનો પત્તો જ નહિ !
જ્ઞાન એ ચક્ષુ છે, તો ચારિત્ર એ હાથપગ છે. મનુષ્યને માત્ર ચક્ષુ હોય અને હાથ–પગ ન હોય તો જીવનનો વ્યવહાર ચાલે ખરે? તાત્પર્ય કે આત્માનો ઉદ્ધાર કરવા માટે ચારિત્ર અતિ જરૂરની વસ્તુ છે અને તે અવિરતિનો ત્યાગ કરવાથી જ પ્રકટે છે.
અવિરતિને છોડવાનું કારણ તમે રાત્રે સૂઈ જાઓ છે, ત્યારે ઘરનો દરવાજે. ખુલ્લે રાખે છે કે બંધ? ચંદ્રગુપ્તના સમયમાં રાત્રે ઘરનાં
‘ પ્રત્યાખ્યાન, નિયમ, અભિગ્રહ, વિરમણ, વ્રત, વિરતિ, આશ્રર્વનિરાધ અને નિવૃત્તિ એ એક અર્થને બતાવનારા શબ્દો છે.”
શ્રી હરિભદ્રસૂરિએ પાંચમા પ્રત્યાખ્યાન-પંચશકમાં કહ્યું છે કેपच्चक्खाणं नियमो, चरित्तधम्मो य होंति एगट्ठा । પ્રત્યાખ્યાન, નિયમ અને ચારિત્રધમ આ ત્રણે શબ્દો એકાથી છે.
બારણું ખુલ્લાં રહેતાં હતાં, કારણ કે તે વખતે ચારીનું નામ ન હતું. અને આજે ? આજે તો સૂતાં પહેલાં બારણુને , સાત, કે આઠ લીવરનાં મજબૂત લેખંડી તાળાં લગાવો છે. જે એ તાળાં ન લગાડો તો સવારે ઓરડીનાં ચારે પૂણ સરખા થઈ જાય. તેમાં કઈ પણ પેટી, ટૂંક કે બીઓ નજરે પડે નહિ. પૈસાટકા, ઘરેણું ગાંઠું બધું ઉપડી જાય. અવિરતિ એટલે ઉઘાડાં બારણે સૂવું. તેમાં પાપરૂપી ગમે તે ચરે દાખલ થઈ જાય અને તમારી સદ્દગુણરૂપી બધી સંપત્તિને લુટી જાય. . જે ખેતરને ફરતી વાડ હોતી નથી અને તદ્દન ખુલ્લા પડ્યાં હોય છે, તેમાં રસ્તે જતાઆવતાં બધાં ઢેર દાખલ થાય છે અને ઉગેલે પાક ખાઈ જાય છે. પરિણામે માલીકને કપાળ કૂટવું પડે છે અને તેની પરેશાનીને પાર રહેતો નથી. તેથી વિરુદ્ધ જે ખેતરે કાંટાળી મજબૂત વાડ હોય છે, તેમાં કેઈર દાખલ થઈ શકતું નથી, એટલે ઉગેલે પાક સલામત રહે છે અને તેના માલીકને ઘણે લાભ થાય છે. - અવિરતિ એટલે વાડ વિનાનું ઉઘાડું ખેતર. તેમાં પાપરૂપી ગમે તે ઢેર દાખલ થઈ જાય અને જીવનની બરબાદી કરે.
કેટલાંક ઘરમાં એવાં પાટિયાં માર્યા હોય છે કે રજા સિવાય દાખલ થવું નહિ.” એથી ગમે તે માણસ એ ઘરમાં દાખલ થઈ શકતો નથી. દાખલ થનારને રીતસર રજા લેવી પડે છે અને રજા મળે તો જ તે આવી શકે છે. વિરતિને તમે આ જાતનું પાટિયું સમજે. એ લાગ્યું કે તમારા જીવનમાં પાપનો પ્રવેશ થઈ શકે નહિ. - આ. ૨-૫ *
આ
નથી.
? અને
ને