Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
o
કર્મની શુભાશુભતા ]
ત્રશદશક શુભ ગણાય છે અને સ્થાવરદશક અશુભ ગણાય છે.
આઠ પ્રત્યેક પ્રકૃતિમાં ઉપઘાત સિવાયની સાતે પ્રકૃતિ શુભ છે.* * * નામ કર્મની શુભાશુભ પ્રકૃતિની તાલિકા નીચે મુજબ થાય:
[ આત્મતત્ત્વવિચાર શુભ પ્રકૃતિમાં થાય છે. સહનન એટલે સંઘયણ છ પ્રકારનાં છે, તેમાં પ્રથમ વ્રજaષભનારાચસંઘયણું શુભ ગણાય છે અને બાકીનાં પાંચ અશુભ ગણાય છે. સંસ્થાનમાં પણ તેવું જ છે. તેમાં પ્રથમ સમચતુરસ્ત્ર સંસ્થાન શુભ ગણાય છે અને બાકીનાં પાંચ અશુભ ગણાય છે. '
વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ શુભ પણ હોય છે અને અશુભ પણ હોય છે. દાખલા તરીકે વર્ણ પાંચ પ્રકારના છે, તેમાં શુકલ, પીત અને રક્ત શુભ છે અને નીલ તથા કૃષ્ણ અશુભ છે. રસ પાંચ પ્રકારના છે, તેમાં મધુર, અમ્લ (ખટમીઠો) અને કષાય (તૂર) શુભ છે અને તીખો તથા કડવો અશુભ છે. ગધ બે પ્રકારના છે. તેમાં સુગંધ શુભ છે અને દુર્ગંધ અશુભ છે. સુગંધથી સહુ કેઈ આકર્ષાય છે. અરે! દેવોનું પણ તે આકર્ષણ કરે છે, તેથી જ તેમની સાધના-આરાધના કરતાં ઉત્તમ પ્રકારનાં પુષ્પ, અત્તર તથા ધૂપને ઉપયોગ થાય છે. દુર્ગધ કેઈને ગમતી નથી. જરા દુર્ગધ આવી કે નાકે કપડું દેવાનું મન થાય છે. સ્પર્શ આઠ પ્રકારના છે, તેમાં લઘુ, મૃદુ, સ્નિગ્ધ અને ઉષ્ણ શુભ છે અને ગુરુ, કઠિન, લૂખ તથા શીત અશુભ છે.
આનુપૂવી ચાર પ્રકારની છે, તેમાં દેવાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી શુભ છે અને તિયચાનુપૂવી તથા નારકાનુપૂવી અશુભ છે. "
વિહાગતિના તે શુભ અને અશુભ એવા બે પ્રકારો પષ્ટ માનવામાં આવ્યા છે. ' : ' , ,
શુભ
અશુભ ૨ ગતિ (દેવ–મનુષ્ય) ૨ ગતિ (તિયચ-નરક) ૧ જાતિ (પંચેન્દ્રિય) ૪ જાતિ (એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય) ૫ શરીર (ઔદારિકાદિ) ૩ અંગોપાંગ (દારિકાદિ) ૧ સંહનન (વજઋષભનારાય) ૫ સંધયણ (ષભનારા, નારાચ,
અર્ધનારાચ, કિલિકા અને સેવા) ૧ સંસ્થાન (સમચતુરસ્ત્ર) ૫ સંસ્થાન ( ગ્રાધિપરિમંડળ,
સાદિ, વામન, કુમ્ભ અને હુંડક) - ૪ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ ૪ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ ૨ આનુપૂર્વી (દેવાનુપૂર્વી તથા ૨ આનુપૂર્વી (તિર્યંચાનુપૂવી તથા મનુષ્યાપૂવી)
- નારકાનુપૂવી) - ૧ વિહાયોગતિ
' ૧ વિહાયોગતિ ૧૦ ત્રસદશક
૧૦ સ્થાવરદશક છ પ્રત્યેક પ્રકૃતિ (અગુલધુ, ૧ પ્રત્યેક પ્રકૃતિ (ઉપધાત) પરાઘાત, આતપ, ઉદ્યોત, શ્વાસોચ્છવાસ, નિર્માણ અને તીર્થકર )
૩૭