Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતત્વવિચાર - સમક્તિ ટકે તે આત્મા સાત-આઠ ભવમાં મોક્ષે જાય. કદી સમકિત સ્થિર ન હોય, આવીને ચાલ્યું જાય, તે તેને વધારે ભવ કરવા પડે. તે જ રીતે સમકિતની વિરાધના કરે તો પણ સંસાર વધી જાય, પણ તે વધી વધીને અધ પુદ્ગલપરાવર્તનથી તો ન જ વધે.
બંધન અને મુક્તિનું કારણ મન છે.
સંસારનાં બંધનનું અને મુક્તિનું કારણ મન છે.” એક જ મન આ રીતે બે વિદ્ધ પરિણામ લાવનારું શી રીતે બને ? એ તમારે બરાબર સમજવાનું છે. મન જે પાપક્રિયામાં પરેવાય તો એ કર્મબંધનનું કારણ બને અને ધર્મની શુદ્ધ આરાધનામાં જોડાય તો મુક્તિનું કારણ બને. શુદ્ધ આરાધના કેને કહેવાય? તે પણ તમને જણાવી દઈએ. જે આરાધના શ્રદ્ધાપૂર્વક થાય, સમ્યકત્વપૂર્વક થાય, જિનેશ્વર ભગવંતનાં વચન મુજબ થાય, સિદ્ધાંત મુજબ થાય, તેને શુદ્ધ આરાધના સમજવી.
કેટલાક કહે છે કે “જ્ઞાનપૂર્વક ક્રિયા થાય તે જ શુદ્ધ આરાધના સમજવી.’ અહીં પ્રશ્ન થાય છે કે “કેટલું જ્ઞાન મેળવ્યા પછી ક્રિયા કરવી? જે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી રાહ જોવાની હોય તો ત્યાં સુધી ક્રિયા કરવી જ નહિ? અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ક્રિયાની જરૂર શી? આ રીતે તો ક્રિયાનો સંપૂર્ણ ઉછેદ જ થાય, તેથી આત્મા જેમ જેમ સમજતો થાય તેમ તેમ ક્રિયા કરતો જાય એ બરાબર છે. જે ક્રિયા સમ્યકત્વપૂર્વકની હોય, શુદ્ધ બુદ્ધિએ
[ કમબંધ અને તેના કારણે અંગે વિશેષ વિચારણા ] ૫૯ કરેલી હોય તેને જ શુદ્ધ સમજવી. શ્રદ્ધાપૂર્વકની ક્રિયા એ સમજપૂર્વકની ક્રિયા છે.
- ભાવના પ્રમાણે કર્મના બંધરમાં ફરક પડે છે. આ જ વસ્તુ શાસ્ત્રમાં બતાવી છે. તમે ષડાવશ્યકરૂપ પ્રતિક્રમણની. ક્રિયા વખતે “વંદિત્ત' સૂત્ર બોલે છે, તેમાં નીચેની ગાથા આવે છે:
समदिदी जीवो, जइवि हु पावं समायरइ किंचि । अप्पो सि होइ.बंधो, जेण न निद्धंधसं कुणइ ।। ३६ ।।
સમ્યગુષ્ટિ જીવ પૂર્વકૃત પાપનું પ્રતિક્રમણ કર્યા પછી પણ સગવશાત્ અમુક પાપ કરે છે, પણ તેને કર્મને બંધ અલ્પ થાય છે, કારણ કે એ પાપ તે નિર્દયતાના તીવ્ર અધ્યવસાયથી કરતો નથી.”
કયારેક મિથ્યાદષ્ટિ આત્મા પાપને પાપ માની ક્રિયા કરે છે, ત્યારે તેને કર્મનો બંધ જરૂર ઢીલો પડે છે, પણ તે સમ્યગ્દષ્ટિ એટલે ઢીલે નહિ. પૂરેપૂરા મિથ્યાષ્ટિવાળા કરતાં ઢીલો પડે છે.
હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચે અનુક્રમે પાપસ્થાનકે છે, છતાં આપણે તેનું સેવન કરીને. રાજી થઈએ છીએ, કારણ કે એ પાપ છે, એ દઢ નિર્ધાર મન સાથે કર્યો નથી. જો એ નિર્ધાર મન સાથે કર્યો હોય, તો પાપને કોઈ પણ પ્રકારે અંતરમાંથી કાઢવા જોઈએ, ભગાડવા જોઈએ. એક શેઠે યુક્તિથી ચારને કેવી રીતે. ભગાડ્યા, તે સાંભળો.