Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
_ . [ આત્મતત્વવિચાર ચાલતી હોય કે કોઈ સામાયિક લઈને બેઠું હોય તે પણ મેટેથી વાત કરતા કે હા-હા-હી–હી કરતા લેકે જરાયે અચકાતા નથી. આ ઘણુ બેટા સંસ્કાર છે અને તે કર્મનું બંધન કરાવનાર છે. .
પુસ્તક, પાટી, ઠવણી વગેરે જ્ઞાનનાં સાધનોને પછાડવા, ઠેકરે મારવા, ગમે ત્યાં રખડતા મૂકવા, તેમને થુંક લગાડવું, ગમે તે અશુચિમય પદાર્થ લગાડે, એ બધી જ્ઞાનનાં સાધનોની આશાતના છે, અને તે તમારે વર્જવી જોઈએ, અન્યથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ ઉપાર્જન કરશે અને પરભવમાં મૂઢતા, જડતા, મૂકત્વ વગેરેનો 'ભારે દંડ ભેગવશે. આવી રીતે જ્ઞાન તથા જ્ઞાનનો ઉપઘાત –ષ કરવાથી અને જ્ઞાન ભણનારને અંતરાય કરવાથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મો બંધાય છે અને તેનું ફળ આત્માને કઠોર રીતિએ ભેગવવું પડે છે. ' મેહનીય કર્મ બંધાવાનાં વિશેષ કારણે
કર્મગ્રંથમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનાં વિશેષ કારણેની એક ગાથા છે, ત્યારે દર્શન મેહનીય અને ચારિત્રમેહનીયનાં વિશેષ કારણેની બે ગાથા છે, કારણ કે આ કર્મ સથી વધારે ભયંકર છે અને રાગદ્વેષ, લડાઈ, ઝઘડા, વિરેધ, દુશ્મનાવટ વગેરે જે નરક ગતિમાં લઈ જનારાં તરે છે, તેનાં જનક છે. ' " દર્શનમેહનીય અને ચારિત્રમેહનીય એ બેમાં દર્શન- મેહનીય વધારે ભયંકર છે, કારણ કે તેનાથી મિથ્યાત્વ આવે
કર્મબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૮૯ છે અને સમકિતને રોધ થાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય છે, ત્યાં સુધી આત્માનું ઠેકાણું પડતું નથી. તે સંસારમાં રખડયા જ કરે છે અને વિવિધ દુઃખના ભાગી થાય છે.
જ્યારે સમકિત આવે, ત્યારે તેનું ભવભ્રમણ મર્યાદિત બને છે અને તે અર્ધપગલપરાવર્તનમાં જરૂર મેક્ષે જાય છે.
જે ઊન્માર્ગની દેશના આપે, તે વિશેષ પ્રકારે દર્શનમોહનીય કર્મ બાંધે. ઉન્માર્ગ કોને કહેવાય, તે જાણે છે? માગ સમજવાથી ઉન્માગ આપોઆપ સમજાશે. સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકૂચારિત્ર એ સન્માર્ગ છે, મિક્ષ માટેનો માર્ગ છે. તેની વિરુદ્ધનો માર્ગ તે ખોટે માગ, ઉન્માગ. તાત્પર્ય કે જેનાથી મિથ્યાત્વનું પોષણ થતું હોય તે ઉન્માગ કહેવાય. તે જ રીતે જે કેળવણી કે શિક્ષણમાં પુણ્ય પાપને, કર્મનો, આત્મભાવને કે પરમાત્માનાં જ્ઞાનનો વિચાર નથી, તે કેળવણી કે શિક્ષણ મિથ્યાજ્ઞાન છે અને તેનું ફળ રાગદ્વેષ, મારામારી, અહંકારાદિ દુર્ગુણો વધારવામાં જ આવે છે, આવાં મિથ્યા શિક્ષણને પિષવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે અને સંસાર વધે છે,
કોઈ કહેશે કે મિથ્યાજ્ઞાન વિના દુનિયાને વ્યવહાર ચાલતો નથી, પણ તેથી કંઈ એ ધર્મ ન કહેવાય. માણસને પત્ની વિના ન ચાલે એટલે પરણે, પૈસા વગર ન ચાલે એટલે કમાય, પણ તેથી તેણે ધર્મ કર્યો ન કહેવાય,
, વ્યવહારનું પોષણ એ સંસારનું કારણ છે, એક માણસ દુ:ખી છે, તેને દયાભાવથી તમે ધંધે કરો, દયાની ભાવનાથી તેને મદદગાર બને, તો એ વ્યવહારનું કારણ હોવાથી