Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતત્ત્વવિચાર
ત્યાં અનેક લોકો ચતુર સ્ત્રીઓ સાથે વિલાસ કરતા જોઈને તેને પણ વિલાસ કરવાનું મન થયું. જીવાની અને ઢીવાની સરખી કહી છે, તે ખેાટુ' નથી. કુબેરદત્ત મથુરાનાં રૂપબજારમાં નીકળી પડડ્યો અને ફરતા ફરતા કુબેરસેના વેશ્યાને ત્યાં શાબ્યા. હવે કુબેરસેના આધેડ ઉપરની થઈ હતી, પણ તેણે પાતાની જુવાની ખરાખર જાળવી રાખી હતી, એટલે તેનાં રૂપથી આકર્ષાઈને અનેક યુવાને! ત્યાં
આવતા હતા.
૧૧૪
મ્હાં માગ્યું ધન આપીને કુબેરદત્ત કુબેરસેનાને ત્યાં રહેવા લાગ્યા, એટલે કુબેરસેના અન્ય પુરુષાને છેડી તેની સાથે પ્રેમ-મહેાખત કરવા લાગી. એમ કરતાં તે એક પુત્રની માતા થઈ.
આ બાજુ કુબેરદત્તા સંસારને અસાર જાણી પ્રત્રજિત થઈ અને આકરાં સંયમતપને પરિણામે અવિધજ્ઞાન પામી. એ અવિધજ્ઞાનના ચાળે તેણે મથુરા નગરી જોઈ, પેાતાની માતા કુબેરસેનાને જોઈ અને તેને કુબેરદત્તથી ઉત્પન્ન થયેલા પુત્રને પણ જોયા. આથી તે અત્યંત વિષાદ પામી અને પેાતાની માતા તથા ભાઈના ઉદ્ધાર કરવા માટે કેટલીક સાધ્વીએ સાથે મથુરાનગરીમાં કુબેરસેનાનાં આંગણે આવીને ઊભી.
પોતાનાં અપવિત્ર આંગણામાં એક યુવાન આર્યાને કેટલીક સાધ્વીએ સાથે ઊભેલી જોઈ ને પ્રથમ તા કુબેરસેના ખૂબ સકાચ પામી, પણ પછી હાથ જોડીને ખેલી કે હું મહાસતી ! મારી કાઈ પણ વસ્તુ સ્વીકારીને મારા પર
આઠ કરણા ]
૧૧૫
અનુગ્રહ કરેા. ’ કુબેરદત્તા સાધ્વીએ કહ્યું કે ‘ અમારે વસ્તીના ખપ છે' એટલે કુબેરસેનાએ કહ્યું કે ‘હું વેશ્યા છું. પણ હાલ એક ભર્તારના ચાગે કુલસ્ત્રીનું જીવન ગાળું છું. તેા આપ મારાં ઘરને એક ભાગ સુખેથી વાપરો અને અમને સારા આચારમાં પ્રવર્તાવા ’
કુબેરસેનાએ તેમને જગા કાઢી આપી અને કુબેરદત્તા સાધ્વી વગેરે તેમાં રહીને ધર્મધ્યાન-ધર્મોપદેશ કરવા લાગી. એમ કરતાં બંનેનાં મન સારી રીતે મળી ગયાં. હવે એક નખત કુબેરસેના પાતાના પુત્રને પારણામાં પાઢાડીને પાતાનાં ઘરકામમાં લાગી, પરંતુ માતા દૂર જતાં પુત્ર રડવા લાગ્યા, એટલે કુબેરદત્તા સાધ્વી તેને છાનેા રાખવા માટે હાલરડુ ગાઈને કહેવા લાગી કે ‘ હે ભાઈ ! તું રડ મા ! હે પુત્ર ! તું રડ મા. હૈ દિયર ! તું રડ મા ! હું ભત્રીજા ! તુ રડ મા ! હું કાકા! તું રડે મા! હે પૌત્ર! તું રડ મા. ’
આ શબ્દો ખાજીના એરડામાં બેઠેલા કુબેરદત્તે સાંભળ્યા, એટલે તે બહાર આવ્યેા અને કહેવા લાગ્યા કે ‘ આપને આવું અયેાગ્ય ખાલવુ શાલતું નથી. ’ત્યારે કુબેરદત્તા સાધ્વીએ કહ્યું કે ‘ હે મહાનુભાવ ! હું અાગ્ય ખેલતી નથી, પણ જે છે તે મેલું છુ. મારે અસત્ય ખેલવાના ત્યાગ છે. ’
કુબેરઢત્તે કહ્યું : ‘ તમે જે સગપણા કહ્યાં, તે આ પુત્રમાં
સંભવે ખરાં ? ?
કુબેરદત્તાએ કહ્યું : ‘હા, તે સ'ભવે છે, તેથી જ હું કહુ છુ. સાંભળેા એ સગપણા ઃ (૧) આ બાળકની અને