Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૫૦
.
'
[ આત્મતત્વવિચાર
કર્મબંધનાં કારણે અનાદિ કાલનાં છે. ' આત્મા અનાદિ કાલન, તેમ કર્મ પણ અનાદિ કાલનાં. કર્મ અનાદિ કાલનાં, તેમ કર્મબંધ પણ અનાદિ કાલનો. કર્મબંધ અનાદિ કાલનો, તેમ કમબંધનાં કારણે પણ અનાદિ કાલનાં. કારણ વિના કાર્ય હાય નહિ.
કારણેને ક્રમ સહેતુક છે. કર્મબંધનાં સામાન્ય કારણે ચાર છે: મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. અહીં મિથ્યાત્વ પહેલું કેમ? અવિરતિને બીજું સ્થાન શા માટે? કષાયને ત્યાર પછી મૂકવાનું કારણ શું? યોગ છેવટે શાથી? આ પ્રશ્નો તમારા મનમાં ઉઠશે, એટલે તેનું સમાધાન જરૂરી છે.
- જ્યાં સુધી મિથ્યાત્વ હોય, ત્યાં સુધી અવિરતિ જતી નથી; જ્યાં સુધી અવિરતિ હોય, ત્યાં સુધી કષાયો જતા નથી; અને જ્યાં સુધી કષાયો જતા નથી, ત્યાં સુધી યોગનિરોધ થતો નથી; એટલે પ્રથમ મિથ્યાત્વ, પછી અવિરતિ, પછી કષાય અને છેવટે યોગને મૂકવામાં આવેલ છે. તમે ગુણ
સ્થાનકેન ક્રમ જોશે, એટલે આ વસ્તુનો વધારે સ્પષ્ટ • ખ્યાલ આવશે. ચોથા ગુણસ્થાનકે મિથ્યાત્વનો નાશ થાય,
છઠ્ઠા ગુણસ્થાનકે અવિરતિનો નાશ થાય, બારમાં ગુણસ્થાનકે કષાયનો નાશ થાય અને ચૌદમા ગુણસ્થાનકે યોગનિરોધ થાય. તાત્પર્ય કે આત્માએ વિકાસના જે ક્રમને અનુસરવાનો છે, તેને અનુલક્ષીને જ અહીં બંધનાં કારણે બતાવ્યાં છે, એટલે તે સહેતુક છે.
કર્મબંધ અને તેના કારણે અંગે વિશેષ વિચારણા ] પ૧
પહેલું કારણ મિથ્યાત્વ મિથ્યાત્વને મહાશત્રુની, મહારોગની, મહાવિષની અને મહા અંધકારની ઉપમા આપવામાં આવી છે, કારણ કે તે બધાં કર્મોની જડ છે અને તેની વિદ્યમાનતામાં સમ્યકત્વના પ્રાપ્તિ થતી નથી. જ્યાં સમ્યક્ત્વ ન હોય ત્યાં સમ્યગ્રજ્ઞાન ક્યાંથી હોય? અને સમ્યગ્રજ્ઞાન ન હોય ત્યાં સમ્યક્રચારિત્ર ક્યાંથી હોય? સમ્યક ચારિત્ર વિના મુક્તિ મળે નહિ, એ જ્ઞાનીઓએ પિકારીને કહેલું છે; આથી આત્માને સંસારમાં રખડાવવાનો મુખ્ય દોષ મિથ્યાત્વ પર આવે છે. શાસ્ત્રકાર ભગવતેએ “મિત્ત મળવુકૂિદા' એ શબ્દ વડે આ વસ્તુ પ્રકટ કરી છે.
જે મિથ્યાત્વ જાય તો કમને ક્ષય રોગ લાગુ પડે, એટલે તેને ગયા વિના છૂટકે જ નહિ. અર્ધ પુદ્ગલપરાવર્તન જેટલા સમયમાં તે અવશ્ય નાશ પામે અને આત્મા મુક્તિનાં શાશ્વત સુખનો અધિકારી થાય.
અભવ્ય આત્માઓ તે અનંતકાલ સુધી સંસારમાં રખડતા જ રહે છે, કારણ કે તેમનું મિથ્યાત્વ કદી દૂર થતું નથી. તેઓ બધો વખત મિથ્યાત્વમાં જ રાચતા.
પ્રશ્ન–અભવ્ય આત્માઓને જ્ઞાન હોય કે નહિ?
ઉત્તર–જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે, એટલે બધા આત્માઓની જેમ અભવ્ય આત્માઓને પણ જ્ઞાન હોય છે, પરંતુ અહીં જ્ઞાન શબ્દથી સમ્યજ્ઞાન પૂછવામાં આવતું