Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
-
-
-
- આત્મતત્ત્વવિચાર
થ, શ્રીપાળ રાજાને કેદ્ર મટ અને સિદ્ધચક્રની આરાધનાને દુનિયામાં પ્રભાવ વધ્યો. શ્રીપાળે પૂર્વજન્મમાં ગુરુની આશાતના કરી કેઢ ભેગવવાનું કર્મ બાંધ્યું હતું, તે કર્મ ઢીલું હોવાને કારણે એક જન્મમાં ભેગવાઈ ગયું અને તેમને કોઢ ગયો. તે જ રીતે પૂર્વભવમાં ધર્મની આરાધના હતી, તે આ ભવમાં સિદ્ધચક્રની આરાધના થઈ અને તેમને સર્વ પ્રકારે શાતાને અનુભવ થયો.
આયુષ્યકર્મ બંધાવાનાં વિશેષ કારણે આ ક્રોધ અને અહંકાર કડવા કષાય છે, માયા અને લેબ મીઠા કષાય છે. જ્યારે કષા બહુ તીવ્ર હોય અને આત્મા રૌદ્ર પરિણામી હોય ત્યરે આત્મા આયુષ્ય બાંધે તે નારકીનું બાંધે અને પરિગ્રહમાં મહારાગી હોય ત્યારે પણ આયુષ્ય બાંધે તે નારકીનું બાંધે. આ નારકી એક નથી, સાત પ્રકારની છે. નારકીનું આયુષ્ય ઓછામાં ઓછું દશ હજાર વર્ષનું છે, તેમાં એક પણ દિવસને ઘટાડો ન થાય..
માનવજીવન દરમિયાન ક્યારેક માથું દુખે, તાવ આવે, પેટ ચૂકાય કે બીજી કંઈ પીડા થાય, ત્યારે આપ@ાથી સહન થતું નથી અને અસ્વસ્થતા દૂર કરવા માટે આપણે અનેકાનેક ઉપાય કરીએ છીએ. અહીં જે દુઃખ એક દિવસ પણ સહન થતું નથી, તે દુઃખ ત્યાં ક્રોડ દિવસ, સુધી ભેગવવાનું હોય છે.
નારકીમાં બધા જ પ્રકારના રોગો છે અને તે આત્માએ હંમેશ માટે ભેગવવાના હોય છે. તેમાંથી એક રેગ
કર્મબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા-] ૧૦૩ આ ઘટે નહિ કે એક મટે નહિ. નારકીમાં સદા ઘોર અધિકાર હોય છે. એ અંધકારની આપણને કલ્પના પણ આવી શકે નહિ. આપણે એક ઊંડા ભેંયરામાં ઉતરીએ, તેમાં બીજું ભેંયરું હોય તેમાં ઉતરીએ, એ રીતે ઠેઠ સાતમા ભેંયરે પહોંચીએ, ત્યાં જે અંધકાર હોય તેના કરતાં અનેક ગણે વધારે અધિકાર આ નારકીમાં હોય છે. ત્યાંની જમીન કફ કે ચરબી પાથરેલી હોય તેવી ચીકણી છે, એટલે તેના પર ચાલનાર વારંવાર પડે-આખડે છે. વળી ત્યાંની જમીન ઘણી તી હોય છે, તેથી ત્યાં ચાલતાં જાણે સેયો ભેંકાતી હોય, એ ત્રાસ થાય છે. વળી દુર્ગધને પણ પાર નહિ, ચમારના કુંડ કરતાં અને હેરનાં કેહેલાં મુડદાં કરતાં પણ ત્યાં અનેક ગણી વધારે દુર્ગધ હોય છે.
અહીં રહેતા નારકીના જીવ પરમાધામીને જુએ, ત્યાં ભાગંભાગ કરવા માંડે છે, કારણ કે તેઓ એને પકડે છે,
ધ છે, ભાલામાં પડે છે, તેમનાં શરીરનાં કકડા કરે છે અ તેમનાં શરીરને ચૂર પણ કરી નાખે છે. પરંતુ નારકીના શરીર એવાં છે કે પાછાં સરખાં થઈ જાય છે.
જ્યાં જુઓ ત્યાં મને આમાંથી છોડાની દુઃખભરી ચી –કકિયારીઓ સાંભળવા મળે છે. - આ મહાદુઃખ ભેગવવાનું કારણ શું? કારણ એ જ કે જીવે પૂર્વભવમાં પાપ કરતાં પાછું વળીને જોયું નહિ. અનેક પ્રકારની હિંસા કરી, કષાયે પડ્યા અને રાગદ્વેષમાં ફસાયો. ભેગના કીડા બનેલા આત્માએ નારકીમાં રિ દુઃખે ભગવે