Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
:
[ આત્મતત્વવિચાર
કથબંધ, અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૧૦૭ તેઓ ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખે અવતર્યા, પણ પ્રથમ નીચ ગેત્રમાં એટલે ભિક્ષુકના કુળમાં અવતરવું તે પડ્યું જ.
ભણવા-ભણાવવાની ભાવનાવાળે તથા શ્રી જિનેશ્વર દેવ આદિની ભક્તિ કરનાર ઉચ્ચ ગોત્ર બાંધે અને તેથી વિરુદ્ધ વર્તનારે નીચ ગોત્ર બધે.
કમબંધનાં આ વિશેષ કારણો છે અને તે મનુષ્ય. કઈ રીતે વર્તવું તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપે છે.
વિશેષ અવસરે કહેવાશે.
- સાધુની ભાવનાવાળો સંસારી વેશમાં પણ કેવળજ્ઞાન પામે, ત્યારે સંસારી ભાવનાવાળો સાધુના વેશમાં પણ કેવળજ્ઞાન ન પામે. એ તો નિશ્ચિત છે કે ધર્મક્રિયા કરનાર,
ધર્મની ભાવના રાખનારે આયુષ્ય બાંધે તે દેવગતિનું જ - બાંધે. આયુષ્ય બાંધતી વખતે શુભ પરિણામ હોવા જોઈએ.
નામકર્મ બંધાવાનાં વિશેષ કારણે
આત્મા જ્યારે સરલતામાં હોય, નિષ્કપટ હોય, ગર્વિષ્ટ ન હોય, નમ્રભાવવાળો હોય, ત્યારે શુભ નામકર્મ બાંધે અને તેથી શુભ સંઘયણ, શુભ સંસ્થાન, શુભ વર્ણ–રસગધ–સ્પર્શ, સારો સ્વર વગેરે પામે અને લેકેનું માનપાન મેળવે. તેથી વિરુદ્ધ કપટી, ગર્વિષ્ટ, નિષ્ફર વગેરે હોય તે અશુભ નામકર્મ બાંધે અને તેથી અશુભ સંઘયણ, અશુભ સંસ્થાન, અશુભ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ, અશુભ સ્વર વગેરે પામે તથા અપકીર્તિ મેળવે.
ગેત્રકર્મ બંધાવાનાં વિશેષ કારણે : બીજાના ગુણાને જેનારે, બીજાના ગુણોની અનમેદના કરનારે તથા નિરભિમાનપણે રહેનારો ઉચ્ચ ગોત્ર બધે અને બીજાના દેષ જોનારે, બીજાના દોષો ઉઘાડનાર તથા મદઅહંકાર કરનારો નીચ નેત્ર બાંધે. ભગવાન મહાવીરે મરિચિના ભવમાં કુલમદ કર્યો, તેથી નીચ ગોત્ર બંધાયું અને તે ક્રોડે વર્ષ પછી પણ ઉદયમાં આવ્યું. તેમનો જીવ છેલલા ભવમાં પ્રાણુત દેવલોકમાંથી ચ્યવીને દેવાનંદા બ્રાહમણીની કપમાં અવતર્યો. પછીથી એ. ગર્ભનું પરાવર્તન થયું અને