Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૧૧૧
૧૧૦
- [ આત્મતત્ત્વવિચાર જેના વડે કિયાની સિદ્ધિ થાય, તે કરણ કહેવાય. એક માણાવળી બાણ મારીને વૃક્ષ પરથી ફળ તેડી પાડે છે. તેમાં બાણ વડે ફળ, તેડવાની ક્રિયા સિદ્ધ થાય છે, એટલે - આણને કરણું કહેવાય. અથવા એક સોની હથેડા વડે સેનું ટીપે છે. તેમાં હથોડા વડે સોનું ટીપવાની ક્રિયા સધાય છે, એટલે હથોડાને કારણું કહેવાય. ઇન્દ્રિયો વડે જ્ઞાન મેળવી શકાય છે, તેથી વ્યવહારમાં તેને પણ કરણ કહેવામાં આવે છે. અહીં કર્મને લગતી જુદી જુદી ક્રિયાઓ યોગ અને અધ્યવસાયનાં બળ વડે સધાય છે, એટલે યોગ અને અધ્યવસાયનાં બળને કરણ કહેવામાં આવે છે.
જે યોગ અને અધ્યવસાયનું બળ એ જ કરણ હોય તે તેના આઠ પ્રકારો શા માટે?’ એ પ્રશ્ન તમારા મનમાં ઉઠશે. તેનું સમાધાન એ છે કે યુગ અને અધ્યવસાયનું - મળ એ જ કારણ છે અને તે એક જ પ્રકારનું હોય છે, પણ તેના દ્વારા જુદી જુદી આઠ કિયાઓ સિદ્ધ થાય છે, એટલે તેને જુદાં જુદાં આઠ નામોથી ઓળખવામાં આવે છે. ઘઉંને લેટ એક જ પ્રકારને હોય, પણ તેની જુદી જુદી વાનીએ બને, એટલે તેને તે તે નામથી ઓળખવામાં આવે.. અથવા મનુષ્ય એક જ હોય, પણ તેના સગપણે બદલાય એટલે તેને જુદાં જુદાં નામથી બોલાવવામાં આવે. અઢાર નાતરાને પ્રબંધ સાંભળે, એટલે આ વાતની ખાતરી થશે.
અઢાર નાતરને પ્રબંધ - મહાનગરી મથુરામાં અનેક પ્રકારના લેકે વસતા
આઠ કરણે ] છેહતા અને અનેક પ્રકારને વ્યવસાય કરીને પિતાની આજી
વિકા ચલાવતા હતા. તેમાં દુર્ભાગ્યના યોગે કેટલીક સ્ત્રીઓ પિતાના દેહ વેચીને આજીવિકા ચલાવતી હતી. તેમાં કુબેર
સેના પિતાનાં રૂપ–લાવણ્યને લીધે ખૂબ પ્રશંસા પામેલી હતી. કે એક વાર તેના પિટમાં પીડા ઉપડી. તેની રખેવાળી ' કરનાર કુદિની માતાએ એક કુશળ વૈદ્યને બોલાવ્યો. વૈદ્ય
કુબેરસેનાનું શરીર તપાસીને કહ્યું કે “આનાં શરીરમાં કોઈ રોગ નથી, પણ પુત્ર-પુત્રીનું જોડલું ઉત્પન્ન થાય છે, તેથી જ આ સ્થિતિ છે.”
* વૈદ્ય વિદાય થયા પછી કુઢિની માતાએ કહ્યું કે “હે પુત્રી ! આ ગર્ભ તારા પ્રાણનો નાશ કરશે, માટે તારે રાખવા ચોગ્ય નથી. પણ કુબેરસેનાનાં દિલમાં અપત્યપ્રેમની ઉર્મિ આવી અને તેણે જણાવ્યું કે “હે માતા! ભવિતવ્યતાના ચગે મારા ઉદરમાં ગર્ભ ઉત્પન્ન થયું છે, તે તે કુશલ રહે. તેના માટે હું ગમે તેવું કષ્ટ સહન કરીશ, પણ તેને 'પાડીશ તે નહિ જ.” - કાલાંતરે કુબેરસેનાએ પુત્રપુત્રીનાં જોડલાંને જન્મ : આપ્યો, તે વખતે કુટ્ટિની માતાએ કહ્યું કે “આ જોડલાંને ઉછેરવા જતાં તારી આજીવિકાના મુખ્ય આધારરૂપ યૌવનને નાશ થશે, માટે તેને ત્યાગ કરી દે.”
કુબેરસેનાએ કહ્યું: “માતા! મને આ પુત્ર-પુત્રી ' પર પ્રેમ છે, માટે થોડા દિવસ સ્તનપાન કરાવવા દે, પછી હું તેમને ત્યાગ કરી દઈશ.” દશ દિવસ સુધી સ્તનપાન