Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતરવવિચાર મારી માતા એક જ છે, એટલે તે મારો ભાઈ છે. (૨) તે મારા ભર્તારને પુત્ર છે, એટલે મારે પુત્ર છે. (૩) તે. મારા ભર્તારનો નાનો ભાઈ છે. એટલે મારે દિયર છે. (૪) તે મારા ભાઈને પુત્ર છે, એટલે મારે ભત્રીજો છે. (૫) તે મારી માતાના પતિને ભાઈ છે, માટે મારા કાક. છે અને (૬) મારી શેના પુત્રને પુત્ર છે, એટલે મારે પાત્ર છે.”
વધારામાં તેમણે કહ્યું કે : “આ બાલકના પિતાની સાથે પણ મારે સગપણ છે, તે સાંભળે : (૭) આ બાલકને પિતા અને હું એક જ ઉદરે જન્મેલા છીએ, એટલે તે માટે ભાઈ છે. (૮) અને તે મારી માતાને ભર્તાર થયો, એટલે મારે પિતા છે. (૯) અને તે મારા કાકાને પિતા થયો, તેથી મારે વડદાદો છે. (૧૦) અને તે પ્રથમ મને પરણેલે છે, તેથી મારે ભર્તાર છે. (૧૧) અને તે મારી શેનો પુત્ર છે, તેથી મારે પણ પુત્ર છે. તથા (૧૨) મારા દિયરને પિતા થાય છે, તેથી મારો સસરે છે. '
હજી બીજું. આ બાલકની માતા સાથેનું સગપણ પણ સાંભળી : (૧૩) આ બાલકની માતા છે, તે મને જન્મ આપનારી છે, માટે મારી માતા છે. (૧૪) અને મારા કાકાની માતા છે, તેથી મારી દાદી છે. (૧૫) અને મારા ભાઈની સ્ત્રી છે, તેથી મારી જાઈ છે.. (૧૬) અને મારી શેષના. પુત્રની સ્ત્રી થઈ તેથી મારી પુત્રવધુ છે. (૧૭) અને મારા ભરની માતા છે, તેથી મારી સાસુ છે. તથા (૧૮) મારા ભાઈની બીજી સ્ત્રી થઈ તેથી મારી શક્ય છે. . . '
આઠ કરણે ] :
“આ રીતે કુબેરદત્તા સાધ્વીએ અઢાર નાતરાં–અઢાર સંબંધ કહી સંભળાવ્યાં. તે સાંભળી કુબેરદત્ત અત્યંત ખેદ પામ્ય અને સંસાર પરથી તેનું મન ઉઠી ગયું. કુબેરસેના દૂર ઊભી ઊભી આ બધું સાંભળતી હતી, એટલે તે પણ અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગી. પરિણામે કુબેરદત્તે મથુરામાં બિરાજતા એક પંચમહાવ્રતધારી મુનિવર આગળ દીક્ષા લીધી અને કુબેરસેનાએ કુબેરદત્તા સાધ્વી આગળ સમ્યકત્વસહિત શ્રાવકનાં બાર વતે ગ્રહણ કર્યા.
આ પ્રમાણે કુબેરદત્તા સાધ્વી માતા તથા બંધુને ઉદ્ધાર કરી અન્યત્ર વિહાર કરી ગયાં અને પ્રામાનુગ્રામ વિચરતાં આત્મકલ્યાણ કરવા લાગ્યાં. ..'
આઠ કરણના નામે - આઠ કરણનાં નામે આ પ્રમાણે સમજવાં. (૧) બંધનકરણ, (૨) નિધત્તકરણ, (૩) નિકાચનાકરણ, (૪) ઉવર્તનાકરણ, (૫) અપવર્તનાકરણ, (૬) સંક્રમણુકરણ, (૭) ઉદીરણાકરણ અને (૮) ઉપશમનાકરણ.
જેના વડે કાશ્મણ વર્ગણાનું આત્મપ્રદેશે સાથે જોડાણ થાય, બંધન થાય, તે બંધનકરણ.
પ્રથમ ગાંઠ ઢીલી બાંધી હોય પણ પછી તેને ખેંચવામાં આવે તે મજબૂત બને છે, તે જ રીતે પ્રથમ નીરસભાવે બાંધતાં કર્મ ઢીલાં બંધાયાં હોય, પણ પછી તેની પ્રશંસા કરવામાં આવે, બડાઈ હાંકવામાં આવે તો એ કર્મ મજબૂત થાય અને નિધત્ત અવસ્થાને પામે. આ રીતે પૃષ્ટ કે બદ્ધકમને નિધત્ત કરનારું જે કરણ તે નિધત્તકરણું,