Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal
Catalog link: https://jainqq.org/explore/006021/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વત ધરીએ હા, હા ? 0 0 ગુરુ સાખ *t 9 ]? ? ? $છે? | 6 C]) & ! # @b 0 205 P * {0}}} * {{\ <3 {0} { વાત છે જ છે? ) ; c SOP ભાગ ૨ – પૂ. પં. શ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબ हम Z_!©> MANGWENTY Page #2 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબ જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે સંયમજીવન સ્વીકારવાની તમન્ના સાથે સાચા શ્રાવક બનવા માટે બાર વ્રતોને સરળ ભાષામાં સમજાવતું પુસ્તક વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૨ લાગ - ૨ લેખક 'પૂ.પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના શિષ્યરત્ન 'પૂજય પંન્યાસ શ્રી મેઘદર્શનવિજયજી મ.સા. પ્રકાશક અખિલ ભારતીય સંસ્કૃતિરક્ષક દળ પરીક પ્રાપ્તિ થાન કમલ મકાશન ટ્રસ્ટ ર૦૦૭, નિશા ર્પોળ ઝવેરી વાડ, રીલીફ રોડ, અમદાવાદ - ૧ ફોન નં. ૨૫૩૫૫૮૨૩ વર્ધમાન સંસ્કાર ધામ ભવાનીકુપા બિલ્ડીંગ, ૧લે માળે ગીરગામ ચર્ચ સામે, ઓપેરા હાઉસ, મુંબઈ - ૪ ફોન: ૨૩૬૦૦૦૪ તપોવન સંસ્કાર ધામ ધામગિરિ પો. કબીલપોર નવસારી - ૩૬ ૪૨૪ ફોન નં. ૨૩૬૧૮૩ ચં. કે. સંસ્કૃતિ ભવન ગોપીપુરા મેઈન રોડ, સુભાષ ચોક, , સૂરત. ફોન ૨પ૯૯૩૩ (મૂલ્ય : રૂ. ૪૦/ Page #3 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ક્યાં શું વાંચશો ? વિષય સૌને નડતો ગ્રહ : પરિગ્રહ પરિગ્રહ પરિમાણનો પ્રભાવ વ્રત પાળીએ દઢતા ધરી દુનિયામાં ફરનારો સંસારમાં રખડે જીવન જીવીએ વિવેક ધરી શ્રાવક જીવનનો પ્રાણ ઃ જયણા પળમાં પાપને પેલે પાર શ્રાવક : પાપોથી ડરપોક ધર્મનો મહિમા છે અપરંપાર કામ વિના કાંઈ ન કરીએ વાતોએ વિવેક વિસરાય સંયમજીવનનો રસાસ્વાદ પાના નં. ૧ ८ ૧ ૨૦ ૩૪ ४० ૫૦ ૫૯ ૬૯ ૭૪ ૮૧ ૯૧ ૧૦૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ સૌને નડતો ગ્રહ : પરિગ્રહ માનવજીવનને પ્રાપ્ત કરનાર પ્રત્યેક વ્યક્તિએ માત્ર દુઃખનાશ કે સુખપ્રાપ્તિનો જ વિચાર ન કરવો જોઈએ; પણ દોષનાશ અને ગુણપ્રાપ્તિની સાધના કરવી જોઈએ. જ્યાં સુધી દોષમુક્તિ ન થાય ત્યાં સુધી સાચા સુખની કાયમ માટે પ્રાપ્તિ થઈ શકે નહિ. કાયમ માટે દુઃખ વિહોણી અવસ્થા પામી શકાય નહિ. દોષનાશ અને ગુણપ્રાપ્તિ માટે સાધુજીવન ખૂબ જ અનુકૂળ જીવન છે. આ જીવનની શૈલી જ એવા પ્રકારની છે કે જેમ જેમ તે જીવન જીવાતું જાય તેમ તેમ આત્મામાં રહેલા દોષો નબળા પડતાં જાય. નાશ પામતા જાય. નવા નવા ગુણો પ્રગટ થતાં જાય. વિકસતાં જાય. પણ આ સાધુજીવન સ્વીકારવા માટે તો હ્રદયમાં વૈરાગ્ય પેદા થવો જોઈએ. સંસાર નગુણો લાગવો જોઈએ. દુન્યવી સુખોનું આકર્ષણ નષ્ટ થવું જોઈએ. પરલોક તરફ નજર પહોંચવી જોઈએ. દુઃખોને સહન કરવાની તૈયારી જોઈએ. બધા જીવો માટે કાંઈ આ શક્ય નથી. પરમપિતા પરમાત્મા તો કરુણાના મહાસાગર છે. વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ ક૨વાની તેમની તમન્ના હતી. તેથી જે જીવો સાધુજીવન સ્વીકારવાનું વિશિષ્ટ સત્ત્વ ન ફોરવી શકે તેમના માટે પરમાત્માએ શ્રાવક - જીવનનો માર્ગ ચીંધ્યો છે. પાપોને સંપૂર્ણપણે તિલાંજલી ન આપી શકાય તો છેવટે તે પાપોનો આંશિક ત્યાગ કરવાની ભલામણ કરી છે. તે માટે તેમણે સમ્યક્ત્વ સહિત બાર વ્રતોનું આચરણ કરવાની પ્રેરણા કરી છે. સમક્તિ એટલે પરમાત્માના વચનમાં પૂર્ણ શ્રદ્ધા. કદાચ તે પ્રમાણેનું આચરણ ન પણ થઈ શકે તો ય વિચારો તો તેવા જ હોય. તેવું આચરણ ન થઈ શકવા બદલ હ્રદયમાં રુદન હોય. જલ્દીથી તે આચરણ શરુ કરવાના ભાવો ઉભરાતા હોય. આવું સમ્યગ્દર્શન (સમક્તિ) પ્રાપ્ત કરવાપૂર્વક બાર વ્રતોને ગ્રહણ કરવાનો ઉદ્યમ કરવો જોઈએ. બાર વ્રતોમાં પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોનો સમાવેશ . થાય છે. સાધુ ભગવંતો તો પાંચ મહાવ્રતો પાળે છે. પણ તેવા મોટાવ્રતો પાળવાની તાકાત ન હોય તેમણે પાંચ નાના = અણુવ્રતો તો સ્વીકારવા જ જોઈએ. ગુણોને પેદા કરનારા ત્રણ ગુણવ્રતો આદરવા જોઈએ. તથા સાધુજીવનની સાધનાનું શિક્ષણ જેનાથી ૧ર વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #5 -------------------------------------------------------------------------- ________________ મળે છે તે ચાર શિક્ષાવ્રતોને આચરવા જોઈએ. આ બાર વ્રતો નીચે પ્રમાણે છે: પાંચ અણુવ્રતો ૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. ૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. ૪. સ્વદારાસંતોષ - પરસ્ત્રીગમન વિરમણ વ્રત. ૫. સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત. ત્રણ ગુણવ્રતો ૬. દિશાપરિમાણ વ્રત. ૭. ભોગોપભોગ પરિમાણ વ્રત. ૮. અનર્થદંડ વિરમણ વ્રત. ચાર શિક્ષાવ્રતો ૯. સામાયિક વ્રત. ૧૦. દેશાવગાસિક વ્રત. ૧૧. પૌષધોપવાસ વ્રત. ૧૨. અતિથિ સંવિભાગ વ્રત. નિરપરાધી ત્રસ જીવોની જાણી જોઈને નિરપેક્ષપણે હિંસા કરવી નહિ કે કરાવવી નહિ તે પ્રથમ વ્રત છે. બીજાને મોટું નુકશાન થાય તેવું જૂઠ બોલવું કે બોલાવવું નહિ તે બીજું વ્રત છે. દુનિયામાં ચોરી તરીકેનો વ્યવહાર થતો હોય તેવી મોટી ચોરી કરવી - કરાવવી નહિ તે ત્રીજું વ્રત છે. પરસ્ત્રીગમનનો ત્યાગ કરવો, સ્વસ્ત્રીમાં પણ મર્યાદા બાંધવી તે ચોથું વ્રત છે. ધન - ધાન્ય – મકાન - મીલ્કતના પ્રમાણની મર્યાદા નક્કી કરવી તે પાંચમુ પરિગ્રહ પરિમાણ વ્રત છે. સમક્તિ સહિત ચાર અણુવ્રતોની વિસ્તારથી વિચારણા ઘેર બેઠાં તત્ત્વજ્ઞાન પ્રદીપમાં અને વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૧માં કરી છે તેમાંથી વાંચન કરવું. હવે પાંચમુ વ્રત વિચારીએ. પાંચમુ અણુવતઃ પરિગ્રહ પરિમાણ વ્રત કોઈને રાહુની દશા નડે છે તો કોઈને શનિની દશા નડે છે. કોકને બુધ હેરાન કરે છે તો કો'કને કેતુ! નવ ગ્રહોમાંથી કોઈને કોઈ ગ્રહ ક્યારેક કોઈને પીડા આપતો હોય છે, પરંતુ આ નવે ગ્રહો એટલાં બધા ખરાબ નથી, જેટલો ખરાબ આ પરિગ્રહ નામનો ગ્રહ છે. આ પરિગ્રહ નામનો ગ્રહતો હંમેશ માટે બધા સંસારીઓને પ્રાયઃ પીડા આપતો જણાય છે. આકાશમાં ઉપગ્રહો છોડવા સહેલાં છે, પણ પરિગ્રહના ગ્રહનો આવા જવા ર ા વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરવો મુશ્કેલ છે. પરિગ્રહ એટલે મમતા, મૂચ્છ. ધન વગેરેની કારમી આસક્તિ. વધુને વધુ મેળવવાની ઝંખના. જે છે તે જરા ય ઓછું ન થઈ જાય તેની પળે પળે સાવધાની. જે મળ્યું હોય તે સદા ઓછું જ લાગવાના કારણે પેદા થતી દીનતા. | ભૂત – પ્રેતના વળગાડને હજુ ય વશ કરી શકાય, પણ પરિગ્રહના વળગાડને દૂર કરવો મુશ્કેલ છે. સ્ત્રીની કામવાસનાનો ત્યાગ કરી શકનાર પણ પરિગ્રહના જંગલમાંથી નીકળી શકતો નથી. માટે તો કામપુરુષાર્થને અધમ કહ્યો છે, જ્યારે અર્થપુરુષાર્થને અધમાધમ કહેલ છે. કામને પણ પૂર્ણ કરવાની તાકાત તો અર્થમાં છે ને? માટે કામ કરતાં ય અર્થનું આકર્ષણ સામાન્યતઃ વધારે હોય છે. કામનું સેવન જાહેરમાં થઈ શકતું નથી જયારે અર્થનો સંગ્રહ જાહેરમાં થઈ શકે છે. કામસેવનથી આબરુ ખરડાવાનો ભય રહે છે, જ્યારે અર્થસંગ્રહથી તો પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. કામસેવન તો ટેમ્પરરી છે. થોડીક વારમાં ઈચ્છા શાંત થઈ જાય છે, જ્યારે અર્થની ચિંતા કાયમ ઊભી રહે છે. કામસેવનમાં શરીર થાકી જાય છે, અર્થોપાર્જન માટે વિચારણા કરવા મન ચોવીસે ય કલાક તૈયાર રહે છે. આવા અનેક કારણોસર - કામ કરતાં ય અર્થ ભયંકર છે. કામની વિચારણા આર્તધ્યાન છે, જ્યારે અર્થની વિચારણા રૌદ્રધ્યાન બની શકે છે. કામ તિર્યંચગતિનું કારણ છે તો અર્થ નરકગતિનું કારણ છે. માટે સમજુ માનવે કામ ઉપર નિયંત્રણ મૂકવાની સાથે અર્થ ઉપર પણ નિયંત્રણ મુકવું જરૂરી છે. ખરેખર તો સમગ્ર સંસારનો ત્યાગ કરીને સાધુ જ બનવું જોઈએ. કોઈ પણ પદાર્થમાં મૂચ્છ ન રાખીને અપરિગ્રહી બનવું જોઈએ, પરંતુ સર્વ પ્રકારની મૂચ્છ છોડવી જેમના માટે શક્ય નથી, સંસારમાં રહેવું જ પડે તેવી જેની સ્થિતિ છે, તેમને ધનની તો જરૂર પડે જ. ધન વિના તો તેઓ એક ક્ષણ પણ જીવી શકે નહિ. કહ્યું છે ને કે, જેની પાસે પૈસા હોય તે સાધુ ન કહેવાય. જેની પાસે પૈસા ન હોય તે ગૃહસ્થ ન કહેવાય.” ગૃહસ્થને સાંસારિક - સામાજિક – કૌટુંબિક જવાબદારીઓ અદા કરવા ધનની આવશ્યકતા તો રહે જ. પણ તેનો અર્થ એવો નથી કે બેમર્યાદપણે ધન વધાર્યા જ કરવું. તે ધન વધારવા ગમે તેટલા દુષ્ટ બનવું પડે તો દુષ્ટ બનીને પણ ધન વધાર્યા જ કરવું. તે માટે નીતિ – નિયમોને ભલે અભરાઈએ ચડાવવા પડે, બીજાનું આંચકી લેવું પડે, વિશ્વાસઘાત - દગા - પ્રપંચનો ભલે આશરો લેવો પડે, કજીયા - ક્લેશનું વાતાવરણ ઊભું કરવું પડે, સગા પિતાજી સામે કોર્ટમાં કેશ કરવો પડે. ના, આવું કાંઈ જ ન ૩ કે વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #7 -------------------------------------------------------------------------- ________________ કરાય. પણ પૈસાની લાલસા આમાંનું શું શું ન કરાવે? તે સવાલ છે. અર્થનો અનર્થની ખાણ કહી છે. “અલ્ય મત્યુનિવરં" જે અર્થ (ધન) ની પાછળ પાગલ થાય તેના જીવનમાં કયા કયા અનર્થો ન સર્જાય? તે સવાલ છે. ધનના યોગે તે પાપી બને. ધન જો તેની પાસેથી ચાલી જાય તો તે પાગલ બને. દીન - રાંક બનીને રડી - રડીને અડધો થાય. ક્યારેક આપઘાત કરીને જીવન ટૂંકાવી દે. ધનની લાલસાનું સ્વરૂપ જ એવું છે કે તે કોઈ રીતે જીવનમાં શાંતિ પેદા ન થવા દે. પ્રસન્નતાનો અનુભવ થવા જ ન દે. સતત ટેન્શનો ને ચિંતામાં ગરકાવ રાખે. ગદ્ધામજૂરી ઘણી કરાવે પણ આનંદની પ્રાપ્તિ કદી ન થવા દે. નવી નવી ઈચ્છાઓ ઊભી કર્યા કરે. ક્યાં ય ધરાવા ન દે. સંતોષ નામના ધનને ભૂલેચૂકે પ્રાપ્ત થવા ન દે તે વ્યક્તિ ધનના ઢગલા વચ્ચેય સુખી ન હોય. ડનલોપની ગાદીઓમાં પણ ઉંઘ પામતો ન હોય. ભોજનના ખડકલાઓ પણ તેનામાં ભુખ પેદા ન થવા દે. સામગ્રીઓના ઢગલાઓ પણ તેને સુખી કરી ન શકે. મરવાના વાંકે જીવન પૂરું કરવું પડે. ના... આ તો શી રીતે સહન થાય? પૈસા મેળવવા ગદ્ધામજૂરી કરવી અને પાછું દુઃખી થવું ! એ તો શી રીતે પોષાય? તો આજે જ આ પાંચમા નંબરનું પરિગ્રહ પરિમાણવ્રત સ્વીકારી લેવું જોઈએ. પેલો મમ્મણ શેઠ ! પુષ્કળ સંપત્તિનો સ્વામી! મગધના નાથ શ્રેણિકની સમગ્ર સંપત્તિ પણ તેની તોલે ન આવે. આવો મહાધનાઢ્ય શ્રીમંત દુઃખી કેમ? તેલ -ચોળાનું ભોજન જ તેના નસીબમાં કેમ ? મહા મહીનાની કડકડતી ઠંડીમાં રાત્રીના સમયે નદીના ઠંડા પાણીમાં લાકડા ભેગા કરવા તેણે કેમ જવું પડે ? તેના જીવનમાં અઢળક સંપત્તિ વચ્ચે પણ શાંતિ કેમ નહિ? તેને સુખ કેમ નહિ? સતત દુઃખી રહેવાનું કારણ શું? મરીને સાતમી નરકે તે શા માટે ગયો? આવા ગમે તેટલા સવાલો પૂછશો તો દરેકનો જવાબ કદાચ એક જ મળશે કે તેણે પરિગ્રહનું પરિમાણ (મર્યાદા) કર્યું નહોતું. તે ધનમાં આસક્ત હતો. તેની ઈચ્છા અગાધ હતી. દિવાળીના દિવસોમાં ચોપડાપૂજન કરતી વખતે મમ્મણને કોઈ યાદ કરતું નથી. “મમ્મણ શેઠની ઋદ્ધિ હોજો. એવું કોઈ લખતું નથી. અને... જે શાલિભદ્ર પોતાની તમામ સમૃદ્ધિને લાત મારીને ફગાવી દીધી હતી, તેને સી યાદ કરે છે. “શાલિભદ્રની ઋદ્ધિ હોજો' એવું બધા લખે છે. મમ્મણને સંપત્તિ પ્રત્યે મૂર્છા હતી માટે તે વખોડવા લાયક છે, જ્યારે શાલિભદ્રને સંપત્તિ પ્રત્યે જરા ય મૂર્છા નહોતી માટે તે વખાણવાલાયક બન્યા. આપણે કેવા બનવું છે? વખોડવાલાયક કે વખાણવાલાયક? તે ગંભીરતાથી શાળા ૪ હાલ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ-૨ શા Page #8 -------------------------------------------------------------------------- ________________ વિચારી લેવું જોઈએ જો વખણાવાલાયક બનવું હોય તો પરિગ્રહનું પરિમાણ આજે જ કરી દેવું જોઈએ. પરિગ્રહનું પરિમાણ કરવું એટલે પરિગ્રહની મર્યાદા બાંધવી. ગૃહસ્થજીવનમાં જરૂરી જે કાંઈ સામગ્રીઓ છે, તે દરેકની ડેડલાઈન નક્કી કરવી. આટલાથી વધારે તો નહિ જ; તેવું નક્કી કરવું. ગૃહસ્થ જીવનમાં જરૂરી સર્વ પદાર્થોની (૧) ધન (૨) ધાન્ય (૩) ક્ષેત્ર (૪) વાસ્તુ (૫) ચાંદી (૬) સોનું (૭) વાસણ (૮) દ્વિપદ = નોકર – ચાકરો અને (૯) ચતુષ્પદ = હાથી, ઘોડા, ગાય, ભેંસ વગેરેમાં ગણના કરવામાં આવી છે. અત્યારની અપેક્ષાએ વિચારીએ તો (૧) ધન (૨) ધાન્ય (૩) ફેક્ટરી - દુકાન - ઑફિસ વગેરે (૪) ફ્લેટ - મકાન - ફાર્મ વગેરે (૫) ચાંદી (૬) સોનું - ઝવેરાત - આભૂષણ વગેરે (૭) ફર્નીચર (2) રસીઈઆ - રામા વગેરે માણસો અને (૯) સ્કુટર - ગાડી - વગેરેમાં બધાનો સમાવેશ થઈ જાય. આ બધાનું પ્રમાણ ફીક્સ કરી દેવું તેનું નામ પરિગ્રહ પરિમાણ વ્રત. આ બધી વસ્તુઓનું જુદું જુદું પરિમાણ (માપ) નક્કી કરવામાં તકલીફ પડતી હોય તો બધાની કિંમત ભેગી કરીને એક જ મોટી રકમ ધારી શકાય. વળી બધી ચીજ - વસ્તુઓના ભાવોમાં વધારો થતો હોવાથી મૂળ ખરીદકિંમતથી તેની ગણત્રી કરી શકાય જેથી ભાવિમાં સંક્લેશ થવાની શક્યતા ન રહે. ફુગાવો વધતો જાય છે, સરકાર નોટો છાપતી જાય છે. પરિણામે રૂપીયાની કિંમત ગબડ્યા કરે છે. તેથી ભાવિમાં આર્તધ્યાન ન થાય તે માટે જેટલી રકમ નક્કી કરવા માંગતા હો, તેનું જેટલું સોનું આવી શકતું હોય તેટલા કિલો સોનું ધારવું. જેથી ભાવિમાં તકલીફ ન પડે. ઈચ્છા વધારવા જેવી નથી, છતાં ય આજની તારીખમાં ભલે ઓછી મુડી હોય, તમારી ઈચ્છા તેથી ય ઘણી બધી રકમ ધારવાની હોય તો તેટલી વધારે રકમની પણ ધારણા કરીને મર્યાદા તો આજે જ નક્કી કરી દેવી જોઈએ. વર્તમાનમાં સંપત્તિ ઓછી હોય અને પરિગ્રહ પરિમાણનું વ્રત લેતાં વધારે સંપત્તિની ધારણા કરે તો ત્યાગના બદલે મમતા વધી હોવાથી તેને વ્રત શી રીતે કહેવાય ? એવો પ્રશ્ન કરવો ઉચિત નથી. કારણ કે જો આવી વધુ પરિગ્રહની પણ ધારણા કરવામાં નહિ આવે તો ઈચ્છા આકાશ સમાન અમાપ હોવાથી ગમે તેટલી મીલ્કત વધે તો ય ઈચ્છાનો અંત નહિ આવે. આ ધારણા કરવાથી ફાયદો એ થશે કે તેટલી સંપત્તિ જયારે થશે, ત્યારે તેનાથી વધારે પેદા કરવાની ઈચ્છા નહિ રહે. ઈચ્છાથી કર્મબંધ થાય છે. ઈચ્છાનું પ્રમાણ મર્યાદિત કરવાથી કર્મબંધ પણ મર્યાદિત થાય છે. ઈચ્છા મર્યાદિત થવાથી સંતોષ નામનો આત્મિક ગુણ સિદ્ધ થાય છે. તારા પ ક વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #9 -------------------------------------------------------------------------- ________________ જેટલા અંશમાં સંતોષ પ્રાપ્ત થાય છે તેટલા અંશમાં સુખ પ્રાપ્ત થાય છે. “સંતોષી નર સદા સુખી એ કહેવત પણ આ જ વાત જણાવે છે. કહ્યું છે કે, “દેહનો સાર (મૂળ) આરોગ્ય છે, ધર્મનો સાર સત્ય છે, વિદ્યાનો સાર તત્ત્વનિશ્ચય છે, અને સુખનો સાર સંતોષ છે.” આનંદ – કામદેવદિએ પરિગ્રહ પરિમાણ કરતી વખતે જે મર્યાદા બાંધી હતી, તે વાંચતા આશ્ચર્ય થાય તેમ છે. ઘણો બધો - દેખીતો - પરિગ્રહ રાખવા છતાં ય તેઓ મહાશ્રાવક કહેવાયા છે, તેનાથી તો ઘણું બધું ઓછું જેમની પાસે છે, તેઓ શ્રાવક પણ કેમ કહેવાય નહિ? તેવો સવાલ ન પૂછવો. કારણ કે વસ્તુની સંખ્યા પર પરિગ્રહ કે અપરિગ્રહ ગણાતો નથી કિન્તુ મૂચ્છ ઉપર ગણાય છે. આનંદ - કામદેવનું પુણ્ય જ એટલું બધું જોરદાર હતું કે તેમની પાસે અઢળક સમૃદ્ધિઓ આવ્યા જ કરતી હતી. પરમાત્મા મહાવીરદેવ મળી જતાં - તેમણે પરિગ્રહ પરિમાણ વ્રત લઈને - જોશબંધ ધસી આવતી સમૃદ્ધિને એકદમ રોકી દીધી. તે વખતે પણ તેમની પાસે જેટલું હતું, તેટલું તેમણે રાખ્યું હતું અને નવું આવતું અટકાવી દીધું હતું. જે રાખ્યું તેની ઉપર પણ તેમને ઝાઝી મૂર્છા નહોતી. અને તેથી જ તેઓ જીવનમાં ધર્મને સર્વશ્રેષ્ઠ સ્થાન આપી શક્યા હતા. જ્યારે આજની સ્થિતિ કેવી છે? મળ્યું હોય તેમાં અઢળક મૂચ્છ. ન મળ્યાનું ભારે દુઃખ. બીજાને વધારે મળ્યું હોય તેની કારમી ઈર્ષ્યા. જાતનું ઓછું જોઈને હાયવોય અને દીનતા ! આવી પરિસ્થિતિમાં પાસે માત્ર બે હજાર રૂપિયા જ હોય તો ય અપરિગ્રહી ન કહેવાય. તેનાથી ઉછું, આજે પણ પેટ ભરીને જમવા મળી શકે, લજ્જા ઢાંકવા સાંધા વિનાનું આખું વસ્ત્ર મળી શકે, સ્વમાનભેર જીવી શકાય તેવું ઘર મેળવી શકે તેટલાં ધનથી જ જે સંતોષ માને અને નવું વધુ નહિ મેળવવાની પ્રતિજ્ઞા કરે તે મહા - અપરિગ્રહી ગણાય. પણ પોતાની ઈચ્છાઓને વધારતા જઈને, જરૂરિયાતો વધારી મૂકી, અસંતુષ્ટ બનીને, અનીતિ - દગા - વિશ્વાસઘાત વગેરે અપ્રમાણિક્તાઓ દ્વારા પૈસા કમાઈને - તેમાંય રાજીપો માનીને – પરિગ્રહનું મોટી મર્યાદામાં પરિમાણ કરવું તે હકીકતમાં તો ધર્મ સાથેની વંચના (છેતરપીંડી) રૂપ જણાય છે. પરિગ્રહનું પરિમાણ એ હકીકતમાં તો વસ્તુની સંખ્યાનું નહિ પણ વસ્તુની મૂચ્છનું પરિમાણ છે, ઈચ્છાનું પરિમાણ છે, તે વાત સતત લક્ષમાં રાખવી. મૂચ્છ પરિમાણ કરવા જ બાહ્ય પદાર્થોનું પરિમાણ કરવાનું છે, તે વાત કદી ય ભૂલાવી જો જો ૬ - વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ થી Page #10 -------------------------------------------------------------------------- ________________ જોઈએ નહિ. જો મૂર્છાનું પરિમાણ કરવામાં ન આવે તો વધતી જતી મૂર્છાને વશ થયેલો જીવ ધન મેળવવા અનીતિ કરે, પ્રપંચો આદરે, જમીન ખોદે, ચોરી કરે, ધનને જમીનમાં દાટે, ચોરાઈ જવાના ભયે ઉજાગરા કરે, છતાં ય ચાલ્યું જાય તો આપઘાત કરે, આવતા ભવે દાટેલા ધનના સ્થાને સાપ પણ કદાચ બને. આમ મમતા - મૂર્છા તો ઘણા મોટા દુઃખનું કારણ છે. માટે સાચા સુખી બનવાની ઈચ્છાવાળાએ તો યથાશક્ય પરિગ્રહ પરિમાણ કરીને સંતોષ ગુણને પ્રગટાવવો જોઈએ. આ પરિગ્રહ પરિમાણ વ્રતની આરાધના કરવાથી આ ભવમાં સંતોષનું નિષ્કલંક સુખ, લક્ષ્મીની સ્થિરતા, યશ – કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે અને પરભવમાં ધનાઢ્ય મનુષ્યભવ કે શ્રેષ્ઠ દેવભવ પ્રાપ્ત થાય છે. પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ જો આ વ્રત સ્વીકારવામાં ન આવે અથવા તો સ્વીકારવા છતાં તેનું બરોબર પાલન કરવામાં ન આવે તો દરિદ્રતા, દુર્ભાગ્ય, દાસપણું, દુર્ગતિઓમાં જન્મ અને લાંબા કાળ સુધી સંસારમાં રખડવું પડે છે. સમ્યગદર્શન તથા પહેલા ચાર વ્રતોને વિસ્તારથી સમજવા માટે પૂ. પંન્યાસપ્રવરશ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબ લિખિત વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૧ અવશ્ય વાંચો. પ્રાપ્તિસ્થાનઃ-વર્ધમાન સંસ્કારધામ, જ્ઞાન પ્રસાર અભિયાન, ભવાની કૃપાબિલ્ડીંગ, ગીરગામ ચર્ચ સામે, ઓપેરા હાઉસ, મુંબઈ - ૪. ફોન નં. ૩૬૭૦૯૭૪ કાકા ૭ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ-૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ (૨) પરિગ્રહ પરિમાણનો પ્રભાવ પોતનપુર નામના નગરમાં વિદ્યાપતિ નામનો વેપારી રહેતો હતો. પૂર્વભવમાં કરેલી આરાધનાના પ્રભાવે તેની પાસે સમૃદ્ધિની રેલમછેલ હતી. ના, માત્ર તેની પાસે સંપત્તિ જ પુષ્કળ હતી; એમ નહિ; ગુણો પણ અઢળક હતા. પરમપિતા પ્રમાત્મા તથા તેના શાસન પ્રત્યે તીવ્ર રાગ હતો, ઉત્કટ શ્રદ્ધા હતી. પ્રાપ્ત થયેલાં ધનનું અભિમાન તો જરા ય નહોતું. પોતાના ભોગવટા માટે જેટલા ધનનો ઉપયોગ તે કરતો હતો, તેના કરતાં અનેકગણા વધારે ધનને તે દાનમાં વાપરતો હતો. તેના આવા ગુણોના પ્રભાવે લક્ષ્મીદેવી સતત તેનું સાન્નિધ્ય કરતી હતી. દિન, પ્રતિદિન તેની પાસે સંપત્તિ વધતી જતી હતી. પુણ્યપ્રભાવે તેને પત્ની પણ અનુકૂળ મળી હતી. શૃંગારસુંદરી તેનું નામ હતું. પતિ પ્રત્યેનો સ્નેહભાવ તો અપ્રતિમ હતો. પણ તેથી ય અનંતગણી ચડિયાતી શ્રદ્ધા પરમાત્મા પ્રત્યે હતી. પરમાત્માના વચનો પ્રત્યે તેના હૃદયમાં ઉછળતો અહોભાવ હતો. તેના શરીરે અનુપમ રૂપ અને સૌંદર્ય પ્રાપ્ત કર્યા હતા તો તેના આત્માએ અઢળક ગુણોને ધારણ કર્યાં હતા. તેની ભાવનાને પ્રોત્સાહિત કરીને ધનપતિએ એક સુંદર ભવ્ય જિનાલયનું સર્જન કરીને તેમાં પરમાત્મા ઋષભદેવની પ્રતિષ્ઠા કરી હતી. બંને પતિ - પત્ની રોજ ભાવવિભોર બનીને પરમાત્માની ભક્તિ કરવા લાગ્યા. જેમ જેમ ગુરુભગવંતોના વધુને વધુ પરિચયમાં આવવા લાગ્યા, તેમ તેમ તેમના જીવનમાં ધર્મ વધુને વધુ વિસ્તરવા લાગ્યો. તેમણે સોનાની, ચાંદીની, રત્નોની અને આરસની હજારો પ્રતિમાઓનું નિર્માણ કર્યું. સોનાની ને ચાંદીની શાહીથી અનેક આગમો લખાવ્યા. સાધુ સાધ્વીજી ભગવંતોની ભક્તિ કરવામાં ગાંડા બની જતા. સાધર્મિકો પ્રત્યેનું વાત્સલ્ય તેમના હૃદયમાં અપરંપાર હતું. સાતે ક્ષેત્રોમાં તેઓ પુષ્કળ ધન વાપરતા હતા. તેમાં જ તેમને આનંદ આવતો હતો. એક રાત્રીની વાત છે. વિદ્યાપતિ શેઠ ઘસઘસાટ સૂતા હતા. અચાનક રૂમઝુમ - રૂમઝુમ અવાજ આવવા લાગ્યો. ઝાંઝરનો રણકાર થયો. શેઠ ઝબકીને જાગી ગયા. ‘‘આ શેનો અવાજ હશે ? અત્યારે અહીં કોણ આવ્યું હશે ? શા માટે આવ્યું હશે ?’’ વિચારતા વિચારતા શેઠ આંખો ચોળવા લાગ્યા. ત્યાં તો સોળે શણગાર સજેલી એક નવયૌવના સામે આવીને ઊભી રહી. મીઠી મધુરી વાણીમાં તે બોલી, ‘‘શેઠજી ! મને ઓળખી ? હું લક્ષ્મીદેવી છું. તમારા પુણ્ય પ્રભાવે ખેંચાઈને અત્યારસુધી અહીં રહી છું. ૮ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ પણ હવે તમારું પુણ્ય પરવારવાનું છે. બસ ! નવ દિવસ માટે જ હું અહીં છું. પછી તમારા ઘરેથી હું ચાલી જવાની છું. જે તૈયારી કરવી હોય તે કરી દેજો .’’ આટલું કહીને લક્ષ્મીજી તો અદશ્ય થઈ ગયા. વિદ્યાપતિ શેઠ વિચારમાં પડી ગયા. ‘શું આ સત્ય છે કે સ્વપ્ન ?’ ચુંટી ખણીને તેમણે ખાતરી કરી લીધી. ‘ના, આ સ્વપ્ન નથી. નક્કર સત્ય છે.' તેમને ચક્કર આવવા લાગ્યા. ધરતી જાણે કે પગ નીચેથી સરકવા લાગી. ‘બસ ! નવ દિવસ પછી લક્ષ્મીજી જશે ! શું હું દરિદ્ર બની જઈશ ? મારે ઘેર ઘેર ભીખ માંગવાના દિવસો આવશે ?’ તેમની છાતીના ધબકારા વધી ગયા. શૃંગારસુંદરી તેમને જાગતા જોઈને તેમની પાસે આવી, ‘‘તમે હજુ જાગો છો ? અરે ! પણ ઉદાસ કેમ છો ? શું કોઈ ગંભીર પ્રશ્ન ઊભો થયો છે ? તમે આટલા બધા નિરાશ કેમ થઈ ગયા ? કઈ ચિંતા તમને કોરી રહી છે ? આવા ગમગીન તો મેં તમને ક્યારેય નથી જોયા ? કહો તો સ્વામી ! એવું તે કયું દુઃખ આપણી ઉપર આવી પડ્યું છે ? હું તો આપની અર્ધાંગના છું. માત્ર સુખમાં ભાગ પડાવનારી નહિ; દુઃખમાં પણ ભાગ પડાવનારી. પછી માત્ર આપ જ દુ:ખી શા માટે થાઓ છો ?’’ વિદ્યાપતિએ શૃંગારસુંદરીની સામે જોયું. પોતાના દુઃખે દુ:ખી થયેલી આ સ્ત્રીને જોઈને તેને હુંફ મળી. ધીમે રહીને તેણે કહ્યું, ‘‘પ્રિયે ! બીજું તો કાંઈ દુ:ખ નથી, પણ થોડીવાર પહેલાં સાક્ષાત્ લક્ષ્મીજીએ આવીને મને કહ્યું કે, ‘નવ દિવસ પછી હું વિદાય લઉં છું.’ આ વાક્યે મને ખળભળાવી દીધો છે. તેઓ જાતે જ આવીને કહી ગયા છે, તો તેમને શી રીતે રોકી શકાય ? તેઓ જશે તો આપણું શું થશે ? એ વિચારે હું મુંઝાઈ ગયો છું.” જિન શાસનને પામેલી આ શ્રાવિકા તો આ શબ્દો સાંભળતાં હસી પડી. વિવેકપૂર્વક તેણે જવાબ વાળ્યો, ‘‘હે સ્વામીનાથ ! આમાં અકળાવા જેવું છે શું ? લક્ષ્મીને જવું જ હોય તો ભલે જાય. આપણે તેનું કામ પણ શું છે ? આમે ય લક્ષ્મી ચંચળ છે. કદી કોઈના ત્યાં કાયમ રહેનારી નથી. વળી આપણે તો મોક્ષે પહોંચવાની ઈચ્છાવાળા છીએ. ત્યાં પહોંચવામાં રૂકાવટ કરવાનું કામ આ લક્ષ્મી કરે છે. તેની પાછળ આસક્ત થઈને શું કામ છે ? જ્યાં સુધી આપણું પુણ્ય જોર મારતું હતું, ત્યાં સુધી આપણે તેને ભોગવી. હવે જો પુણ્ય પરવારતું હોય અને તેથી તે લક્ષ્મી ચાલી જતી હોય તો આપણે તેને પ્રેમે વિદાય આપવી જોઈએ. લક્ષ્મી જાય તો ભલે જાય, આપણી સજ્જનતા ન જવી જોઈએ. આપણો વિવેક નાશ ન પામવો જોઈએ. વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ ૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીની રેલમછેલ મળી તો આપણે સુપાત્રદાન, સાતક્ષેત્રમાં વ્યય વગેરે કરવા દ્વારા તેનો સદુપયોગ કરી લીધો. હવે ગરીબી આવે તો આપણે તપશ્ચર્યાનો માર્ગ લેવાનો. દાન જો ધર્મ છે, તો તપ તો મહાધર્મ છે. તેને સાધવાનો અવસર આવી રહ્યો છે, ત્યારે આપ આમ રાંક અને દીન કેમ બનો છો? ઉલ્લસિત બનો. આવેલ પરિસ્થિતિને વધાવવા તૈયાર રહો. અને... લક્ષ્મી હજુ તો આપણી પાસે જ છે ને ! તે તો દસમા દિવસે જવાની છે ને? તે જાય તે પહેલાં આપણે જ તેને માનભરી વિદાય કેમ ન આપીએ? હજુ નવ દિવસ તે આપણા ઘરમાં જ રહેવાની છે તો તે નવે દિવસ આપણે જ તે સંપત્તિને સાતક્ષેત્રમાં છુટા હાથે વાપરીએ. ત્યારપછી ભગવાને બતાડેલ પરિગ્રહ પરિમાણ વ્રત લઈને સામેથી લક્ષ્મીદેવીને પ્રેમે વિદાય આપીએ. બરોબર ને?” પત્નીની સમજણભરી સચોટ વાત એક ધ્યાને સાંભળીને વિદ્યાપતિને ખૂબ આનંદ થયો. આવી મહાન ધર્મપત્ની પામ્યાનો તેને સંતોષ થયો. તેણે કહ્યું, “તારી વાત એકદમ બરોબર છે. મને તારી વાત બરોબર જચી ગઈ છે. બસ ! સવારથી જ આપણે દાન દેવાનું શરૂ કરી દઈએ. લક્ષ્મીજીને પ્રેમભરી વિદાય આપીએ.” અને... સવાર પડતાં જ શેઠ શેઠાણીએ મન મૂકીને દાન દેવાનું શરૂ કર્યું. બધું જ લુંટાવી દીધું. આવતીકાલની પણ ચિંતા નથી. પછી વિદ્યાપતિએ પરિગ્રહ પરિમાણવ્રત સ્વીકાર્યું. તે આ પ્રમાણે : ““એક પત્ની શૃંગારસુંદરી, એક શય્યા, બે વસ્ત્ર, એક પાત્ર, એક દિવસ ચાલે એટલું જ ભોજન અને બીજી ઉપયોગી વસ્તુઓ પણ અલ્પમૂલ્યની એક કે બે સંખ્યામાં રાખીશ. જિનેશ્વર ભગવંતની પૂજા સેવા તથા ધર્મકાર્યોમાં ઉપયોગી અનેક વસ્તુઓ રાખીશ.” અઢળક સંપત્તિઓનો સ્વામી વિદ્યાપતિ સાવ સામાન્ય માનવ બનવા તૈયાર થઈ ગયો. તે ધારત તો વધારે મોટું પરિમાણ પણ કરી શકત. પણ ના, તેના હૃદયમાં વૈરાગ્યની ધુણી ધખવા લાગી હતી. પરમાત્માનો માર્ગ તેને સમજાઈ ગયો હતો. ધન, સંપત્તિ અને સાંસારિક સામગ્રીઓ ઉપરનો મોહ ઓછો થઈ ગયો હતો. પરિગ્રહ પરિમાણ વ્રત લીધા પછી તેણે પોતાની પત્નીને કહ્યું, “સવાર પડશે. વાચકો આપણી પાસે દાન મેળવવા આવશે. પણ આપણી પાસે તો હવે કાંઈ જ નથી. તેમને આપ્યા વિના તેમના દીન મુખને જોઈને આપણે શી રીતે જીવી શકીશું? તેના કરતાં મને લાગે છે કે આજે મધ્યરાત્રીએ જ આપણે આ ગામ છોડીને બીજે જતા રહીએ. આપણા વ્રતનું બરોબર પાલન કરવાપૂર્વક સમાધિમય જીવન જીવીએ.” * પત્નીએ સંમતિ આપી. બંને જણ નવકારમંત્રનું ધ્યાન ધરતાં નિદ્રાધીન થયા. ૧૦ % વ્રત ધરીયે ગુરુ સાખ-ભાગ - ૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ મધ્યરાત્રીએ જાગ્યા. દીવડો પ્રગટાવ્યો. પણ આ શું ? આશ્ચર્ય !!! ગઈકાલે તમામ સંપત્તિ દાનમાં આપી દીધી હતી, ઘરમાં કાંઈજ રાખ્યું નહોતું છતાં આખું ઘર પહેલાંની જેમ સંપત્તિથી ઉભરાયેલું દેખાયું. બંનેની આંખો પહોળી થઈ ગઈ. એક બીજા સામે આશ્ચર્યથી જોવા લાગ્યા. વિદ્યાપતિએ કહ્યું, ‘‘હે દેવી ! દસમા દિને તો આ લક્ષ્મી જવાની જ છે. પણ આપણે તો સાંજ પહેલાં જ બધી દાનમાં દઈ દીધી. તો ય તે તો જવાનું નામ જ લેતી નથી. ઘર છોડતી જ નથી. જો દાન દેવા છતાં ય તે જતી ન હોય અને પાછી આવી જતી હોય તો આપણે ખૂબ દાન દેવું જોઈએ. આપણે હવે લક્ષ્મી જોઈતી જ નથી.'’ ન ‘‘સ્વામીનાથ ! આપની વાત એકદમ સાચી છે. જો તેણે ન જવું હોય તો આપણે જે કાંઈ સંપત્તિ મળે તેને દાનમાં આપી દઈએ. નક્કી કરેલાં પરિગ્રહપરિમાણથી વધારે તો આપણાથી રખાય જ નહિ.” આવા પ્રકારના - શુભભાવયુક્ત - વાર્તાલાપ કરતાં કરતાં તેઓ નિદ્રાધીન થયા. બીજા દિવસનું સવાર પડતાં, પ્રતિક્રમણ - સામાયિક - પ્રભુપૂજાદિ ધર્મકાર્યો કરીને તેમણે દાન દેવાનું શરુ કરી દીધું. સાંજ પડતા સુધીમાં ફરી બધી સંપત્તિ લુંટાવી દીધી. સાંજે પ્રતિક્રમણ – ધર્મકથાદિ કરીને તેઓ નિદ્રાધીન થયા. ત્રીજા દિને સવારે ઊઠીને જોયું તો ઘર પાછું સંપત્તિથી છલકાઈ ગયું હતું. આખો દિવસ તેમણે દાન દીધા કર્યું, બધું લુંટાવ્યું. ચોથા દિને સવારે પાછું ઘર ધનથી ભરાઈ ગયું. આ રીતે લગાતાર નવ દિવસ સુધી ચાલ્યું. રોજ બધું ધન દાનમાર્ગે વાપરતા અને સવાર પડતાં ઘર પાછું ભરાઈ જતું ! નવમા દિનની રાત્રીએ બંને એકદમ નિશ્ચિંત બની ગયા. હાશ ! હવે છુટશું. આવતી કાલે દસમો દિવસ છે. લક્ષ્મીજી વિદાય લેશે. આપણે આત્મિક - આરાધનામાં વધુ લીન બનીશું. મધ્યરાત્રીનો સમય થયો. રૂમઝુમ રૂમઝુમ અવાજ સંભળાયો. સોળે શણગાર સજેલા તે લક્ષ્મીજી ફરી સ્વપ્નમાં દેખાયા. વિદ્યાપતિ કહે છે, ‘‘પધારો... આપને હું પ્રેમે વિદાય આપું છું. આપ ખુશીથી હવે પધારો...’ ‘અરે ! ભાગ્યશાળી ! તે તો કમાલ કરી દીધી. લગાતાર નવ દિવસ સુધી દાન દઈને તેં એવું અઢળક અને તીવ્ર પુણ્ય બાંધ્યું છે કે હવે હું અહીં જ બંધાઈ ગઈ છું. જવા માંગું તો પણ જઈ શકું તેમ નથી. હું હવે તારું ઘર છોડીને ક્યાં ય જઈશ નહિ. તું તારી ઈચ્છા પ્રમાણે હવે ભોગસુખો ભોગવ.” એમ કહીને લક્ષ્મીજી અદશ્ય થઈ ગયા. સ્વપ્ન પૂરું થયું. વિદ્યાપતિએ જાગીને જોયું તો હવેલી ધન – ધાન્ય – સંપત્તિથી ભરેલી હતી. તેણે ૧૧ ર વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ શૃંગારસુંદરીને જગાડીને સ્વપ્નની વાત કરીને કહ્યું, “હે પ્રિયે ! જો આ ઘર પણ સંપત્તિથી ઉભરાયેલું દેખાય છે, તેથી સ્વપ્નની વાત સાચી પડેલી જણાય છે.” શૃંગારસુંદરી પણ આ વાતો સાંભળીને અને નજરોનજર પુષ્કળ સંપત્તિના ભંડારોને જોઈને આશ્ચર્ય પામી. તેના મનમાં ખાતરી થઈ ગઈ કે પુણ્યના પ્રભાવે હવે લક્ષ્મીજી અહીં જ સ્થિર થઈ ગયા છે. તેઓની હવે અહીંથી અન્યત્ર જવાની કોઈ શક્યતા નથી. તેના મનમાં આનંદ થયો. પણ... વિદ્યાપતિનો અંતરાત્મા હવે અત્યંત જાગી ગયો હતો. ધર્મનો જીવતો જાગતો પ્રભાવ જાતે અનુભવીને તે વિશિષ્ટ શ્રદ્ધાળુ બની ગયો હતો. તેણે કહ્યું, “હે સુંદરી !રોજ રોજ સંપત્તિનું દાન કરતા રહીશું ને રોજ રોજ નવી નવી સંપત્તિ આપણને પ્રાપ્ત થયા કરશે. તેમ થતાં તો આપણને દાનનું વ્યસન પડી જશે. દાનનું વ્યસન સારું છે, પણ તપશ્ચર્યા તો તેથી ય વિશેષ જરૂરી છે. તેનાથી શરીર ઉપર અસર થાય છે, સાથે સાથે આત્મામાં રહેલાં કુસંસ્કારો પણ ઘસાય છે. પરંતુ આપણે તો ધનસમૃદ્ધિ વચ્ચે તપશ્ચર્યા ચૂકી જઈશું. વળી આ મન તો ચંચળ છે. લાલચું છે. કદાચ તે વધુ ધન જોઈને લલચાઈ જાય તો મારું પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત તુટી જાય. ના.. ના.. એ તો કોઈ રીતે ન પોષાય. તેથી મને લાગે છે કે આપણે આ વૈભવભરપૂર ઘર છોડીને દૂર દૂર કોઈ ગામડામાં ચાલ્યા જઈએ અને આ લક્ષ્મીની મોહમાયામાંથી મુક્ત બનીએ.” પોતાના પતિની ધર્મપ્રિયવાણી સાંભળીને શૃંગારસુંદરીને ઘણો આનંદ થયો. તેણે પણ પતિની વાતમાં સંમતિ આપી. પોતાના ગૃહમંદિરમાં રહેલી તીર્થકર પરમાત્માની ભવ્ય પ્રતિમાને બહુમાનપૂર્વક કરંડીયામાં પધરાવી. શૃંગારસુંદરીએ તે કરંડીયો પોતાના મસ્તક પર મૂક્યો. પછી નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં બંને જણ ઘરમાંથી નીકળીને નગર બહાર જવા આગળ વધ્યા. પુણ્યના ઉદયે પ્રાપ્ત થયેલી ભરપૂર સંપત્તિને પણ તેમણે લાત મારી દીધી. આવતીકાલે શું ખાશું? શું પીશું? તેની જરા ય ચિંતા રાખી નથી. ધર્મ પ્રત્યે ઉછળતો અહોભાવ અને પૂર્ણશ્રદ્ધા તેમના રોમરોમમાં વહી રહી હતી. ધીમે પગલે બંને જણ નગરના પૂર્વદિશાના દ્વાર તરફ આગળ વધી રહ્યા હતાં. પૂર્વના દિવસે જ તે નગરના રાજા શૂરનું શૂળરોગથી મરણ થયું હતું. તે રાજાને કોઈ પુત્ર નહોતો. હવે પછી તે નગરનો રાજા કોને બનાવવો? તે બધાની ચિંતાનો વિષય હતો. છેવટે મંત્રીઓએ મળીને નિર્ણય કર્યો કે આપણે આપણા પટ્ટહસ્તિની સૂંઢમાં છે . વ્રત ધારીયે ગુરુ સાખ - ભાગ - ૨ ખાસ સમાજ છે Page #16 -------------------------------------------------------------------------- ________________ પાણીથી ભરેલો કળશ આપીએ. ફરતો ફરતો તે હાથી જે ભાગ્યશાળી ઉપર કળશ કરે તે આપણો રાજા. અને તે પ્રયોગ શરૂ થયો. પટ્ટહસ્તીને શણગારવામાં આવ્યો. તેની સૂંઢમાં કળશ મૂકવામાં આવ્યો. હાથી ડોલતો ડોલતો આગળ વધી રહ્યો છે. આગળ - પાછળ મંત્રીમંડળના સભ્યો ચાલી રહ્યા છે. બધા રાજમાર્ગો ઉપર ફરવા છતાં ય હાથી કોઈની ઉપર કળશથી અભિષેક કરવા તૈયાર નથી. રાત્રી પૂર્ણ થવા આવી. ફરતો ફરતો હાથી પણ પૂર્વદિશાના દરવાજા પાસે આવ્યો. તે જ વખતે વિદ્યાપતિ અને શૃંગારસુંદરી પણ તે દરવાજા તરફ આવ્યા. તેમના તરફ નજર પડતાં જ હાથીએ તે બંને ઉપર ક્રમશઃ અભિષેક કરી દીધો. વિદ્યાપતિ કાંઈ વિચારે તે પહેલાં જ હાથીએ કળશ નીચે મૂકીને ક્રમશઃ તે બંનેને સૂંઢમાં લઈને પોતાની ઉપરની પાલખીમાં મૂકી દીધા. ‘‘મહારાજાધિરાજ વિદ્યાપતિનો જય હો – વિજય હો' શબ્દોથી મંત્રીઓએ જયનાદ કરીને કહ્યું, ‘‘હે શ્રેષ્ઠિવર્ય ! આ પટ્ટહસ્તિએ આપની ઉપર અભિષેક કરીને આપને આ નગરના રાજા તરીકે પસંદ કર્યા છે. અમે મંત્રીઓ છીએ. આજે આપને અમે આ નગરના મહારાજા તરીકે જાહેર કરીએ છીએ. આપ હવે રાજસભામાં પધારો.” વિદ્યાપતિને સમજાતું નથી કે, ‘“આ શું બની રહ્યું છે ? અરે ! હું તો સંપત્તિનો ત્યાગ કરવા માંગું છું. તે માટે તો મેં સમગ્ર નગર છોડી દેવાનો પ્રયત્ન આદર્યો હતો. અને આ શું બની ગયું ? મારે હવે શું કરવું ? મારા વ્રતની રક્ષા પણ શી રીતે કરવી ?” સેંકડો પ્રજાજનો, મંત્રીઓ વગેરેથી પરિવરેલો હાથી વિદ્યાપતિ વગેરેને લઈને, વાજતેગાજતે રાજસભા પાસે આવ્યો. રાજસભા ભરાઈ. રાજ્યાભિષેકની જોરદાર તૈયારીઓ આદરાઈ. લોકોના મુખ પર આવા મહાન રાજા મળ્યાનો આનંદ ઉભરાતો હતો. પણ વિદ્યાપતિના મુખ પર જરાય આનંદ નહોતો. કોઈ ઉલ્લાસ નહોતો. તેને તો આ મોહની માયાજાળ લાગતી હતી. તેનું મન તો આ બધામાંથી મુક્તિ ઝંખતું હતું. તેણે મંત્રીઓને કહ્યું, ‘‘હે મંત્રીશ્વરો ! તમારા બધાની ભાવના ઉત્તમ છે પણ હું રાજા બનવા માંગતો નથી. મારે મારું પરિગ્રહ પરિમાણવ્રત પાળવું છે. માટે મારી ઉપર રાજ્યાભિષેક ન કરો. રાજા બનાવવા અન્ય કોઈ વ્યક્તિની તપાસ આદરો.’ સામેથી મળતું રાજ્ય સ્વીકારવા કોણ તૈયાર ન થાય ? પણ અહીં તો જુદી ૧૩ મી વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ ઘટના બની. વિદ્યાપતિની વાત સાંભળતા મંત્રીઓ આશ્ચર્યથી એકબીજાના મોઢા જોવા લાગ્યા. ત્યાં તો આકાશવાણી થઈ. “હે વિદ્યાપતિ ! તારે તો હજુ પુષ્કળ ભોગસુખો ભોગવવાના છે, તેથી આ રાજયલક્ષ્મીનો સ્વીકાર કરીને તેને તું આનંદપૂર્વક લાંબા સમય સુધી ભોગવ !” આવી આકાશવાણી સાંભળીને વિદ્યાપતિ ફરી વિચારમાં પડી ગયો. નક્કી આ વાણી મારા ભાગ્યદેવતાની જણાય છે. મારાથી તેનો અનાદર તો થઈ શકે નહિ. જો રાજય સ્વીકારું તો મારા પરિગ્રહ પરિમાણ વ્રતનું શું? ના... વ્રતનું પાલન કરવા માટે હું તો રાજા ન જ બની શકું. પણ એક ઉપાય છે. આ રાજ્યસિંહાસન ઉપર જિનેશ્વર પરમાત્માની પ્રતિમાને સ્થાપન કરીને ભગવાનને આ નગરનો રાજા બનાવું. હું તેમનો સેવક બનીને મારી જીંદગી વિતાવું.” આમ વિચારીને રાજાએ તરત જ પરમાત્માની પ્રતિમાને રાજસિંહાસન પર સ્થાપિત કરી દીધી. મંત્રીઓને કહ્યું, “પરમાત્મા ઉપર રાજ્યાભિષેક કરો અને મારી ઉપર પરમાત્માના દાસ તરીકેનો અભિષેક કરો.” : બુદ્ધિપૂર્વકનો આવો વ્યવહારુ ઉકેલ જાણીને મંત્રીઓ પણ ખુશ થઈ ગયા. તે રીતે અભિષેકવિધિ થઈ. વિદ્યાપતિએ પરમાત્માના સેવક તરીકે વહીવટ આદર્યો. સમગ્ર રાજ્યમાં પરમાત્માની આજ્ઞા પ્રવર્તાવી. ઉદારતાથી ધનવ્યય કરીને જિનભક્તિના વિવિધ મહોત્સવો કરાવ્યા. ભાગ્યદેવતા પણ તેની ઉપર ખુશ હતા. તેઓ રોજ રોજ વિદ્યાપતિના ભવનમાં રત્નો અને સોનૈયાનો વરસાદ વરસાવતા હતા. વિદ્યાપતિએ બધાના કર માફ કરી દીધા. ચારે બાજૂ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા લાગ્યા. લોકો પણ ધર્મી બન્યા. પાપો કરવાનું જાણે કે ભૂલી ગયા. કોઈ ચોરી નહોતી થતી કે કોઈ લૂંટફાટ નહોતી થતી. સૌ ધર્મારાધનામાં લીન હતા. યુદ્ધનું તો નામોનિશાન નહોતું. ચારે બાજુ વિદ્યાપતિની કીર્તિ ફેલાઈ રહી હતી. આસપાસના રાજયોમાં પણ સમાચાર પહોંચવા લાગ્યા કે પોતનપુરનગરના રાજા તો જિનેશ્વર ભગવાન છે. તેમની પ્રતિમા રાજયસિંહાસન પર સ્થાપન કરાઈ છે. તેમના સેવક તરીકે વિદ્યાપતિ રાજકારભાર ચલાવે છે, તે ધાર્મિકવૃત્તિનો છે. પાપ કરવામાં કાયર છે. વગેરે...” આ બધી વાતો સાંભળીને તેમને થયું કે, “જો વિદ્યાપતિ પાપ કરવામાં કાયર હોય તો તે યુદ્ધ તો કરી શકશે જ નહિ. આપણે તેનું રાજય આસાનીથી મેળવી લઈશું.” આ પ્રમાણે વિચારીને મોટા સૈન્ય સાથે તેઓ યુદ્ધ લઈ આવ્યા. ૧૪ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ પણ આ શું? શત્રુસેનામાં અચાનક મારી - મરકીનો ઉપદ્રવ પેદા થયો. કોઈ ઉપચારો કામયાબ નીવડતા નથી. ઉપદ્રવથી ત્રાસી કંટાળીને સૈનિકો પોતાના નગર તરફ પાછા ફરવા લાગ્યા. યુદ્ધનું વાતાવરણ શાંતિમાં ફેરવાઈ ગયું. આ સમાચાર વિદ્યાપતિએ જાણ્યા ત્યારે તેને વિચાર આવ્યો. “ધર્મનો અને પરમાત્માનો પ્રભાવ કેવો અચિજ્ય છે! આપણે કાંઈ જ કરવું ન પડ્યું અને યુદ્ધ અટકી ગયું. ભયંકર હિંસા થતી રહી ગઈ. રાજ્યની રક્ષા તો થઈ, સાથે ધર્મની શ્રદ્ધા પણ વધી ગઈ. ધર્મે મારા અલ્પપરિગ્રહને જાણીને મહાપરિગ્રહી રાજાઓને પણ ભગાડી દીધા! ધર્મ! તું જ શરણ છે. તારી શક્તિ અપરંપાર છે. સાચા હૃદયથી જે તને સેવે છે, તેનો બેડો પાર થયા વિના રહેતો નથી. મેંતો માત્ર નાનું અણુવ્રત જલીધેલું. છતાં જો તેની તાકાત આવી અચિત્ત્વ અને અકલ્પનીય છે, તો મહાવ્રતોની તાકાત તો કેવી અસીમ હોય! - ના, હવે મારું મન સંસારમાં રમી શકે તેમ નથી. તે તો ઝંખે છે મુક્તિ મેળવવા. હવે આ રાજપાટનું શું કામ છે? હવે આ સંસારના સુખોની મારે શી જરૂરત છે? નાનોશો પરિગ્રહ રાખીને પણ શું પ્રયોજન છે? ના! હવે તો હું ઝંખું છું સાધુજીવનને - સર્વવિરતિધર્મના રસાસ્વાદને. વિદ્યાપતિના મનમાં સંયમના ભાવો ઉછળવા લાગ્યા. તેણે શૃંગારસુંદરીને પોતાની ભાવના જણાવી. “નાથ ! હું પણ ઘણા સમયથી સંયમજીવન સ્વીકારવા તલસી રહી છું. આપની પણ આ જ ભાવના છે, તો ચાલો જલ્દીથી આપણે સંયમજીવન સ્વીકારીએ.” શૃંગારસુંદરીએ જવાબ આપ્યો. રાજાએ મંત્રીમંડળને વાત કરીને, પોતાના પુત્ર શૃંગારસેનને કહ્યું, “વત્સ ! અમે ચારિત્રના માર્ગે જઈએ છીએ. આ નગરીના રાજા તો જિનેશ્વર ભગવાન જ રહેશે. તારે તો તેમના સેવક બનીને તેમની અને પ્રજાજનોની સેવા કરવાની છે. મારા તને આશિષ છે.” શૃંગારસેને પિતાની આજ્ઞા શિરોમાન્ય કરી. સંયમસૂરિ નામના આચાર્યભગવંત પાસે બંનેએ દીક્ષાજીવન સ્વીકાર્યું. જ્ઞાન - ધ્યાનની સાધના આરંભી. ઘોર તપશ્ચર્યા આદરી. દોષોનું દહન કરીને આત્માને નિર્મળ કરવાનો પ્રયત્ન કર્યો. છેલ્લે સમાધિપૂર્વક કાળધર્મ પામીને સ્વર્ગમાં ગયા. ક્રમશઃ પાંચ ભવો આ સંસારમાં કરીને, છેલ્લે તેઓ મોક્ષમાં સિધાવ્યા. જે – પાંચમા પરિગ્રહ પરિમાણ – વ્રતને સ્વીકારીને, તેનું અખંડિત પાલન કરીને, તેના પ્રભાવે તેઓ મોક્ષસુખના કાયમ માટે ભોક્તા બન્યા, તે પરિગ્રહ ક ૧૫ જ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ પરિમાણ વ્રત લેવા માટે બધાએ ઉલ્લસિત બનવું જોઈએ. પરિગ્રહ મુખ્યત્વે બે પ્રકારના છે. (૧) બાહ્ય : ધન, ધાન્ય વગેરે, (૨) અત્યંતર : રાગ – દ્વેષ વગેરે. આ સ્થૂલ પરિગ્રહ પરિમાણવ્રતમાં બાહ્ય પરિગ્રહનું પરિમાણ કરવાની વાત છે. બાહ્ય પરિગ્રહ નવ પ્રકારનો છે. (૧) ધન : રોકડા રૂપીયા - સીક્કા વગેરે. (૨) ધાન્ય : ઘઉં, ચોખા, જુવાર, બાજરી વગેરે. (૩) ક્ષેત્ર : ખેતર, ફેક્ટરી, મીલ, દુકાન વગેરે. (૪) વાસ્તુ : ઘર, ફ્લેટ, બંગલો, ફાર્મ વગેરે રહેઠાણની જગ્યા (૫) રુષ્ય : ચાંદી કે ચાંદીના આભૂષણો – વસ્તુઓ વગેરે (૬) સુવર્ણ : સોનું કે સોનાના આભૂષણો - વસ્તુઓ વગેરે (૭) કુષ્ય : વાસણ – ફર્નિચર, ફ્રીઝ, ટી. વી., એ. સી., પલંગ, ગાદલા વગેરે તમામ ઘરવખરી. (૮) દ્વિપદ : બે પગવાળા નોકર - ચાકર, દાસ - દાસી વગેરે (૯) ચતુષ્પદ : ગાય, ભેંસ, ઘોડા, કૂતરા વગેરે. હાલના લ્યુના, મોપેડ, સ્કુટર, મોટર સાઈકલ, સાયક્લ, મારુતી વગેરે ગાડીઓ, બસ વગેરે વાહનોનો સમાવેશ પણ આ છેલ્લા ભેદમાં સમજવો. ઉપર જણાવેલા નવ પ્રકારના જે બાહ્ય પરિગ્રહો છે, તેનો શક્યતઃ ત્યાગ કરવો. જેનો ત્યાગ થઈ શકે તેમ ન હોય તેની પણ લીમીટ (મર્યાદા) નક્કી કરવી કે, ‘આ ચીજ આટલા પ્રમાણથી વધારે તો મારી માલિકીની નહિ જ રાખું.’ જો નવે પ્રકારના પરિગ્રહનું જુદું જુદું પ્રમાણ નક્કી કરવામાં અનુકૂળતા ન રહે તો આ નવે પ્રકારના પરિગ્રહનું ભેગું પરિમાણ નક્કી કરવું. એટલે કે આ બધા પદાર્થોની કુલ કિંમત અમુક રૂપીયાથી વધારે ન થાય તે રીતે જ તેની માલિકી કરીશ. નક્કી કરેલ રૂપીયાની મુડી કરતાં વધારે જે કાંઈ થશે તે તમામ તરત જ ધર્મકાર્યમાં જમા કરાવીશ પણ મારી માલિકી તરીકે કે મારા પત્ની – દીકરા - દીકરી વગેરેના નામે કરીને નહિ રાખું. આજની તારીખે પોતાની પાસે જે સ્થાવર અને જંગમ મિલ્કત હોય તેની નોંધ કરવી. જો મૂર્છા ઘટાડી શકાય તેમ હોય તો તેમાંથી પણ ઓછું કરવાનો પ્રયત્ન કરવો. પણ જો મૂર્છા ઘટે તેમ ન હોય તો તેટલું પરિમાણ નક્કી કરવું. ભવિષ્યમાં વધારે જરૂર પડશે અથવા જરૂર ન પડવા છતાં ય, જેમ જેમ મળશે તેમ તેમ મારી ઈચ્છા પણ વધતી જશે, તેવા સંકલ્પ – વિકલ્પ થતાં હોય તો આજની મિલ્કત કરતાં ય વધારે આંકડો નક્કી કરીને, તેટલી રકમથી વધારેનો પરિગ્રહ તો નહિ જ કરું તેવો નિર્ણય કરવો જોઈએ. મિલ્કતના ભાવ વધતા જાય છે. રૂપીયાની કિંમત ઘટતી જાય છે. તેવી પરિસ્થિતિમાં આ વ્રત લીધા પછી ભવિષ્યમાં આર્તધ્યાન ન થાય તે માટે દરેક વસ્તુની ૧૬. વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ શ Page #20 -------------------------------------------------------------------------- ________________ ખરીદ કિંમત નોંધવી. તથા જે રકમ સુધીનો પરિગ્રહનક્કી કરવામાં આવે તે રકમમાં આજના ભાવે જેટલું સોનું આવી શકતું હોય, તેટલા પ્રમાણનું સોનું ધારવું. એટલે કે તમામ સ્થાવર - જંગમ મિલકતનું પ્રમાણ સોનામાં નક્કી કરવું. જેથી રૂપીયો ગમે તેટલો ગગડે તો પણ આર્તધ્યાન થવાની શક્યતા ન રહે. ભાવિની મોંઘવારી, સામાજિક - કૌટુંબિક જવાબદારી વગેરેને નજરમાં રાખીને, ગંભીરતાથી બરોબર વિચારણા કરીને આ વ્રતનો સ્વીકાર અવશ્ય કરવો જોઈએ, જરૂર જણાય તો કેટલીક જયણા પણ રાખી શકાય. પ્રતિજ્ઞા : સ્થાવર અને જંગમ મિલકત મળીને (ખરીદ કિંમતે) કુલ _ રૂપિયા. _ (કિલો સોનું) થી વધારે રાખીશ નહિ. સમયમર્યાદા: આજીવન | -- વર્ષ સુધી. જયણા (જ છૂટ રાખી હોય તે અહીં લખવી.) આ પાંચમું પરિગ્રહ પરિમાણવ્રત લીધા પછી તેમાં કોઈ અતિચાર લાગી ન જાય તેની પણ કાળજી રાખવી જોઈએ, પાંચમા વ્રતના પાંચ અતિચારો શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે. - (૧) ધન - ધાન્ય પ્રમાણાતિક્રમ: અતિક્રમ = વધારો, ધન - ધાન્યનું પ્રમાણ નક્કી કર્યું. પણ ત્યારપછી કોઈ દેવાદાર પોતાનું દેવું ચૂકવવા આવે કે કોઈ વ્યક્તિ ભેટ આપવા આવે તો જો વ્રત લેનાર તે રકમ ભેટ સ્વીકારે તો વ્રતનો ભંગ થાય. પણ વ્રતભંગનો જે ભયંકર વિપાક પરલોકમાં ભોગવવો પડે, તેના ભયથી વ્રતભંગ કરવાની તૈયારી ન હોવાથી તે વ્રતધારીશ્રાવક એમ કહે કે, “અમુક સમય સુધીનું મારું આ વ્રત છે. ત્યારપછી તે વ્રત પૂર્ણ થાય છે. માટે ત્યારપછી તારી પાસેથી તે લઈશ, અથવા મારી પાસેનો આજનો પરિગ્રહ ગમે તે કારણસર જ્યારે ઘટી જશે, ત્યારે તારી પાસેથી લઈશ, માટે અમુક સમય પછી કે હું જ્યારે જણાવું ત્યારે મને આપજો, ત્યાં સુધી તમારી પાસે રહેવા દો.” આ રીતે રખાવી મૂકે. અથવા તો તે ધન ધાન્ય બાંધીને થાપણની જેમ કોઈને ત્યાં મૂકાવી રાખે તો તેને આ અતિચાર લાગે છે. જ્યાં વ્રતનો ભંગ થવાની શક્યતા હોય ત્યાં વ્રતનો ભંગ ન કરવાની ભાવના હોવાથી માનસિક ચાલાકી કરીને અર્થથી વ્રતભંગ હોવા છતાં ય ભંગ ન થાય તેવી કાળજી રાખવામાં આવે ત્યારે તેટલા અંશમાં વ્રત પાલનની સાપેક્ષતા હોવાથી વ્રતનો ભંગ ન ગણાય. આમ, અર્થની અપેક્ષાએ વ્રત ભંગ હોવા છતાં ય વ્રતના શબ્દોની અપેક્ષાએ વ્રતભંગ ન હોવાથી વ્રતની ભંગાભંગની અવસ્થાને તે વ્રતનો અતિચાર ગણવામાં આવે છે. કરી ૧૭ ૩ વ્રત ધારીયે ગુરુ સાખ- ભાગ - ૨ - Page #21 -------------------------------------------------------------------------- ________________ (૨) ક્ષેત્ર - વાસ્તુ પ્રમાણતિક્રમઃ ખેતર, ફેકટરી, મીલ, દુકાન વગેરે ક્ષેત્રની સંખ્યામાં વધારો કરવાની જરૂર જણાય ત્યારે વ્રતભંગ થવાની શક્યતાથી શી રીતે વધારો કરાય? તેથી તે દુકાન વગેરે મોટી કરે. બીજી દુકાન લઈને ભેગી કરે. મશીનો વધારે વસાવે વગેરે ચાલાકીથી આઘુ – પાછું કરીને પણ વ્રત લેતી વખતની સંખ્યા સાચવી રાખે. તે જ રીતે મકાન - ફલેટ વગેરેની સંખ્યા પણ સાચવી રાખે. વચ્ચેની દિવાલ તોડીને બે ઘરને એક કરે, વગેરે.... આ બધામાં હકીકતમાં વ્રત લીધા.વખતનો આશય જળવાતો નથી તેથી તે અપેક્ષાએ વ્રતનો ભંગ ગણાય. પણ શાબ્દિક રીતે તો વ્રતની પ્રતિજ્ઞાનું પાલન થયું જ છે. આ વ્રતની સાપેક્ષતા ગણાય. આ ભંગાભંગ રૂપ હોવાથી અતિચાર ગણાય. (૩) રુપ્ય - સુવર્ણ પ્રમાણતિક્રમ : સોના - ચાંદીના વાસણો, ઘરેણા વગેરે પ્રમાણ કરતાં વધી જવાથી પોતાની પત્ની, પુત્ર, પુત્રીને આપવા, તેના નામે કરવા અને એ રીતે આત્મસંતોષ માનવો કે આ ક્યાં મારા દાગીના છે? આ તો પત્નીના છે, વગેરે... અહીં પણ વ્રતભંગ ન કરવાનો આશય હોવાથી સાપેક્ષતા છે. માટે અતિચાર છે. (૪) કુષ્ય પ્રમાણ અતિક્રમઃ ચાંદી – સોના સિવાયની કાંસુ, લોખંડ (સ્ટીલ), તાંબુ, પીત્તળ, સીસું એલ્યુમીનીયમ વગેરે ધાતુઓ, જુદી જુદી ધાતુઓના વાસણો, માટીના વાસણો, ફર્નીચર વગેરેના નિયત કરેલાં પ્રમાણમાં વધારો થવાની શકયતા હોય ત્યારે વ્રતભંગ ન થવા દેવા ક્યાંક રખાવે, મોડા મંગાવે વગેરે રૂપ ચાલાકી કરવી તે આ ચોથો અતિચાર. (૫) દ્વિપદી - ચતુષ્પદ : પત્ની, નોકર, ઘાટી, દાસ - દાસી, કોયલ, પોપટ, મોર, કુકડા વગેરે બે પગવાળા તથા ગાય, ભેંસ, ઘોડો, કૂતરો વગેરે ચાર પગવાળા પશુઓ વગેરેની જે સંખ્યા નક્કી કરી હોય, તેમાં કોઈ ગર્ભને ધારણ કરે તો, હજું બચ્ચું જન્યું ન હોવાથી તેની ગણત્રી ન કરે. હકીકતમાં તો તે બચ્ચે પેટમાં આવી ગયું ત્યારથી જ તેની માલિકી પણ થઈ જ ગઈ છે. છતાં વ્રતભંગ થવાના ભયથી તે એમ વિચારે કે હજુ કયાં જન્મ થયો છે? મારે તો જન્મેલા જે હોય તે જ ગણવાના હોય ને? તે ક્યાં વધારે થયા છે? આ રીતે જે વ્રતની સાપેક્ષતા છે, તે વ્રતભંગ થવા દેતી નથી, પણ માત્ર અતિચાર લગાડે છે. વ્રતભંગ ન થાય તે માટે ગાય, ભેંસ - ઘોડી વગેરેને ગર્ભાધાન એવી રીતે જ કરાવે છે જેથી વ્રતની સમયમર્યાદા પૂર્ણ થયા પછી જ તેઓ બચ્ચાને જન્મ આપે. આ પાંચે અતિચારોને બરોબર સમજી લઈને તેમાંથી એકપણ અતિચાર લાગી ૧૮ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ ન જાય તેની કાળજી લેવી જોઈએ. વળી મહારંભ - પરિગ્રહ તો નરકના દરવાજા છે, એ વાત ખ્યાલમાં રાખીને મહારંભવાળા ધંધા કરવા નહિ. પુષ્કળ પાણી - લાઈટ વગેરેના વપરાશ દ્વારા જેમાં ભયંકર આરંભ - સમારંભ થાય છે, તેવા કારખાના - ફેકટરી વગેરે ખોલવા તો નહિ. પણ તેવા કારખાના - ફેકટરી વગેરેના આરંભ - સમારંભની જેના દ્વારા અનુમોદના થાય છે, તેવા શેર વગેરેના ધંધા કે દલાલી કરવી નહિ. વગરફોગટના પાપોના પોટલા શા માટે બાંધવાના? ગૃહસ્થ જીવન જીવવા માટે પૈસાની જરૂર તો પડે. પણ પૈસા પાછળ પાગલ નહિ બનવાનું. આજીવીકા પ્રસન્નતાપૂર્વક ચલાવી શકાય તેટલું મળે એટલે સંતોષ કેળવી દેવો. પૈસાની તીવ્ર વેશ્યા કે આસક્તિ પેદા ન કરવી. આ પરિગ્રહ પરિમાણ વ્રત લેવા દ્વારા પૈસાની આસક્તિને બ્રેક મારવી. જો તેમ કરવામાં ન આવે તો પૈસાની કારમી આસક્તિ દુર્લભ માનવજીવનને નિષ્ફળ બનાવ્યા વિના નહિ રહે, એ ભૂલવું નહિ. તમને મંઝવતા તમામ સવાલોના અત્યંત સંતોષકારક સમાધાનો મેળવીને શાંતિ - સમાધિ અને પ્રસનતાભર્યું જીવન જીવવા પૂ. પંન્યાસપ્રવરશ્રી મેઘદર્શન વિ. મ. સાહેબલિખિત કર્મનું કમ્યુટર ભાગ - ૧ - ૨ - ૩ અવશ્ય વાંચો. કરી ૧૯ પ વ્રત ધરીયે ગુરુ સાખ- ભાગ - ૨ ફા Page #23 -------------------------------------------------------------------------- ________________ '(૩) વ્રત પાળીએ દ્રઢતા ધરી || મહામૂલા માનવજીવનને પામીને દરેકની ઈચ્છા આત્મકલ્યાણ કરવાની હોવી જોઈએ. તેમાંય જેને જિનશાસન મળી જાય તેની ભાવના તો આત્મકલ્યાણ કરવા માટે સાધુજીવન સ્વીકારવાની હોય. ભાવના ભલે ગમે તેટલી ઊંચી હોય; પણ તે ભાવનાને પરિપૂર્ણ કરવા માટે જો , તેવી અનુકૂળતા ન હોય તો તે જીવ શું કરે? ભાવના ભાવવાપૂર્વક તેવી અનુકૂળ પરિસ્થિતિને પેદા કરવાનો પ્રયત્ન કરે. બરોબર ને? જિનશાસનને પામેલો આત્મા સંયમજીવન ન સ્વીકારી શકે તો ય તે ઉત્તમોત્તમ શ્રાવકજીવન જીવવા તો ઈચ્છે જ. સાધુજીવનના પાંચ મહાવ્રતો પાળવામાં અઘરા વ્રતો) ન સ્વીકારી શકે તો છેવટે પાંચ અણુવતો (પાળવામાં સહેલાં વ્રતો) તો સ્વીકારે જ. તે પાંચ અણુવ્રતોનું સ્વરૂપ તો આપણે વિચાર્યું. હવે ત્રણ ગુણવ્રતો અંગે વિચારણા કરવાની છે. પાંચ અણુવ્રતો પાળવામાં જે વ્રતો ગુણકારી બને, સહાયક બને તે ગુણવ્રત. ગુણોની વૃદ્ધિ કરે તે ગુણવ્રત. ગુણવ્રતો ત્રણ છે. (૧) દિશાપરિમાણ વ્રત (૨) ભોગોપભોગ પરિમાણ વ્રત અને (૩) અનર્થદંડ વિરમણ વ્રત. (૧) દિશા પરિમાણ વ્રતઃ ચારે દિશામાં ગમે ત્યાં જવાની ઈચ્છાની મર્યાદા કરવી તે દિશાપરિમાણ વ્રત. ચાર ગતિમાં કાયમ માટે ભટકવું બંધ કરવું હોય તો ચારે દિશામાં રખડવાનું બંધ કરવું જોઈએ. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે ગુણોની રક્ષા અને વૃદ્ધિ કરવી હોય તો પણ દુનિયામાં જ્યાં ત્યાં ભટકવાનું બંધ કરવું જોઈએ. કારણ કે જ્યાં ત્યાં ભટકવાથી મોહ વધે છે. નવા નવા પદાર્થો મેળવવાની ઈચ્છા થાય છે. નવી નવી આસક્તિઓ પેદા થાય છે. રાગ-દ્વેષ વધે છે, હિંસાદિ દોષો પુષ્કળ સેવાય છે. સ્થિરતા નામના ગુણનો નાશ થાય છે. અસ્થિરતા દોષ દેખા દે છે. અસ્થિરતાથી સંસાર છે. સ્થિરતાથી મોક્ષ છે. આત્માના આઠ રૂચક પ્રદેશો સદાના સ્થિર છે. તેથી તેના ઉપર ક્યારે ય કોઈપણ કર્મ પરમાણુઓ ચોંટતા નથી. તે સિવાયના બાકીના તમામ આત્મ પ્રદેશો સતત અસ્થિર રહ્યા કરે છે. કંપ્યા કરે છે. પરિણામે પ્રત્યેક સમયે તેની ઉપર કર્મો ચોંટ્યા કરે છે. તે કર્મોના ઉદયે જીવે સંસારમાં ચારે ગતિમાં જન્મ-મરણ કરવા પડે છે. ૨૦ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ જયારે આત્મા આઠે કર્મોનો ક્ષય કરે છે, ત્યારે તે પોતાના તમામ આત્મપ્રદેશોને સ્થિર કરવા રૂપ શૈલેશીકરણ કરે છે. તમામ આત્મપ્રદેશો સ્થિર થતાં જ હવે કોઈ કર્મો ચોંટતા નથી. તે આત્મા તરત મોક્ષમાં ચાલ્યો જાય છે. આમ આત્માની સંપૂર્ણ સ્થિરતા તે મોક્ષ છે. તે શાશ્વત સુખ છે. શાશ્વત આનંદ છે. પણ આત્માની અસ્થિરતા તે સંસાર છે. તે મહાદુઃખ છે. માટે શાશ્વત સુખ અને આનંદની ઈચ્છાવાળાએ સ્થિર થવા પ્રયત્નો કરવા જોઈએ. તે માટે ચારે દિશામાં હરવા - ફરવા – રખડવાનું બંધ કરવું જોઈએ. અનિવાર્યપણે ક્યાંક જવું પડે તેમ હોય તો તેમાં પણ શક્યતઃ મર્યાદા બાંધવી જોઈએ. જયણા સાચવવી જોઈએ. ચાર દિશા, ચાર વિદિશા અને ઉર્ધ્વ - અધો, એમ દસ દિશામાં જવા - આવવાની મર્યાદા નક્કી કરવી જોઈએ. આવી મર્યાદા કરવાથી ઘણા પાપો અટકી જાય છે જો આવી મર્યાદા કરવામાં ન આવે તો દૂર દૂરના વિસ્તારોમાં જતાં-આવતાં ગૃહસ્થો ત્રસ અને સ્થાવર જીવોની પુષ્કળ હિંસા કરનારા બને છે. ત્યાંની નવી નવી ચીજો જોઈને આસક્ત બને છે. તે ચીજોને ભેગી કરીને પરિગ્રહી બને છે. તે ચીજો મેળવવા જૂઠ પણ બોલે છે, ક્યારેક ચોરીનો સહારો પણ લે છે. ત્યાંની સ્ત્રીઓમાં આસક્ત બનીને મૈથુન સેવનના પાપમાં પણ પટકાઈ શકે છે. આ બધા પાપોથી અટકવા દિશા પરિમાણ વ્રત અવશ્ય સ્વીકારવું જોઈએ. પૈસો જેમની પાસે વધી ગયો હોય છે તેમને તો યુરોપ, અમેરીકા ફરવા જવાની ઈચ્છા થતી હોય છે. દેશ પરદેશ ઘૂમવા તેઓ ટુરોમાં નીકળે છે. “જીવવા કરતાં જોયું ભલું તે તેમનો મુદ્રાલેખ હોય છે, પણ તેમને કોણ સમજાવે કે માત્ર હરવા - ફરવા કે ઉત્સુકતા - કુતુહલથી પ્રેરાઈને બધે જવાથી તે તે સ્થાનો પ્રત્યે મોહ વધે છે. ત્યાંની વ્યક્તિઓ અને નવી નવી વસ્તુઓ પ્રત્યે આકર્ષણ પેદા થાય છે. તે આકર્ષણ તથા આસક્તિ મોક્ષને ભૂલાવી દે છે. વળી જુદી જુદી વ્યક્તિઓ, વસ્તુઓ અને સ્થાનો જોતી વખતે મનમાં આ સારું, આ ખરાબ, આ શ્રેષ્ઠ, આ હલકું, એવા અભિપ્રાયો બંધાયા વિના રહેતા નથી. તેના કારણે રાગ - ષ થાય છે, વળી આવા અનેક અભિપ્રાયોમાં રમતા મનમાં તે વખતે મોક્ષના તો વિચારો પણ શી રીતે આવી શકે? જે મનમાં જાત જાતના દ્રવ્યો (પદાર્થો) પ્રત્યે તથા જુદા જુદા ક્ષેત્રો પ્રત્યેની આસક્તિ ઊભરાતી હોય તે મનમાં મોક્ષની વિચારણા મુશ્કેલ છે. માટે શાસ્ત્રકાર પરમર્ષિઓ દિશાનું પરિમાણ લેવાનું જણાવે છે. શાસ્ત્રોમાં ગૃહસ્થોને તપાવેલા લોખંડના ગોળાની ઉપમા આપેલી છે. તપાવેલો ગોળો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં બાળતો જાય. તેમ ગૃહસ્થ અવિરતિવાળો હોવાથી તે ૨૧ : વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ત્રસ કે સ્થાવર જીવોની હિંસા કરતો જ જાય છે. ગૃહસ્થો સદા આરંભ - સમારંભમાં તત્પર હોઈ, તે જ્યાં જાય ત્યાં ખાતાં - પીતાં - બેસતાં - ઊઠતાં - કાંઈ કામકાજ કે વ્યાપાર કરતાં તપાવેલા લોઢાના ગોળાની જેમ તેના દ્વારા કોઈને કોઈ જીવોની હિંસા થયા કરે. તેથી ગૃહસ્થોને દિશાનું પરિમાણ કરવું જરૂરી છે. તે માટે આ દિશાપરિમાણ વ્રત બતાવાયું છે. પણ સાધુ ભગવંતો તપાવેલા લોખંડના ગોળા જેવા નથી. તેમનામાં આરંભ - સમારંભની બુદ્ધિ નથી. તેઓ સતત જાગ્રત હોય છે. અપ્રમત્તપણે સાધુજીવનની સાધના કરે છે. અષ્ટપ્રવચન - માતાનું પાલન કરે છે. તેથી તેમને પૂર્વનો દોષ લાગતો નથી. વળી તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ધર્મારાધના વધારવાનું કાર્ય કરે છે. શાસન પ્રભાવના કર્યા કરે છે. માટે તેઓ રોષકાળમાં ઠેર ઠેર વિહાર કરી શકે છે. તેમને આ વ્રત લેવાનું હોતું નથી. આ વ્રતમાં ચારે દિશામાં અમુક કિલોમીટરથી વધારે દૂર નહિ જાઉં, તેમ નક્કી કરવાનું છે. મારા ગામની બહાર નહિ જાઉં, રાજયની બહાર નહિ જાઉં, હિન્દુસ્તાનની બહાર નહિ જાઉં, એવું પણ નક્કી કરી શકાય. જો પરદેશ જવું પડતું હોય કે જવાની ઈચ્છા હોય તો અમુક દેશો સિવાય બીજા દેશોમાં જવું નહિ, તે રીતે વ્રત લઈ શકાય. જો એન્ટવર્પ વગેરે સ્થળે વારંવાર ધંધા માટે જવું પડતું હોય તો વર્ષમાં અમુક વખતથી વધારે વાર પરદેશ જવું નહિ તે રીતે પણ આ વ્રત લઈ શકાય. વળી ઉપર અને નીચે જવાની મર્યાદા પણ નક્કી કરવાની છે. ઘણા માળનું મકાન હોય ત્યાં ૨૫ - ૩૦મા માળે પણ ક્યારેક સગાવહાલાને મળવા જવાના પ્રસંગો આવે. તેથી અમુક માળથી વધારે ઊપર જવું નહિ તેવો નિયમ કરી શકાય. વળી જેમણે પરદેશ જવું પડતું હોય, તેમનું વિમાન આકાશમાં ઘણું ઊંચે ઊડતું હોવાથી તેમણે તે ઊંચાઈને નજરમાં લઈને ઉપરની દિશાની મર્યાદા નક્કી કરવી જોઈએ. તે જ રીતે નીચેની દિશાની મર્યાદા પણ નક્કી કરવી જોઈએ. ક્યારેક મકાનના ભોંયરામાં જવાનું થાય છે. ક્યારેક કુવામાં ઉતરીને કાંઈ કાઢવાનો અવસર આવે છે. મરજીવા વગેરેને દરિયામાં ડૂબકી લગાવાની આવે છે. તો જે જે રીતે જમીનથી નીચેના ભાગમાં જવાનું થવાની શક્યતા હોય તે વિચારીને, તેની મર્યાદા નક્કી કરવી જોઈએ. પ્રતિજ્ઞા : હું પૂર્વમાં, પશ્ચિમમાં, દક્ષિણમાં, ઉત્તરમાં, ઉપર, નીચે. કિલોમીટરથી વધારે દૂર જઈશ નહિ. અથવા હું મારા _ ગામ/જીલ્લા/રાજ્ય દેશની બહાર નહિ જાઉં, પરદેશમાં વખતથી વધારે વાર નહિ જાઉં. – દેશો સિવાય અન્ય દેશોમાં જઈશ નહિ. ૨૨ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ સમયમર્યાદા : આજીવન ૫ વર્ષ. દંડ : જયણા : (૧) રાજા વગેરે પાંચના અત્યંત દબાણ કે જીવન – કટોકટીના કારણે જયણા. (૨) ધર્મપ્રચાર માટે જવું પડે તો જયણા. (૩) માંદગીના કારણે, ભૂલા પડવાના કારણે, ફસાઈ જવાના કારણે કે અન્ય કોઈ અસમાધિના કારણે જવું પડે તો જયણા. – (૪) રેડીયોના સમાચાર સાંભળવાની, ટી. વી., દ્વારા દેશ - પરદેશ જોવાની, જણાવેલ મર્યાદા કરતાં બહાર માણસ મોકલવાની, તાર – ટેલીફોન – ફેક્ષ - વાયરલેશ કરવાની, બહારના છાપા વાંચવા – સાંભળવાની જયણા એટલે કે આ બધું કરવા છતાં પણ મારું વ્રત ભાંગશે નહિ. વસંતપુર નામના નગરમાં અનેક ગુણયુક્ત કીર્તિપાળ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને અનેક કળાઓમાં પ્રવીણ, રાજ્યકારભારમાં કુશળ એવો ભીમ નામનો પુત્ર હતો. તે જ નગરમાં ત્રણ લોકના નાથ દેવાધિદેવ જિનેશ્વર ભગવંતના અનન્ય ઉપાસક સિંહ શ્રેષ્ઠી રહેતા હતા. તેઓ હૃદયના સરળ હતા. ગુરુદેવોના સેવક હતા. સત્સંગના રાગી હતા. દોષોના દુશ્મન હતા. તેમના ગુણોના કારણે રાજાકીર્તિપાળ તેમની તરફ અત્યંત આકર્ષાયો હતો. વારંવાર રાજા તેમને રાજસભામાં બોલાવતો અને સલાહ લેતો હતો. એકવાર રાજ્યસભામાં કીર્તિપાળરાજા તથા સિંહશ્રેષ્ઠી અલકમલકની વાતો કરતાં બેઠા હતા ત્યારે પરદેશી એક દૂત રજા લઈને અંદર પ્રવેશ્યો. નમસ્કાર કરીને તેણે મધૂરવાણીમાં રાજાને કહ્યું, ‘‘હે રાજેશ્વર ! હું નાગપુર નગરથી આવ્યો છું. મહા પ્રતાપી, શીલવંત, તેજસ્વી નાગચંદ્ર નામના રાજા ત્યાં રાજ્ય કરે છે. તેમને રત્નમંજરી નામની રાણીથી ગુણમાલા નામની પુત્રી થઈ છે, જે ૬૪ કળામાં નિપુણ છે. રૂપમાં તો જે અપ્સરાને પણ શરમાવે તેવી છે. અનેક પ્રકારના ગુણો તેણે આત્મસાત્ કર્યાં છે. યૌવનવયને પામેલી તે રાજકન્યાને યોગ્ય વરની તપાસ રાજાએ ચારેબાજુ કરી; પણ ક્યાં ય તેમને સંતોષ ન થયો. છેવટે આપના ગુણવાન પુત્ર ભીમદેવ ઉપર તેમની નજર ઠરી છે. આપનો પુત્ર અનેક કળામાં નિપુણ છે - શૌર્યવાન છે. અમારી રાજકન્યાને માટે અત્યંત સુયોગ્ય છે. અમને લાગે છે કે અમારી રાજકન્યા પણ સર્વરીતે ભીમદેવ સાથે શોભે તેમ છે. તેથી મહારાજા નાગચંદ્રે મને આપની પાસે દૂત તરીકે મોકલેલ છે. ૨૩. વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ આપને વિનંતિ કરું છું કે આપ આપના પુત્ર માટે અમારી કન્યાનો સ્વીકાર કરો. તેથી રાજકુમારી ગુણમાળાને સુયોગ્ય પતિ મળશે. મહારાજ નાગચંદ્ર સાથેના આપના સંબંધો વધુ ગાઢ થશે. અને મારું દૂતપણે સફળ થશે. તેથી રાજકુંવરીને વરવા માટે કુમારને અમારી સાથે જ મોકલો તો સારું.” દૂતના મધૂરવચનો સાંભળીને ખુશ થયેલા રાજાએ યોગ્ય કરવાનું આશ્વાસન આપીને તેના આવાસે મોકલ્યો, પછી સિંહશ્રેષ્ઠી સામે જોઈને કહ્યું, “સિંહ! નાગપુરનરેશ સાથે આપણો સંબંધ બંધાય, વધુ ગાઢ બને તેમ હું પણ ઈચ્છું છું. તેથી તું ભીમદેવને લઈને નાગપુર જા અને ત્યાંની કુમારી સાથે તેના લગ્ન કરીને આપણા સંબંધને વધુ મજબૂત કર.” આ શબ્દો સાંભળતાં શેઠ વિચારમાં પડી ગયા. તેઓ પાપભીરુ હતા. આવાં સાંસારિક લગ્નકાર્યમાં પડવાની તેમની ઈચ્છા નહોતી. વળી પોતાના વ્રતને બાધ આવે તેવી શક્યતા ઊભી થઈ હતી. જો હા ન પાડે તો રાજા તરફથી પણ ભય ઊભો હતો... શું કરવું? શું ન કરવું? તેની મુંઝવણમાં તેઓ જમીન ઉપર દૃષ્ટિ સ્થિર કરીને મૌનપણે બેસી રહ્યા. રાજાને આશ્ચર્ય થયું. “આમ કેમ? સિંહનું આવું વર્તન આજે ક્યાંથી? કાંઈ સમજણ પડતી નથી. તેણે સિંહને પૂછ્યું. “મિત્ર ! તું મૌન કેમ છે? નાગપુર નરેશ સાથે આવો સંબંધ બાંધવો શું તને યોગ્ય લાગતો નથી?” અત્યંત નમ્રપણે સિંહે કહ્યું, “રાજાજી ! એવી કાંઈ વાત નથી, પણ મારી પોતાની તકલીફ છે. હકીક્ત એવી છે કે ગુરુ ભગવંત પાસે મેં બારવ્રત ઉચ્ચર્યા છે. તેમાં છઠ્ઠા દિક્પરિમાણવ્રતમાં ૧૦૦ યોજનથી વધારે દૂર નહિ જવાનું નક્કી કરેલ છે. આપે મને નાગપુર જવાની વાત કરી, તે અહીંથી સવાસો યોજન દૂર છે. તેથી જો હું નાગપુર જાઉં તો મારા વ્રતનો ભંગ થાય; માટે હું કુમારના લગ્નમાં જઈ શકે તેમ નથી; વળી રાજન્ ! આવાં સાંસારિક કાર્યમાં મારા જેવાને આજ્ઞા ન કરાય તો સારું.” સિંહશ્રેષ્ઠીના શબ્દો શિષ્ટ અને વિનયી હોવા છતાંય સત્તાના કેફમાં મસ્ત બનેલાં રાજાને પોતાની ઈચ્છા પૂરી ન થતી જણાવાથી ભયાનક ગુસ્સો આવ્યો. રોષથી ધમધમતાં તેણે કહ્યું. “સિંહ! મારી સાથે તારી આટલી જ મૈત્રી! મારા હૃદયમાં તારા માટે આજ સુધી કેટલું બધું માન અને કેટલો બધો વિશ્વાસ હતો કે જેના કારણે હું તારામાં મારું જ રૂપ જોતો હતો ! જ્યાં મારે જવાનું હોય ત્યાં પણ મારા પ્રતિનિધિ રૂપે તને મોકલતો હતો. શું તું મને હજુ સમજી નથી શક્યો? ના પાડતાં તારી જીભ કેમ ઊપડી? તું તો જાણે કે મારો પણ માલિક હોય તેમ બોલે છે! વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ તો સાંભળી લે ! ગમે તેમ તો ય હું રાજા છું ને તું મારી પ્રજા છે. તારી આ અક્ષમ્ય ધૃષ્ટતા છે, જે કોઈ સંયોગમાં ચલાવી ન લેવાય. સો યોજનથી વધારે દૂર નહિ જવાનું તારે વ્રત છે ને ? મારા સૈનિકો એક હજાર યોજન દૂર તને ફેંકી દેશે...... !' ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો; પણ સિંહશ્રેષ્ઠી ધીર હતા, ગંભીર હતા. ક્ષણમાં પરિસ્થિતિ પારખી લીધી. વિચક્ષણ અને બુદ્ધિશાળી સિંહે વાતને વળાંક આપી દેતાં કહ્યું, “મહારાજાધિરાજ ! આપ શાંત થાઓ. મેં તો નમ્રતાથી મારા વ્રતની વાત જણાવી, બાકી આપની જે કાંઈ આજ્ઞા હોય તે તો મને માન્ય જ હોય ને ? આપની આજ્ઞાનો અનાદર કરવાનું તો હું સ્વપ્નમાં ય ન વિચારી શકું. અને મહારાજા ! સાચી વાત કહું ? નાગપુર જાઉં તો આપનાથી મારે ઘણું દૂર જવું પડે. આપની સાથેનો મારો સંબંધ એટલો બધો ગાઢ અને આત્મીયતાભર્યો છે કે – જેથી આપનો વિરહ મારાથી સહન થતો નથી. તેથી મેં ના પાડી હતી. છતાંય આપની જો તેવી જ આજ્ઞા હશે તો નાગપુર જવાની મારી તૈયારી છે.’’ આ સાંભળીને રાજા ખુશ થઈ ગયો; કારણકે મહાપુરુષોને સામાન્યરીતે ગુસ્સો આવતો નથી, પણ જ્યારે ગુસ્સો આવે ત્યારે સામેની વ્યક્તિ ભૂલ ન સ્વીકારે ત્યાં સુધી જ ટકતો હોય છે. સામેવાળો જો શરણું સ્વીકારે તો ક્ષણમાં ક્ષમા આપી દેતા તેમને વાર લાગતી નથી. રાજાએ પુત્ર ભીમને બોલાવીને કહ્યું, ‘‘કુમાર ! તારી સાથે સિંહશ્રેષ્ઠી આવે છે. તમારે નાગપુર જવાનું છે. મારો એ પરમ મિત્ર છે. મારું બીજું રૂપ છે, તેમ કહું તો ખોટું નહિ. તેની સલાહ પ્રમાણે વર્તજે.’’ પુત્રે પિતાની આજ્ઞા માથે ચઢાવી. વિશાળ સૈન્ય, સેનાધિપતિ મહાવીર, મંત્રીમંડળ તથા સિંહશ્રેષ્ઠિ સાથે ભીમકુમારને રાજાએ વિદાય આપી. સિંહશ્રેષ્ઠી રાજકુમારની સાથે જ રથમાં બેઠાં. તેમણે પ્રયાણની ગતિ ઘણી ધીમી રાખી હતી. રસ્તામાં તેઓ રાજકુમાર સાથે અલકમલકની વાતો કરીને તેનું દીલ જીતવા લાગ્યા. વિશિષ્ટ આત્મીયતા પેદા કર્યાં પછી તેમણે રાજકુમારને વૈરાગી બનાવવા પ્રયત્ન કર્યો. સંસાર કેવો અસાર છે ! તેના સંબંધો કેવા તકલાદી છે ! વિશ્વાસઘાત, પ્રપંચો અને કાવાદાવા કેવો ભાગ ભજવે છે ! સંસારના ભોગસુખો વિપાકમાં કેવા દુઃખદાયક છે ! પળે પળે બંધાતા કર્યો પોતાનો પરચો બતાડે ત્યારે આ જીવની કેવી કેવી હાલત થાય છે ? રાગ – દ્વેષથી કેવા કેવાં કર્મો બંધાય છે ? તેના કારણે દેવ - નારક - મનુષ્ય - ૨૫ નું વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિમાં જીવે કેવી કેવી રીતે ભટકવું પડે છે? લગ્નજીવન પણ કેવું બંધન છે? તેમાં બંધાયેલાની હાલત કેટલી બધી દયામણી કે દુઃખી બને છે! વગેરે બધી વાતો સિંહશ્રેષ્ઠીએ અનેક દાખલા - દલીલો સાથે સચોટ રીતે સમજાવી. કોઈ દિવસ નહિ સાંભળેલી આવી વાતો કુમાર રસપૂર્વક સાંભળતો હતો. દલીલો તેના મન ઉપર ધારી અસર કરતી હતી. દષ્ટાંતો તે તે વાતને બરોબર પુષ્ટ કરતાં હતા. પરિણામે તે રાજકુમારને સંસારની અસારતા બરોબર સ્પર્શી ગઈ. તે મનમાં મહાવૈરાગી બની ચૂક્યો. લગ્નના બંધનમાં નહિ જકડાવાનો નિર્ણય પણ તેણે કરી દીધો! પ્રયાણ ચાલું હતું. કેટલાક દિવસો પછી ૧૦૦ યોજના પૂર્ણ થવા આવ્યા. સિંહશ્રેષ્ઠી પોતાની પ્રતિજ્ઞાથી ચલિત થવા જરા ય તૈયાર નહોતા. લીધેલા વ્રતનું પૂર્ણપણે પાલન કરવા તેઓ મક્કમ હતા. તેમણે રમણીય વનપ્રદેશમાં મુકામ કરવા પ્રયાણ સ્થગિત કર્યું. મંત્રીઓ, સેનાધિપતિ, સૈનિકો વગેરે એમ સમજ્યા કે આપણા નગરથી નીકળ્યાને ઘણા દિવસો થયા હોવાથી વિશ્રામ લેવા આ રમણીય પ્રદેશમાં જાનને રોકી લાગે છે. પરન્તુ, બે દિવસ ગયા. પ્રયાણનો અણસાર પણ જણાતો નથી. વિચારમાં પડી ગયા. ચાર દિવસ પણ એમને એમ પસાર થઈ ગયા. સિંહશ્રેષ્ઠી પ્રયાણ માટે આજે આદેશ આપશે, કાલે આદેશ આપશે, તેવા વિચારમાં મંત્રીઓ રાહ જુએ છે, પણ પાંચમો દિવસ પસાર થવા છતાં ય પ્રયાણ કરવાનો કોઈ આદેશ સિંહશ્રેષ્ઠી તરફથી ન મળ્યો. તેઓ તો રાજકુમાર ભીમદેવ સાથે સતત ધર્મચર્ચામાં જ રચ્યા પચ્યા રહેતાં હતા. હવે શું કરવું? સેનાધિપતિ તથા મંત્રીઓ અકળાયા. પરસ્પર મસલત કરીને તેમણે રાજકુમારને એકાંતમાં બોલાવીને કહ્યું, કુમાર ! આપણે જ્યારે વસંતપુરનગરથી પ્રયાણ કર્યું તે પૂર્વે તમારા પિતાશ્રીએ અમને કહ્યું હતું કે, “આ સિંહશ્રેષ્ઠીને ૧૦૦યોજનથી દૂર ન જવાનો નિયમ છે. તેથી કદાચ તેઓ રસ્તામાં અધવચ્ચે પ્રયાણ અટકાવી દે તો પણ તમારે અટકવું નહિ. જરૂર પડે તો સિંહ ઉપર બળજબરી કરીને પણ આગળ વધવું. અરે ! છેવટે દોરડાથી બાંધીને, સાથે લઈને નાગપુર તરફ પ્રયાણ કરવું. જે કાંઈ કરવું પડે તે બધું જ કરીને જલ્દીથી જલ્દી નાગપુર પહોંચવું. તમે મારી આ આજ્ઞાનો અમલ નહિ કરો તો મારે તમને સજા કરવી પડશે. માટે તે કુમાર! આ શ્રેષ્ઠીને બાંધીને, રથમાં નાખીને આગળ વધીએ તો કેમ?” જ જ ૨૬ જ વ્રત ધરીયે ગુરુ સાખ-ભાગ - ૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ મંત્રીઓના મુખે આવી વાત સાંભળીને રાજકુમારને ઘણો આઘાત લાગ્યો. તેના રોમરોમમાં સિંહશ્રેષ્ઠી પ્રત્યે અપરંપાર અહોભાવ પેદા થયેલો હતો. તે તેમને પોતાનું સર્વસ્વ માનતો હતો. પોતાના પરમોપકારી ગુરુતુલ્ય આ સિંહશ્રેષ્ઠીને બાંધીને આગળ લઈ જવા તેનું મન શી રીતે તૈયાર થાય? તેણે મંત્રીઓને કહ્યું, “આપની વાત મેં સાંભળી. સિંહશ્રેષ્ઠી આગળ પ્રયાણ કરવા તૈયાર ન થાય તો બાંધીને લઈ જવાની વાત છે ને? તમે તેમને આગળ પ્રયાણ કરવાની વાત કરો તો ખરા? તેમણે ના પાડ્યા વિના તમે આવો વિચાર પણ શી રીતે કરી શકો? જો તેઓ હા પાડે અને પ્રયાણ શરૂ થઈ જાય તો કાંઈ જ કરવાની જરૂર નથી. બરોબર ને? તેથી કાલ સુધી રાહ જુઓ.” કુમારની યુક્તિસંગત વાત સાંભળીને મંત્રીઓ પોતાના સ્થાનમાં ગયા. તેમણે માત્ર એક જ દિવસ રાહ જોવાની હતી ને? તેથી તેમને ચિંતા નહોતી. આ બાજુ કુમાર તો ગંભીર વિચારમાં પડી ગયો. કોઈ રસ્તો ન સૂઝતાં તે સિંહશ્રેષ્ઠી પાસે ગયો. મંત્રીઓએ પોતાને કહેલી તમામ વાતો તેણે પોતાના ગુરુતુલ્ય શ્રેષ્ઠીને કહી દીધી. જેમ જેમ આ બધી વાત સંભળાતી ગઈ તેમ તેમ સિંહશ્રેષ્ઠીમાં આ સંસારની અસારતા વધુને વધુ દઢ થતી ગઈ. સંસારની સ્વાર્થમયતા, દગાપ્રચુરતા, વિશ્વાસઘાતિતા વગેરે તેની નજર સમક્ષ તરવરવા લાગી. અંદર પેદા થયેલો વૈરાગ્ય વધુને વધુ દઢ થવા લાગ્યો. મોક્ષમાં પહોંચવાની તાલાવેલી લાગી. ક્ષણ માટે આંખો બંધ કરીને તેમણે એક અકલ્પનીય નિર્ણય લઈ લીધો. સિંહશ્રેષ્ઠીએ કુમારને કહ્યું, “કુમાર ! આ સંસારના સર્વ પ્રકારના કહેવાતા સુખો પ્રત્યે મારું મન અનાસક્ત બન્યું છે. સંસારના મૂળ આ શરીર ઉપર પણ હવે મને રાગ રહ્યો નથી. હવે તો મોક્ષે જલ્દી પહોંચવાની તાલાવેલી છે. તેથી હું હવે ગાઢ જંગલમાં ચાલ્યો જઈશ. પવિત્ર જગ્યા શોધીને ત્યાં કાઉસ્સગ્નધ્યાને ઊભો રહીશ. પાદપોપગમન નામનું અનશન સ્વીકારીશ. પાદપ એટલે વૃક્ષ. વૃક્ષની જેમ નિશ્ચલપણે ઊભો રહીશ. પરમાત્માનું ધ્યાન ધરીશ. જ્યારે મને હવે મારા શરીર પ્રત્યે પણ મમતા નથી ત્યારે ભલેને એ મંત્રીઓ તે વખતે મારા શરીરને બાંધીને ગમે ત્યાં ફેંકી દે! કદાચ મને મારી નાંખે તો પણ શું વાંધો છે? પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં સમાધિપૂર્વક મરણ પામીને મારો પરલોક સુધારવાનો મને તે વખતે ય આનંદ હશે.” આ સાંભળતાં કુમારની આંખો ભીની થઈ. તેના મુખ ઉપર ઉદાસીનતા છવાઈ ગઈ. આ શું બની રહ્યું છે? તે જ તેને સમજાતું નથી. શ્રેષ્ઠીએ કુમારને આશ્વાસન જ કાર ર૭ : વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ આપ્યું. પોતાની કોઈપણ ચિંતા ન કરવા જણાવ્યું. પણ કુમારે તો ક્ષણવારમાં પોતાના મનમાં કોઈક સંકલ્પ કરી દીધો હતો! રાત પડી. સિંહશ્રેષ્ઠી સૂઈ ગયા. કુમાર પણ સિંહશ્રેષ્ઠીની પાસેના જ આવાસમાં સૂતો હતો... ના, તે સૂતો નહોતો.... જાગતો જ પડ્યો હતો. અને..... મધ્યરાત્રીનો સમય થયો. પોતાનું આત્મકલ્યાણ કરવા સજ્જ બનેલાં સિંહશ્રેષ્ઠી ઊઠ્યા. કોઈને ખ્યાલ ન આવે તે રીતે ધીમેથી બહાર નીકળ્યા. બહાર ઘોર અંધારું હતું. બધા પોતપોતાની છાવણીમાં શાંતિથી સુતાં હતાં. ચારે બાજુ નિરવ શાંતિ હતી. તીવ્ર ગતિથી તેઓ જંગલ તરફ આગળ વધ્યા. જાગતા કુમારે શ્રેષ્ઠીને ઊભા થઈને બહાર જતાં જોયા. તે પણ ઊભો થઈ ગયો. જરાપણ અવાજ ન આવે, કોઈને પણ ખ્યાલ ન આવે તે રીતે તે શ્રેષ્ઠીની પાછળ પાછળ ધીમે ધીમે ચાલવા લાગ્યો. સિંહશ્રેષ્ઠીને ખ્યાલ ન આવ્યો કે રાજકુમાર એમની પાછળ પાછળ આવી રહ્યો છે! સવારે મંત્રીઓ સિહશ્રેષ્ઠીના નિવાસમાં આવ્યા, જોયું તો શ્રેષ્ઠીનો પલંગ સાવ ખાલી હતો. બાજુના નિવાસમાં કુમારનો પલંગ પણ સાવ ખાલી હતો. અરે ! આ શું? શ્રેષ્ઠી અને કુમાર; બંને ગાયબ ? શું બની ગયું ? બધા ગભરાઈ ગયા. કુમારને લઈને સિંહ શ્રેષ્ઠી નાશી ગયા લાગે છે... હવે શું થશે? રાજાને શું જવાબ આપીશું?” ગભરામણનો પાર નથી. તપાસ કરતાં શ્રેષ્ઠીના પગલાં જંગલ તરફ જતાં દેખાયા... પાછળ રાજકુમારના પણ પગલાં હતા. તે પગલાં જોતાં જોતાં મંત્રીમંડળ - સેનાપતિ વગેરે જંગલ તરફ આગળ વધ્યાં. દૂર દૂર જંગલમાં ઠેઠ અંદર પહોંચ્યા. સામે દેખાયો નાનો પર્વત ! જયારે તે નાના પર્વતની પાસે તેઓ પહોંચ્યા ત્યારે તે પર્વતની તળેટીમાં, એક મોટી શીલા ઉપર સિંહશ્રેષ્ઠી તથા રાજકુમારને સાધુવેશમાં સૂતેલા જોયા. તેઓ એકદમ સ્થિર હતા. હલન-ચલન તેમણે બંધ કરી દીધું હતું. વૃક્ષની જેમ તેઓ સ્થિર થઈને પડ્યા હતા. હા! તેમણે પાદપોપગમન નામનું અનશન સ્વીકાર્યું હતું. જીવનનો છેલ્લો શ્વાસ ચાલે ત્યાં સુધીના ચોવિહારા ઉપવાસ સ્વીકાર્યા હતા! મંત્રીઓ - સેનાપતિએ બે હાથ જોડીને બંનેને પ્રણામ કર્યા. પોતાની જાત પ્રત્યે તેમને તિરસ્કાર જાગ્યો. પ્રેમાળ વચનોથી તેમણે કહ્યું, “હે મહાપુરુષો ! અમારા ૨૮ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ-૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ અપરાધની અમને ક્ષમા કરો. કડવા વચનો બોલીને અમે આપને દૂભવ્યાં છે. અમે આપને ઘણો ત્રાસ આપ્યો છે, હવે ફરીથી તેવી ભૂલો અમે નહિ કરીએ. આપ ઊભા થાઓ. સુખપૂર્વક પધારો. આપણે જલ્દીથી નાગપુર પહોંચવાનું છે. જો આપ ઊભા નહિ થાઓ તો નાગપુર નહિ પહોંચાય. મહારાજા અમારી ઉપર કોપાયમાન થશે. ઓ મહાપુરુષો ! અમે આપને વિનંતિ કરીએ છીએ. આપ અમારો પણ થોડો વિચાર કરો. રાજા ગુસ્સે થશે તો અમને ઘાણીમાં નાંખીને તલની જેમ પીલી નાંખશે એટલું જ નહિ, અમારા પરિવારનો પણ ઘાત કરશે. માટે... અમારી ઉપર આપ કૃપા કરો. મધૂર વચનોથી આપ અમારી સાથે વાતો કરો.” પરંતુ રાજકુમાર અને સિંહશ્રેષ્ઠી તો પરમાત્મધ્યાનમાં મસ્ત હતા. મંત્રીમંડળ સામે આવીને ઊભું છે, તેનો તેમને ખ્યાલ જ નહોતો. તેમની વાતો જાણે કે તેમને સંભળાતી જ નહતી. તેમનું મન અને પાંચે ય ઈન્દ્રિયો પરમાત્મામાં લીન બની ગઈ હોવાથી બાહ્યજગત્ સાથેનો તેમનો બધો જ સંબંધ તુટી ગયો હતો. વારંવાર મીઠા, મધૂરા વચનોથી બોલાવવા છતાં ય એ બે મહાત્માઓ બોલતા જ નથી. સંભળાય તો બોલે ને ? જવાબ ન મળવાથી મંત્રીઓનું ટેન્શન વધી ગયું. તેઓને સમજાતું નથી કે હવે કરવું શું ? છેવટે અન્ય કોઈ ઉપાય ન જણાતાં તેમણે બે દૂતને મહારાજા પાસે જવા રવાના કર્યાં. અતિ તીવ્ર ઝડપે દૂતો મહારાજા પાસે પહોંચ્યા. જ્યારે મહારાજાએ આ બધી વાતો સાંભળી ત્યારે તેમનો પીત્તો ગયો. ક્રોધથી તેઓ ધમધમી ગયા. શરીર કાંપવા લાગ્યું. આંખમાં લાલાશ ઉભરાઈ. આકાશમાં મુક્કા ઉગામવા લાગ્યા. અને બોલ્યા. ‘‘એ લોકો સમજે છે શું ? હું હમણાં જ ત્યાં આવું છું. કુમારને તો બાંધીને પણ પરણાવવો પડશે. અને પેલા દુષ્ટ સિંહને તો હું છોડીશ નહિ. પથ્થરની તે જ શીલા ઉપર પછાડીને તેની ખોપરી ફાડી નાંખીશ. એ સમજે છે શું એના મનમાં ?’’ રાજાએ તરત જ સેના તૈયાર કરાવી. જંગલ તરફ તેઓ આગળ વધ્યા. જ્યારે તેઓ પેલા પર્વતની નજીક પહોંચ્યા ત્યારે દૂતોએ કહ્યું, ‘“રાજન્ ! આ જ પર્વતની પાછળની બાજુની તળેટીમાં શીલા ઉપર તેઓ બંને સૂતેલા છે.” રાજાએ સેનાને ત્યાં જ મુકામ કરવાનો આદેશ કર્યો. ગુસ્સાથી લાલપીળો થયેલો તે રાજા ખુલ્લી તલવાર સાથે દૂતોએ બતાડેલાં રસ્તે આગળ વધ્યો. થોડે દૂર ગયા ત્યાં મંત્રીઓ એક વૃક્ષની છાયામાં બેઠેલાં હતા. રાજાને જોતાં જ તેઓ ઊભા થઈ ગયા. રાજાને પ્રણામ કર્યાં. અને મૌનપણે રાજાની પાછળ પાછળ ચાલવા લાગ્યા. રાજાની આંખો સિંહશ્રેષ્ઠીને શોધી રહી હતી. પર્વતની દીશામાં તે જોઈ રહ્યો ૨૯ પર વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ ક Page #33 -------------------------------------------------------------------------- ________________ હતો પણ તેને જે જોવા મળ્યું, તેનાથી તે આશ્ચર્યમાં પડી ગયો ! અરે આ શું? સ્વપ્નમાં પણ નહિ વિચારેલું દશ્ય તેની નજરે પડ્યું. તેનો ક્રોધ શાંત થઈ ગયો. જે પથ્થરની શિલા ઉપર સિંહશ્રેષ્ઠી અને રાજકુમાર સૂતેલા હતા, તે શિલાની આસપાસ સિંહ, વાઘ, ચિત્તો વગેરે જંગલી પ્રાણીઓ વેર - ઝેરને ભૂલીને મસ્તીથી ફરતાં હતાં અને બંને મહાપુરુષોને વારંવાર પ્રણામ કરતાં હતાં. રાજા વિચારમાં પડી ગયો. “અરે ! આ શું? કમાલ કહેવાય! આ બે મહાપુરુષો છે. તેમનો પ્રભાવ કેવો જોરદાર છે! જંગલી પશુઓ પણ તેમને પ્રણામ કરે છે, અને હું તેમને મારવાનો વિચાર કરું છું ! ધિક્કાર છે મને! આવા મહાપુરુષોનો મારાથી તિરસ્કાર ન કરાય. મારે તો તેમને ભક્તિથી જ બોલાવવા જોઈએ.” તરત જ રાજાએ પોતાની તલવાર સાથેના દૂતના હાથમાં આપી દીધી. તે મહાપુરુષો તરફ તે રાજા ધીમે ધીમે આગળ વધ્યો. સિંહ - વાઘ વગેરે પશુઓએ આજુબાજુ ખસી જઈને રાજાને માર્ગ કરી આપ્યો. રાજાએ પાસે જઈને તે બંને મહાપુરુષોને હાથ જોડીને પ્રણામ કર્યા. મધૂર શબ્દો વડે તેમના આ ભગીરથ કાર્યની સ્તવના કરી. ગુણગાન ગાયા. પણ એ મહાત્માઓ તો પરમાત્માના ધ્યાનમાં લીન હતા. તેમણે ન તો રાજાને જોયો કે ન તો તેમના શબ્દો સાંભળ્યા. વારંવાર સ્તવના કરીને રાજાએ પછી તે જ જંગલમાં નિવાસ કર્યો. રોજ બંને મહાપુરુષોના દર્શન કરે છે. વારંવાર વંદના કરે છે. અને પોતાના પાપો બદલ ધ્રુસકે ધ્રુસકે રડે છે. એ રીતે એક મહિનો પસાર થઈ ગયો. ૩૦ દિવસના ઉપવાસ તે બંનેને થઈ ગયા. અને.. નવું આશ્ચર્ય થયું. આકાશમાં અજવાળાં પથરાયાં દેવલોકમાંથી દેવો નીચે દોડી આવ્યા. આકાશમાં ફૂલોનો વરસાદ વરસ્યો. દેવ - દેવીઓએ એ જંગલને નંદનવન જેવું બનાવી દીધું. ગીત – ગાન તથા નૃત્યથી વાતાવરણને ભરી દીધું. બંને મહાત્માઓની ખૂબ સ્તવના કરી કારણકે આજે આ બંને મહાત્માઓ ચાર ઘાતી અને ચાર અઘાતી મળીને આઠ ય કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન તથા વીતરાગ દશા પામ્યા હતા. નિર્વાણ પામીને મોક્ષે સિધાવ્યા હતા. રાજા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. તેનાથી ન રહેવાયું. તે ઊભો થઈને સિંહમુનિના ચરણો પાસે ગયો. તેમના ચરણોમાં મસ્તક મૂકીને જોર જોરથી રૂદન કરવા લાગ્યો અને બોલ્યો. “હે મિત્ર! તારે તો પ્રતિજ્ઞા હતી ને કે સો યોજનથી વધારે દૂર નહિ જાઉં! તો ૩૦ વ્રત ધારીયે ગુરુ સાખ ભાગ - ૨ , Page #34 -------------------------------------------------------------------------- ________________ પછી હે મિત્ર! બોલ તો ખરો ! ૧૦૦ યોજનથી તો ઘણે બધે દૂર, અરે ! ઠેઠ સાત રાજલોક દૂર મોક્ષમાં તું શી રીતે પહોંચી ગયો? મને માફ કર ! મિત્ર ! મારા જેવા પાપીએ તને ન ઓળખ્યો... તારો વધ કરવાની પાપી ઈચ્છા મેં કરી. મારી કઈ ગતિ થશે ભગવંત? તમે તો સંસાર સાગરને તરી ગયા. સાથે સાથે મારા પુત્રને પણ તમે તારી દીધો. પણ મારા જેવા પાપીનું હવે શું થશે?” રાજાએ ત્યાં ચિતા રચાવી. સિંહ શ્રેષ્ઠી તથા રાજકુમારના પવિત્ર મુનિ શરીરોને તે ચિતા ઉપર ગોઠવ્યાં. ગોશિર્ષ ચંદનના લાકડાની તે ચિતાને આગ પ્રગટાવી. બંને શરીરો પંચભૂતમાં વિલીન થઈ ગયા. પછી પરિવાર તથા સેના સાથે રાજા પોતાના નગરમાં પાછો ફર્યો. મિત્ર તથા પુત્ર મુનિને વારંવાર સંભારતો તે ધર્મધ્યાનમાં લીન બન્યો. સુંદર પવિત્ર જીવન જીવીને તે સદગતિ પામ્યો. સિંહશ્રેષ્ઠીએ જે રીતે પ્રાણના ભોગે પણ છઠ્ઠા દિશી પરિમાણ વ્રતનું પાલન કરીને મોક્ષ મેળવ્યો, તે રીતે બધાએ પાલન કરવું જોઈએ. તેના પાંચ અતિચારમાંથી કોઈપણ અતિચાર લાગી ન જાય તેની પળે પળે સાવધાની રાખવી જોઈએ. - (૧) દિશાનું ધારેલું પ્રમાણ ભૂલી જવું - ધારો કે એક શ્રાવકે ઉત્તર દિશામાં ૧૦૦ કિલોમીટરથી વધારે દૂર ન જવાનું વ્રત ગ્રહણ કર્યું. પછી કોઈ કારણસર ઉત્તરદિશામાં જવાનું થયું. તે વખતે ગમે તે ચિંતા કે વ્યાકુળતાના કારણે પોતે કરેલી મર્યાદાતે શ્રાવક ભૂલી જાય. મેં ૫૦કિલોમીટર ધાર્યા હતા કે ૧૦૦ કિલોમીટર? તેવી તેને શંકા પડે તો હકીકતમાં માત્ર ૧૦૦ કિલોમીટર ધાર્યા હોવા છતાંય આવી શંકાયુક્ત અવસ્થામાં તે માત્ર ૭૦ કિલોમીટર સુધી જાય તોય તેને આ અતિચાર લાગે. પોતે ધારેલા ૧૦૦ કિલોમીટરથી વધારે દૂર ગયો ન હોવાથી આ વ્રતનો ભંગ નથી; પણ પોતાના મનમાં શંકા પડી હોવાથી, કદાચ ૫૦ કિલોમીટર ધાર્યા હોવાની શક્યતા ઊભી થઈ છે. તેને ઉલ્લંઘીને તે ૨૦કિલોમીટર વધારે દૂર ગયો, તે અપેક્ષાએ વ્રતનો ભંગ થયો પણ ગણાય, આમ, આ પરિસ્થિતિમાં એક અપેક્ષાએ વ્રતભંગ નથી તો અન્ય અપેક્ષાએ વ્રત ભંગ ઘટી પણ શકે છે. માટે અહીં ભંગાભંગ હોવાથી અતિચાર ગણાય. આવો અતિચાર ન લગાડવા લીધેલા વ્રતને બરોબર યાદ રાખવું જોઈએ. તે વ્રતની પ્રતિજ્ઞા ભૂલી ન જવાય તેની સતત કાળજી રાખવી જોઈએ. એક વાત સદા યાદ રાખવી કે જિનશાસનની તમામ આરાધનાઓ ઉપયોગપ્રધાન છે. એટલે કે તે તે આરાધના કરતી વખતે તેમાં બરોબર ઉપયોગ રહેવો જોઈએ. પોતે શું કરવાનું છે? વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ-૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ અને હાલ પોતે શું કરી રહ્યો છે? તેનો ઉપયોગ (સ્મરણ / ખ્યાલ) જ ન રહે તો તે આરાધના વિશિષ્ટ ફળદાયક શી રીતે બને? (૨) ઉર્ધ્વદિશિમર્યાદા - ઉલ્લંઘન - ઉપરની દિશામાં ગમનનું જે પરિમાણ (માપ) નક્કી કર્યું હોય, તે માપથી વધારે દૂર વિશિષ્ટ સંયોગમાં જવું પડ્યું હોય ત્યારે આ અતિચાર લાગે. પર્વત, ઝાડ, અમુક માળ સુધી કે આકાશમાં વિમાનમાં અમુક કિલોમીટર સુધી ઉપર જવાનું નક્કી કર્યું હોય તો તેનાથી વધારે દૂર જવું જોઈએ નહિ. છતાં અનાભોગથી કે અતિક્રમાદિથી નક્કી કરેલી મર્યાદાની બહાર ચાલી જવાનું થાય તો આ અતિચાર લાગે. પણ જો જાણી જોઈને મર્યાદાનું ઉલ્લંઘન કરે તો વ્રતભંગ જ થાય. (૩) અધોદિશામર્યાદા ઉલ્લંઘન :- નીચાણવાળા ગામ, ભોયરા, ભૂમિની અંદર રહેલાં ઘરો, કુવા, વાવડી, નદી - તળાવ, સમુદ્ર, ખાણ, વગેરેમાં નીચે અમુક ઊંડાઈથી વધારે નહિ જાઉં, તેવું વ્રત લેનાર જો અનાભોગ કે અતિક્રમાદિના કારણે તે મર્યાદાનું ઉલ્લંઘન કરીને વધારે નીચે જાય તો આ અતિચાર લાગે. જાણી જોઈને જાય તો વ્રતભંગ થાય. (૪) તિર્યમ્ દિશા મર્યાદા ઉલ્લંઘનઃ- ઉત્તર - દક્ષિણ પૂર્વ - પશ્ચિમ દિશામાં ઉપયોગિતા પ્રમાણેની ભૂમિમાં ગમનાગમનની મર્યાદા નક્કી કરી હોય કે અમુક કિલોમીટરથી વધારે દૂર નહિ જાઉં, પછી અનાભોગ કે અતિક્રમાદિથી તે મર્યાદાનું જો ઉલ્લંઘન થઈ જાય, નક્કી કરેલી મર્યાદાની બહાર જવાય તો આ અતિચાર લાગે. પણ જો જાણી જોઈને તે મર્યાદાની બહાર જાય તો વ્રતનો ભંગ થાય. પણ ધારો કે વાંદરો, કે કોઈ પક્ષી પોતાના કપડાં, દાગીના કે અન્ય વસ્તુ લઈને પોતે નક્કી કરેલી મર્યાદાથી વધારે દૂર લઈ ગયા. હવે તે વસ્તુ પાછી મેળવવી છે તો પોતે જાતે તો નક્કી કરેલી મર્યાદા ઓળંગી શકે નહિ. તેથી પોતે ત્યાં જઈને તે વસ્તુ લાવી શકે નહિ. છતાં પોતે જાતે જઈને લાવે તો આ અતિચાર લાગે. અહીં ભંગ થવાના બદલે અતિચાર લાગવાનું કારણ એ લાગે છે કે, દિશામર્યાદાનું ઉલ્લંઘન કરતાં તેના મનમાં એવો ભાવ છે કે, હું ક્યાં મારી ઈચ્છાથી કે મારા અંગત કામ માટે જાઉં છું? આ તો વાંદરા વગેરે આ વસ્તુઓ લઈ ગયા, તેથી તે પાછી મેળવવા તેમણે મને ફરજ પાડી છે; માટે જાઉં છું. આવી સાપેક્ષતા વ્રતભંગ ન થવા દેતાં અતિચાર લગાડે છે. તે જ રીતે જો પોતે ન જતાં, અન્ય કોઈ વ્યક્તિ પાસે પણ તે મર્યાદા બહારના ક્ષેત્રમાંથી પોતાની વસ્તુ મંગાવે તો પણ અતિચાર લાગે. પોતે મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી માટે વ્રતભંગ નથી. પોતાની વસ્તુ માટે જ બીજાને પોતાની મર્યાદા બહાર મોકલે આધા ૩ર ઉવત ધરીયે ગુરુ સાખ ભાગ -૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ છે, માટે વ્રતભંગ છે. આમ ભંગાભંગ રૂપ હોવાથી બીજા પાસે તે વસ્તુ મંગાવે તો અતિચાર લાગે. પરન્તુ જો વ્રત લેતી વખતે જ તેણે એ પ્રમાણે વ્રત લીધું હોય કે, “મારે પોતે અમુક મર્યાદાથી વધારે દૂર જવું નહિ” તો તે વ્યક્તિ બીજાને તે મર્યાદાની બહાર મોકલે તો પણ તેને આ અતિચાર લાગતો નથી કારણકે બીજાને મર્યાદાબહાર ન મોકલવા, તેવો તેનો નિયમ નથી. (૫) ક્ષેત્રવૃદ્ધિઃ- પોતે જુદી જુદી દિશામાં જે મર્યાદા નક્કી કરી હોય તેમાંથી એક દિશાની મર્યાદા ઘટાડીને, તેટલા કિલોમીટર બીજી દિશામાં નિયત કરેલા કિલોમીટરમાં ઉમેરીને મર્યાદા વધારવી તે પાંચમો અતિચાર છે. ધારો કે પૂર્વ અને પશ્ચિમ દિશામાં ૧૦૦ - ૧૦૦ કિલોમીટરથી વધારે દૂર જવું નહિ, તેવું વ્રત લીધું છે. પછી કોઈ કારણવશાત્ પૂર્વ દિશામાં ૧૫૦ કિલોમીટર જવાની પરિસ્થિતિ ઊભી થઈ. ત્યારે જો તે વ્રતધરશ્રાવક એમ વિચારે કે, “તો બે બાજુ ૧૦૦ - ૧૦૦ કિલોમીટર મળીને પૂર્વથી પશ્ચિમ સુધી કુલ ૨૦૦ કિલોમીટરનું ક્ષેત્ર નક્કી કર્યું છે ને? તેથી હવે પશ્ચિમ દિશામાં ૧૦૦- ૫૦= ૫૦ કિલોમીટરથી વધારે નહિ જાઉં અને પૂર્વદિશામાં ૧૦૦ + ૫૦ = ૧૫૦ કિલોમીટરથી વધારે નહિ જાઉં. આમ કરવાથી પણ પૂર્વના ૧૫૦ + પશ્ચિમના ૫૦ મળીને પૂર્વપશ્ચિમ ક્ષેત્ર તો ૨૦૦ કિલોમીટરનું જ રહે છે ને? વધારો ક્યાં થાય છે? મારો નિયમ તો સચવાઈ જ જાય છે, માટે પૂર્વદિશામાં આ અપેક્ષાએ ૧૫૦ કિલોમીટર જવામાં વાંધો નથી.” આવો વિચાર કરીને તે પૂર્વદિશામાં ૧૫૦ કિલોમીટર જાય તો તેને આ અતિચાર લાગે છે. પૂર્વદિશાના નિયત કરેલાં ૧૦૦ કિલોમીટર કરતાં બહાર (૧૫૦ કિલોમીટર સુધી) જાય છે, માટે વસ્તુતઃ તો વ્રતનો ભંગ છે, પણ બે ય દિશાની મર્યાદાનો સરવાળો કરીને વ્રતની સાપેક્ષતા સાચવે છે, એ અપેક્ષાએ વ્રતનો અભંગ પણ હોવાથી ભંગાભંગ રૂપ અતિચાર ગણાય છે. જો કે તીર્થયાત્રાદિ નિમિત્તે ઈર્યાસમિતિ આદિના પાલનપૂર્વક મર્યાદિત કરેલી ભૂમિથી અધિક દૂર પણ જઈ શકાય છે, કારણકે વ્રતમાં ધન-ધાન્યાદિ મેળવવા વગેરે સાંસારિક કાર્યો માટે અધિકભૂમિ ન જવાનો નિયમ હોય છે. આ પાંચમાંથી કોઈપણ અતિચાર ન લાગી જાય તેની કાળજી લેવી જોઈએ. છેજો જ ૩૩ છે વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ (૪) દુનિયામાં ફરનારો સંસારમાં રખડે વ્રતનું બરોબર દૃઢતાપૂર્વક પાલન કરવાનો પુરુષાર્થ જોઈએ. ગમે તેવા કપરા સંયોગોમાં પણ વ્રતભંગ ન થઈ જાય, કોઈ અતિચાર લાગી ન જાય તે માટે જાગ્રત રહેવું જોઈએ. આ વ્રતનું પાલન કરવાથી લોભ કંટ્રોલમાં આવે છે. સંતોષગુણની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, જેણે દિશાની મર્યાદા કરી તેણે આખા સંસાર ઉપર આક્રમણ કરતા અને ચારે તરફ પ્રસાર પામતા લોભરુપ સમુદ્રને પણ સ્ખલના પહોંચાડી છે. આ લોભ રુપ સમુદ્ર જાત જાતની કલ્પનાઓ કરવાથી પ્રસાર પામે છે. તે આખા સંસારને દબાવે છે; કારણ કે જે લોભને આધીન થાય તેને આ સંસારની કઈ કઈ ઈચ્છાઓ ન થાય ? ઈંદ્ર, ચક્રવર્તી વગેરે દરેક પદો મેળવવાની તેને સ્પૃહા થવા લાગે છે. - આ લોભ રુપી સમુદ્રના પ્રસારને અટકાવવાનું કાર્ય જેણે આ દિશી પરિમાણવ્રત લીધું હોય તે જ કરી શકે છે. કેમ કે આ વ્રત લેનાર વ્યક્તિ પોતે નક્કી કરેલ મર્યાદાથી આગળ જવા ઈચ્છતો નથી. અને તે સીમાની બહાર રહેલાં સોનું – રુપું – ઝવેરાત, ધન ધાન્ય વગેરેનો લોભ પણ પ્રાયઃ કરતો નથી. જેણે આવું દિશીપરિમાણનું વ્રત લીધું હોતું નથી તે માણસ તો લોભ રખડાવે ત્યાં રખડે છે. ભટકાવે ત્યાં ભટકે છે અને તે રીતે પોતાનું જીવન બરબાદ કરે છે. ચંપાનગરીમાં ભાનુ શેઠને ચારુ દત્ત નામનો સંસ્કારી પુત્ર હતો. યુવાનવયે સુલક્ષણી કન્યા સાથે લગ્ન કરાવવા છતાં ય બાળપણથી વૈરાગી તે પોતાની પત્નીથી પણ દૂર રહેતો હતો. તેથી ચિંતાતુર બનેલા પિતાએ જ તેને સંસાર ચતુર બનાવવા ગણિકાના ત્યાં મૂક્યો. ખરેખર તો તેને પરણાવવાની જ જરૂર નહોતી. તેના વૈરાગ્યને પુષ્ટિ મળે તેવું વાતાવરણ આપવાની જરૂર હતી. સાધુજીવન સુધી પહોંચાડવાની જરૂર હતી, પણ માતા – પિતા પોતાની ફરજ ચૂક્યા. પરિણામ ભયંકર આવ્યું. વેશ્યાના રંગરાગમાં તે ફસાઈ ગયો. ગણિકાના ઘરે ગયો તે ગયો. પોતાની પત્ની, માતા - પિતા, પરિવાર; બધાને ભૂલી ગયો. કુળની આબરૂની પણ તેણે પરવા ન કરી. એક - બે નહિ, બાર - બાર વર્ષ પસાર થઈ ગયા. ઘણા તહેવારો – પ્રસંગો આવી ગયા, પણ બોલાવવા છતાં ય તે પોતાના ઘરે પાછો ન આવ્યો. તેને પોતાના સુખ – સાહ્યબી – સ્વર્ગ – મોક્ષ વગેરે બધું જ તે વેશ્યાના તન – બદનમાં જણાતું હતું. તે તેમાં પાગલ હતો. ૩૪ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ - . Page #38 -------------------------------------------------------------------------- ________________ તે દીકરાના આઘાતમાં જ બાપ માંદો પડ્યો. મરણપથારીએ સુતો. પોતાની અંતિમ સ્થિતિના સમાચાર પહોંચાડીને દીકરાને બોલાવ્યો. હવે તો આવ્યા વિના ચાલે તેમ નહોતું, તેથી આવ્યો. પિતાએ કહ્યું, “બેટા!તારો કોઈ જ વાંક નથી, મારા હાથના ક્ય મને વાગ્યા છે. હવે પસ્તાવાથી શું થાય? પાછલા બાર વર્ષોમાં તો તું સાવ બદલાઈ ગયો છે. મેં બોલાવ્યો તો ય આવ્યો નથી. મારું કહ્યું કાંઈ માન્યું નથી. છતાં આજે તને આખરી એક જ શિખામણ આપવી છે કે, તને જ્યારે પણ સંકટ પડે ત્યારે તું નવકારમંત્રનું સ્મરણ કરજે. નવકારને કદી પણ ભૂલીશ નહિ. જીવતાં – જીવતાં તો તને સંસ્કારી બનાવવામાં હું ઊણો ઉતર્યો છું, પણ મરતાં મરતાં તને સંસ્કારી બનાવવા માટેની બાપની આ છેલ્લી શીખ છે. આ શીખને ભૂલતો નહિ. મારી પાસે જે કાંઈ મિલ્કત હતી, તે તારી માંગણી પ્રમાણે વારંવાર મોક્લવામાં વપરાઈ ગઈ છે. હવે મારી પાસે તને આપવા જેવું કાંઈ બચ્યું નથી, તેથી તને આ વચનાત્મક શીખ આપું છું. તેને તું સદા ધ્યાનમાં રાખજે. વગેરે કહેતાં શેઠ અવસાન પામ્યા. થોડા સમય પછી શેઠાણી પણ અવસાન પામ્યા. ચારુદત્તની પત્ની પોતાના પિયર ચાલી ગઈ. આમ, ચારુદત્તનું ઘર બંધ થયું. હવે ત્યાંથી વેશ્યાના ત્યાં ધન આવતું બંધ થઈ ગયું. વેશ્યા તો ધનની સગી છે. તેને વળી પ્રેમ-લાગણી થોડી હોય? ધન આવતું બંધ થતાં તેણે તો અપમાન કરીને ચારુદત્તને મહેલમાંથી બહાર કઢાવી મૂક્યો. બિચારો ચારુદત્ત ! હવે શું કરે? સંસાર કેવો સ્વાર્થનો સગો છે? તે તેને હવે સમજાયું. ગમે તેવા કાલાવાલા કરવા છતાં તેને વેશ્યાના ત્યાં હવે ફરી પ્રવેશ મળે તેમ નથી, તેનું ભાન થતાં તે પોતાના સાસરે ગયો. સસરા પાસેથી થોડું ધન મેળવીને પરદેશમાં વેપાર કરવા આગળ વધ્યો. ધનની ઈચ્છા જેને પેદા થાય, તે વ્યક્તિ ધન મેળવવા શું શું ન કરે? ચારુદત્ત પણ ધન મેળવવા હવે પાગલ બન્યો. તે માટે વહાણ માર્ગે દરિયામાં આગળ વધ્યો. પણ તેના નસીબ હજુ ય અવળચંડા હતા. પાપોના પોટલા બાંધનાર એમ તો સુખ શી રીતે પામે? બાવળીયાના બી વાવનારાને કેરીના રસ ચાખવા થોડા મળે? તેણે તો બાવળના કાંટાના દુઃખ સત્યે જ છૂટકો. દરિયામાં તોફાન જાગ્યું. વહાણ તુટ્યું. બચવા માટે તે વલખાં મારવા લાગ્યો. હજુ ઘણું હેરાન થવાનું બાકી હશે તેથી મોત ન આવ્યું. હાથમાં પાટીયું આવી ગયું. તેના રી છે. ૩૫ કે વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ : 'કયા કલાક.. હાળા , , , , Page #39 -------------------------------------------------------------------------- ________________ સહારે કેટલાક દિવસે કિનારે પહોંચ્યો. રઝળતો રઝળતો મામાના ઘરે પહોંચ્યો. શરીર નંખાઈ ગયું હતું. થાક ભયાનક હતો. અનેક ઉપચારો પછી સાજા થઈને, મામા પાસેથી થોડું ધન મેળવીને વેપાર કરવા તે આગળ વધ્યો. પણ, નસીબ બે ડગલાં આગળ હતું. રસ્તામાં લુંટારાઓ મળ્યા. તેમણે તેને પકડ્યો. ભયાનક માર માર્યો. તેની પાસેથી બધું ધન લૂંટી લીધું. રસ્તે રઝળતો ભિખારી બનાવી દીધો. ભિખારી બનેલો તે રીબાતો ને પીડાતો આમ તેમ આથડી રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેને આશ્વાસન રૂપ એક યોગી મળ્યો. યોગિપુરુષને મળતાં જ ચારુદત્તના આનંદનો પાર ન રહ્યો. હાશ! હવે મને કાંઈક શાંતિ મળશે. સુખના દર્શન થશે. તેવી આશાએ તે યોગીના ચરણોમાં ઝુકી ગયો. પોતાની વીતકકથા કહી. યોગીની બરોબર સેવા કરવા લાગ્યો. તેને પ્રસન્ન કરવા માટેના પ્રયત્નો કરવા લાગ્યો. પોતાને સુખી કરવાની વિનંતિ કરવા લાગ્યો. યોગીએ કહ્યું, “મારી પાસે તો કાંઈ નથી. પણ સાહસથી બધી સફળતા મળે છે. બોલ, તું સાહસ કરીશ? જો દૂર દૂર પેલો ડુંગર દેખાય છે ને? તેની પાછળ એક કુવો છે. તે કુવામાં સુવર્ણરસ ઝર્યા કરે છે. તું ઈચ્છે તો હું તને માંચીમાં બેસાડીને કુવામાં ઉતારું. કુવામાં ઉતરેલાં તારે આ કૂપિકા સુવર્ણરસથી ભરી દેવાની. સુવર્ણરસની તે કૂપિકામાંથી અડધો રસ તારે લેવાનો. તેનાથી તારું દારિદ્રય દૂર થઈ જશે. બાકીના અડધા રસમાંથી હું પરોપકારના કાર્યો કરીશ.' પણ સાંભળ! આ કાર્ય તું માને તેટલું સહેલું નથી. અહીંથી પેલા ડુંગર પાસે જવાનો માર્ગ ખૂબ વિકટ છે. પગમાં ઘણા કાંટા ભોંકાશે. ઉઝરડા પડશે. લોહી નીકળશે. ત્યાં પહોંચ્યા પછી પણ ડુંગરો ચઢીને પેલે પાર પહોંચવું તો ઘણું જ કઠીન છે. કદાચ આપણે બંને ત્યાં પહોંચી પણ જઈએ તો ય કૂવામાં ઉતરવું બહુ ત્રાસદાયક છે. સતત ભયભીત અવસ્થા અનુભવવી પડે. અંદર ઉતર્યા પછી ય નિર્ભયપણે રસ ભરવો ખૂબ મુશ્કેલ છે. આ બધું ય કર્યા પછી, તે રસને સાચવીને કુવામાંથી બહાર આવવું સૌથી મુશ્કેલ કાર્ય છે. શું તું આ કાર્ય કરી શકીશ? તારી બધી ઈચ્છા પૂર્ણ કરવાનો મને તો આ જ રસ્તો જણાય છે.” ધનના લોભમાં પાગલ બનેલો માનવ કયા કયા કાર્યો કરવા તૈયાર નથી થતો? ગમે તેટલો ભોગ આપવા તૈયાર થયેલા તે ચારુદત્તે હા પાડતાંની સાથે યોગિએ તેની સાથે પ્રયાણ આદર્યું. ઘણી મુશ્કેલીઓ વટાવીને તેઓ ત્યાં પહોંચ્યા. સાવધાનીપૂર્વક ચારુદત્ત વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ કુવામાં ઉતર્યો. શ્વાસ લેવો પણ મુશ્કેલ પડે, તેવી ભયાનક દુર્ગધીવાળા કુવામાં નિર્ભય બનીને તેણે કૂપિકા સુવર્ણરસથી ભરી. યોગીએ તેની માંચીને દોરડાથી ઊપર ખેંચવા માંડી. માંચી ઉપર આવી એટલે ચારુદત્તને બહાર લાવતાં પહેલાં યોગીએ રસની કૂંપી માંગી. જેવી રસની કૂંપી યોગીના હાથમાં આવી કે તરત જ યોગીએ દોરડું છોડી દીધું. ધબાક કરતો ચારુદત્ત કુવામાં પડ્યો. નિર્દય ને નિષ્ફર બનીને યોગી સુવર્ણરસ લઈને ચાલતો થયો. ધનના લોભમાં પાગલ બનેલાં ચારુદત્તની હાલત કફોડી થઈ ગઈ. કુવામાં પડ્યો છતાં મર્યો નહિ. પૂર્વે બાંધેલા ઘણા કર્મો હજુ ભોગવવાના બાકી હોય તો મોત ઈચ્છો તો ય ના મળે. હાડકાં ખોખરા થઈ ગયા. અંધારા કૂવામાં કરવું શું? હવે બહાર પણ શી રીતે નીકળવું? ચારેબાજુ ભયાનક દુર્ગધ વછૂટતી હતી. કૂવામાંથી બહાર નહિ નીકળાય તો આખી જીંદગી અહીં શી રીતે વીતાવાશે? તેના મનમાં ભાવિ માટેના અનેક પ્રશ્નો ખડાં થઈ ગયા.. પણ ત્યાં તો તેને કોઈ માણસના કણસવાનો અવાજ સંભળાયો. તરત જ બાજુમાં પડેલાં કણસતાં માણસને તેણે નવકારમંત્ર સંભળાવવાના શરૂ કર્યા. પિતાએ આપેલી છેલ્લી શીખ તેને બરોબર યાદ આવી. નવકારમંત્ર સાંભળવા મળતાં, તે કણસતા માણસે કહ્યું. ભાઈ ! તમારી મારા પ્રત્યેની લાગણી જાણીને આનંદ. તમારો ઉપકાર નહિ ભૂલું. પણ સાંભળો! આ કુવાનો રસ પીવા માટે કોઈ કોઈ વાર એક મોટી ઘો આવે છે. સાહસથી જો તેનું પૂંછડું પકડી લેવામાં આવે તો બહાર જતી તેની સાથે તું પણ બહાર નીકળી શકે. હું તો ન નીકળી શક્યો પણ તું સાહસ કરીને પૂંછડું પકડવાનું ચૂકતો નહિ. અહીંથી બહાર નીકળવાનો આ એક જ રસ્તો છે.” ચારુદતે તે વાત સ્વીકારીને નવકાર સંભળાવવાનું ચાલુ રાખ્યું. નવકાર સાંભળતાં સાંભળતાં જ તે માણસ મૃત્યુ પામ્યો. ગર્ભાવાસ જેવા અંધકારમય અને દુર્ગધમય આ કુવામાં ચારુદત્ત નવકાર ગણી -ગણીને સમય પસાર કરવા લાગ્યો. તે સિવાય બીજું કાંઈ કરી શકે તેમ પણ તે ક્યાં હતો? ભાવિ અનિશ્ચિત હતું. કૂવામાંથી નીકળવા મળશે કે પછી આયુષ્ય આ કુવામાં જ પૂરું કરવું પડશે? તે મોટો પ્રશ્ન હતો. વળી કુવામાં ખાવા – પીવાનું તો-કાંઈ જ નહોતું. અરે! લેવા માટે ચોખ્ખી હવા પણ ક્યાં હતી? મરવાના વાંકે તે જીવી રહ્યો હતો. છેવટે ત્રીજા દિવસે સાંજે એક મહાકાય ઘો ત્યાં આવી. ચારુદત્તે સાવધાનીપૂર્વક તેનું પૂંછડું પકડી લીધું. કુવાની દિવાલે ઘસડાતો - છોલાતો - પડી ન જવાય તેની wા ૩૭ વ્રત ધરી ગુરુ સાખ-ભાગ - ૨ Page #41 -------------------------------------------------------------------------- ________________ ધાસ્તીવાળો ચારુદત્ત મહાકષ્ટ કુવામાંથી બહાર નીકળ્યો. બહાર નીકળ્યા પછી પણ અથડાતો – કુટાતો - ભુખે - તરસે હેરાન થતો ઘણા સમયે તે મામાના ઘરે પાછો ફર્યો. ધન કમાવા નીકળેલાં તેની કફોડી હાલતની વાત જાણીને બધાને દુઃખ થયું. બધાએ તેને આશ્વાસન આપ્યું. થોડો સમય પસાર થયો. એકવાર મામાના દીકરા રુદ્રદત્તે ચારુદત્તને કહ્યું, “આમને આમ બેસી રહેવાથી શું ચાલે ? ધન કમાયા વિનાના માનવજીવનની શી કિંમત ? ધન વિના જીવન પૂરું થવા આવ્યું અને એક દિવસ પૂરું થઈ પણ જશે. તેના કરતાં ચાલો... આપણે મરતાં પહેલાં પુષ્કળ ધન કમાઈ લઈએ. સહેલાઈથી ધનવાન થવાનો કીમીયો મારી પાસે છે. તું અને હું; આપણે બંને ન્યાલ થઈ જાશું.” ધનનો લાલચુ માણસ ધન મેળવવા ક્યાં ક્યાં ન જાય? શું શું વિડંબણા ન ભોગવે? કયો ત્રાસન અનુભવે? આટ-આટલા કડવા અનુભવો થવા છતાં ય ધનના લોભના પ્રસારથી દબાયેલો ચારુદત્ત ફરી તૈયાર થઈ ગયો. રુદ્રદત્તે બે મોટાં ઘેટાં ઉપર ખાવા-પીવાની સામગ્રીઓ લઈને ચારુદત્ત સાથે સુવર્ણદ્વીપ તરફ પ્રયાણ આદર્યું. સમુદ્ર કિનારે પહોંચીને તેણે ચારુદત્તને કહ્યું, “સાંભળ, હવે આપણે આ ઘેટાંઓની ચામડી ઉતારવાની છે. પછી ચામડીનો લોહીવાળો ભાગ બહાર રાખીને બે મશક બનાવવાની. તેમાં આપણે બંને જણે બેસી જવાનું. ભારંડપક્ષીઓ આવશે. માંસના પીંડ સમજીને આપણને ઉપાડીને સુવર્ણદ્વીપ પહોંચાડશે. સુવર્ણદ્વીપ પહોંચીને ત્યાંથી આપણે અઢળક સોનું લાવીશું. નીચે પડી ન જવાય તેની કાળજી રાખીને, નિર્ભયપણે જવાનું. વચ્ચે હલન ચલન કરવાનું નહિ. સમજી ગયો?” ચાસદને કહ્યું, “તારી બધી વાત સમજી ગયો. પણ આપણાથી આ ઘેટાંનો વધ કેમ થાય?” તે હજુ આગળ બોલે તે પહેલાં જ રુદ્રદત્તે તલવારનો ઘા ઘેટાં ઉપર મારીને કહ્યું, “વેદીયા! જો આ રીતે વધ થાય.”બિચારો ઘેટો તો તરફડીને ત્યાં જ ખલાસ થઈ ગયો. બીજો ઘેટો અને ચારુદત્ત સમજી ગયા કે હવે શું થશે? ચારુદત્તે તો તરત જ બીજા ઘેટાંને નવકાર સંભળાવવા શરૂ કર્યા. અનશન પણ કરાવી દીધું. એટલીવારમાં તો રુદ્રદત્તે તે બીજા ઘેટાંને પણ ખતમ કરી નાંખ્યો. ચામડી જુદી કરી. તેની મશક બનાવીને બે ય અંદર બેઠાં. ભારંડપક્ષીનું ટોળું આવ્યું. બે ય મશકને ઊંચકીને સુવર્ણદ્વીપ તરફ આગળ વધ્યા. થોડે ગયા પછી સામેથી ભારંડપક્ષીનું બીજું એક ટોળું આવ્યું. મશકને માંસ સમજીને, તેને પડાવી લેવા બે ટોળાં વચ્ચે યુદ્ધ આરંભાયું. ચારુદત્તવાળી મશક નીચે વ્રત ધારીયે ગુરુ સાબ-ભાગ-૨ ) Page #42 -------------------------------------------------------------------------- ________________ સરોવર કિનારે પડી. માંડ માંડ ચારુદત્ત તેમાંથી બહાર નીકળ્યો. ન તો સુવર્ણદ્વીપ પહોંચાયું કે ન તો સુવર્ણના ઢગલાં મળ્યા ! માત્ર ક્લેશ અને દુ:ખોના ઢગલા સિવાય કાંઈ ન મળ્યું. દુઃખી થયેલો તે આમથી તેમ ભટકવા લાગ્યો. ભયાનક જંગલમાં આમ - તેમ રખડતાં તેને એકવાર કોઈ ચારણમુનિ મળી ગયા. તરત જ તેણે તે મુનિનું શરણું લીધું. વારંવાર વંદના કરીને પોતાના દુઃખને તે રડવા લાગ્યો. દુઃખી માણસ બીજું કરે પણ શું? તેની વીતકકથા સાંભળીને મુનિએ કહ્યું, “ભાઈ ! આ બધું તો લોભનું પરિણામ છે. જો ધનનો લોભન કર્યો હોત તો તારી આવી દુઃખમય હાલત ન થાત. ખેર ! જે બનવાનું હતું તે બન્યું. પણ હવે તને લાગે છે ને કે આ લોભને નાથવો જોઈએ? જો લોભને નાથવો હોય તો દિશાપરિમાણ વ્રતથી નાથી શકાય છે. આ વ્રત લેવાથી તને શાંતિ મળે તેમ છે. મુનિની પ્રેરણા ઝીલીને ચાદરે તરત જ તે વ્રત શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લીધું. : એટલામાં તો આકાશમાથીદેવે આવીને પ્રથમ ચારુદત્તને અને પછી પેલા મુનિને વંદન કર્યું. તે સમયે બે વિદ્યાધરો પણ અચાનક ત્યાં આવી ચડ્યા. મુનિવરનો અવિનય થતો જોઈને તેઓ ચમક્યા. તેમણે કહ્યું, “હે દેવ!તમારા વિવેકમાં કાંઈ કહેવાપણું હોય નહિ, છતાંય આ ગૃહસ્થને તમે પહેલાં કેમ નમ્યા? અમને આ વાત ન સમજાઈ.” દેવે કહ્યું, “પૂર્વે હું પિપ્પલાદ નામનો એક ઋષિ હતો. હિંસામય યજ્ઞ અને પાપમય શસ્ત્રોનો પ્રચાર કરીને નરક ગયો. નરકાયુ પૂર્ણ કરીને પાંચ ભવ સુધી તો મારા ઘેટા - બકરા તરીકેના અવતારો થયા અને યજ્ઞમાં હોમાયો. છઠ્ઠાભવે પણ ઘેટો થઈ અકાળે હણાયો. પણ તે વખતે આ મારા ધર્મદાતા ગુરુએ (ચારુદતે) મરતાં મને નવકાર સંભળાવ્યા અને અનશન કરાવ્યું. તેના પ્રભાવથી હું દેવ બન્યો. અવધિજ્ઞાનથી આ બધું જાણીને મારા ઉપકારી આ ગુરુને વંદન કરવા તથા નવકારનો મહિમા કહેવા હું અહીં આવ્યો છું. આ ગૃહસ્થ હોવા છતાં ય તેમનો મારી ઉપર ઘણો ઉપકાર હોવાથી મેં તેમને પહેલાં વંદન કર્યા અને મહાદયાળુ આ મુનિવરને પછી વંદના કરી. આ વાત જાણીને ચારુદત્તને પણ વૈરાગ્ય થયો. છેલ્લે દીક્ષા લઈ, તપ કરીને તેણે આત્મકલ્યાણ સાધ્યું. જેમ ચારુદત્ત વ્રતાદિન પામ્યો ત્યાં સુધી અનેક વિકટ અને ભયાનક સ્થાનોમાં ભટકી-ભટકીને દુઃખ પામ્યો, તેમ જેઓ દિશા પરિમાણવ્રત લેતાં નથી તેઓ લોભપરગ્રહ વગેરેની પીડા પામતા રહેશે. સતત ત્રાસ અનુભવશે. તેમાંથી બચવા આ છઠ્ઠ દિશી પરિમાણ વ્રત લઈને બરોબર પાળવું જોઈએ. કરી ૩૯ : વ્રત ધારીયે ગુરુ સાબ-ભાગ- ૨ કપ Page #43 -------------------------------------------------------------------------- ________________ (૫) જીવન જીવીએ વિવેક ધરી (૭) ભોગોપભોગ પરિમાણ વ્રત ઃ ભોગ અને ઉપભોગ માટેના પદાર્થોનું સ્વશક્તિ પ્રમાણે સંખ્યાદિ રૂપે પ્રમાણ નક્કી કરવું તે ભોગોપભોગપરિમાણ વ્રત નામનું બીજું ગુણવ્રત અને સાતમું વ્રત છે. ભોગ ઃ જે પદાર્થનો એક જ વાર ઉપયોગ કરી શકાય, એક વાર ભોગવ્યા પછી જે બીજી વાર ભોગવવા કામ ન લાગે તે પદાર્થને ભોગ કહેવાય. ભોજન, પાણી, ફૂલ, વિલેપન, અત્તર - સેંટ વગેરે પરફ્યુમ, પાન વગરે પદાર્થોને ભોગ્ય કહેવાય, કારણકે એકવાર તેમનો ઉપયોગ કર્યાં પછી ફરીથી તેમનો ભોગવટો થઈ શક્તો નથી. ઉપભોગ : જે પદાર્થોના એકવાર ઉપયોગ કર્યાં પછી પણ બીજી-ત્રીજી વાર ઉપયોગ કરી શકાય, વારંવાર ભોગવવા કામ લાગે તે પદાર્થોને ઉપભોગ્ય પદાર્થો કહેવાય. ઘરેણાં, વસ્ત્ર, ઘર, સ્ત્રી, પલંગ, ફર્નીચર, વાહનો વગેરે પદાર્થોનો વારંવાર ભોગવટો કરી શકાય છે તે પદાર્થોને ઉપભોગ્ય પદાર્થો કહેવાય છે. આવા ભોગ અને ઉપભોગ માટેના પદાર્થો તો વિશ્વમાં ઘણા બધા છે. તે બધાનો ઉપયોગ તો દરેક વ્યકિત કરી શકે તેમ છે જ નહિ. પરંતુ તેના મનમાં આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાની જે ઈચ્છા પડેલી છે, તે પુષ્કળ પાપકર્મો બંધાવે છે. આવા વગર ફોગટના પાપકર્મો શા માટે બાંધવા ? તેના કરતાં જરૂરિયાત પ્રમાણે ભોગ - ઉપભોગના પદાર્થાની સંખ્યા વગેરેનું પ્રમાણ નક્કી કરીને, તે સિવાયના તમામ પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ. મહામૂલું માનજીવન અને સર્વજીવહિતકર જૈનશાસન પ્રાપ્ત કર્યાં પછી હકીકતમાં તો સર્વવિરતિ (મુનિ) જીવન જ સ્વીકારવું જોઈએ. સંયમજીવન સ્વીકાર્યાં વિના આત્મોદ્ધાર શક્ય નથી. પણ જો હાલ સંયમજીવન ન જ સ્વીકારી શકાય તેમ હોય તો સંસારમાં રહેવા દરમ્યાન પણ શક્યતઃ વધુ સાધુ જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી જીવન જીવવા જો ભોજન જરૂરી છે તો ખાવા - પીવા માટે નિષ્પાપ આહાર, પાણી વગેરે પદાર્થો વાપરવા જોઈએ. જીવન જીવવા આજીવિકાની જરૂર છે તો તે આજીવિકા પણ પ્રાયઃ નિષ્પાપ વ્યાપારાદિથી કરવી જોઈએ. એટલેકે શ્રાવકે ઉત્સર્ગ માર્ગે (શક્ય હોય ત્યાં સુધી) તો નિર્જીવ (અચિત્ત) અને નિવદ્ય (આરંભ – સમારંભ રહિતના) આહારાદિ મેળવવા ૪૦ ૪ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. સાધુની જેમ પોતાના માટે બનાવેલી વસ્તુઓ ન વાપરવી જોઈએ. તે જો શક્ય ન બને તો સજીવ (સચિત્ત) વસ્તુઓનો તો ખાવા – પીવામાં ત્યાગ કરવો જ જોઈએ. તે પણ જેમના માટે શક્ય ન હોય તેમણે છેવટે જે પદાર્થો વા૫૨વામાં પુષ્કળ જીવોની હિંસા છે; તેવા માંસ મદિરા, માખણ, મધ વગેરે ચાર મહાવિગઈ, ૩૨ પ્રકારના અનંતકાય, રાત્રિભોજન વગેરે ૨૨ પ્રકારના અભક્ષ્યોનો તો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. મહાહિંસાજન્ય ઉપરોક્ત પદાર્થોનો ત્યાગ કરવા સાથે બીજા જે કોઈ સચિત્ત પદાર્થોનો ઉપયોગ કરવો જ પડે તેમ હોય તે પદાર્થોનો પણ શક્યતઃ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. તે માટે તેની સંખ્યા વગેરેનું પ્રમાણ નક્કી કરવું જોઈએ. . વળી, પર્વ – મહોત્સવ વગેરે પ્રસંગો વિના, આભૂષણો વગેરે ઉપભોગના જે પદાર્થોમાં અત્યંત આસક્તિ - ઉન્માદ વગેરે પેદા થાય છે તે આભૂષણોનો તથા જે પદાર્થોનો ઉપભોગ કરવાથી મનુષ્યોમાં આપણી હલકાઈ થાય તેમ હોય તે પદાર્થોનો પણ ત્યાગ કરવો જોઈએ. ઉદ્ભટ્ટ વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. બહુ જાડા, બહુ ટૂંકા, બહુ કાણાં કે ફાટેલાં વસ્રો વાપરવાથી થતું તદ્ન સામાન્ય વેશધારીપણું, ખરાબ વસ્ત્રધારીપણું, કંજુસાઈ વગેરે સમાજમાં નિંદા-ટીકા કે હાંસીનું કારણ બને છે, માટે તેના વસ્રો ન પહેરતા પોતાની ઉંમર, અવસ્થા, સંપત્તિ, માન-મોભો, રહેઠાણ, કુળની ખાનદાની, મર્યાદા તથા જે તે કાળને અનુરૂપ વસ્ત્રો પહેરવા જોઈએ. આવા ઉચિત વેશનું પણ યોગ્ય પ્રમાણ નક્કી કરવું જોઈએ. ભોગ અને ઉપભોગના પદાર્થોનું પ્રમાણ નક્કી કરવાની સાથે શ્રાવકે તે ભોગ અને ઉપભોગના પદાર્થો પ્રાપ્ત કરવાનાર ધનને પણ અનુચિત રીતે ન જ મેળવવું જોઈએ તે માટે નિરવઘ ધંધા કરવા જોઈએ. એટલે કે આરંભ - સમારંભવાળા વ્યાપારધંધાઓને ત્યાગવા જોઈએ. તેમ કરવાથી જો જીવન – નિર્વાહ મુશ્કેલ થતો હોય તો છેવટે જે ધંધા - વ્યાપારમાં પુષ્કળ આરંભ - સમારંભ થતો હોય, પુષ્કળ કર્મો બંધાતા હોય તેવા વ્યાપારોનો તથા વિવેકી મનુષ્યોમાં જે ધંધા - વ્યાપારો નિંદનીય ગણાતાં હોય તેવા ધંધા વગેરેનો તો અવશ્ય ત્યાગ કરવો જ જોઈએ. - ટૂંકમાં આ સાતમુ વ્રત એમ જણાવે છે કે, જીવન જીવવા માટે અતિશય અનિવાર્ય પદાર્થોનું પણ પ્રમાણ નક્કી કરી દઈને બાકીની વસ્તુઓનો ત્યાગ કરી લેવો જોઈએ. ખાંડ ૪૧ કર વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #45 -------------------------------------------------------------------------- ________________ જે પદાર્થો ખરેખર જરૂરી નથી, જેના વિના પણ જીવનનો નિર્વાહ થઈ શકે છે. જે પદાર્થો વાપરવામાં પુષ્કળ જીવોની હિંસા છે. તેવા ત્યાગવા યોગ્ય ૨૨ પ્રકારના પદાર્થો બાવીસ અભક્ષ્યો તરીકે પ્રચલિત છે. તે ૨૨ અભક્ષ્યોની વિસ્તારથી વિચારણાં ઘેર બેઠાં તત્ત્વજ્ઞાન (પ્રદીપ)ના જીવનસૌંદર્ય વિષયમાં આપણે કરી ગયા છીએ. વિશેષ જાણકારી મેળવવાની ભાવનાવાળાએ તે ત્યાંથી જીણી લેવું. વળી તે જ વિષય "શ્રાવક જન તો તેને રે કહીએ - ભાગ -૨" માં પણ રજુ થયો છે, તો તે પુસ્તક મેળવીને માહિતી મેળવી લેવી. છતાં અહીં તે સંબંધિત કેટલીક વિશેષ માહિતી વિચારીશું. તેજ રીતે જીવન જીવવા માટે જે પદાર્થો જરૂરી હોય, ઓછી હિસાં જન્ય હોય તે પદાર્થોનું પરિમાણ નક્કી કરવા રોજ ચૌદ નિયમો ધારવાના હોય છે. તે ચૌદ નિયમોની વિસ્તારથી વિચારણા પણ આપણે કરીશું. ત્યાગવા યોગ્ય બાવીસ અભણ્યો પાંચ ફળો (૧) ઉદુંબર (૨) વડ (૩) પીંપળો (૪) પ્લેક્ષ (૫) કાલેબર ચાર મહાવિગઈઓ (૬) મધ (૭) મદિરા (૮) માંસ (૯) માખણ (૧૦) હિમ (૧૧) કરા (૧૨) ઝેર (૧૩) માટી (૧૪) રાત્રિભોજન (૧૫) બહુબીજ (૧૬) અનંતકાય (૧૭) બોળ અથાણું (૧૮) વિદળ (૧૯) રીંગણ (૨૦) અજાણ્યાફળ (૨૧) તુચ્છ ફળ (૨૨) ચલિત રસ (૧) ઉદુંબર વગેરે પાંચ ફળો : (૧) વડ (૨) પીપળો તથા પારસ પીપળો (૩) પ્લેક્ષ (પીપળાની જાતનું વૃક્ષ) (૪) ઉદુંબર (ગુલર) અને (૫) કાલુંબર, આ પાંચે વૃક્ષોના ટેટાંઓ (ફળો) ખવાય નહિ, કારણકે આ પાંચમાં મચ્છરના આકારના અતિ સૂક્ષ્મ ઘણા ત્રસજીવો હોય છે. તેમાનો કોઈ જીવ જો આ ફલો ખાનારના પેટમાં પ્રવેશ કરી જાય તો ખાનાર વ્યક્તિનું અકાળે મોત પણ થઈ શકે છે. જે ફળો ખાવાથી ભુખ તો દૂર થતી નથી પણ પુષ્કળ જીવોનો બિનજરૂરી સંહાર થાય છે, ક્યારેક પોતાનું પણ મોત થાય છે, તેવા આ પાંચે ફળોનો ત્યાગ કરી દેવો જોઈએ. (૬ થી ૯) ચાર મહાવિગઈઓઃ મધ, માખણ, માંસ અને મદિરા, આ ચારેય પદાર્થો પુષ્કળ વિકારો પેદા કરનારા હોવાથી મહાવિગઈ કહેવાય છે. બધા ધર્મોના શિષ્ટપુરુષોએ ચારે પદાર્થોને ત્યાગવા યોગ્ય કહ્યા છે, કારણકે તેમાં તે જ રંગના અનેક બધા ૪૨ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ-૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ ત્રસાદિ સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે. મદિરા (દારૂ) અતિ જડતા, કલહ, કજીયા, નિંદા, પરાભવ, હાંસી, રોષ, નશો વગેરે અનેક દોષોનું કારણ હોવાથી ત્યાગવા જેવો છે. તે લજ્જા, લક્ષ્મી, બુદ્ધિ અને ધર્મોનો નાશ કરે છે. દારુ પીનારાનો વિવેક ખતમ થઈ જાય છે. માતા, બહેન, પત્ની, દીકરી વગરેના વિવેકને તે ચૂકી જાય છે. વગર વિચાર્યું અનુચિત વર્તન વ્યવહાર તથા શબ્દોના પ્રલાપો કરે છે. દીવાસળીના ટોપચાં ઉપર રહેલા થોડા ગંધકથી જેમ ક્ષણવારમાં રૂની ગંજીઓ બળી બળીને ખાખ થઈ જાય છે તેમ દારુ પીતા જ સંયમ, વિવેક, જ્ઞાન, સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા વગેરે ગુણો ક્ષણવારમાં નષ્ટ થાય છે. દારુના નુક્શાનો અપરંપાર છે. શ્રી કૃષ્ણના પુત્રો શાંબ વગેરેએ દારુ પીધો તો તેના કારણે સમગ્ર યાદવકુળનો નાશ થયો અને દ્વારિકા નગરી બળી, તે વાત તો જાણો છો ને? કાંઈક આવો પ્રસંગ જાણવા મળે છે. એકવાર પરમાત્મા નેમિનાથ ભગવાનને શ્રીકૃષ્ણ પૂછ્યું, "ભગવંત! આ મારી દ્વારિકા નગરી કાયમ ટકશે ને? - ભગવંતઃ "કૃષ્ણ! દ્વારિકા નગરી શાશ્વત નથી. જે ઉત્પન્ન થાય છે તે નાશ પણ પામે છે. દ્વારિકા નગરીનો પણ એક દિન નાશ થવાનો છે." શ્રીકૃષ્ણઃ "હે ભગવંત! મારી આ દ્વારિકાનગરીનો નાશ શેનાથી થશે? ભગવંતઃ "દાથી" આ સાંભળીને શ્રી કૃષ્ણ પોતાની સમગ્ર નગરીમાંથી દારુ કઢાવી દીધો. પણ ભવિતવ્યતા કાંઈક જુદી હતી. તેની સામે કોનું ચાલે છે કે શ્રીકૃષ્ણનું ચાલે? નગરીમાંથી દારુ બહાર કઢાવ્યો તો ય દ્વારિકાનગરીના નાશમાં દારુ કારણ બન્યો જ. એકવાર શાંબ – પ્રદ્યુમ્ન વગેરે શ્રીકૃષ્ણના પુત્રો નગરીની બહાર દૂરના વનમાં ગયા. ત્યાં દારુ જોઈને તેમને તલપ જાગી. તેઓ રહી ન શક્યા. દારુ પીધો. પરિણામે તેમને નશો ચડ્યો. મદોન્મત્ત બનેલા તેમણે ત્યાં વનમાં રહેલાં દ્વેપાયન નામના ઋષિને બાંધ્યા અને ખૂબ માર્યા. પરેશાન થયેલાં તે ઋષિએ તરત જ નિયાણું કર્યું કે "હું યાદવો તથા તેના નગરનો દાહક થાઉં." આ સમાચાર મળતા જ શ્રીકૃષ્ણ અને બલરામ ત્યાં આવ્યા. ઘણું સમજાવ્યા. ઋષિએ કહ્યું "તમને બેને બચાવીશ પણ તે સિવાયના બધાને તો હણીશ જ. ઘણું સમજાવવા છતાં ય દ્વેપાયન ઋષીએ પોતાનો નિર્ણય ન બદલ્યો. મૃત્યુ પામ્યા પછી તે અગ્નિકુમાર દેવ થયો. દ્વારિકાનગરીને બાળી નાંખવા આવ્યો. પણ ૪૩ વ્રત ધરી ગુરુ સાબ-ભાગ-૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા નેમિનાથ ભગવાનના સૂચન મુજબ બધા નગરવાસીઓ આયંબીલના તપ તથા લોગસ્સનો કાઉસ્સગ્નમાં લીન બન્યા. પરિણામે તે દેવ દ્વારિકાનગરીને બાળી શકતો નહોતો. પણ ૧૨ વર્ષ બાદ, પ્રજાને એમ લાગ્યું કે હવે તો તે દેવ થાકીને જતો રહ્યો હશે. બહુ તપ - જપ કર્યા હવે શું જરૂર છે? કોઈ લૌકિકપર્વ પ્રસંગે આયંબિલતપ બંધ થયો. રાહ જોઈને રહેલા દ્વૈપાયને તરત જ તે તક ઝડપી લીધી. સમગ્ર દ્વારિકા નગરીને તથા તેના નગરજનોને બાળી નાંખ્યા. શ્રીકૃષ્ણ – બલરામને બચાવી લીધા. આ રીતે દારુએ સમગ્ર દ્વારિકાનગરીનો અને યાદવોના વંશનો નિર્ણાયક સંહાર કર્યો, તે જાણીને સત્વરે દારુનો કાયમ માટે ત્યાગ કરી દેવો જોઈએ. (૭) માંસઃ કાચા માંસ, પફવ માંસ, રંધાતા માંસ અને તેની પેશીઓમાં તેના જેવા વર્ણવાળા નીગોદીયા (લીલ-ફુગ આશ્રી) અનંતા જીવો નિરંતર ઉત્પન્ન થાય છે, તેવું માંસ કદી ખવાય નહિ. પંચેન્દ્રિય જીવોના વધથી થયેલું, દુગંધમય, સૂગ કરાવે તેવું અને અપવિત્ર હોવાથી માંસ ખવાય નહિ. આવું માંસ ખાનારો રાક્ષસ સમાન જણાય છે. માંસભક્ષણ રૂપી રાક્ષસકાર્ય આલોકમાં રોગનું અને પરલોકમાં દુર્ગતિનું મૂળ છે. જે માણસ સેંકડો કરમીયાથી વ્યાપ્ત પરુ - લોહી – ચરબી વગેરેથી મિશ્રિત માંસને ખાય છે તે પુરુષને કૂતરા કરતાં સારો શી રીતે ગણી શકાય? (૮) મધઃ અનેક જીવોના નાશથી ઉત્પન્ન થયેલું, જુગુપ્સનીય, જોવું પણ ન ગમે તેવું, અનેક જીવોનાં મોઢાના થુંક રૂપ મધને ખાવાની ઈચ્છા પણ શી રીતે કરાય? પુરાણમાં તો કહ્યું છે કે, “સાત ગામ બાળવાથી જે પાપ લાગે તે પાપ મધનું એક ટીપું ખાવાથી લાગે છે.” દવાની સાથે પણ મધ ન લેવાય. જે દવાઓ મધ સાથે જ લેવી જરૂરી હોય તે દવાઓને પણ મુરબ્બા વગેરે અથાણાની ચાસણી કે ઘી - સાકર સાથે લઈ શકાય છે. તેથી દવા માટે પણ મધ લેવાની જરૂર નથી. (૯) માખણ માખણમાં તેના જેવા જ વર્ણવાળા સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે. છાશ વલોવતા, તેના ઉપર આવતું માખણ છાશની સાથે જ ખાવામાં આવે તો વાત જુદી, બાકી છાશથી જુદું પડે તો તેમાં જીવોની ઉત્પત્તિ થાય છે. સેન્ડવીચ વગેરેમાં જે બટર (માખણ) આવે છે, તે તો ડેરીમાં ઘણાં દિવસોનું ભેગું કરેલું હોય છે. તેમાં પુષ્કળ જીવો ઉત્પન્ન થઈ ગયા હોય છે માટે તેનો સત્વરે ત્યાગ કરી દેવો જોઈએ. ૪૪ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ (૧૦) હિમ - બરફઃ બરફમાં પાણીના અસંખ્યાતા જીવો હોય છે. બરફ તો માત્ર લાલસા પોષવા ખવાય છે. જીવન જીવવા માટે ઠંડાપીણા, આઈસ્ક્રીમ વગેરેની કોઈ જ આવશ્યકતા નથી. પુષ્કળ જીવોની હિંસા કરનાર બરફનો ત્યાગ કરવો જોઈએ. બરફ ગોળા, આઈસ્ક્રીમ, ઠંડા પીણા વગેરે બધાનો ત્યાગ કરવો. (૧૧) કરા : વરસાદ વખતે ક્યારેક બરફના જે ટુકડાઓ પડે છે, તે કરા કહેવાય. તે પણ અપકાય જીવોના સમૂહ રૂપ હોવાથી ત્યાગવા. જેમ બરફ અને કરા અસંખ્યાતા અપૂકાય જીવોના સમૂહ રૂપ હોવાથી અભક્ષ્ય છે, ન ખવાય તો કાચું પાણી પણ અસંખ્યતા અપૂકાય જીવોના સમૂહ રૂપ છે. તેથી તે પણ શી રીતે પીવાય? છતાં પાણી વિના જીવનનો નિર્વાહ થઈ શક્તો નથી. માટે તેને અભક્ષ્ય ગણેલ નથી. છતાં હિંસાથી બચવા તેમાં પણ વિવેક રાખવો જરૂરી છે. જીવનનિર્વાહ માટે અનિવાર્ય હોય તેટલું જ પાણી વાપરવું જોઈએ. ઘીની જેમ વાપરવું જોઈએ. ગમે ત્યાં, ગમે તે રીતે, ગમે તેટલું પાણી ઢોળવું કે વેડફવું તે જરાય ઉચિત નથી. જ્યારે બરફ, કરા વગેરે તો જીવનનિર્વાહ માટે જરા ય જરૂરી નથી. તેથી તેમનો ઉપયોગ કરવાની જરા ય આવશ્યકતા નથી. તેથી તેમનો તો ત્યાગ જ કરી દેવો જોઈએ. (૧૨) ઝેરઃ અફીણ, સોમલ, વચ્છનાગ વગેરે તમામ પ્રકારના ઝેર અભક્ષ્ય છે. ઔષધ કે મંત્ર વગેરેથી મારી નાખેલું ઝેર પણ લેવાય નહિ કારણકે તે પેટમાં જતાં જ અંદર રહેલા કૃમિ વગેરે અનેક જીવોનો નાશ કરે છે. (૧૩) માટીઃ માટી દેડકાં વગેરે જીવોની યોનિ રૂપ છે. એટલે તે પેટમાં ગયા પછી દેડકા વગેરે જીવોની ઉત્પત્તિનું કારણ બને તો મરણ વગેરે મહાઅનર્થો થાય. ખડી, ગેરુ, હડતાલ વગેરે પણ એક પ્રકારની માટી છે. તેનો પણ ત્યાગ કરવો. તે વાપરવાથી આમવાત વગેરે રોગો થાય છે. ચુનો પણ ત્યાગવો. તે ખાવાથી આંતરડા સડે છે. કાચા મીઠામાં પણ અસંખ્યતા પૃથ્વીકાયના જીવો હોવાથી કાચું મીઠું ત્યાગવું. વાપરવું જ પડે તેમ હોય તો કાચું મીઠું ન વાપરવું પણ અચિત્ત (બલવણ) પાકું મીઠું વાપરવું. કાચા મીઠાને પાકું (બલવણ) બનાવવા માટે અગ્નિ વગેરે બલિષ્ઠ શસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ, તે સિવાય તે અચિત્ત બનવું મુશ્કેલ છે. કારણકે તેમાં અસંખ્યાતા પૃથ્વીકાયજીવો એવા સૂક્ષ્મ હોય છે કે તેને ગમે તેટલું ખાંડવાથી, દળવાથી કે વાટવાથી પણ તે અચિત થતું નથી. ભગવતી સૂત્રના ઓગણીસમા શતકના ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે, ક રી ફિ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ - Page #49 -------------------------------------------------------------------------- ________________ વજની શીલા (નીશાળ) ઉપર અલ્પ માત્ર પૃથ્વીકાય(મીઠા)ને મૂકીને તેને વજ્રના પથ્થર વડે એકવીસ વખત વાટવામાં આવે તો પણ તેમાં વચ્ચે કેટલાક એવા જીવો રહી જાય કે જેને એ નીશાળનો કે પથ્થરનો સ્પર્શ પણ ન થાય. (તો તે પીસાવાની તો વાત જ ક્યાં ?) કાચા મીઠાના જીવો બહુ સુક્ષ્મ હોવાથી વાટવા, દળવા કે કુટવા છતાં ય તે મીઠું અચિત્ત થતું નથી. માટે કુંભારના નિભાડામાં કે સુખડીયાની ભઠ્ઠીમાં, નીચે માટીના વાસણમાં મીઠાને સીલ કરીને રાખવાથી, તેના અગ્નિનો તાપ અત્યંત સખત હોવાથી, તે અચિત્ત થાય છે. આ રીતે અત્યંત અચિત્ત કરેલું મીઠું બે – ચાર વરસ સુધી તો અચિત્ત રહે છે. શ્રાવકો પોતાના ઘ૨માં દળેલા મીઠામાં, મીઠા કરતાં ડબલ પાણી નાંખીને, તેને ઉકાળીને, જેમ ખાંડની ચાસણી કરીને બુરુ - ખાંડ બનાવે છે, તેમ એકરસ બનાવી, ઠારીને જે અચિત્ત બલવણ બનાવે છે, તે મીઠું તત્કાળ તો અચિત્ત થાય છે, પણ પાણીના સંયોગથી ઉકળેલું હોવાથી બે - ચાર મહીના પછી સચિત્ત થવાનો સંભવ છે. તે સિવાય તાવડી વગેરેમાં શેકીને પણ કેટલાક લોકો મીઠાને અચિત્ત કરે છે, પણ તે બહુ શેકાઈને લાલ વર્ણવાળું બની જાય તો જ અચિત્ત સમજવું, માત્ર થોડુંક શેકાવાથી તો તે સચિત્ત (કાચું - જીવવાળું) ૨હેવાનો સંભવ છે. પૂ. વીરવિમલજી મ.સાહેબ કૃત સચિત્ત - અચિત્તની સજ્ઝાયમાં કહ્યું છે કે, "અચિત્ત - લવણ વર્ષા દિન સાત, સીયાલે દિન પન્નર વિખ્યાત; માસ દિવસ ઉન્હાલામાંહિ, આઘો રહે સચિત્ત તે હોહિ." તવી - તાવડીમાં શેકીને અચિત કરેલા મીઠાનો કાળ આ સજઝાયમાં જણાવ્યો લાગે છે; તે અનુસાર ચોમાસામાં સાત દિવસ, શિયાળામાં ૧૫ દિવસ અને ઉનાળામાં એક મહીના સુધી તે અચિત્ત રહેતું સમજાય છે. ત્યારપછી તે સચિત્ત ગણાય. શ્રાવક - શ્રાવિકાઓએ કાચા મીઠાનો તો અવશ્ય ત્યાગ કરી જ દેવો જોઈએ. બને ત્યાં સુધી દાળ – શાક વગેરેમાં પાછળથી ઉપર મીઠું લેવું જ નહિ. છતાં ય લેવું પડે તેમ હોય તો બલવણ (પાકું મીઠું) લેવું. પણ સીધે સીધુ કાચુ મીઠુ ભોજનમાં કે મુખમાં લેવું જોઈએ નહિ. (૧૪) રાત્રિભોજન : સૂર્યના પ્રકાશની ગેરહાજરીમાં પુષ્કળ પ્રમાણમાં સૂક્ષ્મજીવો પેદા થાય છે જે લાઈટના પ્રકાશમાં પણ આપણી આંખથી જોઈ શકાતા નથી. લાઈટનો પ્રકાશ તો બીજા ઘણા નવા જીવોને પણ પેદા કરવામાં સહાયક બને છે. ૪૬ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ તેથી લાઈટના પ્રકાશમાં પણ રાત્રે ન ખવાય. માત્ર જૈન ધર્મ જ નહિ, અન્ય ધર્મોએ પણ પોતાના શાસ્ત્રોમાં રાત્રિભોજનનો નિષેધ કરેલ છે. અરે! તેમણે તો રાત્રિભોજનને નરકનો નેશનલ હાઈવે કહ્યો છે. રાત્રે ખાવું તે માંસ ખાવા બરોબર અને રાત્રે પાણી પીવું તે લોહી પીવા બરોબર કહ્યું છે. ખરેખર તો સૂર્યાસ્તની બે ઘડી પૂર્વે જ ખાવા-પીવાનો ત્યાગ કરવો જોઈએ. સવારે સૂર્ય ઉગ્યા પછી બે ઘડી પૂર્ણ ન થાય ત્યાં સુધી તે ત્યાગ ચાલુ રાખવો જોઈએ. પૂજ્યપાદ ન્યાયવિશારદ, મહોપાધ્યાયજી યશોવિજયજી મ. સાહેબ સ્વકૃત "નિશાભક્તિ સ્વરુપતો દુષિતત્વવિચાર” પ્રકરણમાં જણાવે છે કે, “રાત્રિભોજન કરવામાં દેખિતી રીતે હિંસા થતી હોય કે ક્યારેક ન પણ થતી હોય તોય રાત્રે લાઈટ વગેરેના પ્રકાશમાં, જોઈને પણ ભોજન કરવા ઈચ્છો તો ય, ફળ – મેવા - મીઠાઈ વગેરે અસંસત પદાર્થો ખાવ તો ય, ઉડતા જીવો અંદર ન પડે તેની કાળજી રાખો તો ય, ટૂંકમાં કોઈપણ પ્રકારની હિંસા ન થાય તેની બધી રીતે કાળજી લો તો ય રાત્રે તો ન જ ખવાય. જેમ હિંસાદિ પાપો પોતાની રીતે દુષ્ટ છે, તેમ રાત્રિભોજન પણ પોતે સ્વરૂપથી જ દુષ્ટ છે. તેથી કોઈપણ કારણે રાત્રિભોજન તો ન જ કરવું જોઈએ.” (૧૫) બહુબીજઃ જેમાં વચ્ચે પડ વિના પરસ્પર અડેલા ઘણા બધા બીજ હોય તેવા પંપોટા, રીંગણા, ખસખસ, અંજીર વગેરે બહુબીજ અભક્ષ્ય છે. તેમાં પુષ્કળ બીજોનો (બીજના જીવોનો) નાશ થતો હોવાથી તે ખવાય નહિ. દાડમ, સીતાફળ, ટામેટા, કેળા, પપૈયું - શક્કરટેટી વગેરેમાં તો બીજ વચ્ચે પડ હોવાથી, તેમનો બહુબીજ નામના અભક્ષ્યમાં સમાવેશ થતો નથી. (૧૬) અનંતકાય : અનંતાજીવો જેમાં રહ્યા હોય તે અનંતકાય કહેવાય. બટાકા, કાંદા, ડુંગળી, ગાજર, શક્કરીયા, આદુ, મૂલા, બીટ, સુરણ વગેરે અનંતકાય છે. આપણું પેટ કાંઈ કબ્રસ્તાન નથી કે તેમાં અનંતાજીવોનો કચ્ચરઘાણ બોલાવાય. સમજુ માણસે અનંતકાયનો ત્યાગ કરવો જોઈએ. કહ્યું છે કે, "यस्मिन् गृहे सदान्नार्थं कन्दमूलानि पच्यन्ते । स्मशानतुल्यं तद् वेश्म, पितृभिः परिवर्जितम् ॥ જેના ઘરમાં ખાવા માટે કંદમૂળ રંધાય છે, તેનું ઘર સ્મશાન જેવું છે. પિતૃઓ પણ તે ઘરને ત્યજી દે છે. (૧૭) બોબ અથાણું અનેક ત્રસજીવોની ઉત્પત્તિમાં જે કારણ બને છે, તેવા લીંબુ, મરચાં, ગુંદા, કાકડી વગેરેના અથાણાનો ત્યાગ કરવો જોઈએ. ભેજવાળા કે ૪૭ હું વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ રહેવાથી આ અથાણાઓ ત્રણ દિવસ પછી અભક્ષ્ય બને છે. તેમાં બેઈન્દ્રિયાદિ જીવો ઉત્પન્ન થાય છે. જેમાં પાકી ચાસણી કરવામાં આવે છે, તેવા અથાણાને પણ લેતા - મૂકતા વિવેક ન રાખવામાં આવે તો ભીનો હાથ અડતા કે ભેજ લાગતા તેમાં ફુગ વળવાની શક્યતા છે. ફુગ વળ્યા પછી તે અભક્ષ્ય ગણાય છે. બોળ અથાણાં અંગેની વિશેષ માહિતી શ્રાવક જન તો તેને રે કહીએ ભાગ - ૨ માંથી વાંચવી. (૧૮) વિદળ : એકપણ વાર ગરમ કર્યા વિનાના દૂધ, દહીં કે છાશ સાથે વાસણમાં, હાથમાં કે મુખમાં પણ કઠોળ, ભેગું થાય તો તરત જ તેમાં અસંખ્યાતા બેઈન્ડિયાદિ ત્રસ જીવો ઉત્પન્ન થઈ જાય છે. તે વિદળ કહેવાય છે. આવા અસંખ્યાતા જીવોનો સંહાર ન થવા દેવા વિદળનો ત્યાગ કરી દેવો જોઈએ. (૧૯) રીંગણા રીંગણા કામોદ્દીપક તથા નિદ્રાવર્ધક છે. તામસીભાવ પેદા કરે છે. માટે તેનો ત્યાગ કરવો જોઈએ. (ર૦) અજાણ્યા ફળઃ ભોજન કરનાર કે કરાવનાર, એ બે માંથી કોઈપણ વ્યકિત જે ફળ, ફુલ, પાંદડા, મૂળ વગેરેના નામ, જાતિ, ગુણ, દોષ વગેરેને જો જાણતી ન હોય તો તેવા અજાણ્યા ફુલ - ફળાદિ અભક્ષ્ય છે. ક્યારેક તેવા અજાણ્યા ફળ – કુલાદિ ઝેરી હોવાથી મોત લાવી દે છે. તેથી તે અભક્ષ્ય છે. તે વાપરતા લીધેલો નિયમ પણ ક્યારેક તુટી જાય છે. જેમ અજાણ્યા ફલાદિ ન ખવાય તેમ મીઠાઈ વગેરે પણ જે અન્ય દેશમાં બનેલ હોય, તેને બનાવવાની રીત કે તેમાં શું શું વસ્તુ નાંખવામાં આવી છે, તે જાણતા ન હોઈએ તો તે ચીજો પણ અભક્ષ્ય સમજીને વાપરવી નહિ. (૨૧) તુચ્છ ફળઃ તુચ્છ એટલે અસાર, સત્વહીન. જે ફળો ખાવા છતાં પેટ ભરાતું ન હોય, તૃપ્તિ થતી ન હોય તે તુચ્છફળ કહેવાય. આવા ફળોમાં ખાવાનું ઓછું હોય છે. ફેંકી દેવાનું ઘણું હોય છે. અરણી, કેરડો, સરગવો, મહુડો વગેરે ઝાડોના ફૂલો, મહૂડા, જાંબુ, ટીંબરું, પીલુડાં, પાકા કરમદાં, ગુંદા, પીંચુ ફળ, વડબોર, વગેરે ફળો તુચ્છ છે. તે ન વાપરવા જોઈએ. (૨૨) ચલિત રસઃ જેનો રસ ચલિત = બદલાઈ ગયો હોય, બગડી ગયો હોય તે વસ્તુઓ ચલિતરસ કહેવાય. તે અભક્ષ્ય છે. મીઠાઈ, ખાખરા, લોટ વગેરે ચોમાસામાં ૧૫ દિવસ, ઉનાળામાં ૨૦ દિવસ અને શિયાળામાં ૩૦ દિવસ પછી ચલિત રસ થવાથી અભક્ષ્ય બને છે. ક્યારેક તે પહેલા પણ જો તેનો સ્વાદ બગડી જાય તો અભક્ષ્ય થયા સમજવા. ૪૮ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ તેમાં ય નવા અને જુના ખાખરા, મીઠાઈ, લોટ વગેરે ભેગા કરે તો નવી ચીજ પણ જુનાના કાળ પ્રમાણે વહેલી અભક્ષ્ય થઈ જાય. લોટતો જ્યારે ખોરો થાય કે તેમાં ધનેરા - ઈયળની ઉત્પત્તિ થાય ત્યાર પછી તેને ચાળીને પણ વાપરવો ઉચિત નથી. જીવોત્પત્તિ થયા પહેલાં પણ તેનો વારંવાર ચાળીને ઉપયોગ કરવો જોઈએ. દહીં મેળવ્યા પછી ચાર પ્રહર પૂર્ણ થયા પછી કહ્યું છે. તેથી તાજા દહીં તરીકે આજનું મેળવેલું દહીં આજે કહ્યું નહિ. ચાર પ્રહર પછી ભક્ષ્ય થાય છે. અને ૧૬ પ્રહર પછી અભક્ષ્ય થાય છે તેથી મેળવેલું દહીં બીજા દિવસે સાંજ સુધી ચાલે છે. બે રાત્રી પૂર્ણ થતાં ૧૬ પ્રહર પૂર્ણ થઈ જાય, માટે સાંજે મેળવ્યું હોય તો પણ બીજા દિવસે સાંજ સુધી વાપરી શકાય. અહીં મેળવણ નાખ્યું તેણે ત્યારથી ૧૬ પ્રહર ગણવાના નથી પણ મેળવણ ગમે ત્યારે નાંખ્યું હોય તો પણ તે દિવસના ચાર પ્રહર, રાત્રિના ચાર પ્રહાર, બીજા દિવસના ચાર પ્રહર અને બીજી રાત્રીના ચાર પ્રહર ગણવાના છે. રાત્રીએ તો વપરાય જ નહિ. તેથી બીજા દિવસે સાંજ સુધી ચાલે. ત્રીજા દિવસે સૂર્યોદય થતાં જ તે અભક્ષ્ય ગણાય છે. તેથી ત્રીજા દિવસના સૂર્યોદય પહેલાં જ તેની છાશ બનાવી દેવી જોઈએ. તેમ કરવાથી બનેલી તે છાશ પણ દહીંના કાળ જેટલી ચાલી શકે. - વાસી થયેલ રોટલી, પુડલા, વડા, ભેળ વગેરે બધું ચલિતરસ સમજવું. તેમાં લાળીયા જીવો ઉત્પન્ન થાય છે. આવું ભોજન કરવાથી આલોક પરલોકમાં દુઃખી થવું પડે છે. શ્રાવકે સવારથી સાંજ સુધી શું શું કરવું જોઈએ? કેવી રીતે કરવું જોઈએ? કેવા ભાવોથી કરવું જોઈએ? તે અત્યંત સરળ ભાષામાં સમજવા પૂ. પંન્યાસપ્રવરશ્રી મેઘદર્શન વિજયજી મ. સાહેબ લિખિત શ્રાવકજન તો તેને રે કહીએ ભાગ -૧-૨ અવશ્ય વાંચો. ૪૯ ક વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ-૨ ) Page #53 -------------------------------------------------------------------------- ________________ (૬) શ્રાવકજીવનનો પ્રાણઃ જયણા કનકપુર નગરમાં જિનચંદ્રશેઠ રહેતા હતા, તેને શીલવતી નામની પત્ની હતી. તેમને ગુણસુંદર નામે પુત્ર થયો. તે નાસ્તિક જેવો હતો. વાસીભોજન તેને ભાવતુ હતું. તેની માતા તેને વારંવાર સમજાવતી હતી. એકવાર તો કહ્યું. "બેટા! તું વાસી ભોજન ન કર. વાસી ભોજન ખાવાથી શરીરમાં ધાધર, કરોળીયા, ચામડીના વિકાર વગેરે અનેક રોગો પેદા થશે. બુદ્ધિની જડતા થશે. ત્રસ જીવોની હિંસા થાય છે. પરલોકમાં દુર્ગતિ થાય છે. વગેરે..છતાંય જો તારે આ અંગે વિશેષ જાણવું હોય તો ગુરુ ભગવંતને પૂછજે.” તે ગુરુભગવંત પાસે ગયો. તેણે વાસી ભોજનના દોષો પૂક્યા. ગુરુભગવંતે કહ્યું. તું સુભાગનગરમાં જા, ત્યાં થાવર નામે ચંડાળ છે, તે તને એના દોષ કહેશે " ગુણસુંદર સુભાગનગરે ગયો. થાવર ચંડાળને વાસીભોજનના દોષો પૂક્યા. ચંડાળે એક દુકાનેથી શાક – દાળ વગેરે સીધું તેને અપાવ્યું અને કહ્યું કે, “વાસી ભોજનના દોષો પછી જણાવું છે. પહેલાં જમી લો.” તેણે તે સીધું ઈ કંજુસના ઘરે જઈને પૈસા આપીને રંધાવ્યું. તે જમવા બેઠો. કંજુસની પત્નીએ આવવાનું કારણ પૂછ્યું. બધી વાત સાંભળીને તેને ભાઈ તરીકે સ્વીકારીને પોતાના ઘરે તેને બીજા દિવસે પણ રોક્યો. પેલો ચંડાળ ગુણસુંદરને સીધું અપાવીને પોતાના ઘરે પહોંચ્યો હતો. ભોજન સમય થતાં જ તેની પત્નીએ "આ આજે જ રાંધ્યું છે" કહીને તેને વાસી ભોજન જમવા આપ્યું. સાથે બાવીસ પ્રહર જુની વાસી છાશ પણ પીવા આપી. તે સમયે અંધારું પણ હતું. તે ચંડાળને ખ્યાલ આવી ગયો હતો કે આ બધું ભોજન વાસી છે છતાં ય ભુખ એટલી બધી લાગી હતી કે તે રહી ન શક્યો. વાસી ભોજન ન કરવાના પોતાના નિયમને પણ ગણકાર્યા વિના તેણે તે વાસી ભોજન ખાધું, તેનાથી તેને શૂળનો રોગ થયો. ગાઢ નિદ્રામાં ને શૂળની પીડમાં જ મૃત્યુ પામીને પેલા કંજુસ શેઠની પત્નીની કુક્ષીમાં ગર્ભ રૂપે ઉત્પન્ન થયો. બીજા દિવસે પેલા કંજુસની પત્નીએ પોતાના માનેલા ગુણસુંદરભાઈને જમાડવા માટે પતિ કંજુસ શેઠ પાસે સારું અનાજ વગેરે મંગાવ્યું. પતિ ગુસ્સે ભરાયો કેમકે તે કંજુસ હતો. તેણે કહ્યું, "વાલ અને તેલ લઈને ભોજન કરાવ. બીજું નહિ મળે" તે સ્ત્રીએ તો બીજી દુકાનેથી ઘી, સાકર વગેરે લાવીને ગુણસુંદર માટે ઘેબર ૫૦ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ- ૨ જ Page #54 -------------------------------------------------------------------------- ________________ બનાવવા માંડ્યા. તેના પતિને ખબર પડતા ગુસ્સો ચડ્યો. ક્રોધથી તેણે નવા રંધાયેલા ભોજનના બદલે વાસી ભોજન ખાધું. તેથી તત્કાળ હૃદય ફાટી જવાથી તે મૃત્યુ પામ્યો. પત્નીને ખૂબ આઘાત લાગ્યો. તેને સમજાઈ ગયું કે પોતે આ ભાઈને પરાણે જમવા રોક્યો અને સારું ભોજન કરાવ્યું માટે પતિ મરણને શરણ થયો છે. પણ હવે શું કરવું? જો આ વાત જાહેર થાય તો તેને કોઈ પુત્ર ન હોવાથી તેનું બધુ ધન રાજા લઈ જાય, કારણ કે તે વખતે અપુત્રીયાનું ધન રાજાનું ગણાતું હતું. રાજા બધું ધન લઈન જાય તે માટે તેણે પતિના મોતની વાત કોઈને જણાવી નહિ. પતિના શબને ઘરમાં ખાડો ખોદીને દાટી દીધું. માત્ર ગુણસુંદરને જાણ કરીને કહ્યું "ભાઈ તું અહીં સુખેથી રહીને તારા બનેવીના ચાર કરોડ દ્રવ્યથી વેપાર કર. કોઈ તને પૂછે તો કહેવું કે શેઠ તો દરિયા વાટે વ્યાપાર કરવા ગયા છે. જો તેમને જીવતો કહીશું તો મારે સૌભાગ્યવતીનો વેશ રખાશે પણ જો મરેલો કહીશું તો ધન પણ જશે ને મારે વિધવાપણું ભોગવવું પડશે. તેથી શોક કે રુદન કાંઈ કરવું નહિ." છે ને સંસારની કમાલ આવા સંસારમાં શી રીતે રહેવાય? કે જ્યાં સૌ પોતપોતાના સ્વાર્થને સાધવા તૈયાર છે! ગુણસુંદર તો શેઠની દુકાને બેસીને વેપાર કરે છે. કેટલાક દિવસો બાદ ગુણસુંદર ચંડાળોના વાસ તરફ ગયો. ત્યાં થાવર ચંડાળના ઘરે શોકયુક્ત રૂદન સાંભળીને તેણે કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે, “થાવર ચંડાળનું તો મોત થયું છે.” આ સાંભળીને ગુણસુંદરને દુઃખ થયું. અરર! તેનું મોત થઈ ગયું. મારે તો તેની . પાસેથી વાસી ભોજનના દોષો જાણવાના હતા. "પછી કહીશ" એમ કહીને તે તો પરલોક ચાલ્યો ગયો. મને જવાબ કોણ આપશે?” પોતાને જવાબ મળવાની શક્યતા ન જણાતા, પોતાના દેશ તરફ પાછો ફરવાનો તેણે વિચાર કર્યો. પણ પુત્રજન્મ ન થાય ત્યાં સુધી બહેને રોક્યો. એક દિવસ ગુણસુંદર જ્યારે દુકાને બેઠો હતો ત્યારે કોઈ સ્ત્રીએ આવીને તેને કહ્યું. "તને તારો ભાણેજ તેડાવે છે." "અરે ! ભાણેજ તો હજુ જન્મ્યો નથી; તે મને શી રીતે બોલાવે?" એ પ્રકારે આશ્ચર્ય પામેલો તે તરત ઘરે પહોંચ્યો. ત્યાં તરતના જન્મેલા બાળકે તેને કહ્યું. "તું થાવર ચંડાળના ઘરે જા. ત્યાં તરતના જન્મેલા બળકને થાવરની પત્ની મારી નાખે છે, તેને બચાવ." તેને આજે બધી નવાઈ લાગે છે. જન્મેલું બાળક તરત બોલે? તે આવી વાત કેમ કરે ? છતાં તે તરત થાવર ચંડાળના ઘરે ગયો. પેલી ચંડાળણી પણ નવા ૫૧ વ્રત ધારીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ શશ લો જન્મેલા બાળકને મારી નાખતી હતી. તેણે તેને અટકાવી “અરે ! આ બાળકની હિંસા કેમ કરે છે?" ચંડાળણી: "શું કહ્યું? આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારે તમારા મિત્ર મોત પામ્યા. ઘરમાં ગરીબાઈ આવી. જીવાડીને શું કરું?” ગુણસુંદરે તેને પુષ્કળ ધન આપીને બાળકને બચાવી લીધો. પછી, તે ઘરે આવ્યો. નવા જન્મેલા પેલા ભાણીયાએ તેને કહ્યું, “કેમ મામા! તમારા સવાલનો જવાબ તો તમને મળી ગયો ને?” ગુણસુંદર: "ના, મને જવાબ નથી મળ્યો." બાળક : "મામા ! સાંભળો ! તે થાવર ચંડાળનો જીવ હું જ છું. તમારા જેવા સાધર્મિકની ભક્તિ કરવાથી અને વાસી ભોજન વગેરે અભક્ષ્ય નહિ ખાવાનો નિયમ લેવાથી હું ચાર કોટી દ્રવ્યનો સ્વામી થયો છું. તેમાં પણ મેં જે વાસી ભોજન ખાવા રૂપ વિરાધના કરી, તેથી શૂળના રોગની પીડા પામ્યો હતો. જ્યારે તમારા બનેવી કંજુસ અને લોભી હોવાથી તથા વાસી ભોજન ખાતા હોવાથી મરીને થાવરચંડાળના ત્યાં જ પુત્ર તરીકે જન્મ્યા છે, જેમને તમે હમણા મરતા બચાવ્યા છે. તમે પણ જો તમારું હિત ઇચ્છતા હો તો વાસી ભોજન વગેરે તમામ અભક્ષ્યોનો ત્યાગ કરવાનો આજથી જ નિયમ લઈ લો. ગુણસંદરે પણ તરત નિયમ લઈ લીધો. ઘરે આવીને માતાને બધી વાત કરી. ગુરુમહારાજ પાસે જઈને પૂછ્યું કે, “થાવર ચંડાળના ત્યાં જવાથી મને વાસી. ભોજનના દોષો તો જાણવા મળ્યા પણ નાના બાળકને વાચા ક્યાંથી આવી?” ગુરુમહારાજે કહ્યું. "થાવર ચંડાળે અંત સમયે પોતાના મિત્ર વ્યંતરદેવને પૂછેલું કે, “મારા મિત્ર ગુણસુંદરને જવાબ અપાયો નથી તો મારે શું કરવું?” ત્યારે દેવે કહ્યું. "તું પેલા કંજુસશેઠના ત્યાં જન્મીશ ત્યારે હું તારા મુખમાં પ્રવેશીને તેને જવાબ આપીશ. "આથી બાળક બંતરની સહાયથી બોલ્યો હતો. પછી ગુણસુંદર પણ શ્રાવક જીવન સ્વીકારીને છેલ્લે સાધુ બનીને સ્વર્ગમાં ગયો. આ પ્રસંગ જાણ્યા પછી સૌએ બાવીસ અભક્ષ્યોનો ત્યાગ કરવો જોઈએ. ૩ર અનંતકાય: એક શરીરમાં અનંતા જીવો હોય તેને અનંતકાય કહેવાય. અનંત = અનંતા જીવો. કાય = શરીર. અનંતા જીવોનું એક શરીર તે અનંતકાય. આપણે ખાવા માટે જીવવાનું નથી પણ જીવવા માટે ખાવાનું છે. જો ભોજન ન કરીએ તો જીવી ન શકાય. જો જીવન ન રહે તો ધર્મારાધના શી રીતે થાય? કર્મક્ષયની સાધના શી રીતે થાય? મોક્ષની પ્રાપ્તિ શી રીતે થાય? માટે ભોજન કરવું જરૂરી તો છે, કાર પર આ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ પણ તે ભોજન કરતી વખતે ઓછામાં ઓછા જીવોની હિંસા થાય તેની કાળજી લેવી વિશેષ જરૂરી છે. જો દીક્ષા લઈને સાધુજીવન સ્વીકારી લઈએ તો – લોકોએ પોતાના માટે તૈયાર કરેલું અચિત્ત ભોજન વહોરવાનું હોવાથી – જીવન જીવવા માટે ભોજન કરવા છતાં ય જરા ય જીવહિંસા થતી નથી. તેથી એકપણ જીવની હિંસા ન કરવી હોય તો સંયમજીવન સ્વીકારી લેવું જોઈએ. પણ આંતરિક પરિસ્થિતિ વિષમ હોવાથી, સંયોગો પ્રતિકૂળ બનવાથી, દીક્ષા લેવાની ભાવના હોવા છતાં ય કદાચ ન લઈ શકાય તો ય સંસારી જીવનમાં શક્યતઃ ઓછામાં ઓછી હિંસાથી ચલાવી લેવાની વૃત્તિ તો જોઈએ જ. જેટલું બચાય તેટલું બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. પાપ સેવાય તો તેની પાછળ પશ્ચાત્તાપનો ભાવ તો જોઈએ જ. તેથી શ્રાવકને સંસારમાં રહેવું પડે, ભોજનાદિના પાપો કરવા પડે તો તેમાં ઓછામાં ઓછી હિંસાથી ચલાવી લેવાનો તે પ્રયત્ન કરતો હોય. તેથી પ્રત્યેક વનસ્પતિકાયનો ઉપયોગ કરવાથી તૃપ્તિ થઈ જતી હોવાથી અનંતકાય જીવોનો વધ કરવા તે તૈયાર ન હોય. તેના ભોજનમાં અનંતકાયનો જરા પણ વપરાશ ન હોય. શાસ્ત્રોમાં બત્રીસ પ્રકારના અનંતકાયની વાતો આવે છે. તેમાંથી એકપણ અનંતકાયનો તે ઉપયોગ ન કરે. તમામે તમામ અનંતકાયનો તે ત્યાગી હોય. અનંતાજીવોને અભયદાન આપ્યાનો આનંદ તેના હૃદયમાં હોય. પ્રત્યેક જીવોની પણ નાછૂટકે જે હિંસા કરવી પડે છે, તેનો તેને ત્રાસ હોય. તે હિંસાને પણ શક્યતઃ ઓછી કરવાનો તેનો સતત પ્રયત્ન હોય. શ્રાવકે આ સાતમું ભોગોપભોગ પરિમાણ વ્રત લેતી વખતે આ બત્રીસ અનંતકાયોનો ત્યાગ કરવાનો હોય છે. જો બત્રીસે બત્રીસ અનંતકાયનો ત્યાગ ન જ કરી શકે તો શક્યતઃ વધારે અનંતકાયોનો ત્યાગ કરવો જોઈએ. બત્રીસ અનંતકાય : (૧) સૂરણ કંદ : સૂરણ તરીકે પ્રસિદ્ધ છે. જમીનની અંદર ઉગે છે: કંદમૂળમાં તેનો સમાવેશ થાય છે. (૨) વજ્રકંદ (૩) લીલી હળદર (૪) આદુ : પ્રસિદ્ધ છે. શેરડીનો રસ - ચા, દાળ વગેરેમાં નંખાય છે. કંદમૂળ છે. જમીનમાં ઉગે છે. (૫) લીલો કચૂરો (૬) સતાવરી (૭) વિલ્લાલી (વિલરિકા) એક પ્રકારની વેલડી છે. (૮) કુંઆર કે કુમારી. કુંવારપાટો નામની વનસ્પતિ છે. તેના પાંદડાથી ક્યાંક પતંગ ઉડાડવાનો દોરો રંગવામાં આવે છે. લીસો બને છે. (૯) થોર : પ્રસિદ્ધ છે. ખેતર વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ 5:3 ૫૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ વગેરેને આ થોરની વાડ કરવામાં આવે છે. તે અનંતકાય છે. (૧૦) ગડુચી એટલે ગળો (૧૧) લશુન કે લસણ : કંદમૂળ છે. જમીનમાં ઉગે છે. તેમાં તેલ અતિશય અલ્પ પ્રમાણમાં હોવાથી તે તેલ અનંતા જીવોને તેમાં ઉત્પન્ન થતાં અટકાવી શકતું નથી. લસણની ચટણી ઘણા લોકો ખાય છે ! કેટલાક લોકો દાળ વગેરેમાં પણ લસણ નાખે છે. તેમાં અનંતાજીવો છે, તે જાણીને આ લસણનો જલ્દીથી ત્યાગ કરી દેવો જરૂરી છે. હાર્ટએટેકના પેશન્ટ પણ લસણનો ઉપયોગ કરવો જરૂરી નથી. તે સિવાય પણ અન્ય ઔષધો ઘણા છે. નાહકના અનંતા જીવોનો ખુરદો બોલાવાની શી જરૂર? અનંતાજીવોનો ખૂરદો બોલાવનાર પોતાના સુખની આશા શી રીતે રાખી શકે? (૧૨) વંશ કારેલા (૧૩) ગાજર : કંદમૂળ છે. જમીનમાં ઉગે છે. લોહી વધારવા કે શક્તિ મેળવવા ગાજર ખાવાની કોઈ જરૂર નથી. ગાજર ખાવાથી થનારા અનંતા જીવોના મોતને નજરમાં લાવીશું તો ગાજર ખાવાની આસક્તિ તુટ્યા વિના નહિ રહે. (૧૪) લવણક - લૂણીની ભાજી : આ એક જાતની વનસ્પતિ છે, તેને બાળવાથી સાજી ઉત્પન્ન થાય છે. (૧૫) લોઢકની ભાજી : કમલિનીનો કંદ (૧૬) ગિરિકર્ણિકા : એક જાતની વનસ્પતિ છે. (૧૭) કુંપળ : દરેક વનસ્પતિ ઉગે ત્યારે તેનો સૌથી પહેલો અંકૂરો અનંતકાય છે. બીજમાંથી ફણગો ફૂટે ત્યારે જે કુંપળ બહાર નીકળે તે અનંતકાય છે. તેથી કોઈ પણ વનસ્પતિ ઉગે ત્યારે શરૂઆતની અવસ્થાની કુંપળોનો ભોજન તરીકે ઉપયોગ કરી શકાય નહિ. (૧૮) ખરસુઓ (૧૯) બેગ = ગોપીકંદ (૨૦) લીલી મોથ (૨૧) લોણસુખ વલ્લી = ભ્રમર નામના વૃક્ષની છાલ (૨૨) ખિલોડા (૨૩) અમૃતવેલ (૨૪) મૂળા પ્રસિદ્ધ છે. તેના પાંચ અંગો અભક્ષ્ય છે. ખાઈ શકાય નહિ. મહાભારતમાં જણાવ્યું છે કે, पुत्रमांसं वरं भुक्तं, न तु मूलकभक्षणम् । भक्षणान्नरकं गच्छेद्वर्जनात् स्वर्गमाप्नुयात् ॥ પુત્રનું માંસ ખાવું સારું પણ મૂળાનું ભક્ષણ કરવું સારું નહિ. જે મૂળા ખાય તે નરકે જાય છે અને જે મૂળાને ત્યાગે છે તે સ્વર્ગમાં જાય છે. આ રહ્યો તે શ્લોક : रक्तमूलकमित्याहुस्तुल्यं गोमांसभक्षणम्। श्वेतं कौन्तेय ! मूलकं मदिरोपमम् ॥ હે કુંતી પુત્ર! રાતા મૂળાનું ભક્ષણ એ ગાયનું માંસ ખાવા બરોબર છે. અને સફેદ મૂળાનું ભક્ષણ એ મદિરા (દારૂ) નું પાન કરવા બરોબર છે. છે ૫૪ વ્રત ધારીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ (૨૫) ભૂમિહ : બિલાડીનો ટોપ : ચોમાસામાં પૃથ્વીને ફાડીને ઉગીને જે બહાર નીકળે છે, છત્રી જેવો લાગે છે તે બિલાડીનો ટોપ અનંતકાય છે. (૨૬) વિરૂઢ એટલે અંકુરિત થયેલા કઠોળ. કેટલાક લોકો રાત્રે પાણીમાં ચણા - મગ વગેરે પલાડી રાખે છે, પણ તે જરાય ઉચિત નથી. કારણકે આખી રાત પલડેલા તે ચણા - મગને સવારે જોશો તો તેના ફણગા ફૂટી ગયા હશે. તે ફણગા અનંતકાય છે. તેનું ભક્ષણ કરવામાં અનંતા જીવોની હિંસા થાય છે. માટે જેના ફણગા ફુટ્યા હોય તેવા કઠોળ વાપરવા નહિ. ફણગા ફૂટે તેટલો સમય તેને પલાડી રાખવા નહિ. (૨૭) ઢેક વર્ચ્યુલા: એક જાતનું શાક છે. (૨૮) શુકર : શક્કરીયા. કંદમૂળ છે. પ્રસિદ્ધ છે. આસક્તિ પોષવાનું કામ કરે છે. અનંતા જીવોનો કચ્ચરઘાણ બોલાવે છે. (૨૯) પલ્લંક = પાલકની ભાજી તાંદળજાની – મેથીની - કોથમરીની ભાજી કાર્તિક પૂર્ણિમાથી ફાગણ ચોમાસી સુધી ભક્ષ્ય છે, તે સિવાયના કાળમાં અભક્ષ્ય છે. પણ પાલકની ભાજી તો સદા માટે અભક્ષ્ય છે. તે ક્યારે પણ વપરાય નહિ. ઘણા લોકો અજ્ઞાનતાના કારણે તાંદળજાની જેમ પાલકની ભાજી પણ વાપરતા હોય છે પણ તે ઉચિત નથી કારણકે તેમાં અનંતાજીવોની હિંસા છે. - (૩૦) કોમળ આંબલી: અતિશય કોમળ આંબલી પણ અનંતકાય છે. તેથી તેનો ઉપયોગ કરી શકાય નહિ. આમલીની ચટણી વગેરે કરતી વખતે ખાસ ઉપયોગ રાખવો જોઈએ. (૩૧) આલુકંદ = બટાકા, કંદમૂળ છે. જમીનમાં ઉગે છે. સોયના ઉપરના ભાગમાં જેટલો અંશ રહે તેટલા અંશમાં અનંતાજીવો રહે છે. ના, માત્ર જીભની આસક્તિને પોષવા અનંતાજીવોનો કચ્ચરઘાણ કાઢવો જરા ય ઉચિત નથી. બટાકાનું શાક, બટાકાની વેફર, બટાકાવડા વગેરે પદાર્થોનો સદા માટે ત્યાગ કરી દેવો જોઈએ. (૩૨) પિંડાલ = ડુંગળી. તેમાં પણ અનંતાજીવો છે. તે પણ વપરાય નહિ. આ બત્રીસ પ્રકારના અનંતકાયને જાણી લઈને તેનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો. અહીં બત્રીસ જણાવ્યા તેનો અર્થ એવો ન કરવો કે અનંતકાય માત્ર બત્રીસ પ્રકારના જ છે. ના, આ સિવાયના પણ અન્ય અનંતકાય હોઈ શકે છે. તેને પણ ઓળખી લઈને ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો. અનંતકાયને ઓળખવા માટે શાસ્ત્રમાં તેના લક્ષણો જણાવ્યા છે. જેમ ધજા ફરકતી દેખાય એટલે મંદિરનું જ્ઞાન થાય. જંગલમાં પસાર થતાં કાગડા દૂરથી દેખાય તો નજીકમાં પાણી હોવાનું જ્ઞાન થાય. કૂતરા દેખાય તો નજીકમાં માનવના વસવાટનું અનુમાન થાય તેમ શાસ્ત્રમાં બતાડેલા લક્ષણો જે વનસ્પતિમાં જણાય તે a ૫૫ - ક વત ધરીયે ગુરુ સાખ-ભાગ-૨ Page #59 -------------------------------------------------------------------------- ________________ અનંતકાય છે, તેમ સમજવું. તેમાં રહેલાં અનંતાજીવોની રક્ષા કરવાનો પ્રયત્ન કરવો. ભોજનાદિમાંથી તેનો ત્યાગ કરવો. (૧) જેની નસો, સંધિઓ અને ગાંઠો ગુપ્ત હોય (૨) જેને ભાંગતાં સરખા ટૂકડા થાય અને (૩) જે છેલ્લાં પછી પણ વાવતાં ફરી ઉગે તે સાધારણ વનસ્પતિકાય એટલે કે અનંતકાય કહેવાય. તેના એક શરીરમાં એકી સાથે અનંતાજીવો હોય છે. આહાર - શ્વાસોશ્વાસ વગેરે બધું તે બધા જીવો સાથે કરે છે. અનંત દુઃખ તેઓ અનુભવે છે. આવા અનંતાજીવોની રક્ષા કરવા અનંતકાયનો ત્યાગ કરી દેવો જોઈએ. આપણું પેટ કાંઈ કબ્રસ્તાન નથી કે તેમાં અનંતાજીવોને જીવતાં ને જીવતાં પધરાવી દેવાય ! ના, આપણા જેવા માનવભવને પામેલા જીવોને તે જરાય શોભતું નથી. અરે ! જે ઘરમાં આવા અનંતકાય રૂપ કંદમૂળ રંધાય છે, તે ઘરને પણ અન્ય શાસ્ત્રોમાં સ્મશાન સમાન ગણાવ્યું છે. "यस्मिन् गृहे सदान्नार्थं कन्दमूलानि पच्यन्ते । ન માનતુત્યંત ક્ષ, પિતૃ: પરિવર્જિતમ્ ” “જેના ઘરમાં ખાવા માટે કંદમૂળ રંધાય છે, તેનું ઘર સ્મશાન જેવું છે. પિતૃઓ પણ તેના ઘરને ત્યજી દે છે.” અનંતકાયમાં બધા કંદમૂળનો સમાવેશ થઈ જાય છે. આ કંદમૂળ જમીનની અંદર ઉગે છે. ત્યાં સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી. સૂર્યનો પ્રકાશ ન પહોંચી શકવાના કારણે તેમાં અનંતાજીવો ઉત્પન્ન થઈ જાય છે. માટે કંદમૂળને ખાવાનો નિષેધ કરવામાં આવ્યો છે. જો કે મગફળી પણ જમીનની અંદર ઉગે છે. તેને પણ સૂર્યપ્રકાશ મળતો ન હોવાથી તેમાં પણ અનંતાજીવો ઉત્પન્ન થવાની શક્યતા છે, પણ તેમાં પેદા થતું તેલ તેમાં અનંતા જીવોને ઉત્પન્ન થવા દેતું નથી. તેથી મગફળી અનંતકાય ગણાતી નથી. તેનો કંદમૂળમાં સમાવેશ થતો નથી. મગફળી તથા સીંગતેલ અભક્ષ્ય ગણાતા નથી. લસણમાં તેલ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોવાથી તે અનંતા જીવોને ઉત્પન્ન થતાં અટકાવી શકતું નથી. તેથી ન ખવાય. આદુ, હળદર વગેરે જમીનમાં ઉગતાં હોવાથી તથા તેમાં તેલ ન હોવાથી અનંતકાય છે. પણ તે ઉગ્યા બાદ, કુદરતી રીતે સૂકાઈ ગયા પછી અચિત્ત (જીવ વિનાના) બની જાય છે. વળી તેનો સ્વાદ માટે ઉપયોગ થતો નથી પણ દવા માટે ઉપયોગ થાય છે. માટે સૂકાયેલા હળદર તથા સુંઠ વાપરવામાં આવે છે. સૂકાઈ ગયેલી બટાકાની કાતરી વગેરે શરીરને જરૂરી નથી. ખાતી વખતે પુષ્કળ Tags પદ આ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ આસક્તિ થાય છે. માટે સૂકાયેલી બટાકાની કાતરી (વેફર) વગેરે પણ વાપરી શકાય નહિ. - દુનિયામાં પેટ ભરવા માટે ખાવાની ઘણી બધી વસ્તુઓ છે. તે બધી વસ્તુઓનો ઉપયોગ કરવાથી પણ જીવન જીવી શકાય છે, પછી અનંતાજીવોનો જેમાં કચ્ચરઘાણ બોલાય છે, તે કંદમૂળ ખાવાની શી જરૂર? સમજુ અને ડાહ્યામાણસે તો તરત જ આખી જીંદગી માટે કંદમૂળત્યાગનો નિયમ લઈ લેવો જોઈએ. અનંતાજીવોને અભયદાન દેવાથી પુષ્કળ તાજુ પુણ્ય બંધાશે. ભાવિના મોતો દૂર ઠેલાશે. સ્વસ્થ જીવન મળશે. શ્રાવકે સચિત્ત, અચિત્ત અને મિશ્રવસ્તુઓનું સ્વરુપ જાણીને સચિત્ત તથા મિશ્ર વસ્તુઓનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અચિત્ત વસ્તુઓમાં પણ શક્યતઃ ઘટાડો કરવો જોઈએ. સચિત્ત એટલે જીવવાળી વસ્તુઓ. અચિત્ત એટલે જીવ વિનાની વસ્તુઓ. સચિત્ત વસ્તુ પૂરેપૂરી અચિત્ત ન બને ત્યારે વચ્ચેની અવસ્થામાં મિશ્ર ગણાય છે. શ્રાદ્ધવિધિ નામના ગ્રંથમાં જણાવ્યું છે કે, “પ્રાયઃ સર્વ ધાન્ય, ધાણા, જીરું, અજમો, વરીયાળી, સુવા, રાઈ, ખસખસ વગેરે સર્વ જાતિના દાણા, સર્વ જાતિના ફળ, પત્ર, લૂણ, ધૂળીઓ ખારો, પાપડખાર, રાતો સિંધવ, ખાણમાં પાકેલો સંચળ, માટી, ખડી, રમચી, લીલાં દાતણ વગેરે વ્યવહારથી સચિત્ત જાણવા. પાણીમાં પલાળેલા ચણા, ઘઉં વગેરે દાણા તથા મગ, અડદ, ચણા વગેરેની દાળ પણ જો પાણીમાં પલાળી હોય તો મિશ્ર જાણવા, કેમ કે કેટલીક પલાળેલી દાળ વિગેરેમાં થોડા વખત પછી ફણગા ફૂટે છે. પહેલાં લૂણ દીધા વિના કે બાફ વગેરે દીધા વિના કે રેતી વગર શેકેલા ચણા, ઘઉં, જુવાર વગેરે ધાન્ય, ખાર વગેરે દીધા વિનાના ફક્ત શેકેલા તલ, ચોખા, (પોપટા - લીલા ચણા), પીંક, શેકેલી ફળી, પાપડી વગેરે મિશ્ર જાણવા.” વૃક્ષમાંથી તરતનો કાઢેલો ગુંદ, લાખ, છાલ તથા ફુટોના જયુસ, તરતનું કાઢેલું, તલ વગેરેનું તેલ, તરત તોડેલું નાળિયેર, બીજ કાઢેલા ફળ વગેરે પણ બે ઘડી સુધી મિશ્ર ગણાય. ત્યારપછી અચિત્ત થાય, એવો વ્યવહાર છે. પ્રબળ અગ્નિ વિના જેને અચિત્ત કરવામાં આવ્યો હોય તેવા પદાર્થો પણ બે ઘડી સુધી મિશ્ર અને ત્યારપછી અચિત્ત જાણવા તેવો વ્યવહાર છે. જેમ કે કાચું પાણી, કાચાં ફળ, કાચાં ધાન્ય વગેરેને ઘણું ઝીણું વાટેલું મીણ દઈને મર્દન કર્યા હોય તો પણ પ્રાયઃ અગ્નિ વગેરે પ્રબળ શસ્ત્ર વિના તેઓ અચિત્ત થતા નથી. સો યોજનથી આવેલ હરડે, ખારેક, લાલ દ્રાક્ષ, કીસમીસ, ખજુર, મરી, M a a Na પ૭ વ્રત ધારીયે ગુરુ સાખ - ભાગ - Page #61 -------------------------------------------------------------------------- ________________ પીપર, જાયફળ, બદામ, વાવડીંગ, અખરોટ, જરદાળુ, પીસ્તાં, સફેદ સિંધવ વગેરે ખાર, સાજીખાર, એલચી, લવીંગ, જાવંત્રી વગેરેને અચિત્ત સમજવાનો વ્યવહાર છે. ઘઉં, જવ, ચોખા વગેરેને પેક કરીને કોઠારમાં રાખી મૂક્યા હોય તો જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી તેની યોનિ રહે છે. પછી કરમાઈ જાય છે. નાશ પામે છે. વાવવા છતાં ઉગી શકતા નથી. બીજ અબીજ રૂપ બની જાય છે. ચણા, વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ કળથી, ચોખા, તુવેર, ચણા વગેરેને પેક કરીને કોઠી વગેરેમાં રાખી મૂક્યા હોય તો જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી તેઓ સચિત્ત રહે છે. ત્યારપછી તેની યોનિ નાશ પામે છે. તેઓ અચિત્ત થઈ જાય છે. અળસી, કુસુંબો, કોદરા, કાંગ, બંટી, શણ, સરસવ, મૂળાના બીજ વગેરે ધાન્યો પેક કરીને કોઠારમાં રાખ્યા હોય તો જઘન્યથી અંતર્મુહૂર્તથી માંડીને ઉત્કૃષ્ટથી ૭ વર્ષ સુધી તેની યોનિ રહે છે, ત્યારપછી તે નાશ પામે છે. નહિ ચાળેલો આટો શ્રાવણ – ભાદરવા માસમાં પાંચ દિવસ સુધી, આસો – કારતક માસમાં ચાર દિવસ સુધી, માગસર – પોષ માસમાં ત્રણ દિવસ સુધી, મહા - ફાગણ માસમાં પાંચ પ્રહર સુધી, ચૈત્ર - વૈશાખ માસમાં ચાર પ્રહર સુધી અને જેઠ – અષાઢ માસમાં ત્રણ પ્રહર સુધી મિશ્ર રહે; ત્યારપછી અચિત્ત ગણાય છે. જ્યારે ચોળેલો આટો તો બે ઘડી (૪૮ મિનિટ) પછી અચિત્ત થઈ જાય. આ રીતે સચિત્ત – અચિત્ત અને મિશ્ર પદાર્થોનું સ્વરૂપ સમજીને સાતમું વ્રત ગ્રહણ કરતી વખતે આ સચિત્તાદિ પદાર્થોનો ત્યાગ કરવાનો કે તેની મર્યાદા કરવાનો નિર્ણય કરવો. જો બધા સચિત્તાદિનો ત્યાગ ન થઈ શકે તો રોજે રોજ તેની મર્યાદા નક્કી કરી શકાય. તે માટે રોજ ૧૪ નિયમો ધારવાનું નક્કી કરવું જોઈએ. જૈન ધર્મના સામાયિક તથા ચૈત્યવંદનના સૂત્રોના અર્થો તથા તેની પાછળ ઘૂઘવાટ કરી રહેલા રહસ્યોને જાણવા માટે પૂ. પંન્યાસપ્રવરશ્રી મેઘદર્શન વિજયજી મ. સાહેબ લિખિત સૂત્રોના જણ્યો ભાગ - ૧ - ૨ અવશ્ય વાંચો. ૫૮ મિત્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #62 -------------------------------------------------------------------------- ________________ (૭) પળમાં પાપને પેલે પાર દુનિયામાં લાખો કરોડો વસ્તુઓ છે. આ બધી ચીજોનો બધા લોકો રોજ ઉપયોગ કરતા નથી. તેમાંની કેટલીક વસ્તુઓ ઉપયોગમાં આવે છે તો કેટલીક વસ્તુઓ બિલકુલ ઉપયોગમાં આવતી નથી. અરે ! કેટલીક વસ્તુઓના તો નામની પણ ખબર હોતી નથી. છતાં તે બધી વસ્તુઓનો ઉપયોગ કરવાની મનમાં ઊંડે ઊંડે પણ જે ઈચ્છા પડેલી છે, તે પાપ બંધાવ્યા કરે છે. આ ઈચ્છા પોતે જ મોટું પાપ છે. તે ઈચ્છાને હવે કંટ્રોલમાં લેવી જોઈએ. તે માટે ચૌદ નિયમો રોજ ધારવા જોઈએ. ૧૪ નિયમો ધારવાથી ઈચ્છાઓનો કંટ્રોલ થાય છે. ધાર્યા સિવાયની વસ્તુઓની ઈચ્છાને તિલાંજલી અપાય છે. તેથી તેના કારણે બંધાતું પાપ અટકી જાય છે. માત્ર જેટલી ચીજો ધારેલી હોય તેટલાની ઈચ્છા ઊભી રહે છે. તેથી તેટલી ચીજોનું પાપ તો હજુ ય ચાલુ રહે છે. સત્ત્વ કેળવીને, ધીમે ધીમે ધારેલી તે તે ચીજોની સંખ્યાનું પ્રમાણ ઘટાડતા જવું જોઈએ. તેથી પાપ ઓછું – ઓછું થતું જાય. રોજ સવારે નિયમો ધાર્યાં પછી સાંજે તેનું ચેકીંગ કરવું જોઈએ. જેથી કોઈ નિયમનો ભંગ નથી થયો ને ? તેનો ખ્યાલ આવે. વળી જો રોજ ધાર્યા કરતાં વપરાશ ઓછો જ થતો હોય તો ધારવાનું પ્રમાણ ઘટાડવાની ઈચ્છા થાય, સત્ત્વ ફોરવાય. જે રોજ ચેકીંગ જ ન કરે તેને આવું સત્ત્વ શી રીતે સ્ફુરે ? વળી રાત્રી માટે ફરીથી તે ચૌદ નિયમો ધારવા જોઈએ. દિવસ તથા રાત્રીની જરૂરિયાતો જુદી જુદી હોય છે. તે જરૂરિયાત પ્રમાણે ધારવામાં ફરક પડે છે, તેથી રાત્રીની જરૂરિયાતો તથા ઈચ્છાઓને અનુસાર રાત્રી માટે ફરી ૧૪ નિયમો ધારવા. સવારે તે ૧૪ નિયમોનું ફરી ચેકીંગ કરી લેવું. પછી દિવસ માટેના ૧૪ નિયમો ધારવા. આમ, રોજ સવારે તથા સાંજે ૧૪ – ૧૪ નિયમો ધારવા જોઈએ તથા તેનું ચેકીંગ પણ કરવું જોઈએ. ચૌદ નિયમો (૧) સચિત્ત : સચિત્ત = જીવવાળી વસ્તુઓ. તે તો શી રીતે ખવાય ? જીવોનો સંહાર શી રીતે કરાય ? તેથી શ્રાવક સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરે. પરંતુ બધાનું તેવું સત્ત્વ ન હોય. તેથી બધા શ્રાવકો તમામ સચિત્ત વસ્તુઓ ત્યાગ ન પણ કરી શકે. જો સચિત્તનો ત્યાગ ન જ થઈ શકે તો છેવટે પોતાની શક્તિ અનુસાર ૫૯ - વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #63 -------------------------------------------------------------------------- ________________ એક, બે, ત્રણ સચિત્ત વાપરવાની છૂટ રાખીને બાકીના તમામ સચિત્ત પદાર્થોનો રોજ ત્યાગ કરવો જોઈએ. કાચું પાણી, કાચું મીઠું, લીલા કાચા શાકભાજી, કેળા સિવાયના ફળો વગેરે સચિત્ત છે. ચૂલા ઉપર ચડી ગયા પછી શાકભાજી અચિત્ત થાય. પણ કાકડી - ટામેટા વગેરેનો સલાડ, ટીંડોળા કે કાકડી વગેરેનું કાચું – પાકું શાક વગેરે પૂર્ણ અચિત્ત ન હોવાથી સચિત્ત ત્યાગીને કહ્યું નહિ. બને ત્યાં સુધી ભોજનમાં ઉપર મીઠું લેવું જ નહિ. છતાં ય લેવું પડે તો બલવણ (પાકું મીઠું) નાંખવું. કાચા શાકભાજી ન વાપરવા. ફુટ વગેરેમાં આસક્તિ વધારે થાય, માટે ત્યાગ કરી શકાય તો ઉત્તમ. પણ જો લેવા જ હોય તો અચિત્ત થયા પછી લેવા જોઈએ. તેના બીજ વગેરે દૂર કર્યા પછી ૪૮ મિનિટ પછી તે ફળો અચિત્ત થયાનો વ્યવહાર છે. તેથી તે પહેલાં તેનો ત્યાગ કરવો જોઈએ. કેળા તો મોટી લૂમથી છૂટા પડતાંની સાથે અચિત્ત થાય, તેવો વ્યવહાર છે. રોજ સવારે – સાંજે નિયમ ધારતી વખતે જ નક્કી કરવું કે આજે આટલાં, સચિત્તથી વધારે વાપરવા નહિ. અહીં એ ધ્યાનમાં રાખ્યું કે “આજે પાંચ સચિત્ત વાપરવા' એવો નિયમ ન ધરાય પણ આજે પાંચથી વધારે સચિત્ત વાપરવા નહિ. એવો નિયમ ધરાય. અહીં કેટલું વાપરવું? તે મહત્ત્વનું નથી, પણ કેટલાનો ત્યાગ કર્યો? તે મહત્ત્વનું છે. તેથી દરેક નિયમ ધારતી વખતે આટલા સિવાયનો ત્યાગ કરું છું, તેમ ધારવાનો ઉપયોગ રાખવો. એક શેઠનો જન્મ થતાં જ, તે દેશમાં પડનારો બારવર્ષ દુકાળ દૂર થઈ ગયો. જ્યોતિષીઓની આગાહી ખોટી પડી. ગ્રહોના ચાર બદલાઈ ગયા. જયાં દુકાળના એંધાણ વર્તાતા હતા, ત્યાં બારે ખાંગ મૂશળધાર વરસાદ વરસ્યો. સમગ્ર પ્રજામાં આનંદ છવાઈ ગયો. આ શેઠે પૂર્વભવમાં આરાધના કરીને એવું વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન કર્યું હતું કે જેના કારણે તેમને મળેલું સૌભાગ્ય અભૂત હતું. પૂર્વભવમાં તો તે પ્રવરદેવ નામનો ભિખારી હતો. ઘેર ઘેર ભીખ માંગવા છતાં પૂરતું મળતું નહોતું. કડવા શબ્દો સાંભળવા પડતા હતા. ધક્કા ખાવા પડતા હતા. ક્યારેક કોઈની લાતો પણ સહવી પડતી હતી. એકવાર રસ્તામાં કોઈ ગુરુમહારાજ મળ્યા. તેણે સુખી થવાનો રસ્તો પૂછ્યો. ગુરુદેવે જણાવ્યું, “જગતનો આ સનાતન નિયમ છે કે “પાપ કરવાથી દુઃખ મળે અને ત ૬૦ = વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કરવાથી સુખ મળે.”તારે જો સુખી થવું હોય તો ધર્મ કરવો જોઈએ. પાપ બંધાતું શક્યતઃ અટકાવવું જોઈએ.” તેણે કહ્યું, “ગુરુદેવ! હું તો શું ધર્મ કરી શકું? હું તો ભિખારી છું. ભિખ માંગીને ગુજરાન ચલાવું છું. તેમાં ય હેરાન થઉં છું. મારાથી શું કરી શકાય?” ગુરુદેવે કહ્યું, “સુખી થવું હોય તો પણ ધર્મ જ કરાય. ભલે તું બીજો કોઈ ધર્મન કરી શકે, પણ આટલું તો કરી શકે ને? રોજ એક ધાન્ય સિવાય અન્ય ધાન્ય ખાવું નહિ. એક શાક સિવાય બીજું શાક ખાવું નહિ. બોલ, આ બે નિયમનું પાલન કરી શકીશ?” પ્રવરદેવ આ બંને નિયમો સ્વીકારીને તેનું બરોબર પાલન કરવા લાગ્યો. કોઈના ઘરેથી જુવારનો રોટલો મળ્યા પછી બીજા ઘરે ઘઉંની રોટલી આપે તો તે ના પાડતો. એક શાક મળ્યા પછી બીજું શાક મળે તો તે લેતો નહિ. આ નિયમના પાલનથી તેની તબિયત પણ સુધરતી ગઈ. - એક શેઠને, પ્રવરદેવના આ નિયમપાલન માટેના વર્તનથી નવાઈ લાગતી હતી. “ભિખારીને તો જે આપો તે લઈ લે. ભિખારી કદી પણ કોઈ ચીજ માટે ના થોડો પાડે? આ કોઈ નવાઈનો ભિખારી લાગે છે. ભુખ્યો હોવા છતાં, પેટને જરૂર હોવા છતાં ક્યારેક રોટલી વગેરે માટે તો ક્યારેક શાક માટે સામેથી આપીએ તો પણ ના પાડે છે. શું કારણ હશે?” એક દિવસ તેમણે પ્રવરદેવને જ પૂછી લીધું. જ્યારે તેમણે જાણવા મળ્યું કે પ્રવરદેવને એક ધાન્ય અને એક શાકની પ્રતિજ્ઞા છે, ત્યારે પ્રવરદેવ પ્રત્યે તેમને બહુમાન થયું. ભિખારી અવસ્થામાં પણ આ વ્યક્તિની અનાસક્તિ, નિઃસ્પૃહતા નિયમપાલનની દઢતા વગેરે જોઈને તે શેઠને તેની કદર કરવાનું મન થયું. તેમણે તેને પોતાના ત્યાં નોકરીમાં રાખી દીધો. તેની પ્રામાણિકતા, કાર્યક્ષમતા, વફાદારી વગેરે ગુણોએ શેઠને વધુ પ્રભાવિત કર્યા. ધંધામાં ભાગીદાર બનાવ્યો. પ્રવરદેવ પુષ્કળ સંપત્તિમાન શેઠ બન્યો. સાત માળની હવેલીમાં રહેવા જવાનું થયું તો ય પ્રવરદેવ પોતાની પ્રતિજ્ઞામાં જરાય ઢીલો થતો નથી. દીકરાઓ વારંવાર અનેક શાક વાપરવાનું, અનેક વાનગીઓ વાપરવાનું કહે છે છતાં તેઓ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરવા તૈયાર નહિ. જેસીડી દ્વારા ઉપર ચડ્યો છું, તે સીડીને ઉપર ચઢીને છોડી ન દેવાય! ખાવાના દ્રવ્યોની મર્યાદા કરવાના પ્રભાવે આ પ્રવરદેવ મૃત્યુ પામ્યા પછી શેઠ બન્યા. મહા સૌભાગ્યના સ્વામી બન્યા. દુનિયામાં ખાવાની ઘણી બધી વસ્તુઓ છે. તમામ વસ્તુઓ તો આપણે એક બાળ ૬૧ : વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #65 -------------------------------------------------------------------------- ________________ દિવસમાં ખાઈ શકતા નથી. આખા દિવસમાં ખાઈ ખાઈને કેટલી વસ્તુ ખાઈ શકવાના ? પણ આપણી ખાવાની ઈચ્છા તો ઘણી વસ્તુઓ માટે હોઈ શકે છે. તે ઈચ્છા આપણને ઘણું પાપ બંધાવે છે. ન ખાવા છતાં પણ જે તે વસ્તુ ખાવાનું જે પાપ સતત લાગ્યા કરે છે, તેમાંથી બચવા માટે તે ઈચ્છાને મર્યાદિત કરવી જોઈએ. તેથી ચૌદ નિયમમાંના આ બીજા દ્રવ્ય નિયમમાં આખા દિવસમાં અમુક દ્રવ્યોથી વધારે નહિ વાપરું, તેવું નક્કી કરવું જોઈએ. ખાવા માટે મોઢામાં જે જે વસ્તુઓ નાંખવામાં આવે તે તમામ વસ્તુઓની સંખ્યા ગણવી. દિવસમાં એકની એક વસ્તુ ગમે તેટલી વાર ખાવામાં આવે તો પણ તેને એક જ વાર ગણત્રીમાં લેવું. જુદા જુદા નામવાળી દરેક વસ્તુને જુદી જુદી ગણવી. ઘણી વસ્તુઓ ભેગી થઈને એક નવી જ વસ્તુ બની હોય, જેનું અલગ નામ પણ હોય તો તેને એક જ વસ્તુ ગણવી, પણ તે જેમાંથી બની હોય તે દરેક વસ્તુઓની સંખ્યા ન ગણવી. ન એક જ ધાન્યમાંથી જુદી જુદી અનેક વસ્તુઓ બની હોય તો તેને એક દ્રવ્ય ન ગણતાં જુદા જુદા બધા જ દ્રવ્યોને ગણત્રીમાં લેવા. સ્વાદ બદલાતાં, નામ બદલાતાં વસ્તુને જુદી જુદી ગણવાનું ધ્યાનમાં રાખવું. ધાતુની સળી, હાથની આંગળી વગેરે મુખમાં નાંખવામાં આવે તો તેને દ્રવ્યસંખ્યામાં ગણવામાં આવતી નથી. ખાવા - પીવાની જે જે વસ્તુઓ નાંખવામાં આવે તેને દ્રવ્યની ગણત્રીમાં લેવામાં આવે છે. કયા કયા દ્રવ્યોને એક જ દ્રવ્ય ગણાય કે જુદા જુદા દ્રવ્ય ગણાય ? તે અંગે અનેક પ્રકારની માન્યતાઓ પ્રવર્તે છે. પૂજનીય ગુરુભગવંતો કે અનુભવી વૃદ્ધ શ્રાવક શ્રાવીકાઓ પાસેથી તે બધું સમજીને દ્રવ્યોની મર્યાદા સંખ્યાથી નિયત કરવી. : (૩) વિગઈ : વિકારો પેદા કરે તે વિગઈ કહેવાય. પરાણે ઘસડીને પણ વિગતિ = દુર્ગતિમાં લઈ જવાનું કામ જે કરે તે વિગઈ કહેવાય. તે વિગઈઓનો ત્યાગ કરવો જોઈએ. જો બધી વિગઈઓનો ત્યાગ ન થઈ શકે તો છેવટે ચાર અભક્ષ્ય મહાવિગઈઓનો જીવનભર સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ તથા બાકીની છ ભક્ષ્ય વિગઈઓમાંથી પણ રોજ યથાશક્તિ ત્યાગ કરવો જોઈએ. ચાર મહાવિગઈઓ મધ, માખણ, માંસ અને મદિરા, આ ચાર મહાવિગઈઓ છે. આ મહાવિગઈઓનું સેવન કરવામાં પુષ્કળ જીવોની હિંસા થાય છે. તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. જે દવાઓ મધ સાથે જ લેવી પડે તેમ હોય તે દવાઓ પણ મધના બદલે અથાણાની ચાસણી કે ઘી – સાકર સાથે લઈને પણ મધનો તો ૬૨ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #66 -------------------------------------------------------------------------- ________________ સદંતર ત્યાગ જ કરવો જોઈએ. છાશથી છૂટું પડતાંની સાથે જ માખણમાં પુષ્કળ જીવો પેદા થઈ જાય છે. માટે માખણનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. ડેરીમાંથી આવતું માખણ (બટર) ઘણા દિવસોનું વાસી હોય છે, તેમાં પુષ્કળ જીવો ખદબદતા હોય છે. તેથી સેન્ડવીચ વગેરેમાં પણ ચોપડાતું બટર ત્યાજ્ય છે. માખણ વિકારો પણ પેદા કરે છે. તેનો કાયમ માટે ત્યાગ કરી લેવો જરૂરી છે. માંસ અને મદિરા (દારૂ) પણ મહાવિગઈ છે. તેમાં પણ પુષ્કળ જીવો પેદા થાય છે. વળી સામાજિક દૃષ્ટિએ પણ તેના નુકશાનો ઘણા છે. આ ચારે મહાવિગઈઓનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. છ ભક્ષ્ય વિગઈઃ (૧) દૂધ, (૨) દહીં (૩) ઘી (૪) તેલ (૫) ગળપણ અને (૬) કડા (ઘી- તેલમાં શેકેલું - તળેલું વગેરે.) જો કે આ છ વિગઈઓ ભક્ષ્ય છે. અચિત્ત છે તેમાં જીવોત્પત્તિ નથી. પણ તેમાં વિકારો પેદા કરવાની તાકાત છે. તેથી આ ભક્ષ્ય વિગઈઓનો પણ જો શક્ય હોય તો સંપૂર્ણ ત્યાગ કરીને આયંબીલ - નવી આદિ તપ કરી શકાય. - પણ જો છ એ વિગઈઓનો સંપૂર્ણ ત્યાગ ન કરી શકાય તો રોજ યથાશક્તિ ૫, ૪, ૩, ૨ કે ૧ વિગઈનો ત્યાગ કરવો જોઈએ. આ વિગઈ અંગેનો નિયમ બે રીતે ધારી શકાય છે. પાકી (મૂળથી) વિગઈનો ત્યાગ અને કાચી વિગઈનો ત્યાગ. દૂધની કાચી વિગઈનો ત્યાગ કરનાર ઠંડુ કે ગરમ દૂધ ન વાપરી શકે પણ દૂધના રૂપાંતરને વાપરી શકે એટલે કે દૂધમાંથી બનેલી ચા, કોફી, દૂધપાક, ખીર, માવો વગેરે વાપરી શકે; પરંતુ જો દૂધની પાકવિગઈનો ત્યાગ કર્યો હોય તો દૂધ કે દૂધના કોઈપણ રૂપાન્તરો પણ લઈ શકાય નહિ. તે જ રીતે કાચી દહીં વિગઈનો ત્યાગ કરનાર દહીં - છાશ ન વાપરી શકે પણ દહીંના રૂપાંતરો કઢી, વડાં, શિખંડ, રાયતું વગેરે વાપરી શકે. જ્યારે પાકી દહીં વિગઈનો પણ ત્યાગ કર્યો હોય તો દહીં, છાશ કે તેમાંથી બનેલી કોઈ પણ વસ્તુઓ પણ વાપરી શકાય નહિ. ઘી - તેલની કાચી વિગઈનો ત્યાગ હોય તો રોટલી - ઢોકળા વગેરે ઉપર ઘી - તેલ ન લેવાય. પણ ઘી-તેલનો ઉપયોગ કરીને બનાવેલી વસ્તુઓ વાપરી શકાય; પણ ઘી - તેલની પાકી વિગઈનો ત્યાગ હોય તો ઘી - તેલ કે ઘી - તેલમાંથી બનાવેલી વસ્તુઓ પણ વાપરી શકાય નહિ. a ૬૩ : વ્રત ધારીયે ગુરુ સાખ ભાગ - ૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ ગોળની કાચી વિગઈનો ત્યાગ કરનાર ચૂલે ચડાવ્યા વિનાના કાચા ગોળનો ઉપયોગ કરી શકે નહિ પણ જો ગોળનો મૂળથી (પાકી વિગઈ રૂપે) ત્યાગ કર્યો હોય તો ગોળ કે ગોળની કોઈપણ બનાવટ વાપરી શકાય નહિ. કાચી કડા વિગઈનો ત્યાગ કર્યો હોય તો ઘી કે તેલમાં ત્રણ ઘાણ સુધી તળેલી વસ્તુઓ વાપરી ન શકાય પણ તે સિવાયનું વાપરી શકાય, પરંતુ જો પાકી કડાવિગઈનો ત્યાગ હોય તો ત્રણ ઘાણ પછીના ઘાણમાં તળેલ વસ્તુઓ, પોતું દઈને કરેલ ઢેબરા વગેરે, ઘીમાં આટો શેકી બનાવેલો શીરો, મોહનથાળ, મૈસુર વગેરે પણ વાપરી શકાય નહિ. આ બધી વસ્તુઓ કાચી કડા વિગઈના ત્યાગવાળા વાપરી શકતા હતા. આ છએ ભક્ષ્ય વિગઈમાંથી અનુકૂળતા પ્રમાણે બને તેટલી વધારે કાચી - પાકી વિગઈનો રોજ ત્યાગ કરવો જોઈએ. (૪) વાણહ : વાણહ = ઉપાનહ = પગરખાં = પગમાં પહેરવાના બુટ, મોજાં, સ્લીપર, સેન્ડલ, ચંપલ, મોજડી, પાવડી - પાદુકા વગેરે. આખા દિવસમાં આ બધા પગરખાંની જોડમાંથી અમુક સંખ્યા કરતાં વધારે જોડ નહિ વાપરું, એ પ્રમાણે નિયમ લેવાનો હોય છે. એકની એક જોડ ગમે તેટલી વાર ઉપયોગમાં લેવામાં આવે તો પણ તે એક ગણાય. બીજાના ચંપલ વગેરે ભૂલમાં પણ ન પહેરી જવાય, તેની કાળજી લેવી. નવા પગરખાં ખરીદવાના હોય તો તેની પસંદગી કરવા અનેક જોડ પહેરવાની શક્યતા જે દિવસે હોય તે દિવસે તે પ્રમાણે સંખ્યા ધારવી, જેથી લીધેલા નિયમનો ભંગ થવાની શક્યા ન રહે. ' ') તંબોળઃ તંબોળ એટલે મુખવાસ. વરીયાળી, ધાણાની દાળ, સોપારી, "ીન વગેરેનો તંબોળમાં સમાવેશ થાય. ખાધા પછી ઈલાયચી, લવીંગ, તજ, સવા, ચૂરણની ગોળીઓ વગેરે જે કોઈ ચીજનો મુખવાસ તરીકે ઉપયોગ કરાય તે બધા તંબોળમાં ગણાય.. આખા દિવસમાં વરિયાળી વગેરે મુખવાસ અમુક ગ્રામ વજનથી વધારે નહિ વાપરું, પાન વગેરે અમુક સંખ્યાથી વધારે નહિ વાપરું; તેવો નિયમ ધારવો જોઈએ. (૬) વસ્ત્ર : પહેરવાના ઉપયોગમાં આવતા તમામ વસ્ત્રોની સંખ્યા નક્કી કરવી. ટુવાલ, નેપકીન, રૂમાલ વગેરેની સંખ્યા પણ ગણવી. એકનું એક વસ્ત્ર ગમે તેટલી વાર ઉપયોગમાં લેવાય તો પણ તે એક જ સમજવું. આખા દિવસમાં અમુક સંખ્યાથી વધારે વસ્ત્રો નહિ વાપરું, તેવો નિયમ ધારવો જોઈએ. (૭) કુસુમઃ કુસુમ એટલે સુગંધી પદાર્થો. ફૂલ, ફૂલની માળા, વેણી, અત્તર, ૬૪ % વત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ - Page #68 -------------------------------------------------------------------------- ________________ સેંટ વગેરે પરફ્યુમો, છીંકણી વગેરે જે જે સુંઘવાના પદાર્થો હોય તેના પ્રમાણની મર્યાદા નક્કી કરવી. નક્કી કરેલી મર્યાદાથી વધી ન જાય તેની કાળજી રાખવી. કેરી ખરીદવાની હોય તો એક કેરી લઈને સુંધે તો એક કેરી ગણાય પણ આખો કરંડીયો સુંધે તો આખો કરંડીયો ગણાય ! ઘી ખરીદતી વખતે આખો ડબો સૂંઘવાના બદલે હથેળી ઉપર થોડું ઘી લઈને સૂંઘવામાં આવે તો આખો ડબો ન ગણતાં થોડું જ ગણાય. આવું બધી વસ્તુઓમાં સમજવું. બગીચામાં કે પરફયુમની દુકાનોમાં દૂરથી સુગંધ આવી જતી હોય તો તેને ગણત્રીમાં લેવાની જરૂર નથી, પણ તે વખતે ય તે સુગંધમાં આસક્તિ ન થઈ જાય તેની કાળજી લેવી જરુરી છે. (૮) વાહનઃ એક સ્થાનેથી બીજા સ્થાને જેના દ્વારા જવાય તે વાહન ગણાય. ટ્રેન, બસ, રીક્ષા, સ્કુટર, સાયકલ, હાથી, ઘોડા, બળદગાડું, ઊંટગાડી વગેરે બધાનો વાહનોમાં સમાવેશ થાય. અમુક સંખ્યાથી વધારે વાહનોનો ઉપયોગ હું નહીં કરું, તેવું આ નિયમમાં ધારવાનું છે. (૯) શયન ઃ ગાદી, તકીયા, ખુરશી, ટેબલ, સોફા, પલંગ, મેજ, સ્ટ્રેચર, પલંગ, ખાટલા, કોચ, પથારી, ચોરસ, બેંચ વગેરે સૂવા - બેસવા કે આરામના દરેક સાધનોનો સમાવેશ થાય છે. આ બધાનો નામ - વિભાગ પૂર્વક નિયમ કરીને બાકીનાનો ત્યાગ કરવાનો હોય છે. સ્મરણ ન રહે તો બહારગામ, બજારમાં કે એવા બીજા સ્થાને ઔચિત્યભંગ ન થાય તે માટે જયણા રખાય છે. આ નિયમ ધારતી વખતે ધ્યાનમાં રાખવું કે ઘરે ગાદલા રજાઈ – ચોરસા - ચાદર વગેરેની થપ્પી ઉપર બેસી જાઓ તો તે બધાની સંખ્યા ગણત્રીમાં લેવી પડે. હા, કબાટવાળા પલંગ કે કોચમાં નીચે ગમે તેટલી પથારીઓ વગેરે હોય અને ઉપર લાકડાનું ઢાંકણ આવી ગયું હોય તો તે પલંગ ઉપર બેસતાં નીચેના કબાટમાં રહેલી કોઈ ચીજ ગણવાની નથી. માત્ર પલંગ ઉપર જેટલી પથારી વગેરે હોય તે જ ગણત્રીમાં લેવાની છે. સ્કૂલ - કૉલેજ વગેરેમાં પણ જુદી જુદી રૂમોમાં જુદી જુદી બેન્ચો ઉપર બેસતા રહો તો તે બધાની ગણત્રી કરવી પડે. તેથી આ બધી બાબતોમાં ઉપયોગ રાખવો અથવા તો પહેલેથી જ તે તે રીતે જયણા કે વિવેક્ષા રાખવી. (૧૦) વિલેપન : શરીરની સુખશીલતાને પોષવા વપરાતા સાબુ, તેલ, અળતો, મેંદી, પાઉડર, લીપસ્ટીક, નેઈલ પોલીસ, સુખડ, બરાસ, કસ્તુરી, બામ, વિક્સ, વેસેલાઈન, માલીસ માટેનું તેલ વગેરેનું નામપૂર્વક અમુક પ્રમાણમાં, અમુકવાર વગેરે રીતે પ્રમાણ નક્કી કરીને બાકીના બધાનો ત્યાગ કરવાનો છે. આ * હાહાહાકાર ૬૫ ૬ વ્રત ધારીયે ગુરુ સાખ-ભાગ-૨ Page #69 -------------------------------------------------------------------------- ________________ નિયમ કરવા છતાં પણ દેવપૂજાદિ વખતે તિલક કરવું અને પોતાના હાથ - કાંડા વગેરેને ધૂપ દેવો વગેરે ક૨ે છે. તેમ કરવાથી સંખ્યા વધે તો પણ નિયમનો ભંગ થતો નથી. (૧૧) બ્રહ્મચર્ય : પરસ્ત્રીગમન – વેશ્યાગમન વગેરેનો ત્યાગ કરવાનો હોય છે. પોતાની સ્રીના વિષયમાં પણ મર્યાદા નક્કી કરવાની છે. અમુક સમયથી, અમુક વારથી વધારે વાર મૈથુનનો ત્યાગ કરવાનું નક્કી કરાય છે. તિથિઓનું બ્રહ્મચર્ય પાળનારાએ પણ પૂર્વની મધ્યરાત્રિથી તિથિનો દિન તથા તેની સંપૂર્ણ રાત્રી દરમિયાન અબ્રહ્મનો ત્યાગ કરવો જોઈએ. પૂર્વની મધ્યરાત્રી બીજી તિથિરૂપે ન હોવા છતાં ય બીજી તિથિના પરોઢ રૂપે તેનો વ્યવહાર થાય છે અને તેથી કેટલીક વખત નિયમ તુટવાનો સંભવ છે, માટે પૂર્વના દિનની મધ્યરાત્રિથી આરંભીને તે તિથિનો દિવસ અને પૂર્ણ રાત્રી બ્રહ્મચર્ય પાળવું જરૂરી છે. (૧૨) દિશા : ઉપર – નીચે, ચાર દિશા તથા ચાર ખૂણા, એ આઠ દિશાઓનું માપ નક્કી કરવાનું હોય છે. નક્કી કરેલ મર્યાદાની બહાર ગમનાગમન (જવા - આવવાનું) નહિ કરવાનો નિયમ કરવાનો છે. (૧૩) સ્નાન : સ્નાન બે પ્રકારના છે. (૧) સર્વસ્નાન અને (૨) દેશસ્નાન. હાથ - પગ – મોઢું ધોવું તે દેશસ્નાન ગણાય. આખા દિવસમાં અમુક સંખ્યાથી વધારે વા૨ સર્વસ્નાન ન કરવું તથા અમુક સંખ્યાથી વધારે વાર દેશસ્નાન ન કરવું, તેમ નક્કી કરવાનું છે. બીજી – ત્રીજી વખત પૂજા – પૂજન – આંગી વગેરે જિનભક્તિ કરવા માટે સ્નાન કરવું પડે તો નિયમનો ભંગ થતો નથી. સ્મશાનાદિ કારણે થતાં લૌકિકસ્નાનની જયણા રાખવી. - (૧૪) ભોજન - પાણી : અશન, પાન, ખાદીમ અને સ્વાદીમ; આ ચાર પ્રકારના આહારમાંથી જે કાંઈ મુખમાં નાંખવામાં આવે તેનું પ્રમાણ નક્કી કરવાનું છે. અમુક વજનથી વધારે ભોજન નહિ વાપરું. અમુક પ્રમાણથી વધારે પાણી નહિ વાપરું. ચૌદ નિયમો ધારવા પાછળનો મહત્ત્વનો ઉદ્દેશ અવિરતિના કારણે બંધાનારા પાપોથી અટકવાનો છે. જે ચીજ નિરુપયોગી છે, વાપરવાની નથી, વાપરવાથી કોઈ વિશેષ લાભ નથી, તે ચીજના નિમિત્તે બંધાનારા પાપોથી અટકી શકાય છે. આ નિયમો પોતાની જે બુદ્ધિથી – જે રીતે – ધારીએ તે રીતે તેનું પાલન કરવાનું હોય છે. હાલ આ ચૌદ નિયમો સાથે બીજા પણ પૃથ્વીકાયાદિ જીવો તથા અસિ – મસિ – કૃષિ અંગે નિયમો ધારવાની પરંપરા છે. ના ૬૬ કે વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ (૧) પૃથ્વીકાયઃ ખાણની માટી, ખડી, અબરખ, તેજંતુરી, કાચું મીઠું, વગેરેનું પ્રમાણ સંખ્યા અને વજનથી નક્કી કરીને બાકીનાનો ત્યાગ કરવો. બને તો કાચું મીઠું વાપરવું જ નહિ. બળવણનો ઉપયોગ કરવો. (૨) અકાયઃ અમુક પ્રમાણથી વધારે પાણી પીવું નહિ. સ્નાન કરવામાં અમુક પ્રમાણથી વધારે પાણી ન વાપરવું. તે જ રીતે કપડાં ધોવા, હાથ - પગ ધોવા વગેરે કારણે પણ અમુક પ્રમાણથી વધારે પાણી ન વાપરવાનો નિયમ કરવામાં આવે છે. સ્નાન કરતી વખતે સીધું ફુવારા નીચે ન બેસવું કે નળની નીચે પણ ન બેસવું. નહિ તો તેની સાથે જોડાયેલી આખી ટાંકી ગણત્રીમાં લેવી પડે. જરૂર પ્રમાણેનું પાણી ડોલમાં લઈને પછી તેનો ઉપયોગ કરવો. તેથી ગણત્રીમાં તેટલું જ લઈ શકાય. તે જ રીતે હાથ ધોતી વખતે વોશબેસીનનો નળ ખોલીને હાથ ન ધોવો, પણ સૌ પ્રથમ ગ્લાસ વગેરેમાં જરૂર જેટલું પાણી લઈને પછી તેનો ઉપયોગ કરવો. પાણીના એક ટીપામાં અસંખ્યાતા (અબજો કરતાં ય વધારે) જીવો છે. તેમનો કચ્ચરઘાણ શી રીતે બોલાવાય? તેથી પાણીના વપરાશનું પ્રમાણ શક્યતઃ ઘટાડીને, જરૂર જેટલું પ્રમાણ ધારવું. તેઉકાયઃ ચૂલા, ગેશ, પ્રાયમસ વગેરેની સંખ્યા નક્કી કરવાની છે. ક્યારેક એક ઘરમાં રહેલા તમામ ચૂલાદિને એક ગણીને ઘરની સંખ્યા પણ નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ઈલેક્ટ્રીસીટીની જે સ્વીચો ઓન - ઑફ કરવામાં આવે તેની સંખ્યા પણ નક્કી કરવામાં આવે છે. ઘરની બીજી વ્યક્તિઓના કહેવાથી કરવી પડે તેની જયણા રાખી શકાય; પણ પોતાના ઉપયોગમાં લેવાતી તમામ લાઈટો વગેરેની સંખ્યાને ગણત્રીમાં લેવી જોઈએ. સ્ટેશન વગેરે જાહેર સ્થળોની લાઈટોની જયણા રાખી શકાય. નક્કી કરેલ પ્રમાણથી વધારે ઉપયોગ નહિ કરવાનું નક્કી કરવાનું છે. વાયુકાયઃ પંખા, હિંચકા, ફ્રીઝ વગેરે જેમાં વાયુકાયની વિરાધના થતી હોય તે બધાની સંખ્યાનું નિયમન કરવાનું છે. પોતાની અનુમોદના જેમાં હોય, પોતાને જેની અપેક્ષા હોય તે બધાને ગણત્રીમાં લેવા. પણ ઔચિત્યથી બીજાને માટે કરવા પડે તેની જયણા રાખી શકાય. વનસ્પતિકાયઃ જે જે શાકભાજી, ફળ વગેરે વનસ્પતિઓનો ઉપયોગ કરવો પડે તે બધાનો - નામ, માપ અને સંખ્યાના વિભાગ પૂર્વક - નિયમ કરીને બાકીનાનો ત્યાગ કરવાનો છે. ૬૭ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #71 -------------------------------------------------------------------------- ________________ ત્રસકાય : અમુક સંખ્યામાં નોકર – ચાકરો વગેરેનો નિયમ કરાય છે. શક્યતઃ જયણા રાખવાનાં આવે છે, • (૬) અસિ : ચપ્પુ, કાતર, સુડી, સોય, નીલકટર, તલવાર, છરી, કંપાસના સાધનો વગેરે શસ્રોનો નામ – વિભાગ – સંખ્યા પૂર્વક - નિયમ કરીને બાકીનાનો ત્યાગ - કરવાનો છે. (૭) મસિ : પેન, પેન્સીલ, કલમ, હોલ્ડર, ખડીયા વગેરે લખવાના સાધનોની સંખ્યાનો નિયમ કરીને બીજાનો ત્યાગ કરવાનો છે. (૮) કૃષિ : ખેતી કરવા માટેના હળ, કોશ, કોદાળી વગેરે સામગ્રીનો નિયમ કરવાનો છે. આ ચૌદ નિયમો રોજ સવારે ધારવા. સાંજે ચેક કરવા. ફરી રાત્રી માટે તે નિયમો યથાયોગ્ય ફેરફાર કરીને ધારવા. સવારે ચેક કરવા. આ રીતે કરવાથી ઘણા પાપોમાંથી બચી જવાય છે. વળી, ધારેલી સંખ્યા કે પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો કરવાનું પણ લક્ષ રાખવું. તેમ કરવાથી લેશ્યા તુટે છે. સંજ્ઞા નબળી પડે છે. સંતોષગુણ પેદા થાય છે. અધ્યવસાયો નિર્મળ બને છે. ઉપર જણાવેલા નિયમો લીધા પછી તરત દેસાવગાસિકનું પચ્ચક્ખાણ લેવું જોઈએ. તે આ પ્રમાણે : “દેસાવગાસિ ઉપભોગં પિરભોગં પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં મહત્તરાગારેણં સન્ સમાહિવત્તિયાગારેણ વોસિરઈ (વોસિરામિ)” ૧૫ કર્મભૂમિ અને ૧૪ રાજલોકમાં જેના જેવું બીજું કોઈ તીર્થ નથી તે શાશ્વત ગિરિરાજ સિદ્ધાચલજીનો મહિમા તથાં તેની જુદી જુદી દેરીઓના ઈતિહાસને જાણવા અને ઘેર બેઠાં સિદ્ધાચલજીની ભાવયાત્રા કરવા ચાલો ચાલો સિદ્ધગિરિ જઈએ રે પુસ્તિકા વાંચો - વંચાવો તથા પ્રભાવના કરો. ૬૮ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ (૮) શ્રાવક : પાપોથી ડરપોક સાતમા વ્રતમાં જેમ ૩૨ અનંતકાય તથા ૨૨ અભક્ષ્યોનો ત્યાગ કરવાનો છે તેમ ભક્ષ્ય ચીજોમાં પણ જરૂર વિનાની વધારાની વસ્તુઓનો ત્યાગ કરવો જરૂરી છે. જે જે ભઠ્યચીજો વાપરવી જરૂરી જણાતી હોય કે છોડવાનું સત્ત્વન હોય. તે તે ધાન્ય, કઠોળ, શાકભાજી, મેવા - મસાલા, ફળ વગેરેની છૂટ રાખીને બાકીના બધાનો ત્યાગ કરવા, નીચેનો નિયમ લેવો જોઈએ. પ્રતિજ્ઞા : (A) પૂર્વે જણાવેલી જયણાપૂર્વક રર અભક્યો તથા ૩૨ અનંતકાયનો ત્યાગ કરું છું. (B) ભઠ્ય ચીજોમાં પણ નીચે જણાવ્યા સિવાયના ધાન્ય - કઠોળ - શાકભાજી - મેવા - મસાલા - ફળ વગેરેનો ત્યાગ કરું છું એટલે કે નીચે જેના નામ હું લખું, તેનો ઉપયોગ કરવાની છૂટ રાખું છું, તે સિવાયની બધી ભક્ષ્ય ચીજોનો ત્યાગ કરું છું. (ખાલી જગ્યામાં જાતે નામો લખવા.) ધાન્ય:. કઠોળ :. શાકભાજી :ફળ : મેવા:– મસાલા, (C) નીચે જણાવેલા કર્માદાનોનો પણ ત્યાગ કરું છું. સાતમા ભોગોપભોગ પરિમાણવ્રતમાં જેમ ખાવા - પીવા – પહેરવા - ઓઢવાની વસ્તુઓનું પરિમાણ (માપ) નક્કી કરવાનું છે, તેમ પંદર પ્રકારના કર્માદાનના ધંધાઓના ત્યાગનો પ્રયત્ન પણ કરવાનો છે. કર્મ = પાપકર્મોનું, આદાન = ગ્રહણ થવું. જે ધંધાઓ વડે ઘણા બધા પાપકર્મો બંધાતા હોય તે ધંધાઓને કમદાનના ધંધાઓ કહેવાય છે. કોઈ પણ પ્રકારનો ધંધો કરવામાં પાપકર્મો તો બંધાયા જ કરે છે. સંસારની કોઈ પ્રવૃત્તિ એવી નથી કે જેનાથી પાપકર્મો ન બંધાય. તેથી હકીકતમાં તો સંસારની કોઈ પ્રવૃત્તિ થઈ શકે નહિ. સંસાર ત્યાગીને સાધુ જ બનવું જોઈએ. પણ, જેઓ માનવજીવન પામવા છતાં ય ગમે તે કારણસર સાધુ બની શકવાની જ ૬૯ , વ્રત ધરીયે ગુરુ સાખ-ભાગ- ૨ - Page #73 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિમાં નથી, તેમણે સંસારની આજીવીકા ચલાવવા પૈસાની જરુર તો પડશે જ. તે માટે તેને ધંધો પણ કરવો પડે. પણ, તે શ્રાવક વિચારતો હોય કે હું સાધુ બની શકતો નથી અને સંસારમાં મારે રહેવું પડે છે, તેનો અર્થ એવો નથી કે મને બધા પાપો કરવાની રજા મળી ગઈ ! ‘સાધુથી કોઈ પાપ ન કરાય; પણ સંસારીઓ તો બધા જ પાપો કરી શકે તેમને કોઈ વાંધો નહિ !' ના, આ વાત બરોબર નથી. હું સાધુ નથી બની શક્યો તે મારી કમનસીબી છે. હવે મારે જ્યારે સંસારમાં રહેવું જ પડ્યું છે, ત્યારે તેની આજીવિકા ચલાવવા હવે હું એવો જ ધંધો કરું કે જેનાથી ઓછામાં ઓછા પાપકર્મો બંધાય. આવી વિચારણા ધરાવતો શ્રાવક દિવસનો શક્યતઃ વધારે સમય ધર્મધ્યાન પાછળ પસાર કરતો હોય. અનિવાર્યપણે જે સમય તેણે સંસાર માટે ફાળવવો પડતો હોય તેટલો સમય તે સંસારની જવાબદારીઓ અદા કરે; પણ તે ય દુ:ખાતા દીલે. કર્યા વિના છૂટકો નથી માટે. ક્યારે આનાથી પણ છૂટું તેવી ભાવના ભાવવા સાથે. આવો આ શ્રાવક પોતાના ધંધાની પસંદગી કરતી વખતે, જે ધંધાઓ કરવામાં પુષ્કળ પ્રમાણમાં અશુભકર્મો આત્મામાં પ્રવેશી શકે છે, તેવા કર્માદાનના ધંધાઓની પસંદગી તો ન જ કરે. બાપદાદાઓ દ્વારા વારસામાં મળેલા તેવા ધંધાઓનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરે. તે માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે. પાપો પ્રત્યેની તેની . સૂગ તેને આવા પાપી ધંધાઓ કરવામાં રસ પેદા થવા દે નહિ. શાસ્ત્રોમાં કર્માદાનના આવા પંદર પ્રકારના ધંધાઓ બતાડવામાં આવ્યા છે. ભોગ – ઉપભોગની સામગ્રીઓ પ્રાપ્ત કરવા માટે જરુરી પૈસા મેળવવા આવા વિશેષ આરંભ – સમારંભવાળા ધંધાઓ થઈ શકે નહિ. (૧) ઈગાલકર્મ : ભઠ્ઠીના મુખ્ય ઉપયોગવાળા ધંધાઓ : લુહાર, સોની, ભાડભુંજો, કુંભાર, ભઠ્ઠીઓ, સાબુ, ચુનો, લાકડાનું દહન, ક્ષાર, ભસ્મો માટેની ભઠ્ઠીઓ વગેરે કર્મો અને વ્યાપારોનો ઈંગાલકર્મમાં સમાવેશ થાય. (૨) વનકર્મ : જે ધંધાઓમાં વનસ્પતિઓના વિશેષ પ્રકારે છેદન – ભેદન કરવા પડતાં હોય તેમનો સમાવેશ આ વનકર્મમાં થાય. જંગલો કાપવા, ઘાસના બીડ રાખવા, લીલોતરી વેચવી, અનાજ ભરાવવું વગેરે. (૩) શકટકર્મ : શકટ એટલે ગાડા. તેનાથી તમામ વાહનો સમજવા. ગાડા, સાયકલ, રીક્ષા, સ્કુટર, મોટર સાયકલ, ગાડી, ટ્રક, ટ્રેઈન વગેરે વાહનો કે તેના કોઈ ભાગો બનાવવાના કારખાના વગેરે દ્વારા પોતાની આજીવીકા ચલાવવી. આ બધું બનાવતી વખતે તો પુષ્કળ હિંસા છે જ, પણ તેનો ઉપયોગ જ્યાં સુધી થશે ત્યાં સુધી વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ ૭૦ Page #74 -------------------------------------------------------------------------- ________________ પણ હિંસા સતત ચાલુ રહેશે. (૪) ભાટક કર્મ : ભાટક = ભાડું. વાહનો કે જાનવરોનું ભાડું ઉપજાવીને આજીવીકા ચલાવવી. બળદ, ઊંટ, પાડા, હાથી, ઘોડા વગેરે ભાડે આપવા. ગાડાં, ઘોડાગાડી, ઊંટ ગાડી, રીક્ષા, ગાડી, ટ્રક વગેરે વાહનો ભાડે આપવા કે ફેરવવા. ટ્રાન્સપોર્ટનો ધંધો કરવો. આ બધાનો સમાવેશ ભાટકકર્મમાં થાય છે. છકાયની વિરાધના થવાથી પુષ્કળ કર્મો બંધાય છે. - (૫) સ્ફોટક કર્મઃ પૃથ્વીના પડ ફોડીને આજીવીકા ચલાવવી. ખાણો ખોદવી. તેલના કુવા કરવા. પેટ્રોલ વગેરે કાઢવું. કુવા - તળાવ, વાવ, બોગદાં વગેરે ખોદાવવા. ભોયરા કરવા વગેરે. ઉપરના પાંચ પ્રકારના ધંધાઓ ભયાનક હિંસા કરનારા છે. તે તે વસ્તુઓ પેદા કરવા હિંસા કરવી પડે છે તેમ પેદા થયા પછી તે તે વસ્તુઓનો ઉપયોગ કરવામાં પણ પુષ્કળ હિંસાદિ થાય છે. તેથી આ પાંચ પ્રકારના કર્મોનો સદંતર ત્યાગ કરવો જોઈએ. (૬ - ૧૦) પાંચ પ્રકારના વાણિજ્યઃ વાણિજ્ય એટલે વેપાર. પાંચ પ્રકારની વસ્તુઓના વેપારો પણ કર્માદાનનો વિષય બને છે. (૧) દંત વાણિજ્ય : દંત શબ્દથી માત્ર દાંત જ ન સમજવા; પણ પશુ – પંખીઓના તમામ અવયવો સમજવા. પશુ – પંખીઓના શરીરના કોઈ પણ અવયવો કે તેમાંથી તૈયાર થતી વસ્તુઓ વેચીને પોતાની આજીવીકા ચલાવવી તે દંતવાણિજ્ય કહેવાય. હાથીદાંત, હરણના શિંગડા - કસ્તુરી વગેરેનો વેપાર દંતવાણિજ્યમાં ગણાય. તે કર્માદાન હોવાથી છોડવા જેવો છે. (૨) લાખ વાણિજ્ય લાખ વગેરે જે દ્રવ્યોમાં ઘણાં બધા ત્રસજીવોની હિંસા છે તે દ્રવ્યોનો વેપાર કરીને આજીવિકા ચલાવવી તે. લાખ, ગળી, મહુડાં, સાબુ, સાજીખાર વગેરેનો ધંધાઓનો સમાવેશ લાખ વાણિજ્યમાં થાય. (૩) રસ વાણિજ્યઃ રસ એટલે મદ્યાદિ મહા વિગઈઓ વગેરેનો વેપાર કરીને આજીવિકા ચલાવવી તે. મધ, દારુ, માંસ, માખણ, તથા ઘી - તેલ વગેરેનો વેપાર કરવો તે રસવાણિજય. ઘણાં ત્રસ જીવોની હિંસાનું તે કારણ બને છે. (૪) કેશ વાણિજ્ય કેશ = વાળ. વાળવાળા પશુ – પંખી અને માનવોનો વેપાર. હાથી - ઘોડા - બળદ - ઘેટાં-બકરા - મોર – પોપટ વગેરેની લે-વેચનો ધંધો કરીને આજીવિકા ચલાવવી. તે જ રીતે નોકર – દાસ - દાસી વગેરે વેચવા - ખરીદવાનો ધંધો પણ કેશ વાણીજ્યમાં ગણાય. ડ ૭૧ - વ્રત ધારીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ (૫) વિષ વાણિજ્ય : વિષ એટલે ઝેર. ઝેર કે ઝેરી પદાર્થોના ધંધા દ્વારા આજીવિકા ચલાવવી તે. જેનાથી બીજાનું કે પોતાનું મોત થઈ શકે તેવા તમામ પદાર્થોના ધંધાઓનો સમાવેશ વિષ વાણિજ્યમાં થાય છે. સોમલ, અફીણ, પોટેશીયમ સાયનામાઈડ વગેરે ઝેર, તમાકુ, ગુટકા, પાનપરાગ, વગેરે નશીલી વસ્તુઓ તથા ડી. ડી. ટી. વગેરે જંતુ નાશક દવાઓના ધંધાઓ દ્વારા આજીવિકા ચલાવવી તે વિષ વાણિજ્ય. તોપ, બંદુક, તલવાર, ભાલા, બરછી, કોદાળી વગેરે શસ્ત્રોનો વેપાર પણ વિષવાણિજ્ય ગણાય. આ પાંચે પ્રકારના વાણિજ્યોથી પુષ્કળ પાપકર્મો બંધાતા હોવાથી તેનો ત્યાગ કરવો જોઈએ. (૧૧) યન્ત્રપીલન કર્મ : ઘાણી વગેરે યંત્રો ચલાવીને આજીવીકા કરવી તે. ઘાણી, શેરડીના રસનું યંત્ર, જ્યુસના સાધનો, પવનચક્કી વગેરે જે જે યંત્રોમાં કાંઈક પીલવું પડતું હોય તે યંત્રોના ધંધા વડે આજીવિકા ચલાવવી તે. (૧૨) નિર્ણાંછન કર્મ : પશુ - પંખીઓના અંગો વીંધવા વડે આજીવિકા ચલાવવી તે. બળદ વગેરેના અંગો વીંધવા, ખસી કરવી, કાન વગેરે કાપવા તે નિર્ણાંછન કર્મ ગણાય. પશુ – પંખીને ઘણી પીડા થાય છે. (૧૩) દવદાન કર્મ : આગ લગાડવાનું કાર્ય. ખેતરને, દુકાનને, ઘરને, જંગલને શોખથી, દુશ્મનીથી કે ધંધાકીય રીતે આગ લગાડવી. આ બધું દવદાનકર્મ ગણાય. (૧૪) જલશોષણ કર્મ : પાણી શોષવાનું કામ. કૂવા – તળાવ ખાલી કરવા, નદી વગેરેના પ્રવાહો બદલવા, વાવ ઉલેચી આપવી વગેરે. (૧૫) અસતી પોષણ કર્મ : સ્રીઓ દ્વારા આજીવિકા ચલાવવી. નટીઓ નચાવવી. વેશ્યાઓ રાખવી. શિકારી પ્રાણીઓને ઉછેરવા - વેચવા. પોપટાદિને પાળીને લડાઈઓ કરાવવી. વગેરે... આ પંદર પ્રકારના કર્માદાનોનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણકે આ કર્માદાનોમાં પુષ્કળ આરંભ - સમારંભ છે. છ જીવનિકાયોની હિંસા થાય છે. આજીવિકાનું અન્ય સાધન હોય તો આવા હિંસક કર્માદાનના ધંધાઓ કરવાની આવશ્યકતા શું ? બધી અનુકૂળતા હોવા છતાં ય જે વ્યક્તિ આવા હિંસક કર્માદાનના ધંધા ચાલુ રાખે તેને પાપના ભય ઓછો છે, અથવા તો નિષ્ઠુરતા પેદા થઈ છે, તેમ ન મનાય ? જ્યાં નિષ્ઠુરતા ત્યાં મિથ્યાત્વ ! આ વાત જાણ્યા પછી થોડી પણ નિષ્ઠુરતા ન આવી જાય તે માટે સતત પાપનો ભય રાખવો જરુરી છે. તે માટે આવા હિંસક ધંધાઓ ૭૨ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ ત્યાગી દેવા જોઈએ. શેરબજારનાં શેર લેનારા પોતે એમ માનતા હોય છે કે હું તો માત્ર શેર ખરીદું છું. ઈન્વેસ્ટમેન્ટ કરું છું. ડીવીડન્ડ મેળવું છું. મારો ધંધો તો ઘણો નિર્દોષ ગણાય ! પણ તેની આ માન્યતા ભ્રમભરેલી ન ગણાય ? શેરનો અર્થ છે ભાગ. જેણે શેર લીધા તે તે કંપનીમાં તેટલા હિસ્સાનો ભાગીદાર બની જ ગયો. તેથી તો તે કંપનીની આવક પ્રમાણે તેને ડીવીડન્ડ, બોનશ શેર કે રાઈટ શેર મળે છે. હવે તે કંપની જે કાંઈ આરંભ – સમારંભ કરે તે બધાનું પાપ તેને લાગ્યા જ કરે. મોટાભાગની શેર - કંપનીઓના ધંધાઓ અતિ – હિંસક હોય છે, તેથી કર્માદાનના ધંધાવાળી કંપનીઓના શેર લેતાં પહેલા ગંભીરતાથી વિચારી લેવાની જરુર છે. સાતમા ભોગોપભોગ વિરમણ વ્રતનો મહિમા બતાડવી ધર્મરાજાની વાત શાસ્ત્રોના પાને કંડારાયેલી છે. સાતમું ભોગોપભોગ – પરિમાણ વ્રત લીધા પછી નીચેનો કોઈ અતિચાર ન લાગી જાય તેની કાળજી લેવી પણ જરુરી છે. (૧) સચિત્ત (૨) સચિત્ત પ્રતિબદ્ધ (૩) મિશ્ર (૪) અભિષવ (૫) દુષ્પાહાર. (૧) સચિત્ત : જીવયુક્ત વસ્તુ સચિત્ત ગણાય. સચિત્તનો ત્યાગ કર્યા પછી અનાભોગાદિથી વપરાઈ જાય ત્યારે અતિચાર લાગે. જાણી જોઈને વાપરે તો વ્રતનો ભંગ થાય. (૨) સચિત્ત - પ્રતિબદ્ધ : સચિત્ત સાથે જોડાયેલું; સચિત્તવૃક્ષને વળગેલા ગુંદર વગેરે સચિત્ત પ્રતિબદ્ધ અચિત્ત કહેવાય. અચિત્ત થયેલાં – પાકી ગયેલા ફળોને સચિત્ત બીજથી દૂર કરનાર વ્રત સાપેક્ષ રહે છે, માટે તેને અતિચાર લાગે. - (૩) મિશ્ર : કાંઈક અંશે સચિત્ત અને કાંઈક અંશે અચિત્ત. (અડધું ઉકાળેલું પાણી) અડધું દળેલું મિશ્ર હોય છતાં તેને પૂર્ણ દળેલું માનીને અચિત્ત કલ્પીને વાપરે ત્યારે વ્રત સાપેક્ષ રહેવાથી આ અતિચાર લાગે. (૪) અભિષવ : અનેક ચીજોને મેળવવાથી બનેલા આસવ વગેરે. અનાભોગાદિથી લેવામાં આવે તો અતિચાર. જાણી જોઈને વાપરે તો વ્રતભંગ થાય. (૫) દુષ્પાહાર : પૂરો નહિ રંધાયેલો આહાર. અડધો શેકાયેલો પોંક, અડદો રંધાયેલો તાંદલજો વગેરે દુષ્ય વસ્તુઓ શરીરના રોગોનું કારણ બને છે. જેટલા અંશમાં સચિત્ત હોય તેટલાં અંશમાં પરલોક પણ બગાડે છે. અનાભોગાદિથી ખવાતાં અતિચાર લાગે. આ પાંચ અતિચારોમાંથી કોઈ પણ અતિચાર ન લાગે તેવો પ્રયત્ન કરવો. ૭૩ અર વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ (૯) ધર્મનો મહિમા છે અપરંપાર કમલ નામના નગરમાં સત્ય નામનો રાજા રાજ્ય કરતો હતો. તે પ્રજાને ચાહતો હતો. પરદુઃખભંજન હતો. તેના શૌર્યને સહન ન કરી શકવાથી શત્રુરાજાઓ પણ તેના શરણે આવતા હતા. ચોર - લુંટારાઓ પણ તેના પ્રભાવને પામીને સજ્જન માનવો બની ગયા હતા. એક વખતની વાત છે. કમલનગરની રાજસભા ભરાઈ હતી. રાજસભામાં સત્યરાજા રાજસિંહાસન ઉપર શોભતો હતો. તે વખતે એક દૈવજ્ઞ પુરુષે રાજસભામાં પ્રવેશ કર્યો. મહારાજાના ચરણોમાં વારંવાર વંદના કરીને તેણે કહ્યું, , રાજન્ ! આપના ગુણોથી ખેંચાઈને હું અહીં આવ્યો છું. હું નૈમિત્તિક છું. આઠે પ્રકારના નિમિત્તશાસ્ત્રોનો મેં અભ્યાસ કર્યો છે. શુભાશુભભાવિ જાણવાની શક્તિ મારામાં પેદા થઈ છે. આપની પ્રસિદ્ધિ દેશ - પરદેશમાં સાંભળીને આપના દર્શન માટે આજે અહીં આવ્યો છું. આપના દર્શન કરીને આજે મારા નયનો પવિત્ર બન્યા. મારી જાતને આજે હું કૃતાર્થ માનું છું.” મહારાજાએ તે નૈમિત્તિકનું યથાયોગ્ય સન્માન કરીને તેમને બેસવા માટે યોગ્ય આસન આપ્યું. તેમના તે જ્ઞાનનો લાભ લેવા તેમણે પોતાના રાજ્યનું શુભાશુભ ભાવિ પૂછ્યું. નૈમિત્તિકે કહ્યું, “રાજેશ્વર ! બોલતાં જીભ ઉપડતી નથી; છતાં કહ્યા વિના પણ ચાલે તેમ નથી, આપ કરુણાના સાગર છો. જો આપને આ વાત કરીશ તો આપ તેના યોગ્ય ઉપાયો આદરીને પ્રજાને ઉગારી શકશો. આકાશના પ્રચારો બાર વર્ષના ભયાનક દુકાળને જણાવે છે. આ દુકાળ હજારોને ભરખી ન લે તે માટે જે કાંઈ પૂર્વ તૈયારી કરવી હોય તે કરી લેશો. દુકાળની સંભવિત હોનારતમાંથી પ્રજાને ઉગારી લેવા માટે જે ઉપાયો કરવા જરૂરી હોય તે બધા કરી લેવાની મારી આપને હાર્દિક વિનંતિ છે.” નૈમિત્તિકના વચનો કદી ય જૂઠા ન પડે.” તેવી રાજાને શ્રદ્ધા હતી. તેઓ આવા વચનો સાંભળીને ધ્રૂજી ઊઠ્યા. આવનારી ભયાનક આપત્તિમાંથી પ્રજાને શી રીતે ઉગારી લેવી? તે તેમની ચિંતાનો વિષય બન્યો. જે બનવાકાળ છે, તે બનવાનું જ છે, તેની ચિંતા કરવાથી શું થાય? તેના કરતાં જે કાંઈ પુરુષાર્થ કરવો જરૂરી હોય તે કરવામાં જ ડહાપણ છે, તેમ સમજીને તેમણે તરત જ ચારે બાજુથી ધાન્ય મંગાવવાનું તથા તેને પુષ્કળ પ્રમાણમાં સંગ્રહ કરવાનું શરુ ૭૪ વ્રત ધરી ગુરુ સાખ ભાગ - ૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ કરાવી દીધું. તે જ રીતે પશુઓ માટે ઘાસનો સંગ્રહ કરાવવાનું પણ ચાલુ કર્યું. તે ધાન્ય તથા પશુચારો મેળવવા જે કાંઈ ધન -ચાંદી - સોનું - રત્નો આપવા પડ્યા, તે આપીને પણ તેમણે ધાન્યના હજારો ભંડારો ભરી દીધા. ઘાસની ગંજીઓ ખડકી દીધી. જાણે કે તેઓ મનોમન બોલતા હતા કે, “હે કુદરત ! તારે જે કરવું હોય તે કર. હવે મને ચિંતા નથી. મારી પ્રજાનું હિત મારા હૃદયે એટલું બધું વસેલું છે અને પશુપંખીઓ પ્રત્યે મારા હૃદયમાં એટલી બધી કરુણા ઉભરાઈ રહી છે કે ગમે તેટલા વર્ષો દુકાળ પડે તો પણ હું મારી પ્રજા કે પશુ-પંખીને ધાન્ય કે ઘાસ ન મળવાના કારણે તો મરવા નહિ જ દઉં !” દિવસો પસાર થવા લાગ્યા. જોતજોતામાં અષાઢ મહીનો આવી ગયો. ઠંડો પવન વાવા લાગ્યો. પૂર્વ દિશામાં વાદળો દેખાવા લાગ્યા. પ્રજા આનંદિત બની ગઈ. ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. લગાતાર ત્રણ દિવસ - રાત વરસાદ વરસ્યો. રાજા તથા પ્રજાને આનંદ સાથે આશ્ચર્ય થયું. અરે ! આ શું? પેલા નૈમિત્તિકની વાત ખોટી શી રીતે પડી? મુશળધાર વરસાદ પડ્યો, તે તો સારું જ થયું છે, પણ દુકાળ પડવાના બદલે મુશળધાર વરસાદ પડવાનું કારણ શું? નૈમિત્તિકની વાણી કદી ય જૂઠી પડે નહિ, તે જૂઠી કેમ પડી ? તે જાણવાની બધાને જિજ્ઞાસા હતી. ત્યાં તો થોડા દિવસમાં વનપાલકે રાજાને વધામણી આપી કે, “હે રાજન ! આપના ઉદ્યાનમાં આ વર્ષે ચાતુર્માસ પસાર કરવા રોકાયેલા યુગંધર નામના મુનિરાજને આજે સવારે કેવળજ્ઞાન પ્રગટ થયું છે. સચરાચર સૃષ્ટિના તેઓ જ્ઞાતા બન્યા છે. આ વિશ્વની કોઈપણ ચીજ હવે તેમનાથી અજાણી નથી.” ગુરુભગવંત કેવલી બન્યાના સમાચાર જાણીને રાજાના આનંદનો પાર ન રહ્યો. તેમણે વધામણી આપનારા તે વનપાલકને તરત જ ગળામાંથી સોનાનો હાર કાઢીને ભેટ આપી દીધો. સમગ્ર નગરમાં ઘોષણા કરાવી કે, “આપણા નગરમાં ચાતુર્માસ માટે પધારેલા યુગંધર મુનિવરને આજે કેવળજ્ઞાન પ્રગટ થયું છે. પ્રજાજનો આનંદો... આજે આપણા આંગણે સાક્ષાત કલ્પવૃક્ષ ફળ્યા છે. મહારાજા સપરિવાર તે કેવળજ્ઞાનીના દર્શનાર્થે જઈ રહ્યા છે. તમે બધા પણ તમારી અનુકૂળતાએ કેવળજ્ઞાની ભગવંતના દર્શન તથા તેમના ઉપદેશને સાંભળવા પધારો.” સમગ્ર નગરમાં ઉદ્ઘોષણા કરાવીને રાજા પોતાના પરિવાર સાથે કેવળજ્ઞાની મહાત્માના દર્શન - વંદન કરવા ઉદ્યાનમાં પહોંચ્યો. ત્યાં જઈને મહાત્માને ત્રણ પ્રદક્ષિણા આપીને, વંદના કરીને, વિનયપૂર્વક તેમની સામે ઉપદેશ સાંભળવા બેઠો. પરિવાર તથા નગરજનો પણ પોતપોતાની રીતે વિનય કરીને દેશના સાંભળવા ૭પ કે વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૨ Page #79 -------------------------------------------------------------------------- ________________ બેઠા. કેવલી - ભગવંતે પણ વૈરાગ્યસભર દેશ ના ફરમાવી. દેશના પૂર્ણ થતાં, રાજાએ પોતાના તથા નગરજનોના મનમાં છૂપાયેલી જિજ્ઞાસાને પ્રગટ કરતાં કહ્યું, “હે ભગવંત ! આપ તો કેવળજ્ઞાનના પ્રકાશ દ્વારા ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ રુપી ત્રણે કાળનું જ્ઞાન એકી સાથે ધરાવો છે. કૃપા કરીને અમને જણાવો કે પેલા નૈમિત્તિકનું વચન કેમ ખોટું પડ્યું? બારવર્ષ દુકાળ પડવાના બદલે લગાતાર ત્રણ દિવસ સુધી મુશળધાર વરસાદ પડવાનું શું કારણ? જો કે દુકાળ દૂર થવાથી અને તેમનું વચન ખોટું પડવાથી અમને તો આનંદ જ થયો છે, પણ આવા મહાન નૈમિત્તિકનું વચન ખોટું પડ્યાનું કારણ જાણવાની બધાની ઈચ્છા છે. કૃપા કરીને અમારી ઈચ્છાને આપ પૂરી નહિ કરો?” યુગધર કેવલીએ કહ્યું, “રાજન ! નૈમિત્તિકની કોઈ ભૂલ નથી, તેણે માંડેલું ગણિત તે વખતે એકદમ સાચું હતું. આકાશમાં પ્રચાર જ તેવો હતો કે બારવર્ષા દુકાળ અવશ્ય પડે જ. છતાં દુકાળ પડવાના બદલે મુશળધાર વરસાદ વરસ્યો તેનું કારણ તો તે નૈમિત્તિક પણ જાણી ન શકે તેવું છે. કેવળજ્ઞાનના પ્રકાશ દ્વારા તેનું કારણ હું તમને જણાવું છું, તમે તે શાંતિથી એકાગ્ર ચિત્તે સાંભળો. તે સાંભળવાથી તમારી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ઘણી વધી જશે. ધર્મ કર્યા વિના તમને ચેન નહિ પડે. પુરિમતાલ નગરમાં એક દરિદ્ર માણસ રહેતો હતો. તેને અશાતાવેદનીય કર્મના ઉદયથી અનેક પ્રકારના રોગો થયા હતા. યુવાન હોવા છતાં ય શરીર તેને કામ આપતું નહોતું. રોગીષ્ટ કાયા હોવા છતાં ય તેને જાત-જાતની ને ભાત - ભાતની વાનગીઓ ખાવાનો શોખ હતો. ભાવતી ચીજનું નામ પડતાં જ તેની જીભમાં પાણી આવી જતું. ગરીબાઈ હોવા છતાં ય, રોગો હોવા છતાંય તે દરિદ્ર માણસ સ્વાદિષ્ટતે ચીજ પોતાના શરીરને અનુકૂળ છે કે પ્રતિકૂળ, તે વિચાર્યા વિના, ગમે તે રીતે મેળવીને ખાવા લાગતો. શરીરને પ્રતિકૂળ તે ચીજો તેના શરીરમાં વિકારો પેદા કરતી હતી. નવા નવા રોગો ઉભરાતા ભયાનક વેદના પેદા થતી. અસહ્ય વેદનાથી હેરાન પરેશાન થવાના કારણે તે જીંદગીથી કંટાળી ગયો. એકવાર તેને વિચાર આવ્યો, “હું જે કાંઈ ખાઉં છું, તે ભોજન મારા શરીરમાં રોગ અને પીડા પેદા કરે છે, તો પછી ભોજન કરવાનું શું પ્રયોજન? જીભના ચટકા ભલે સંતોષાય પણ પછી મારી જે હેરાનગતિ થાય છે, તેનું શું? વળી આ ભોજન કરવાના કારણે નવા થતાં અને વધતાં જતાં આ રોગોવાળા શરીરમાંથી વછૂટતી ભયાનક દુર્ગધના કારણે કોઈ સ્ત્રી મને અડવા પણ રાજી થતી જા જા ૭૬ જ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ-૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ નથી; તો તેવી સ્ત્રીઓનું પણ મારે શું પ્રયોજન છે? જે ભોજન અને સ્ત્રીઓ; મારા આ ભવના શરીરને પ્રતિકૂળ છે, તે ભોજન અને સ્ત્રીનો ત્યાગ કરીને હું મહાપુણ્યોદયે મળેલા આ દોહલા માનવજીવનને સફળ કેમ ન કરું?” તેની ભાવનાઓ આગળ વધવા લાગી. તેનું મન પવિત્ર બન્યું. પોતાના આવેલા વિચારોને સફળ બનાવવાનો તેણે મનોમન નિર્ણય કર્યો. મનોમન કરેલા નિર્ણયમાંથી ક્યારેક સંયોગવશાત ડગી ન જવાય, મક્કમતા જળવાઈ રહે તે માટે તેને પ્રતિજ્ઞા લેવાની જરૂર જણાઈ. તે ગુણ નામના ઉપાધ્યાય ભગવંત પાસે પહોંચ્યો. ભાવપૂર્વક વંદના કરીને તેણે કહ્યું, “હે ભગવંત! હું આજથી પ્રતિજ્ઞા કરવા ઈચ્છું છું કે (૧) રોજ ભૂખ કરતાં ઓછું ખાઈશ. તે ભોજન પણ સ્નિગ્ધ (ઘી - તેલ, દહીં), ખાટું, મધુર (મીઠાઈ) અને ખારું નહિ લઉં. તથા (૨) સ્ત્રીનો હું ત્યાગ કરીશ.” તેની યોગ્યતા તથા પ્રતિજ્ઞા પાલનની દઢતા જોઈને ગુરુદેવે તેને તે પ્રતિજ્ઞાઓ આપી. તેના આનંદનો પાર નહોતો. હવે તે ખૂબ જ કાળજીપૂર્વક લીધેલી તે પ્રતિજ્ઞાઓનું પાલન કરવા લાગ્યો. 1. સ્ત્રીનો ત્યાગ કરવાથી, સ્નિગ્ધ, ખાટાં, મીઠાં, ખારાં પદાર્થો શરીરમાં ન જવાના કારણે તથા ભુખ કરતાં ઓછું ખાવાના કારણે તેના શરીરના વિકારો શાંત થવા લાગ્યા. રોગો શમવા લાગ્યા. આરોગ્ય પ્રાપ્ત થવા લાગ્યું. થોડા કાળમાં તો તેનું શરીર નિરોગી બની ગયું. પ્રતિજ્ઞાનો સાક્ષાત પ્રભાવ જોઈને તેનું મન ધર્મ પ્રત્યે સવિશેષ શ્રદ્ધાવાળું બન્યું. ધર્મ સિવાય જીવનનો ઉદ્ધાર નથી' તે વાત તેના મનમાં જડબેસલાક બેસી ગઈ. જીવનમાં ધર્મારાધના શક્યતઃ વધારવાનો તેણે પ્રયત્ન આદર્યો. પ્રતિજ્ઞાના દઢતાપૂર્વકના પાલનના પ્રભાવે તેનું પુણ્ય વધવા લાગ્યું. તેના પ્રભાવે તેનો ભાગ્યોદય થયો. તે ખૂબ ધન કમાયો. તેણે મોટી હવેલી બંધાવી. દાસ - દાસીઓ તેની સેવામાં રહેવા લાગ્યા. ગમે તેટલી સુખ - સામગ્રીઓ વધવા છતાં ય તે પોતે લીધેલી પ્રતિજ્ઞાના પાલનમાં જરા ય કચાસ રાખવા તૈયાર નહોતો. પૂર્ણ શ્રદ્ધાપૂર્વક તે પોતાની પ્રતિજ્ઞાઓનું પાલન કરતો હતો. તેવામાં એકવાર તે પુરિમતાલનગરમાં અચાનક દુકાળ પડ્યો. વરસાદ ન આવ્યો. તળાવો સૂકાઈ ગયા. કુવામાં પાણી ઊંડા ઉતરવા લાગ્યા. ધાન્ય દુર્લભ થયું. લોકો ભોજન વિના ટળવળવા લાગ્યા. જીવન ટકાવવું મુશ્કેલ બનવા લાગ્યું. તે વખતે, પ્રતિજ્ઞાના પાલનના પ્રભાવે શ્રીમંત બનેલા આ શેઠિયાથી ન રહેવાયું. તેમણે પોતાના ભંડારો ખુલ્લા મૂકી દીધા. દૂધ – ઘી - મિષ્ટાન્ન આદિ કે ૭૭ વ્રત ધરીયે ગુરુ સાખ-ભાગ-૨ Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમદ્રવ્યોથી તેણે સાધુ - સાધ્વીજીઓની ભક્તિ કરવા માંડી. હજારો સાધર્મિકોને તે રોજ પોતાની હવેલીમાં સ્વજનોની જેમ જમાડવા લાગ્યો. જૈનેતરો માટે તેણે ઠેર ઠેર સદાવ્રતો ખોલ્યા. પશુ –પંખીઓ માટે પણ તેણે ઘાસચારાની વ્યવસ્થાઓ ઠેર ઠેર ઊભી કરી. એક પણ જીવ દુકાળના કારણે મરી ન જાય તેની તેણે પળે પળે કાળજી લીધી. આ રીતે જીવદયા તથા અપૂર્વદાનધર્મની આરાધના કરીને તેણે અઢળક પુણ્ય બાંધ્યું. સમય જતાં, સમાધિથી મૃત્યુ પામીને તે દેવલોકમાં દેવ બન્યો. પણ, દેવલોકનો દેવ બનવાછતાંય, તે ત્યાં ભોગસુખોમાં કે રંગરાગમાં મસ્ત ન બન્યો. પૂર્વભવમાં આરાધેલી ધર્મારાધના તથા તેના પ્રભાવે મેળવેલી સારી સમજણે તેને દેવલોકમાં પણ વૈરાગી બનાવ્યો. ધર્મમય જીવન જીવનારો થયો. દૈવી સુખોની વચ્ચે જીવનારો તે વારંવાર મહાવિદેહ ક્ષેત્રમાં જવા લાગ્યો. ત્યાં જઈને તીર્થંકર પરમાત્માની દેશના સાંભળીને પોતાના ભાવોને ઉછાળવા લાગ્યો. નંદીશ્વર દ્વીપની યાત્રા કરીને સમ્યગ દર્શનને શુદ્ધ કરવા લાગ્યો. શાશ્વત ચૈત્યોમાં જઈને પરમાત્માની ભક્તિ કરવા લાગ્યો. મેરુપર્વત ઉપર જઈને પરમાત્માના જન્મ કલ્યાણકના મહોત્સવમાં ભાગ લેવા લાગ્યો. આમ, દેવલોકના પોતાના આયુષ્યને તે પરમાત્મભક્તિ તથા જિનવાણીશ્રવણ દ્વારા પસાર કરવા લાગ્યો. જ્યારે દેવલોકનું માત્ર છ મહીનાનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે તેને કરમાયેલી માળા જોવાથી નજીકમાં થનારા પોતાના ચ્યવન (મરણ) નો ખ્યાલ આવ્યો. મરવાની તેને જરા ય ચિંતા નહોતી. તેને ચિંતા હતી હવે પછીના નવા ભવની. જો નવો ભવ ખોટી જગ્યાએ મળી જાય તો પોતાની તમામ આરાધના - સાધનાને ધક્કો લાગી જાય તે તેને પોષાય તેમ નહોતું. તેને તો નવો જન્મ એવો જોઈતો હતો કે જેમાં તે પોતાની આરાધના – સાધનાને વધારે વેગ આપીને મોક્ષની વધુ નજદીક પહોંચી શકે. જલ્દીથી આત્મકલ્યાણ સાધી શકે. તે માટે જૈન કૂળમાં, આચાર સંપન્ન માતા - પિતાની કૂખે અવતરવાની તેની ભાવના હતી. તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. જ્ઞાન બળે પોતાની આગામી જન્મભૂમિ તથા માતા - પિતાને તેણે જોયાં. તેનું મન રાજી - રાજી થઈ ગયું. તેની ભાવના ફળતી જણાઈ.” કેવળજ્ઞાની યુગંધર ગુરુભગવંતે પોતાની વાત આગળ ચલાવી, “હે રાજન ! તારા દેશમાં ચિત્રશાળા નામનું જે ઉપનગર છે, તેમાં શુદ્ધબુદ્ધિ નામનો વિશિષ્ટ આચાર - સંપન્ન શ્રાવક વસે છે, તેની પત્ની વિમલા નામની મહાસતી શ્રાવિકા છે. તે વિમલાશ્રાવિકાની કુક્ષીમાં તે દેવ ગર્ભરૂપે અવતર્યો. દિવસો અને મહિનાઓ પૂરા છે કે તો ૭૮ કે વ્રત ધરીયે ગુરુ સાખ- ભાગ - ૨ પાલારા , જળ , , , , , , રકમ Page #82 -------------------------------------------------------------------------- ________________ થતાં, વિમલાશ્રાવિકાએ તે દેવના આત્માને સુંદર પુત્ર રુપે જન્મ આપ્યો : હે રાજન ! પૂર્વ ભવોની પુષ્કળ આરાધનાઓના પ્રભાવે તે મહાપુણ્યશાળી બન્યો છે. તેના પ્રચંડ પુણ્યોદયે તેના જન્મ ગ્રહો ખૂબ જ શ્રેષ્ઠ અને બળવાન બની જવાથી બાર વર્ષનો જે દુકાળ પડવાનો હતો તે દૂર થઈ ગયો! પુણ્યશાળીનું ઉગ્ર પુણ્ય ઉગ્ર પાપનો અને તેનાથી પેદા થનારા ભયાનક દુઃખોનો નાશ કરે છે. એક મહાપુણ્યશાળી વ્યક્તિનો જન્મ આખા દેશની આપત્તિને દૂર કરી શકે છે. તે પુણ્યશાળી બાળકના જન્મના પ્રભાવે તારા દેશ ઉપર આવનારું બાર વર્ષે દુકાળનું ! સંકટ દૂર થઈ ગયું છે. તેથી તે નૈમિત્તિકની વાત ખોટી પડી છે.” કેવળજ્ઞાની મુનિવરના મુખથી પોતાના સંશયનું સુંદર સમાધાન તથા મહાપુણ્યશાળી આત્માનો પોતાના ઉપનગરમાં જન્મ થયેલો જાણીને સત્યરાજાને અત્યંત આનંદ થયો. આવા પુણ્યશાળી આત્માના દર્શન કરવા તે ઉત્સુક બન્યો. કેવળજ્ઞાની મુનિવરને વારંવાર વંદના કરીને પરિવાર સાથે રથમાં બેસીને તે ચિત્રશાળા તરફ ગયો. ચિત્રશાળામાં શુદ્ધબુદ્ધિશેઠની હવેલીએ સત્યરાજા પહોંચ્યા, ત્યારે રાજાના આગમનના સમાચાર જાણીને શેઠ આશ્ચર્ય પામ્યા. તેમણે પોતાના ત્યાં પધારેલા રાજા - રાણીનું ભાવભીનું સ્વાગત કર્યું; પછી નમ્રતાથી આગમનનું પ્રયોજન પૂછતાં શેઠે રાજાને કહ્યું, “હે નરેન્દ્ર ! આપના પરમ પાવન પગલા મારા જેવા તુચ્છ શ્રાવકની ઝુંપડીમાં થતાં હું ધન્ય બની ગયો. મારા લાયક જે કાંઈ કાર્યસેવા હોય તે આપ કૃપા કરીને ખુશીથી ફરમાવો.” - “હે પુણ્યશાળી મહાનુભાવ ! મારે તમારા નવા જન્મેલા શીશુના દર્શન કરવા છે.” તરત જવિમલાદેવી પોતાના નાના બાળકને લઈને આવ્યા, તેમણે મહારાણીના ખોળામાં પોતાના તે પુત્રને મૂક્યો. રાણીના ખોળામાંથી પુત્રને બે હાથમાં લઈને રાજાએ તેને ચૂમ્યો. તેને વહાલ કર્યું. પછી પોતાની આંખો તેની આંખોમાં મિલાવીને રાજાએ તે પુત્રને કહ્યું, “હે પુણ્યશાળી! તું તો મારા સમગ્ર દેશને બારવર્ષ દુકાળમાંથી મુક્ત કર્યો છે. તારા જન્મથી ડરીને દુકાળ પણ ભાગી ગયો. તને મારા લાખ લાખ નમસ્કાર છે. મારા રાજયનો તું જ રાજા છે. હું તો તારા ચરણો ચૂમતો સૈનિકમાત્ર છું. તારા વતી આ રાજ્ય ચલાઉં છું. તે શરીરને ધારણ કરીને આવેલો સાક્ષાત ધર્મ છે; માટે આજે તારું નામ “ધર્મકુમાર' પાડું છું. બધા તને ધર્મકુમાર કહીને આજથી બોલાવશે.” ૭૯ મો વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ-૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ ત્યારપછી તે રાજાએ ધર્મકુમાર માટે સુંદર વસ્ત્રો, કિંમતી રત્નજડિત સુવર્ણના આભૂષણો વગેરે તૈયાર કરાવીને ભેટ આપ્યા. વળી જાતજાતના રમકડાં તથા ભાત ભાતની ખાવાની વસ્તુઓ લાવીને આપી. શુદ્ધબુદ્ધિ શ્રેષ્ઠીની હવેલીને સુંદર મહેલ જેવી બનાવી દીધી. રત્નજડિત સોનાના પારણામાં ધર્મકુમાર ઝુલે છે. સોનાના દડેને રત્નોના ઘૂઘરે રમે છે. ચારે બાજૂ તેના ગુણગાન ગવાય છે. સત્ય રાજાએ પણ સમગ્ર દેશમાં જાહેરાત કરાવી કે, “શુદ્ધબુદ્ધી શ્રેષ્ઠીના ઘરે જન્મેલા ધર્મકુમારના ઉત્કૃષ્ટ પુણ્યના પ્રભાવે સમગ્ર દેશમાં પડનારો બાર વર્ષનો દુકાળ દૂર થઈ ગયો છે. તેથી સત્યરાજાએ ધર્મકુમારને પોતાના દેશના રાજા તરીકે જાહેર કર્યા છે, અને આ નવા નિમાયેલા ધર્મકુમાર રાજાના વતી સત્યરાજા વહીવટ કરી રહ્યા છે.” * આ વાત વહેતી વહેતી આસપાસના દેશોમાં પહોંચવા લાગી. તે તે દેશોના રાજાઓ પણ પોતપોતાના દેશમાં ધર્મકુમારરાજાનું શાસન સ્વયં સ્વીકારવા લાગ્યા. પરિણામે તે તે દેશોમાં પણ મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. દુકાળો દૂર હટવા લાગ્યા. ચારે બાજૂ આનંદનું મોજું પ્રસરવા લાગ્યું. ધર્મકુમાર રાજાના અજબપુણ્યનો ગજબ પ્રભાવ સર્વત્ર ફેલાવા લાગ્યો. આસપાસના રાજાઓ હીરા - માણેક - મોતી વગેરે રત્નોના અમૂલ્ય આભૂષણો અને ભેટ સામગ્રીઓ લાવી - લાવીને ધર્મકુમારના ચરણોમાં ઢગલો કરવા લાગ્યા. તેમને નમીને, તેમના અને તેમણે પાળેલા ધર્મના ગુણગાન ગાવા લાગ્યા. ચારે બાજુ ધર્મનો પ્રભાવ ફેલાવા લાગ્યો. સમય પૂરઝડપે પસાર થવા લાગ્યો. દિવસો - મહીનાઓ - વરસો વીત્યાં. ધર્મકુમાર યુવાન બન્યા. અનેક રાજાઓએ પોતાની રૂપવતી અને ગુણવતી કન્યાઓના લગ્ન તેમની સાથે કર્યા. અનેક૫રમણીઓ સાથે ભોગ ભોગવવા છતાંય તેઓ ક્યાં ય આસક્ત નહોતા બનતાં. તેમના રોમરોમમાં પરમાત્માનું શાસન વસેલું હતું. પરમાત્માની ભક્તિ અને ગુરુભગવંતોની સંગતિ તેઓ છોડતા નહોતા. તેમને ખાવાપીવાની આસક્તિ નહોતી તો રાણીઓમાં તેઓ પાગલ નહોતા. ભોગ સુખોની રેલમછેલ વચ્ચે પણ તેઓ એક અનાસક્ત યોગીની જેમ પોતાનું જીવન પસાર કરતાં હતાં. સમય પસાર થતાં, એક વાર તે વિરક્ત અને અનાસક્ત ધર્મરાજા ગૃહસ્થવેશમાં જ ભાવોની ધારામાં આગળ વધ્યા. મોહરાજાને તમાચા ઉપર તમારા મારવા લાગ્યા. ગુણસ્થાનકની સીડી સડસડાટ ચડવા લાગ્યા. ક્ષપકશ્રેણી ઉપર આર્ટ્સ થયા. ધડાધડ કર્મો ખપવા લાગ્યા. ચારે ઘાતી કર્મો ખપાવીને તેઓ વીતરાગ Sી ૮૦ કે વ્રત ધારીયે ગુરુ સાખ-ભાગ-૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ બન્યા. વિદ્વેષ બન્યા. સર્વજ્ઞ બન્યા. સચરાચર સૃષ્ટિના જ્ઞાતા બન્યા. તેમના કેવળજ્ઞાનનો મહિમા કરવા દેવો ધરતી ઉપર દોડી આવ્યા; પણ સાધુવેશવિના વંદનાશી રીતે થાય? તોતો ક્યારેકદંભ પોષાય:માત્રનિશ્ચય ન ચાલે. વ્યવહાર પણ જોઈએ જ. દેવોએ ધર્મરાજાને સાધુવેશ આપ્યો. ધર્મરાજાએ ગૃહસ્થપણાના વાઘાં ઉતાર્યા. સાધુનો વેશ ધારણ કર્યો. દેવોએ રચેલા સુવર્ણકમળ ઉપર બેસીને ધર્મદેશના ફરમાવી. અનેક જીવોનો ઉદ્ધાર કરતાં તેઓ આ ધરતી ઉપર વિચરવા લાગ્યા. . છેવટે, આયુષ્ય પૂર્ણ થતાં, બાકીના ચારે અઘાતી કર્મોને ખપાવીને તેઓ મોલે સિધાવ્યા. સિદ્ધ - બુદ્ધ - મુક્ત બન્યા. તેમના આ જીવનમાંથી ભોગોપભોગ વિરમણ વ્રતના મહિમાને જાણીને આ વ્રતનો સ્વીકાર કરીને સૌ જીવો સિદ્ધ - બુદ્ધ અને મુક્ત બનો, તેવી શુભભાવના. 'પૂ.પં.શ્રી મેઘદર્શન વિજયજી મ.સાહેબને આપણે આપણા કલ્યાણમિત્ર બનાવવા અને તેમની પ્રેરણા વારંવાર મેળવવા, ઈચ્છતા હોઈએ તો નીચેની FREE SMS aqui asil Join Kalyanmitral અને 09219592195 hr 567678 પર SEID કરો. Kalyanmirat ali FACE BOOKમાં કલ્યાણમિત્ર જુઓ ૮૧ વ્રત ધરીયે ગુરુ સાખ-ભાગ-૨ Page #85 -------------------------------------------------------------------------- ________________ (૧૦) કામ વિના કાંઈ ન કરીએ (૮) અનર્થદંડ વિરમણ વ્રત ઃ શ્રાવકના બાર વ્રતોમાં પહેલા પાંચ અણુવ્રતો પછી ત્રણ ગુણવ્રતો આવે છે. સાધુભગવંતો જે પાંચ મહાવ્રતોનું પાલન કરે છે, તે પાળવાની ક્ષમતા ન હોવાથી શ્રાવકો તે જ મહાવ્રતોને સ્થૂલથી પાળે છે; તેને અણુવ્રતો કહેવાય છે. આ અણુવ્રતોના પાલનમાં સહાયક બને, ગુણકારી બને તેવા બીજા ત્રણવ્રતો ગુણવ્રતો તરીકે ઓળખાય છે. તેમાંનું છેલ્લું ત્રીજું ગુણવ્રત આ અનર્થદંડવિરમણ વ્રત છે. અર્થ = પ્રયોજન. અનર્થ = પ્રયોજન વિના. કોઈ પણ પ્રકારના પ્રયોજન વિના જેના વડે આત્મા દંડાય, કર્મોને બાંધનારો બને, દુર્ગતિમાં જનારો બને, તેને અનર્થદંડ કહેવાય. વિરમણ અટકવું. આવી પ્રયોજન વિના આત્માને દંડ કરનારી વિચારણાઓ, વાણી કે વર્તનથી અટકવું તે અનર્થદંડ વિરમણ વ્રત. = ખરેખર તો મોક્ષમાં જ પહોંચવું જોઈએ. સંસારમાં રખડવાની અને દુ:ખો તથા દુર્ગતિઓ દ્વારા હેરાન થવાની જરુર જ નથી. તે માટે સંયમજીવન જ સ્વીકારી લેવું જોઈએ, પણ બધાની ક્ષમતા સંયમજીવન સ્વીકારવાની ન હોય. તેથી તેઓ સંયમજીવન સ્વીકારવાની અનુકૂળતા જલ્દી મળે તેવી ભાવના સાથે સંસારમાં રહીને શ્રાવકજીવન જીવતા હોય. સંસારમાં રહેવાના કારણે તેમની ઉપર કુટુંબની જવાબદારી તો રહેવાની જ. તે માટે તેણે ઈચ્છા વિના પણ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવી પણ પડે જ. જે જરુરી છે, અનિવાર્ય છે, જેના વિના તેનો સંસાર વહન થઈ શકે તેમ નથી જ, તેવી પ્રવૃત્તિઓ કરવાથી તેમનો આત્મા કર્મોથી દંડાય તો ખરો જ, પણ તે અર્થ દંડ કહેવાય; કારણકે જરુરી પ્રયોજને તેમણે નાછૂટકે રડતા દીલે આ પ્રવૃત્તિઓ કરવી પડે છે. પણ જે કાર્યો કરવા અનિવાર્ય નથી, ન કરે તો કાંઈ અટકી પડતું નથી, માત્ર શોખ – ખાતર, અજ્ઞાનતાથી, દેખાદેખીથી કે બીજાને દેખાડવા માટે કરાય છે તે કાર્યો કરવાનું તો બંધ કરી જ દેવું જોઈએ; કારણકે તે કાર્યો દ્વારા નાકના બિનજરુરી પાપો બંધાય છે. નિરર્થક આત્મા દંડાય છે. આવા અનર્થદંડથી વિરામ પામ્યા વિના શ્રાવક શી રીતે રહી શકે ? તેથી તે આ આઠમા નંબરનું અનર્થદંડ વિરમણ વ્રત સ્વીકાર્યા વિના ન રહે. એ ૮૨ માં વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ ત Page #86 -------------------------------------------------------------------------- ________________ પોતે યુદ્ધાદિ કરવાનું ન હોવા છતાં ય બીજા માટે હિંસક શસ્ત્રો બનાવવા, તેના સ્પેરપાર્ટ્સ બનાવ્યા, તેને જોઈન્ટ કરી આપવા તે અનર્થદંડ છે. વારંવાર બોલબોલ કરવું, પુષ્કળ પ્રમાણમાં બોલ બોલ કરવું, કોઈ પૂછે નહિ તો પણ બોલવું, જાણે કે બધી જવાબદારી પોતાની જ છે તેમ સમજીને તેને તેને સલાહ આપવા બેસવું કે જેની તેની સાથે ગમે તે વાત કર્યા કરવી તે અનર્થદંડ છે. આવી વાચાળતા રાખવા જેવી નથી. “ચાર મળે ચોટલા, ભાંગે કોઈના ઓટલા’ કહેવતને આપણે સામે ચાલીને પોતાના માટે સાચી ઠેરવવાની કોઈ જરૂર નથી. હાલ અનેક રામાયણો મળે છે. જેમાં રામ, રાવણ, સીતાજી વગેરેની મૃત્યુ સુધીની વાતો મળે છે. પણ કૈકેયીના કાન ભંભેરનાર પેલી મંથરાનું પછી શું થયું? તેની માહિતી કોઈ રામાયણમાં મળતી નથી. શું કારણ હશે? કોઈ આજની વાસ્તવિકતા ઉપર કટાક્ષ ફેંકતા કહે છે કે, “તે મંથરા હજુ મરી જ નથી. તે તો હજુ જીવે છે. મારામાં! તમારામાં! સૌમાં! જે બીજાની ચાડી - ચુગલી ભરતા હોય, કાન ભંભેરણી કરતા હોય તે બધામાં! પછી રામાયણમાં તેના મરણની વાત શી રીતે આવે ?” ના, આજથી મંથરા બનવાનું છોડી દેવાનું નક્કી કરવું જોઈએ. જિનશાસનને પામ્યા પછી સર્વ જીવોને સુખી કરવાની ભાવના ધરાવનારા વીતરાગ પરમાત્મા મેળવ્યા પછી હવે આવી મંથરા બનવાનું આપણને જરા ય શોભતું નથી. અતિ બોલવાથી વિચારવાની તક મળતી નથી. પરિણામે અસંબદ્ધ બોલાય છે. અહિતકારી બોલાય છે. ક્યારેક સામેવાળાને ઘા લાગે તેવું પણ બોલાય છે. પાછળથી પસ્તાવું ન હોય તો બહુ બોલવાની ટેવ દૂર કરી દેવી જોઈએ. સ્નાન, ભોજન, વસ્ત્ર, મકાન વગેરે જે જે ભોગ કે ઉપભોગ કરવાની વસ્તુઓ છે, તે જરુરિયાત કરતાં વધારે રાખવી તે અનર્થદંડ છે તેનાથી અનેક પ્રકારનો પ્રમાદ સેવાય છે. અનેક જીવોની નાહકની હિંસાનું તે કારણ બને છે. તેથી સમજુ શ્રાવકો જરૂરિયાતથી આગળ વધતા નથી. કદાચ સગવડ માટે કોઈક ચીજો વિશેષ પ્રમાણમાં કે સારી રાખવી પડે તે જુદી વાત. પણ મોજ શોખ ખાતર કે દુનિયાને દેખાડવા માટે બિનજરૂરી વસ્તુઓના ખડકલા કરવા જરા ય ઉચિત નથી. કચેષ્ટાઓ કરવી તે પણ અનર્થદંડ છે. હાથ - પગ, મોં - આંખ – કાન – નાક - હોઠ - જીભ વગેરે દ્વારા કુચેષ્ટાઓ કરીને બીજાને હસાવવા કે પોતે હાંસીને પાત્ર બનવું તે ઉચિત નથી. તે જ રીતે મશ્કરી કરવી, પટ્ટી પાડવી, ઠઠ્ઠા કરવા, કામયુક્ત વચનો કહેવા, બીજાને વાસના જાગે તેવી ચેષ્ટાઓ કરવી કટુ વચનો બોલવા, કટાક્ષ કરવા વગેરે પણ અનર્થદંડ હોવાથી તે બધું કરવું ઉચિત નથી. વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૨ Page #87 -------------------------------------------------------------------------- ________________ ટૂંકમાં પોતાના સાંસારિક જીવનની તમામ જવાબદારી અદા કરવા માટે જે જરુરી હોય, તે છોડીને બાકીનું વિચારવું, બોલવું કે કરવું તે અનર્થદંડ છે. આવા અનર્થ દંડથી યથાશક્ય અટકવાનો પ્રયત્ન કરવો જોઈએ. અનર્થદંડના મુખ્યત્વે ચાર પ્રકાર છે. (૧) દુર્થાન (૨) પાપ - કાર્યનો ઉપદેશ (૩) હિંસાના સાધનભૂત ઉપકરણોનું પ્રદાન અને (૪) પ્રમાદાચારણ. આ ચાર રીતે આત્મા વગર પ્રયોજને કર્મોથી દંડાય છે, માટે આ ચારેય અનર્થદંડ ગણાય છે. એ (1) દુર્ગાન : ધ્યાન એટલે અંતર્મુહૂર્ત સુધીની (૪૮ મિનિટથી ઓછી) મર્યાદાવાળી મનની સ્થિરતા કે એકાગ્રતા. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે મન - વચન - કાયાના તમામ યોગોનો વિરોધ કરવા ૫ ધ્યાન તો માત્ર કેવલીને જ હોય. છદ્મસ્થોને તો અંતર્મુહૂર્ત સુધીની ચિત્તની એકાગ્રતા રુપ ધ્યાન જ હોય. અંતર્મુહૂર્ત સુધી મનની એકાગ્રતા જ્યારે અશુભ વિષયની હોય ત્યારે તે અપધ્યાન કે દુર્બાન કહેવાય. જ્યારે તે એકાગ્રતાનો વિષય શુભ હોય ત્યારે તે ધર્મધ્યાન કેશુક્લધ્યાન બને છે. અપધ્યાન કે દુર્બાન અનર્થદંડ રુપ છે. તેનું ધ્યાન ધરવાનું કોઈ પ્રયોજન નથી, તેવું ધ્યાન ધરવાથી કોઈ લાભ તો થતો નથી બલ્ક આત્માને તેનાથી પારાવાર નુકસાન થાય છે. આ અપધ્યાન કે દુર્બાનના બે પ્રકાર છે. (અ) આર્તધ્યાન અને (૨) રૌદ્રધ્યાન. આર્તધ્યાનઃ દુઃખી થવાના કારણે થતું ધ્યાન તે આર્તધ્યાન. આ આર્તધ્યાન આત્માને થતું હોવાથી અલક્ષ્ય છે, છતાં બહારના લક્ષણો ઉપરથી ‘આર્તધ્યાન થઈ રહ્યું છે તેવું અનુમાન કરી શકાય છે. આર્તધ્યાનને જણાવનારા સામાન્ય રીતે ચાર લક્ષણો છે. (૧) આક્રંદ = કાળો કકળાટ કરવો, મોટેથી રડવું વગેરે. (૨) શોચન = શોક કરવો. આંસુ પાડવા, વિલખા થવું, સૂનમુન રહેવું વગેરે (૩) પરિદેવન = દીનતા કરવી, નિસાસા નાખવા, વારંવાર તેવી કર્કશ વાણી કહેવી વગેરે અને (૪) તાડન = પોતાના શરીરે જ ઘાત કરવો, છાતી – માથા કુટવા વગેરે. આર્તધ્યાન ચાર પ્રકારે છે. - (૧) અનિષ્ટ વિયોગેચ્છા આર્તધ્યાન: અનિષ્ટ એટલે નહિ ઈચ્છેલું, નહિ ગમતું; પોતાને જે પ્રતિકૂળ હોય છે. આવા અનિષ્ટનો જયારે સંયોગ થાય ત્યારે ઘણીવાર જીવ આકૂળ - વ્યાકૂળ બની જાય છે. અને તે અનિષ્ટ પરિસ્થિતિને દૂર કરવા ધમપછાડા કરે છે. મનમાં સતત હાયવોય કરે છે. તે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે દુર્ભાવોની પરંપરા ચલાવે છે. નહિ ગમતી વ્યક્તિ પોતાની પાસે આવીને બેસે તો તે ક્યારે જાય? તેવી ૮૪ એક વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #88 -------------------------------------------------------------------------- ________________ વિચારણા પણ આર્તધ્યાન છે. ટૂંકમાં નહિ ઈચ્છાયેલી ચીજ પાસે આવે ત્યારે અરુચિ, અણગમો અને તે ચીજ જયાં સુધી દૂર ન થાય ત્યાં સુધી જે વિહ્વળતા રહે તે બધું અનિષ્ટ વિયોગેચ્છા આર્તધ્યાન છે. . (૨) ઈષ્ટ અવિયોગેચ્છાઃ પોતાને જે વસ્તુ ઈષ્ટ હોય, અનુકૂળ હોય, ગમતી હોય તે વસ્તુનો ગમે તે કારણસર વિયોગ થાય ત્યારે જે હાય - વોય, રડારોળ કરાય, દુઃખી બનાય તે આર્તધ્યાન છે. એ વસ્તુ ક્યારે મળશે? કેમ મારી પાસેથી ચાલી ગઈ? તે મેળવવા હવે હું શું શું કરું? વગેરે ધમપછાડા આર્તધ્યાનને જણાવે છે. વળી પોતાને ગમતી જે વસ્તુઓ મળી છે તેનો કદીપણ વિયોગ ન થાય, તે વસ્તુ પોતાની પાસેથી ચાલી ન જાય તેની ઈચ્છા તથા તે માટેના સક્રિય પ્રયત્નો વગેરે પણ ઈષ્ટ- અવિયોગ નામનું આ આર્તધ્યાન છે. જે પોતાનું હોય તે બીજા આંચકી શકતા નથી અને પોતાની જે વસ્તુઓ બીજા વડે આંચકાઈ જતી જણાય છે, તે હકીક્તમાં પોતાની હોય જ નહિ. જો તે વસ્તુઓને આપણે પોતાની માનતા હોઈએ તો તે ભ્રમણા સિવાય કાંઈ નથી. આ વિચારણાને જો આપણે હૃદયમાં કોતરી દઈશું તો આર્તધ્યાન થવાનો અવસર પ્રાયઃ નહિ આવે. બીજા પ્રત્યે દુર્ભાવ પણ નહિ થાય. કોઈ પણ વ્યક્તિ આપણી પાસેથી કદાચ કાંઈક ઝુંટવી લેતી જણાય તો પણ આપણા નસીબમાંથી ઝુંટવવાની તો કોઈની ય તાકાત નથી, તે વાત કદી ભૂલવી નહિ. તેથી ગમે તે વસ્તુઓનો વિયોગ થાય તો પણ મનનું સમાધાન કરી લેવું પણ દુઃખી કે દીન ન બનવું. રડારોળ કે હાયવોય ન કરવી. સદા પ્રસન્ન રહેવું. (૩) ચિંતાઃ રોગ, આતંક, કષ્ટ - વેદના વગેરે પ્રાપ્ત થયા પછી એવો વિચાર આવે કે આ ક્યારે મટશે? સતત તે રોગ વગેરેના નાશની વિચારણાઓ કર્યા કરવી તે 'ચિંતા નામનું આર્તધ્યાન છે. (૪) પૂર્વે ભોગવેલા ભોગોનું સ્મરણ કર્યા કરવું તે આર્તધ્યાન છે. અથવા ઈન્દ્ર, ચક્રવર્તી - વાસુદેવ વગેરેની ઋદ્ધિ, સમૃદ્ધિ -રુપ વગેરે જોઈને ભવાંતરમાં તે બધું મળે તેવી ઈચ્છાઓ કરવી કે તેવા નિયાણાં કરવા તે પણ આર્તધ્યાન છે. આર્તધ્યાન કરવાથી તિર્યંચગતિ પ્રાપ્ત થાય છે. તેથી આર્તધ્યાન ન કરવું જોઈએ. પૂર્વે સંયતિ નામના સાધ્વીજી આર્તધ્યાન કરવાના કારણે બીજા ભવમાં ગરોળી તરીકે જન્મ્યા. તે જ રીતે નંદમણિયાર શેઠ પાણી પીવાથી લેગ્યામાં આર્તધ્યાન કરીને તળાવમાં દેડકો બન્યા હતા. સુંદર શેઠ આર્તધ્યાનના કારણે મરીને ચંદન ઘો થયા હતા. સુકોસલમુનિની માતા આર્તધ્યાનથી મરીને વાઘણ બની હતી. આવા કડવા ફળ કાળા ૮૫ આ વ્રત ધરીયે ગુરુ સાખ-ભાગ-૨ Page #89 -------------------------------------------------------------------------- ________________ જાણીને આર્તધ્યાન ન કરવાનો આજે જ સંલ્પ કરવો જોઈએ. તે માટે સતત ધર્મધ્યાનમાં લીન રહેવું જોઈએ. રૌદ્રધ્યાન ઃ રૌદ્ર એટલે ભયંકર. આ અપધ્યાત આર્તધ્યાન કરતાં વધારે ક્રૂર અધ્યવસાયવાળું છે. આ ધ્યાનથી નરકગતિમાં જવાની તૈયારી થાય છે. આ ધ્યાનમાં આત્માના પરિણામ દીન નથી બનતા પણ કઠોર બને છે. નિષ્ઠુરતા પેદા થાય છે. નિર્દયપરિણામ પુષ્ટ થાય છે. આ રૌદ્રધ્યાન ચાર પ્રકારનું છે. (૧) હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન ઃ જીવોની હિંસા કરવાની ઈચ્છાથી માંડીને તેને ખતમ કરવા માટેની જાત જાતના વિચારોની પરંપરા ચલાવવી તે. ‘‘આ મારો દુશ્મન છે, તેને તો ખતમ જ કરવો જોઈએ. તે શું સમજે છે તેના મનમાં ? હું છોડીશ નહિ તેને ! બરોબર બતાડી દઈશ. તેના રાઈ રાઈ જેટલા ટૂકડા કરી દઈશ. તે તો તે જ દાવનો છે. તે માટે ગુંડાને રોકીશ. તે તેને આમ કરશે. તેમ કરશે...” વગેરે હિંસક વિચારણાઓ મનમાં સતત કર્યાં કરવી તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. જીવોને મારવા, બાંધવા, વીંધવા, પૂરવા, ઘાત કરવો, તલવાર ભાલા - શક્તિ – મુદ્ગર વગેરે શસ્રો દ્વારા, વીર - ભૂત – પિશાચ – વગેરે દ્વારા, મેલી વિદ્યાના ઉચ્ચાટન વગેરે પ્રયોગો કરવા દ્વારા કે મંત્ર - તંત્ર - યંત્ર - વિષપ્રયોગ વગેરેથી મનુષ્યાદિને મારી નાંખવાનું ક્રોધવશ વિચારવું તે પણ હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. ટૂંકમાં બીજા જીવોને ખતમ કરવા માટે સતત ચાલતી ક્રુરતાભરી વિચારણાને હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય. - (૨) મૃષાનુબંધી રૌદ્રધ્યાન ઃ બીજાને મોટું નુકશાન થાય તેવું જૂઠ બોલવાની વિચારણા કરવી, તે જૂઠનો કોઈ પ્રતિકાર કરે તો તેના બચાવમાં બીજા કયા કયા જૂઠાણાઓ રજૂ કરવા ? શી રીતે સામેવાળાને ચૂપ કરીને, જૂઠ દ્વારા પોતાનું કાર્ય સાધી લેવું તેની સતત વિચારણાઓ કરવી તે કૃષાનુબંધી રૌદ્રધ્યાન છે. ચાડી ખાવી, અઘટતુ વચન કે ખરાબ ગાળ વગેરે દેવી, પોતાની બડાઈ હાંકવી કે બીજાના દોષો, ઉઘાડા પાડવા, પોતાના પક્ષનો વિજય જાણીને સામાપક્ષ માટે વિચારવું કે સારું થયું, તેઓ તે જ લાગના હતા વગેરે - આવું બધુ વારંવાર બોલવું કે વિચારવું તે રૌદ્રધ્યાન છે. (૩) સ્નેયાનુબંધી રૌદ્રધ્યાન ઃ સ્તેય = ચોરી. ચોરી સંબંધિત ક્રુરતાભર્યું ચિંતન કરવું તે. ધનના સ્વામી પાસેથી ધન વગેરે મેળવવા કયા કયા ઉપાયો અજમાવવા ? તે ઉપાયો પકડાઈ જતાં ફસાઈ ન જવાય તે માટે શું કરવું ? તેમાં વચ્ચે આવનારને શું ૮૬ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ કરવું? અવસર આવે તો મારી નાંખવામાં પણ પાછી પાની નહિ કરવી વગેરે વિચારો કરવા તે તેયાનુબંધી રૌદ્રધ્યાન છે. ટૂંકમાં બીજાનું દ્રવ્ય કે અન્ય વસ્તુઓ માલિકની રજા વિના પચાવી પાડવા જાત જાતના પેંતરા રચવાની સતત જે વિચારણા ચાલ્યા કરે તે બધી તેયાનુબંધી રૌદ્રધ્યાન ગણાય. (૪) સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન પોતાના દ્રવ્યાદિની રક્ષા માટે સર્વત્ર શંકાશીલ બનીને શત્રુ વગેરેને મારવા સુધીની વિચારણાઓ કરવી તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. મારું ધન ઓછું ન થવું જોઈએ. કોઈ પડાવી લેવું ન જોઈએ, તેવી વિચારણા તે જ રીતે જો કોઈએ પોતાનું ધન પચાવી લીધું હોય તો તે ધન તેની પાસેથી પાછું શી રીતે મેળવી લેવું ? તેની કુરતાયુક્ત વિચારણા વગેરેનો સમાવેશ આ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનમાં થાય છે. ધ્યાનશતક ગ્રંથમાં જણાવ્યું છે કે “કરવું, કરાવવું, અનુમોદવું અને તે સંબંધમાં વારંવાર ચિંતા કરવી; એમ ચાર પ્રકારે પણ રૌદ્રધ્યાન છે. આ રૌદ્રધ્યાન જો કે આત્માના અધ્યવસાય (પરિણામ) રુપ છે, છતાં તેને જાણવાના ચાર બાહ્ય લક્ષણો છે. (૧) હિંસા - જૂઠ - ચોરી - સંરક્ષણ (પરિગ્રહ); એ ચારે બાબતમાં એકવાર આદર કરવો તે. (૨) તે ચારેમાં વારંવાર આદર-પ્રવૃત્તિ કરવી તે. (૩) કુશાસ્ત્રો સાંભળીને કે પોતાના અજ્ઞાનથી હિંસાત્મક (યજ્ઞાદિ) ક્રિયાકાંડમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરવી તે. (૪) કાલસીરિક કસાઈ વગેરેની જેમ જીવનકાળ દરમિયાન હિંસાદિથી નિવૃત્ત ન થવું તે. રૌદ્રધ્યાનના આ લક્ષણો ઉપર વિચાર કરતાં જણાશે કે લગભગ ચોવીસ કલાક ચાલતી પૈસાની લેગ્યાનો સમાવેશ પણ આ રૌદ્રધ્યાનમાં થાય છે. “હાય પૈસો ! હાય પૈસો !” સતત ચાલ્યા કરે છે, તે ખૂબ જ નુકશાનકારક છે. પણ કોણ જાણે ગમે તે કારણ હોય, નાનાથી મોટામાં, પુરુષ હોય કે સ્ત્રી હોય તેનામાં પૈસા મેળવવાની તથા તેનો સંગ્રહ કરવાની લગન દિન-પ્રતિદિન વધતી જતી દેખાય છે. તેની વિચારણા સતત ચાલતી જણાય છે. આના પરિણામ સારા નથી, ઠેઠ નરકગતિ સુધી મોકલી દેવાની તાકાત આ ધનની લેગ્યામાં છે. કામવાસનાદિમાં ક્યાંક અટકાય છે. ક્યારેક અટકાય છે. જ્યારે ધનની લેશ્યામાં માનવ પ્રાયઃ ક્યાં ય અટકવા ક્યારે ય તૈયાર થતો દેખાતો નથી. સૌનો આ અનુભવ જણાવે છે કે કામવાસનાદિ કરતાં ય ધનની લેશ્યા કેટલી બધી ભયાનક છે! કામવાસનાદિમાં સામેની વ્યક્તિ અનુકૂળ ન હોય તો અટકી જવાય. તે સ્થાને * ૮૭ : વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ તા. Page #91 -------------------------------------------------------------------------- ________________ કોઈ આવી જાય તો પણ અટકી જવાય. ગમે તે સમયે તેનું સેવન થઈ શકતું નથી. ગમે તે લોકોની વચ્ચે પણ તેનું સેવન થઈ શક્યું નથી. શરીર પણ થાકી જાય છે. પરિણામે કામસેવનાદિ પાપો મર્યાદિત બને છે. તેનું સેવન ક્ય પછી થોડા સમય માટે પણ તેની લેશ્યા શાંત તો થાય છે. જ્યારે ધનાદિની સંજ્ઞા તો ખૂબ ભયંકર છે. ગમે તેટલા રુપીયા કમાવા છતાં તે થોડા સમય માટે પણ શાંત થતી નથી. વળી આ ધન સંજ્ઞાને દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવની કોઈ મર્યાદા પણ નડતી નથી. માટે કામપુરુષાર્થ કરતાં ય અર્થ (ધન) પુરુષાર્થને વધારે ખરાબ જણાવ્યો છે. ધનની લેશ્યાને રૌદ્રધ્યાન રુપ ગણાવી છે. નરકગતિનું રીઝર્વેશન કરાવનાર મનાઈ છે. આજે તો ઘરડો થવા છતાંય માનવ ધનની લેગ્યામાંથી છૂટી ન શક્તો હોય તેવું જણાય છે. દુકાન, ઓફીસ છોડવા તૈયાર થતો નથી. રૌદ્રધ્યાનનું ચોથું લક્ષણ આ જ છે ને? જીવનપર્યંત હિંસા - જૂઠ-ચોરી કે પરિગ્રહસંજ્ઞામાંથી મુક્ત ન થવું તે રૌદ્રધ્યાનને જણાવે છે. આ જાણ્યા પછી હવે નથી લાગતું કે ધનની લેગ્યા છોડી દેવી જોઈએ. જરુર પૂરતું કમાઈને સંતોષથી રહેવું જોઈએ. પૈસા પાછળ હાયવોય કરવાનું બંધ કરી દેવું જોઈએ. - ૪૮ મિનિટથી પણ ઓછું આયુષ્ય ધરાવનારો તંદુલીયો મત્સ્ય મરીને ૭મી નરકમાં ઉત્પન્ન થાય છે, તેમાં રૌદ્રધ્યાન સિવાય અન્ય શું કારણ છે? ચોખાના દાણા જેટલું શરીર ધરાવનારો અને માત્ર પૂરી ૪૮ મિનિટ પણ નહિ જીવનારો તંદુલીયો મત્સ્ય પાપો કરી - કરીને કેટલા અને કેવા કરી શકે? તે પાપો શું તેને ૭મી નરકમાં મોકલી શકે ખરા? નથી તે તેવા ભયાનક હિંસાદિ પાપો કરતો કે નથી તે તેવા શબ્દોનો પ્રયોગ કરતો. છતાં ય સાતમી નરકમાં જાય છે, તેમાં તીવ્ર કક્ષાનું રૌદ્રધ્યાન કારણ છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં થતાં મોટા મગરમચ્છોની આંખોની પાંપણમાં ચોખાની સાઈઝનો આ તંદુલીયો મત્સ્ય રહે છે. મોઢું ફાડીને બેઠેલાં આ મગરમચ્છના મોઢામાં પ્રવેશતાં પાણીના પ્રવાહોમાં ઘણાં માછલા વગેરે જળચર જીવો પ્રવેશે છે અને પાછા બહાર નીકળતાં પાણી સાથે તે જીવો પણ બહાર નીકળી જાય છે. મગરમચ્છને જ્યારે ભુખ લાગી હોય ત્યારે તે મોઢું બંધ કરીને પ્રવેશેલા જીવોને ખાય. પણ પેટભરાઈ ગયા પછી તો અંદર પ્રવેશેલા જીવોને ખાવાના બદલે તે બહાર જવા દે. તે વખતે પાંપણમાં રહેલો તંદુલીયો મત્સ્ય વિચારે છે કે, “આ મગરમચ્છ તો મહામૂરખ છે. તેના મોંમાં સામે ચાલીને આટલા બધા જીવો આવે છે, તો પણ તે બધાને આ ૮૮ કે વ્રત ધરીયે ગુરુ સાબ-ભાગ-૨ ) Page #92 -------------------------------------------------------------------------- ________________ પાછા જવા દે છે. તેની જગ્યાએ જો હું હોઉં ને તો એમાંથી કોઈને ન છોડું. બધાને હું ખાઈ જ જાઉં. વગેરે...” સતત આવો વિચાર કરવા રૂપ રૌદ્રધ્યાનમાં તે લીન રહે છે. પરિણામે તેના તે અંતર્મુહૂર્ત કાળ રુપ આયુષ્યમાં તે સાતમી નરકમાં જવું પડે તેવા કર્મો બાંધે છે. જ્યાં ભયંકર સીતમો ગુજરાય છે, ભયાનક પીડા છે, ટોચકક્ષાનું દુઃખ છે, તેવી સાતમી નરકમાં તેને જવું પડે છે. રૌદ્રધ્યાન અંગે શાસ્ત્રોમાં કુરુડ અને ઉત્કડ મુનિઓની વાત આવે છે. ક્રોધાવેશમાં આવી જઈને તેમણે રૌદ્રધ્યાન કર્યું તો જે સાધુજીવન તેમને મોક્ષ અપાવવા સમર્થ હતું તે સાધુજીવન તેમને મોક્ષ આપી શક્યું નહિ. રૌદ્રધ્યાને તેમને સાતમી નરકમાં મોક્લી દીધા! કુણાલા નગરીના દરવાજે કુરુડ અને ઉત્કડ નામના બે મુનિવરો કાયોત્સર્ગમાં રહ્યા હતા. તેઓ મહાતપસ્વી હતા. તપના પ્રભાવે તેમનું સામર્થ્ય ઘણું વધી ગયું હતું. તેમનો પ્રભાવ સર્વત્ર વિસ્તરતો હતો. નગરના તે દરવાજાની પાસે એક નાળું પણ હતું. નગરમાં ધોધમાર વરસાદ વરસે તો બધું પાણી વહેતું વહેતું આ નાળામાં આવે. નાળું ઉભરાવા લાગે. તેની અસર તેની પાસે ઊભા રહેલાં આ મુનિઓ ઉપર પણ થાય. કદાચ તેઓ તેમાં તણાઈ પણ જાય. મુનિઓ તણાઈન જાય તે માટે મુનિઓના તપના પ્રભાવે તે નગરમાં વરસાદ વરસતો જ નહિ. ગામની બહાર તથા ખેતરોમાં જરૂર પ્રમાણે વરસાદ વરસી જતો. નગરજનો વિચારતા હતા કે, “આવું કેમ બને છે? વરસાદ નગર બહાર ખેતરોમાં વરસે છે પણ નગરમાં કેમ વરસતો નથી? નક્કી આ બધો પ્રભાવ આ મુનિઓનો લાગે છે. તેમના તપના પ્રભાવે જ વરસાદ તેમનાથી દૂર વરસતો જણાય છે.” નગરજનો ભેગા થયા. મુનિઓ પાસે જઈને ઉપદ્રવો કરવા લાગ્યા. મુનિઓને ગમે તેવા કડવા શબ્દો સંભળાવવા લાગ્યા. કહેવા લાગ્યા કે, “તમારા બંનેના મહિમાથી જ વરસાદ નગરમાં પડતો નથી. વરસાદ વિના તો બધું મેલું છે. વરસાદ આવે તો આખું નગર ધોવાઈ જાય. પાણીના ટાંકા ભરાય. પાણી વિના તો ઘણી તક્લીફો પેદા થાય. તેથી તમે અહીંથી બીજે ચાલ્યા જાઓ. નાહકના અમને હેરાન ન કરો વગેરે...” જાત જાતની વાતો વડે મુનિઓને તેઓ સતત ત્રાસ આપવા લાગ્યા. તેમના ગિરા ગામ ન ી ી ી ી ી છે ૮૯ આ વ્રત ધારીયે ગુરુ સાખ-ભાગ-૨ Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્રવોથી મુનિઓના ધ્યાનનો ભંગ થયો. તેમને આ બધું સાંભળીને લોકો ઉપર દ્વેષ પેદા થયો. લોકો શાંત ન થવાથી તેમને ક્રોધ આવ્યો. રૌદ્રધ્યાન પેદા થયું. ગુસ્સામાં ધમધમતા તેઓ બોલવા લાગ્યા, “વર્ષ મેવ!VIRાય, વિનાનિસપર્શ વા नित्यं मूशलधाराभि - र्यथा रात्रौ तथा दिवा ॥ હે વાદળ! કુણાલા નગરીમાં તું વરસ ! અને તે પણ પંદર દિવસ સુધી લગાતાર વરસ. મુસલધાર વરસ. રાત્રે પણ વરસ ને દિવસે પણ વરસ.” આટલું કહેવાતાં જ નગરમાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. આખું નગર જળબંબાકાર થઈ ગયું. નગરમાં પૂર ઉમટ્યા. નગરજનો પણ તેમાં તણાવા લાગ્યા. વહેતાં પાણી નગરની બહારના પેલા નાળામાં આવ્યા. બંને મુનિઓને તે પાણીના પ્રવાહો ખેંચી ગયા. અશુભ અધ્યવસાય અને રૌદ્રધ્યાનમાં ધમધમતા તે મુનિઓ તે પ્રવાહોમાં તણાઈને ડૂબી ગયા. તેમના દ્રવ્યપ્રાણો તો ગયા, પણ સાથે સાથે તેમના ભાવપ્રાણો પણ ખતમ થયા. બંને રીતે તેઓ ડૂબી ગયા. આવા આખા નગર ઉપરના ક્રોધના અધ્યવસાય યુક્ત હિંસાનુબંધી રૌદ્રધ્યાનના પ્રભાવે મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થયા. સાધુપણાની તમામ સાધના ગુમાવી બેઠા. હાથે કરીને આત્માનું ભયાનક અહિત કરી બેઠા. આદિ અપધ્યાનથી મેઘવૃષ્ટિ કરાવીને ક્ષમાદિ રહિતપણે આખા નગરને ડૂબાડીને પોતે પણ ડૂળ્યા અને આવા અનર્થદંડથી નરકગતિ પામ્યા. હે માનવ! તારે તો મુનિ બનીને મોક્ષે જવાનું છે, પણ જ્યાં સુધી તું મુનિ ન બને ત્યાં સુધી મુનિ બનવાની ભાવના સાથે શ્રાવક તો બન. તે માટે આ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૧ - ૨ બરોબર વાંચીને સમજી લે. પછી પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી મેઘદર્શન વિજયજી મ. સાહેબ લિખિત બાર 9ત અને શSજ્ય આરાધના પુસ્તિકા મેળવીને તેમાં જરુરી વિગતો ભરીને નાણ સમક્ષ બાર વ્રત ઉચ્ચરીને જલ્દી શ્રાવક બન. ૯૦ = વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #94 -------------------------------------------------------------------------- ________________ (૧૧) વાતોએ વિવેક વિસરાય (૨) પાપકર્મોનો ઉપદેશઃ પોતે પાપ કરવાના નથી તેમ બીજાને પાપ કરવાનો ઉપદેશ પણ આપવાનો નથી. કદાચ જરૂરી કાર્ય હોય તેથી કાંઈ કરવું પડે તે જુદી વાત. પણ જેમાં પોતાને કાંઈ મેળવવાનું નથી, છતાં ઉપદેશ અપાય તે તો અનર્થદંડ જ ગણાય ને! ખેતર ખેડો, હળને જોડો, કુવો ખોદો, બળદ જોડો, શત્રુઓને મારો, તમારી કન્યાને પરણાવો, ભોજન રાંધો, કેમ ! હજુ કપડા નથી ધોવા? વગેરે જે વગર ફોગટનું બોલાય છે, તે બધું અનર્થદંડ છે. નવરા બેઠાં એટલે જાત જાતના ઉપદેશ આપવાનું મન થઈ જાય છે. બિનજરૂરી શિખામણો ઢગલાબંધ અપાય છે. આ બધું બરોબર નથી. આપણો ઉપદેશ કે સૂચન સાંભળીને સામેવાળો તેનો અમલ કરે તો કેટલા બધા હિંસાદિ પાપો થાય? ઋષભદેવ ભગવાનની વાત આપણે ક્યાં નથી જાણતા ? પૂર્વના કોઈ ભવમાં તેમણે પણ એક ખેડૂતને વગર નકામી સલાહ આપી હતી, તેનું ભયંકર પરિણામ આવેલ. * બળદો ખળામાં માં નાંખીને વારંવાર ખાતા હતા. તે જોઈને તેમને સલાહ આપવાનું મન થઈ ગયું. કોઈએ તેમને પૂછવું નહોતું. બળદ ખાઈ જાય તેમાં પોતાને કોઈ નુકસાન પણ નહોતું; પણ સલાહ આપ્યા વિના તેઓ રહી ન શક્યા. તેમણે કહ્યું, “બળદીયાના મોઢે સીકું બાંધી દો. પછી તેઓ ખાઈ નહિ શકે. તમારું કામ બરોબર થશે અને તમને નુકસાન કાંઈ નહિ થાય.” પેલા ખેડૂતે તેમની સલાહ સ્વીકારી. બળદીયાના મોઢે સીકું બંધાયું. બળદીયાએ ૪૦૦ નિસાસા નાખ્યા. પાપકર્મોના ઉપદેશ રૂપ આ બીજા પ્રકારનો અનર્થદંડ તેમના વડે સેવાયો. તે વખતે તેમણે એવું ચીકણું કર્મ બાંધ્યું કે જે છેલ્લા ભવમાં ઉદયમાં આવ્યું. દીક્ષા લીધી છતાં તે કમેં તેમને ન છોડ્યા. લગાતાર ચારસો દિવસ સુધી તેમને ઉપવાસ કરવા પડ્યા. ફાગણ વદ - આઠમે તેમણે દીક્ષા લીધી. તે પહેલાં તેઓ રાજા હતા. પ્રજાજનોને તેમના પ્રત્યે અતિશય માન હતું. તેથી દીક્ષા પછી લોકો તેમની સામે હીરા - માણેક - મોતી – રત્નોના થાળ ધરે છે ! અરે ! પોતાની દીકરીઓ સોંપવા તૈયાર થાય છે, પણ કોઈને કલ્પના ય નથી આવતી કે ભગવાનને ભોજનની જરુર છે. લાવો, આપણે જ ૯૧ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ તેમને ભોજન આપીએ. ના, તેમાં લોકોનો વાંક નહોતો. તેમણે પોતે જ બળદીયાને ખાવામાં અંતરાય કરવારૂપ પાપોપદેશ વડે જે અનર્થદંડ સેવ્યો હતો, તેનાથી જે પાપ બંધાયું હતું, તેનો આ વાંક હતો. પોતે જે પાપ કરવાની જરુર ન હોય, જે પાપ બીજા પાસે કરાવવું પણ પોતાના માટે જરૂરી ન હોય તેવા પાપનો ઉપદેશ ન આપવાનું દરેકે નક્કી કરવું જોઈએ. પોતાના દીકરા - દીકરીઓના લગ્ન કરાવવાની સામાજિક જવાબદારી મા - બાપના શિરે છે, પણ લોકોના દીકરા -દીકરીઓને પરણાવવાની જવાબદારી તેમના માથે થોડી છે? છતાં તેમાં પણ વગર કારણે માથું મરાતું હોય તો તે શું કહેવાય? અરે ! આપણા ત્યાં તો ત્યાં સુધીની વાત છે કે પોતાના દીકરા - દીકરીઓને પરણાવવાની જવાબદારી લેવા બીજું કોઈ તૈયાર હોય તો મા – બાપ પણ પોતાના દીકરા -દીકરીઓને પરણાવવામાં માથું ન મારે. કોઈ જવાબદારી લેવા તૈયાર ન જ હોય તો તે દીકરા-દીકરીઓ સ્વચ્છંદી-દુરાચારી ન બની જાય તે માટે પોતે પરણાવે; પણ તે ય દુ:ખાતા દીલે છૂટકો નથી માટે. શ્રી કૃષ્ણ અને ચેડા રાજા તો પોતાના સંતાનોને પરણાવવામાં પણ ભાગ લેતા નહોતા. તેમણે તે જવાબદારી બીજાના માથે સોંપી દીધી હતી. (૩) હિંસાદિમાં ઉપયોગી સાધનો આપવા વિશેષ કારણ ન હોય તો પોતાના સુડી, ચપ્પ, કાતર, સોય વગેરે હિંસક સાધનો બીજાને આપવા ન જોઈએ. તેઓ તેના દ્વારા હિંસક કાર્યો કરશે. તે જ રીતે તલવાર, ભાલા, બરછી, તીર, કામઠાં, બંદુક, રીવોલ્વર, લાકડી વગેરે શસ્ત્રો પણ બીજાને ન આપવા. દાંતરડું, કરવત, છરી, રંધો, કોદાળી, કોસ વગેરે પણ હિંસક સાધનો છે. તે પણ ખાસ કારણ સિવાય બીજાને આપવા નહિ. આ બધા સાધનોનો પોતાના માટે પણ ઉપયોગ કરવો ન જોઈએ; પણ ગૃહસ્થજીવનની ઘણી જવાબદારીઓ હોવાથી કદાચ પોતાના માટે કરે તો અર્થદંડ ગણાય; પણ વગર કારણે બીજા માટે કરે તો ? જરુર વિના કરાયો હોવાથી તે અનર્થદંડ ગણાય. પોતાના ગાડી, સ્કુટર, સાયકલ, ગાડુ વગેરે વાહનો આપવા, ઘંટી - સાંબેલું - ખાંયણી – મીક્ષર - કસર - વોશીંગ મશીન - વગેરે પાપકારી સામગ્રીને બીજાને આપવી તે પણ અનર્થદંડ છે. (૩) પ્રમાદાચરણ : પાંચ પ્રકારના પ્રમાદ છે. તેમાંના કોઈ પણ પ્રમાદનું આચરણ ન કરવું જોઈએ. પ્રમાદ પોતે જ મોત છે. તેના દ્વારા પુષ્કળ કર્મબંધ થાય છે. કી ૯૨ કિ વ્રત ધારીયે ગુરુ સાબ-ભાગ- ૨ ફ Page #96 -------------------------------------------------------------------------- ________________ (A) મદ્ય (B) વિષય (C) કષાય, (D) નિદ્રા અને (E) વિકથા; આ પાંચે પ્રમાદ છે. (A) મદ્ય = નશો પેદા કરે તેવા દારુ વગેરે કોઈ પણ પદાર્થનું સેવન કરવું તે પ્રમાદ છે. દારુ ચરસ, અફીણ, ગાંજો, ભાંગ, કોકીન, સરકો, તાડી, નીરો વગેરે માદક પદાર્થોનો તમામ ધર્મોએ નિષેધ કરેલો છે. જીવન જીવવા માટે ભોજનની જરુર પડે છે; પણ દારુ વગેરે નશો કરનાર પદાર્થોની જરા ય જરુર નથી. તેના વિના પણ માણસ મસ્તીથી જીવી શકે છે. અરે ! તેનું સેવન કરવાથી તો માનવનું જીવન જોખમમાં મૂકાય છે. માનવ દારુ વગેરેના કારણે મુગ્ધબુદ્ધિવાળો બને છે. તેનાથી તે ગાવા લાગે છે. દોડવા કે હસવા લાગે છે. ગાંડાની જેમ બડબડ કરે છે. ઘડીક રડે છે, ઘડીક નાચે છે તો ઘડિક કજીયો કરવા લાગે છે. પોતાના હિતાહિતને તે સમજી શકતો નથી. ક્યારેક તો મરણને શરણ પણ થાય છે. દારુના કારણે સમગ્ર યાદવકુળનો સંહાર થયો હતો. આવા દારુનું તો સેવન થાય જ શી રીતે? (B) વિષયઃ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, એ પાંચ વિષયો છે. આ પાંચમાંના કોઈ પણ વિષયમાં આસક્ત બનેલો જીવ સદા તેમાં જ રચ્યો પચ્યો રહે છે. તે અંગે જ તેની વિચારધારા ચાલતી રહે છે. તે મેળવવા માટે તેના પ્રયત્નો ચાલે છે. તેની આસક્તિ થતાં તે પોતાના હિતાહિતનો વિચાર કરી શકતો નથી. ગમે તેવું અકાર્ય કરવા પણ તે તૈયાર થઈ જાય છે, પરિણામે તેને ઘણીવાર અપયશ મળે છે. વળી, આ વિષયોમાં વધુ આસક્ત બનવાથી તેનો અતિરેક કરવાથી આરોગ્ય ઉપર પણ અસર પડે છે. માંદગી આવે છે. ક્યારેક તો દવા વગેરેના ખર્ચથી પાયમાલ બનવું પડે છે. વિષયોની આસક્તિ પોતાનું કર્તવ્ય અદા કરવા દેતી નથી. વિવેકબુદ્ધિને દૂર કરે છે. પાપકર્મો બંધાવીને દુર્ગતિઓમાં રખડાવે છે. વિષયોની ભયાનકતાને નજરમાં લાવીને કાયમ માટે તેની આસક્તિથી દૂર રહેવાનો નિર્ણય કરવો જોઈએ. (C) કષાયઃ કષ એટલે સંસાર. આય એટલે લાભ, જેનાથી સંસારનો લાભ થાય એટલે કે સંસારનું પરિભ્રમણ વધે તે કષાય કહેવાય. ક્રોધ - માન -માયા-લોભ; આ ચાર કષાયો છે. (D) નિદ્રાઃ નિદ્રા સર્વગુણોનો નાશ કરનારી છે. ઉંઘમાં પાંચ ઈન્દ્રિયો અને મન નકામા બની જાય છે. સ્પર્શવાની – ચાખવાની - સુંઘવાની – જોવાની - સાંભળવાની અને વિચારવાની શક્તિ ઉંઘમાં ખલાસ થઈ જાય છે. પોતાની ઉપર ૯૩ : વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #97 -------------------------------------------------------------------------- ________________ પોતાનો કંટ્રોલ રહેતો નથી. ધક્કો મારીને પાંચ જણાને દસ ગોઠડા ખવરાવવાની તાકાત ધરાવનારો પહેલવાન જો ઉંઘમાં હોય તો નાનકડા છોકરાથી પણ મોતને ઘાટ ઉતારી શકે છે. તેની તમામ તાકાત ઉંઘમાં નકામી પુરવાર થાય છે. શાસ્ત્રોમાં ઉંઘને સર્વઘાતી કહી છે. તે પાપકર્મના ઉદયથી આવે છે, ધર્મી માણસો સદા જાગતા ભલા; પાપી માનવો સદા ઉંઘતા સારા. . ભગવતી સૂત્રમાં “ભગવંત ! ઉંઘવું સારું કે જાગવું સારું?' પ્રશ્નના જવાબમાં કહેવાયું છે કે, “કેટલાક માટે સૂવું સારું અને કેટલાક માટે જાગવું સારું.” જે અધર્મીઓ છે, પાપીઓ છે, અધમ જીવો છે, જેઓ અધર્મ વડે જ પોતાનું જીવન પસાર કરે છે, તેવા જીવોનું સૂવું તેમના પોતાના હિતમાં છે; કારણ કે તે જીવો સૂતા હોવાના કારણે ઘણા જીવોને અભયદાન મળે છે. દુઃખમુક્તિ મળે છે. તેમને પોતાને પણ પાપબંધમાંથી મુક્તિ મળે છે. સ્વ -પર- ઉભયને તેઓ પોતે સૂતા હોવાના કારણે હિંસાદિ પાપોમાં જોડી શકતા નથી, માટે તેવા જીવો તો ઉંઘતા સારા. પણ જે જીવો ધર્મિષ્ઠ છે, ધાર્મિક પ્રવૃત્તિ કરનારા છે; તેવા જીવો તો જાગતા સારા, કારણ કે જાગ્રત અવસ્થામાં તેઓ સ્વ-પર - ઉભયના કલ્યાણની પ્રવૃત્તિ કરે છે વગેરે...” નિદ્રા રુપી પ્રમાદનું સેવન કરવા જેવું નથી, ચૌદ પૂર્વધર મહાત્મા પણ નિદ્રા રુપી પ્રમાદને વશ થાય તો પૂર્વોને ભૂલી જાય છે. અંતે નિગોદમાં જઈને લાંબો સમય તેમણે ત્યાં પસાર કરવો પડે છે; માટે આ નિદ્રા રુપી પ્રમાદનો ત્યાગ કરવાનો - ઘટાડો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આહાર અને ઉંઘ; વધારો તેટલા વધે અને ઘટાડો તેટલા ઘટે. બધું આપણી ઉપર છે. આપણે ધારીએ તે કરી શકીએ. સામાન્યતઃ યુવાન માણસ છ કલાક નિદ્રા લે; તે પ્રમાણસર ગણાય. તેથી જેટલી વધારે લે, તે તેના માટે બિનજરુરી છે, નુકસાનકારક છે. આજે જ તેવી બિનજરુરી નિદ્રાનો ત્યાગ કરવાનો નિર્ણય કરવો જોઈએ. (E) વિકથાઃ કામ વિનાની જે વાતો કરીએ તે બધી વિકથા કહેવાય. આ વિકથા ચાર પ્રકારની છે. (૧) રાજકથા (૨) સ્ત્રીકથા (૩) દશકથા અને (૪) ભક્ત = ભોજન કથા. આ ચારે ય કથાઓ અનર્થદંડ છે. તેનાથી ક્લેશ - કજીયા - કંકાસ પેદા થાય છે. પુષ્કળ કર્મબંધ થાય છે. રાજાના માન -પાન-મોભા - વિલાસ - વૈભવ - શૌર્ય કે યુદ્ધ વગેરેની વાતો કરવી તે રાજકથા કહેવાય. આ રાજાના કેટલા બધા માન-સન્માન છે. આની તોલે તો ૯૪ વ્રત ધરીયે ગુરુ સાબ-ભાગ ૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ કોઈન આવે. અથવા તો આ રાજા છે, પણ કોઈ તેની આમન્યાતો સાચવતું નથી, માત્ર નામનો જ રાજા લાગે છે વગેરે. આ તો બહુ શૂરવીર પરાક્રમી છે, રાજા હો તો આવા જ હોજો. કે આ તો સાવ બાયેલો લાગે છે. આને વળી કોણે રાજા બનાવ્યો? મરી જાય તો સારું, નવો શૂરવીર રાજા તો આવે વગેરે...., રાજાનો આ કેવો જોરદાર મહેલ છે. આકર્ષક સવારી છે. વૈભવ - વિલાસમાં તો આ રાજાની તોલે કોઈ ન આવે અથવા તો આ રાજા સાવ મુફલીસ છે. રાજા હોવા છતાં ય તેના કોઈ ઠેકાણા જણાતા નથી વગેરે... આવી જે તે રાજાની અનુકૂળ કે પ્રતિકૂળ વાતો કરવામાં આવે તો સાંભળનારને રાગ - ૮ષ થાય. રાજાને સમાચાર મળતાં ક્યારેક મોત સુધીની સજા પણ થાય. તેથી રાજકથા કરવા જેવી નથી. વળી, રાજા કે રાજનીતિની વાતો જ એવી વિચિત્ર છે કે ન ગમવા છતાં ય તેમાં રસ પડે છે. કલાકોના કલાકો તેમાં પસાર થાય છે; પણ હાથમાં તો કાંઈ આવતું નથી. ક્લેશ - કજીયા કે કંકાસ થાય છે તે નફામાં. વળી, વાતો કરનારાના વિચારો એક ન થાય તો બોલાચાલી થાય છે. સંબંધોમાં કડવાશ - તથા તિરાડ પેદા થાય છે. સમયની બરબાદી થાય છે. પાપકર્મોનો બંધ થાય છે. તેથી રાજકથાદિ વિકથામાં પડવા કરતાં તેટલો સમય ધર્મધ્યાન કરવું વધારે જરુરી છે. તેનાથી પાપનાશ અને પુણ્યબંધની કમાણી થાય છે, જે વિકથા કરવાથી ગુમાવી દેવાય છે. સ્ત્રીકથા સ્ત્રીના રુપ, વિલાસ, ચાલ, વાળ, ભાષા, ચતુરાઈ વગેરેની પ્રશંસા કે નિંદા કરતી વાતો કરવી તે સ્ત્રીકથા ગણાય. આવી વાતો કરવી જરૂરી નથી. સમયની બરબાદી છે. આત્મગુણોની વિઘાતક આ વાતો છે. પુષ્કળ કર્મોનો બંધ આવી વાતો દ્વારા થાય છે. “અહા ! કેવી સુંદર આ યુવતી છે ! શું એનું રુપ છે અહો હાથી જેવી મલપતી એની ચાલ છે ! કેવા કટાક્ષ ફેકે છે ! કામણગારી એની આંખો છે ! રુપ - પની અંબાર આ સુંદરીની સામે તો અપ્સરાઓ પણ પાણી ભરે ! લીસાલચક અને કાળાભમ્મર લાંબા તેના વાળ છે. દાડમની કળી જેવા સફેદ દાંતની પંક્તિ કેવી શોભી રહી છે ! એવું મીઠું મીઠું બોલે છે કે બસ સાંભળ્યા જ કરીએ! શું રણકો છે! ઈંગ્લીસમાં લ્યન્ટલી બોલે છે! નમણી અને નજાકત તેની કાયા છે. એકેક અવયવો અદ્દભૂત છે. સૌંદર્ય અને જ ૯૫ % વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૨ - Page #99 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યમાં તો બધાને પાછા પાડી દે તેવી છે. વગેરે વાતો સ્ત્રીકથા છે. તેવી વાતો કરતાં સમયની બરબાદી થાય છે. તે સ્ત્રી હાથમાં તો આવતી નથી, પણ ફોગટનું તન-મનજીવન બરબાદ થઈ જાય છે. અભિનેત્રીઓ, મીસ ઈન્ડિયા, મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડની વાતો કરવી, તેના શરીરના સૌષ્ઠવની વાતો કરવી વગેરે પણ સ્ત્રીકથા છે. તે જ રીતે કેટલાકો સ્ત્રીની નિંદા કરવા રુપે પણ વાતો કરતા હોય છે. પેલી સ્ત્રી સાવ કેવી છે! આંખે જોવી પણ ગમે તેવી નથી ! ઊંચી તો જાણે કે તાડ જેવી છે! બોલે તો સાંભળવું ય ન ગમે, જાણે કે કાગડો બોલ્યો! ચાલે તો જાણે કે ઊંટ ચાલ્યું ! પેટ બહુ * મોટું છે! આંખો નાની છે, માંજરી છે. રાંધતાં તો તેને આવડતું જ નથી. કલર જાય તો પૈસા પાછા. એવી કાળી મેંશ છે, જાણે કે હબસણ જોઈ લો! ફલાણી સ્ત્રી તો દુર્ભાગી છે. તેના પગલે પગલે ગરીબાઈ ડોકા દે છે કે ઝગડા ઊભા થાય છે! પેલી તો ખૂબ વાતોડીયન છે, એક મિનિટ મુંગી રહેતી નથી, બસ ! બોલ બોલ જ કરે છે! આ તો ચબાવલી છે! ફલાણી તો ઝગડાળુ છે. તે જયાં જાય ત્યાં ઝગડો ન થાય તો જ આશ્ચર્ય! આ તો લાકડાલડાઉ છે! રૂપના તો ઠેકાણા નથી ને મીસ વર્લ્ડ બનવા નીકળી પડી, જુઓ તો ખરા! પોતાની જાતને કેવી મહાન માને છે! વગેરે વગેરે નિંદાજનક વચનો દ્વારા સ્ત્રીકથા કરવી તે પણ અનર્થ દંડ છે. - સ્ત્રીને કેન્દ્રમાં રાખીને, તેના દેશ જાતિ, કૂળ, નામ, રુપ, પહેરવેશ, કુટુંબ - પરિવાર વગેરેની વાતો કરવી તે પણ સ્ત્રીકથા છે. જેમ કે મહારાષ્ટ્રની સ્ત્રીઓ ઘેલી, વાચાળ અને ભાવુક હોય છે. કાઠીયાવાડની સ્ત્રીઓ મધૂરભાષી અને કામકળામાં ચતુર હોય છે. વગેરે દેશ -આશ્રયી સ્ત્રીકથા છે. જાતિ આશ્રયી સ્ત્રી કથામાં વિધવા બ્રાહ્મણીના દુઃખનો પાર નહિ. વિધવા વાણીયણ બહાદૂર હોય, પતિનો ધંધો પણ સંભાળે. વણિકકોમની દીકરીઓ અત્યંત સ્વરુપવાન હોય છે. ક્ષત્રિય કુળની સ્ત્રીઓ શૂરવીર હોય છે. પતિની પાછળ સતિ થતાં તેમને વાર લાગતી નથી વગેરે.. સ્ત્રીના રુપ અને સૌંદર્યને મુખ્ય બનાવીને, સ્ત્રીના જુદા જુદા અવયવોના રુપની પ્રશંસા કે નિંદા કરતા વાક્યો બોલાય તે રુપ આશ્રયી સ્ત્રીકથા ગણાય. ફલાણી સ્ત્રીનું આ કેટલું સુંદર નામ છે! મને તો આ નામ સાંભળું ને કાંઈને કાંઈ થઈ જાય છે વગેરે... અથવા તો આ તે કાંઈ નામ છે? આવું તે નામ કોણે પાડ્યું? આઉટ ઓફ ડેટ. સાવ જુનવાણી નામ છે વગેરે.. નામને આશ્રયીને સ્ત્રીકથા ગણાય. તે જ રીતે પહેરવેશને નજરમાં રાખીને સ્ત્રીની નિંદા કે પ્રશંસા કરાય તે પણ ર ૯૬ - વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીકથા કહેવાય. સ્ત્રીના જાતજાતના ફેશનેબલ વસ્ત્રોની વિચારણા કરાય, નાના -મોટા કપડાની વાત કરાય, ગુજરાતી સાડી કરતાં બંગાળી સાડીમાં તે વધારે સુંદર અને મોહક લાગે છે, સાડી કરતાં ઝેશમાં તે વધુ આકર્ષક લાગે છે, વગેરે વાતો કરવી તે વેશ આશ્રયીને સ્ત્રીકથા છે. તે જ રીતે પરિવારને નજરમાં રાખીને સ્ત્રીની નિંદા કે પ્રશંસા કરવી જેમ કે ફલાણા બહેન તો ખૂબ ચતુર છે. બોલવામાં પણ હોંશિયાર છે. તેનાથી જ તેના ઘરની શોભા છે. તેનો પતિ તો બબૂચક જેવો છે. જો આ સ્ત્રી ન હોત તો તેના ઘરની કોઈ કિંમત જ ન રહેત વગેરે... પેલી સ્ત્રીના કારણે તેનું આખું કુટુંબ નિંદાય છે. નથી કોઈ મહેમાનોની કાળજી લેતી કે નથી તેને પોતાના બાળકોનો ઉછેર કરતા આવડતું. ઘર પણ કેટલું ગંદુ હોય છે. સાવ ગામડીયણ છે વગેરે... આડોશ – પાડોશની સ્ત્રીઓ કે સગા - સ્નેહીજનોની સ્ત્રીઓ કે અન્ય કોઈ સ્ત્રીઓના સંબંધમાં ગમે તે વાતો કરવાનું હકીકતમાં તો કોઈ પ્રયોજન નથી. કોઈના વિષે જે તે અભિપ્રાય આપવાની જવાબદારી આપણને કોઈએ સોંપી નથી, તેના વિષે જેમ તેમ બોલીને બિનધિકારચેષ્ટા કરીને આપણે પુષ્કળ ચિકણા કર્મો બાંધી બેસીએ છીએ. - જ્યારે કોઈ પણ સ્ત્રી અંગે આવી વાતો કરીએ ત્યારે આપણને મનમાં ગમા - અણગમા થતાં હોય છે. આપણી વાત સાંભળીને સામેની વ્યક્તિ જો તેનો પ્રતિકાર કરે તો તેની સાથે સંઘર્ષ થાય છે. રાગ-દ્વેષ પણ થાય છે. ફાયદો તો કાંઈ જ થતો નથી પણ આલોક - પરલોક સંબંધિત પુષ્કળ નુકસાન થાય છે. માટે જ્ઞાનીઓએ આવી નિરર્થક સ્ત્રીકથા કરવાની ના પાડી છે. દશકથાઃ જુદા જુદા દેશો, તેની ધરતી, તેના હરવા - ફરવાના સ્થાનો, ત્યાં વસનારા માનવો, તેની ખાસિયતો વગેરેની વાતો કરવી તે દશકથા. જેમ કે કાશ્મીર દેશ તો અદ્ભુત છે- તેના સૌંદર્ય સામે તો પેરીસ પણ ઝાંખું પડે! ગુજરાતીઓ તો સાવ શાંત અને કાયર હોય છે, શૂરવીરતા તો તેમનામાં જોવા જ ન મળે. મુંબઈમાં તો જોરદાર મોજમજા છે; દેશમાં રહીને શું કરવાનું? ભારત તો ગરીબોનો અને ગંદકીનો દેશ છે. અમેરીકામાં કેટલી બધી સ્વચ્છતા છે... વગેરે વગેરે વાતો કરવી તે દશકથા કહેવાય. તેમાં પણ રાગ - દ્વેષ થાય છે. ભક્તકથાઃ ભક્ત = ભોજન, ભોજન સંબંધિત વાતો કરવી તે ભક્તકથા. “શું ટેસ્ટી ભેળપૂરી બન્યા છે ! જો કોઈ દેવ આવીને આ ભેળપૂરી ખાય તો દેવલોકની વાનગીને પણ ભૂલી જાય !” “શું મીઠી કઢી બની છે? બસ પીધા જ કરીએ, પીધા જ જાણ ૯૭ વ્રત ધરીયે ગુરુ સાખ- ભાગ - ૨ Page #101 -------------------------------------------------------------------------- ________________ કરીએ!” “આ ચાના તો કોઈ ઠેકાણા નથી. કડવી કડવી બની છે!” “આ મોહનથાળ છે કે પથ્થર ! કેટલો કડક છે!” “આને તો રસોઈ બનાવતા જ આવડતું નથી! જુઓ તો ખરા! દાળ ખારી છે તો રોટલી બનેલી છે! શાકના તો કોઈ ઠેકાણા જ નથી!! “પેલા લગ્નમાં આપણે ગયા હતા તે યાદ છે? ભોજન તો ખૂબ જોરદાર હતું પણ ચટણીના કોઈ ઠેકાણા નહોતા!” “તારી બહેને આપણને જમવા મોટા ઉપાડે નોતર્યા તો ખરા પણ ખાવાનું કેવું હતું? આના કરતાં તો સામાન્ય માણસની રસોઈ પણ વધુ સારી હોય છે !' હોટલની વાનગીઓના વખાણ કરવા, અભક્ષ્ય પદાર્થોની પ્રશંસા કરવી વગેરે બધી ભક્તકથા છે. તેનાથી પુષ્કળ પાપકર્મોનો બંધ થાય છે. આ ચાર પ્રકારની વિકથામાંથી એક પણ વિકથા ન થઈ જાય તેની પળે પળે કાળજી રાખવી જરુરી છે. મહા – પ્રયત્ન પ્રાપ્ત કરેલાં ગુણો અને યશ પણ આ વિકથાઓના કારણે ગુમાવી બેસીએ છીએ. ઊંચી કોટીનો ધાર્મિક વિકાસ પણ વિકથાઓના કારણે ખતમ થઈ જતો હોય છે. | વિકથા કહે છે કે, તમને ધર્મનગરીમાં પહોંચ્યા પછી પણ મોક્ષનગરીમાં પહોંચતા અટકાવવાની જવાબદારી મારી છે. ધર્મનગરીમાં પહોંચેલાને હું જલ્દીથી સપાટામાં લઉં છું. તેમને અનેકોની નિંદા - ટીકા કરાવીને મારામાં લીન બનાવું છું. કેરીનો રસ છોડનારા, સંસારના વૈભવો છોડનારા, અરે ! સુખમય સંસારને પણ ત્યાગીને સાધુ - સાધ્વી બનનારાઓને પણ નીચે પછાડવાની તાકાત મારામાં છે. હું મોહરાજાનું કાતિલ શસ્ત્ર છું. બધા શસ્ત્રો ફેઈલ જાય ત્યારે મોહરાજા મારો ઉપયોગ કરે છે, અને હું પણ એટલી હોંશિયાર અને કાબેલ છું કે સફળતા પામ્યા વિના રહેતી નથી! કુંડનપુર નગરીમાં સુભદ્રશેઠની દીકરી રોહિણી બાળવયમાં વિધવા બની. તેની ઉપર નાની વયમાં ભયાનક દુઃખ તુટી પડ્યું. પણ પૂજનીય સાધ્વીજી ભગવંતના સત્સંગમાં આવવાથી તેણે પોતાના જીવનને ધર્મના રંગે રંગી દીધું. બે વખત પ્રતિક્રમણ, ત્રિકાળ જિનપૂજા સાથે સતત સ્વાધ્યાય, તે તેનો જીવનમંત્ર બની ગયો. એ એટલું બધું ભણી કે એક લાખ ગાથાથી વધુ ગાથાનો તે સ્વાધ્યાય (પુનરાવર્તન) કરતી હતી! અનેક ગુણોથી તેનું જીવન મઘમઘાયમાન હતું. મહાબ્રહ્મચારિણી તે સ્ત્રી હતી. પણ એકવાર અંતરંગ જીવનમાં, ચિત્તરુપી નગરમાં મોહરાજાએ જાણે કે સભા ભરી હતી. ત્યાં કુબોધ નામના એક વાચાળ દૂતે કહ્યું, “હે રાજન ! આપને સમાચાર આપવા આવ્યો છું કે આ બાહ્યનગરમાં રહેલી રોહિણી નામની સ્ત્રી આપના રાજ્યમાં બળવો પોકારી રહી છે. તે જ્યાં ને ત્યાં તમારી સતત નિંદા કરે છે. કાળા ૯૮ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ-૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ તમારા બે સંતાનો રાગ અને દ્વેષની સામે તો તે હાથ ધોઈને પડી છે! મિથ્યાત્વ નામના આપના મુખ્યમંત્રીની વિરુદ્ધમાં તો તે જયાં ને ત્યાં ઉશ્કેરણી કર્યા કરે છે. આપના અતિઅંગત પાપસ્થાનક રુપ અઢાર સામંત રાજાઓને તો તે અપાય તેટલી ગાળો આપે છે. ઓ અન્નદાતા ! એક અબળા સ્ત્રી આપના સામ્રાજ્યની સામે આ રીતે માથું ઊંચકે તે શી રીતે સહન કરાય? જો આની સામે આંખ આડા કાન કરાશે તો આપનું સામ્રાજ્ય શી રીતે ચાલશે? એક દિવસ આ અબળા સ્ત્રી એકદમ સબળા બનીને આપની આજ્ઞાને ફેંકી દઈને ધર્મરાજાનું શરણું સ્વીકારી નિવૃત્તિપૂરીમાં પહોંચી જશે. શું આ વાત આપને મંજૂર છે? શું કાંઈ પગલાં ભરવાની જરુર નથી?” અકલ્પનીય વાત સાંભળીને મોહરાજાને ખૂબ દુઃખ થયું ! પોતાની સામે એક અબળા સ્ત્રીએ બહારવટું ફૂક્યું છે અને પોતે હજુ સુધી કાંઈ કરી શક્યા નથી, નિષ્ફળ જઈ રહ્યા છે, જાણીને તેમની આંખો આંસુથી ઉભરાઈ ગઈ! ગળે ડૂમો ભરાઈ ગયો. રડમસવાણીથી તેઓ બોલ્યા, “અરે ! આ તો ઘણું ખરાબ કહેવાય. જો એક સામાન્ય સી આવું કરશે તો મારું શાસન શી ચાલશે? મારા અત્યંત દુશ્મન ધર્મરાજાના પક્ષની આ રોહિણીને વશ કરીને મને સોપે તેવી પરાક્રમી કોઈ વ્યક્તિ મારા પરિવારમાં નથી? મારી આજ્ઞાની સામે બળવો કરનારને અત્યાર સુધી તમે બધા કેવી રીતે સહન કરી શક્યા? અહીં છે કોઈ કે જે આ રોહિણીને મારા તાબામાં લઈ આવે?” મોહરાજાની નજર સભામાં હાજર રહેલા પોતાના પરિવારના તમામ સૈન્ય તરફ ફરવા લાગી. ત્યાં એક ખૂણામાં બેઠેલી વિકથા નામની યોગિની હાથ જોડીને, ઊભી થઈને બોલી, મહારાજાધિરાજ ! આપની સેવામાં આ દાસી હાજર છે. માત્ર આપ આજ્ઞા કરો; કામ થઈ જશે, આપે ચિંતા કરવાની કે અકળાવાની જરાય જરુર નથી. આપના નાનામાં નાના સૈનિકની પણ તાકાત અજબ ગજબની છે. શું આપ અમારા બધાના પરાક્રમો નથી જાણતા? આપના સેવકોએ તો સમકિત, વ્રત, નિયમ અને શ્રતથી પરિપૂર્ણ આત્માઓને પણ એવા પાડ્યા છે કે તેઓ કાયમ માટે આપના ચરણોના દાસ બની ગયા છે. તેથી હે નાથ ! આપ જરા ય મુંઝાશો નહિ. રોહિણી તો એક સામાન્ય સ્ત્રી છે. તેને તો હું સરળતાથી જીતી લઈશ! આપ મને અંતરના આશિષ આપો એટલે કામ પૂરું.” અને... મોહરાજાના આશીર્વાદ લઈને તે વિકથા રોહિણીના મુખમાં પેસીને ચિત્તમાં સ્થિર થઈ ગઈ. પરિણામે રોહિણીની સ્થિરતા ચંચળતામાં ફેરવાઈ ગઈ. “ ૯૯ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #103 -------------------------------------------------------------------------- ________________ આત્મસાધના ચૂકીને તે બીજાના દોષો જોવા લાગી ગઈ. ના, માત્ર દોષો જોઈને અટકી નહિ પણ ચોરેને ચૌટે તે દોષો બોલવા લાગી, નિંદા કરવાનો તેને રસ પડ્યો. ઠેર ઠેર વિકથાઓ કરવા લાગી. ગામની ગમે તે વ્યક્તિની વાત લઈને વિકથા શરુ કરે. ધર્મ કરનારી સ્ત્રીઓને પણ એવી રસપૂર્વક વાતો કરે કે તેઓ પણ ધર્મ છોડીને તેની વાતો સાંભળવા બેસી જાય. ધીમે ધીમે સ્વાધ્યાયનું સ્થાન વિકથાએ લઈ લીધું. વિકથા કરનારી સ્ત્રી તરીકે તે પંકાઈ ગઈ. ત્યાં આવ-જા કરતાં સાધુ – સાધ્વીજી ભગવંતોએ પણ તેને ટકોર કરતાં કહ્યું કે, “હે રોહિણી ! તારા જેવી ધર્મને સમજનારી સ્ત્રીએ વિકથા કરવી શોભતી નથી. તારા જેવી તત્ત્વજ્ઞાની સ્ત્રી જો પારકી પંચાત અને નિંદા-વિકથામાં પડશે તો બીજાઓનું તો શું થશે? કોઈની ઘસાતી વાત બોલવી સારી નથી. તેનાથી આપણને જ આલોક અને પરલોકમાં નુકશાન થાય છે !” પણ આ વાત રોહિણીથી શી રીતે સહન થાય? તે છંછેડાઈ જતી. મનમાં થતું કે, “હુંતો ઉપાશ્રયની શોભા છું. કેટલો બધો ધર્મ કરું છું. બધાની કેવી કાળજી લઉં છું અને મહાત્માઓ મને ઠપકો આપે છે! મને ખોટી રીતે હલકી પાડે છે!” તે ક્રોધથી ધુંવાપુવા થતી. તેની વિકથાઓમાં કેટલીક ખુશામતખોરો સ્ત્રીઓ સૂર પૂરાવતી. તેથી તેને ચાનક ચડતી. વિકથાઓ કરવામાં તે ખૂબ જ પાવરધી બની ગઈ. ગુરુસેવા - પઠન - પાઠનસ્વાધ્યાય બધું છોડીને તે વિકથામાં તલ્લીન બની. એકવાર રાજારાણીનો રસાલો ક્યાંક જતો હતો. રોહિણીની નજર પડી. વિકથા કર્યા વિના તે શી રીતે રહી શકે? તેણે રાણીના દોષો કહેવા માંડ્યા અને આક્ષેપો કરવા લાગી. રાણીની દાસીએ પોતાના કાનોકાન આ બધું સાંભળ્યું. રાજાને વાત કરી. ક્રોધથી ધમધમતા રાજાએ રોહિણીના પિતાને બોલાવીને પૂછ્યું, “તમારી દીકરી રોહિણીએ રાજરાણીનું કુશીલ ક્યાં જોયું? અને કેવી રીતે જાણું? તેનો વ્યવસ્થિત જવાબ જોઈશે.” શેઠે કહ્યું, “રાજન્ ! હું શું કરું? તે જ સમજાતું નથી. મારી દીકરીનો સ્વભાવ જ એવો દુષ્ટ થઈ ગયો છે કે તે ગમે તે વ્યક્તિના છતા - અછતા દોષો બોલીને નિંદા કરે છે. મેં ઘણા પ્રયત્નો તેને સુધારવા કર્યા, પણ શું કરું? કાંઈ પરિણામ જ આવતું નથી.” આ સાંભળીને રાજાને ક્રોધ ચડ્યો. તેમણે આજ્ઞા કરી કે, “આ દુષ્ટ બાઈને હમણાં જ મારા નગરમાંથી તગેડી મૂકો.” દેશનિકાલની સજા પામેલી તે રોહિણીએ જંગલમાં ઘણા દુઃખો સહ્યા અને અંતે મૃત્યુ પામીને વ્યંતરનિકામાં અપરિગૃહિતાદેવી થઈ. પોતાની જીભનો તેને વિકથાઓ દ્વારા દુરુપયોગ કર્યો હતો માટે અનંતકાળ સુધી જ ૧૦૦ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ-૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ જીભ વિનાની એકેન્દ્રિયાદિ અવસ્થામાં ભમી. અંતે તેનો જીવ ભુવનભાનુકેવલી થઈને મોક્ષે ગયો. | વિકથાના આવા નુકશાનો જાણીને આપણે જીભ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. વૈરાગી બનીને ધર્મકથામાં લીન બનવું જોઈએ. અનર્થદંડપ પ્રમાદાચરણો બીજા પણ ઘણા છે. તેમાંથી બચવા માટે જયાં ઘણા જીવજંતુઓ છે, તેવા તળાવ, જળાશય વગેરેમાં સ્નાન ન કરવું. ઘરમાં ગાળેલા, પરિમિત જળ વડે સ્નાન કરવું જોઈએ. બાથ, સ્વીમીંગ પુલ વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. રાત્રે સ્નાન ન કરાય. સ્નાન પછી તે પાણી નિર્જીવ ભૂમિમાં પરઠવવું જોઈએ, જેથી સંમૂચ્છિમ જીવો ન થાય. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ, પાણી, ભોજનના વાસણો ઢાંકીને રાખવા જોઈએ. ખુલ્લા વાસણમાં ઉડતા જીવો પડે તો મરી જાય. તેમના દ્વારા આવેલ જર્મ્સ ખાનારાને માંદા પાડે... સોડા - સાડુ વગેરેના ફીણને પણ ખુલ્લું ન રાખવું. માખી વગેરે પડે તો ચોંટીને મરી જાય. ગૃહસ્થ સૂવાની જગ્યા ઉપર, ભોજન કરવાની જગ્યા ઉપર, રસોઈ કરવાની જગ્યા ઉપર તેમજ પાણીયારા ઉપર ચંદરવા બાંધવા જોઈએ. જો પ્રમાદના કારણે ચંદરવા ન બાંધે તો જીવો પડવાથી મોતને શરણ થાય. બીજા પણ અનેક દોષો લાગે. તેથી ચંદરવા બાંધવામાં પ્રમાદ ન કરવો. પૂંજ્યા - પ્રમાર્યા વિનાના લાકડા, કોલસા, છાણા, ગેશ વાપરવા. ધાન્ય બરોબર સાફ ન કરવું. પાણી ન ગાળવું. માર્ગમાં ઉગેલા ઘાસ વગેરે ઉપર ચાલવું, પાંદડા - ફૂલ - ફળ વગેરે તોડવા, હાલતા-ચાલતા લીલોતરી ઉપર પગ મૂકવો. બારી - બારણા ખોલ – બંધ કરતાં પૂંજવા – પ્રમાર્જવા નહિ, અનુપયોગ દશામાં રહેવું, જયણા ન સાચવવી – વગેરે બધા પ્રમાદાચરણો અનર્થદંડપ છે. જે વસ્તુઓ ઉપયોગમાં લેતાં નથી, તે ચીજના ત્યાગની પ્રતિજ્ઞા ન કરીએ તો આપણને તેનું પાપ લાગ્યા કરે છે. આ અવિરતિથી અનર્થદંડ ચાલ્યા કરે છે. સીનેમા - ટી. વી. જોવા- સરકસો - જાદુના ખેલો જોવા, તેની ચર્ચા કરવી, છાપા વાંચવા વગેરે પણ અનર્થદંડ છે. આ વિશ્વમાં અનેક પદાર્થો છે. બધા પદાર્થોનો આપણે ઉપયોગ કરતાં નથી. કરવા માંગીએ તો પણ કરી શકીએ તેમ નથી. પરંતુ જો આપણે ઉપયોગમાં ન લેવાતી વસ્તુઓનો ત્યાગ કરવાનું પચ્ચકખાણ -નિયમ - બાધા ન લઈએ તો તેની અવિરતિનું પાપ આપણને પ્રત્યેક સમયે લાગ્યા કરે. ૧૦૧ વ્રત ધારીયે ગુરુ સાખ ભાગ-૨ Page #105 -------------------------------------------------------------------------- ________________ ત્રણ મહીના બહારગામ જઈએ તે સમય દરમિયાન પોતાના મકાનનો ઉપયોગ ન કરીએ તો પણ તેનું ભાડું કે મેઈન્ટેનન્સ ચાર્જ ભરવો પડે કે નહિ? નળનો ઉપયોગ ન કરીએ તો પણ તેનો ટેક્ષ ભરવો પડે કે નહિ? કેબલનો ઉપયોગ ન કરીએ તો પણ તેનું ભાડું ભરવું પડે કે નહિ? ઈલેક્ટ્રીસીટીનો ઉપયોગ ન કરીએ તો પણ મીટરનું મીનીમમ ભાડું ચૂકવવું પડે કે નહિ? ટેલીફોન ન વાપરીએ તો પણ તેનું મીનીમમ ભાડું ભરવું પડે કે નહિ? વેપાર ન કરીએ તો ય ભાગીદારે જે નુકશાન કર્યું હોય તેમાં ભાગ આપવો પડે કે નહિ? બસ, તે જ રીતે દુનિયાની જે ચીજોનો ઉપયોગ ન કરીએ તેનું ય પાપ આપણને લાગ્યા કરે. હા! જો બહારગામ જતાં પહેલા મકાન તેના માલિકને સોંપી દીધું હોય, નળ, . કેબલ, ટેલીફોન ઈલેક્ટ્રીસીટી વગેરેના કનેક્શન કટઑફ કરાવ્યા હોય, ભાગીદારી છૂટી કરી દીધી હોય તો આપણે તે ટેક્ષ -ભાડું કે નુકશાન ભોગવવું ન પડે. તે જ રીતે જો આપણે હાથ જોડીને, બાધા લઈને, દુનિયાની જે જે વસ્તુઓનો ભોગવટો કરવાનું ત્યાગી દઈએ તેનું પાપ આપણને ન લાગે. પણ જેમ કનેક્શન કટ ઓફ ન કરનારે ચૂકવણી કરવી જ પડે તેમ બાધા ન લેનારને પાપ લાગ્યા જ કરે. આવા નાહકના બંધાતા પાપ અનર્થદંડ રુપ છે. તેનો ત્યાગ સમજુ માનવે કરવો જ રહ્યો. તે માટે તેણે બિનજરૂરી વસ્તુઓને ન વાપરવાની બાધા જલ્દીથી જલ્દી લઈ લેવી જોઈએ. સીનેમા - ટી. વી. - સરકસ - નાટક વગેરે જોવા તે પણ અનર્થદંડ રુપ છે; કારણ કે જીવન જીવવા માટે આ બધું જોવું અનિવાર્ય નથી. આ બધું ન જોવા છતાં ય મસ્તીથી જીવન જીવી શકાય છે, તો પછી આ બધું જોવાનું શું પ્રયોજન? તેથી સમજુ માનવ પોતાનો કિંમતી સમય આ બધાની પાછળ કદી બરબાદ ન કરે. વળી આ બધું જોવામાં ક્યારેક રાગ તો ક્યારેક દ્વેષ વધે છે. ક્યારેક સંબંધોમાં તિરાડ પણ પડે છે. થોડી વારના આનંદને મેળવવામાં લાંબા કાળનું મોટું નુકશાન વેઠવું પડે છે. તન, મન, જીવનને જે નુકશાન થાય તે તો જુદું. જાદુના ખેલો જોવા, છાપા વાંચવા, ક્રિકેટ મેચ જોવી, તેની કોમેન્ટ્રી સાંભળવી, આ બધાની પરસ્પર ચર્ચા કરવી વગેરે બધું અનર્થદંડ છે. જુગાર રમવો, શિકાર કરવો, શરતો લગાડવી, લોટરીની ટીકીટો લેવી, સોગંદ ખાવી, તિનપત્તિ, રમી વગેરે વડે પૈસાની હાર - જીત કરવી વગેરે પણ અનર્થદંડ છે. આ બધાનું સેવન કરવું જરા ય જરુરી નથી. છતાં ય કરાય તો અનર્થદંડ ગણાય. અનર્થદંડોને જાણી લઈને પોતાની શક્તિ પ્રમાણે ત્યાગ કરવા ૫ અનર્થ દંડ વિરમણ વ્રત સ્વીકારવું જોઈએ. તા ૧૦૨ વ્રત ધારીયે ગુરુ સાખ ભાગ - ૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રતિજ્ઞા : ખોટા દંડાઈ ન જવાય તે માટે હું નીચેના નિયમો સ્વીકારું છું. ૧. પાપ કર્યા પછી તેની પ્રશંસા નહિ કરું. ૨. ધર્મ કર્યા પછી તેનો પસ્તાવો નહિ કરું. ૩. હિંસક ધંધાઓ કરવાની સલાહ નહિ આપું. ૪. સૂડી | ચણ્ડ / છરી વગેરે શસ્ત્રો બીજાને નહિ આપું. ૫. પાપ કરવાની કોઈને પ્રેરણા નહિ કરું. ૬. દારૂખાનું ફોડીશ નહિ | જોઈશ નહિ. ૭. જુગાર | શિકારનો ત્યાગ. ૮. સીનેમાનો ત્યાગ | વર્ષમાં થી વધારે નહિ. ૯. ટી. વી. નો સંપૂર્ણ ત્યાગ / રાત્રે ૧૦ થી સવારે ૬ ત્યાગ. ૧૦. નાટકનો ત્યાગ / વર્ષમાં _થી વધારે નહિ. ૧૧. સરકસ જાદુના ખેલનો ત્યાગ થી વધારે નહિ. ૧૨. રોજ _ કલાક સત્સંગ કરીશ. ૧૩. રોજ કલાક સારા પુસ્તકનું વાંચન. ૧૪. ક્રિકેટાદિ રમતો રમીશ / જોઈશ નહિ. ૧૫. બીજાની નિંદા નહિ કરું. ૧૬. કોઈની ઈર્ષ્યા નહિ કરું. (આવા બીજા પણ જે નિયમો લઈ શકાય તે ઉપર લખીને લેવા.) વ્રતમાં જણાઃ (૧) રાજા વગેરે પાંચના અત્યંત દબાણ કે જીવન કટોકટીમાં અસમાધિ કે અજાણપણામાં જયણા તથા દાક્ષિણ્યથી સૂડી / ચપ્પ વગેરે આપવા પડે તો. આ આઠમું વ્રત સ્વીકાર્યા પછી જેમ તેનો ભંગ થવા દેવાનો નથી, તેમ તેના અતિચારો પણ ન લાગે તેની કાળજી કરવી જરૂરી છે; તે માટે આઠમા વ્રતના પાંચ અતિચારો સમજવા જરુરી છે. (૧) સંયુક્તાધિકરણ (૨) ઉપભોગાતિરિક્તતા (૩) મૌખર્ય (૪) કૌત્કચ્ય અને (૫) કંદર્પ. (૧) સંયુક્તાધિકરણઃ જે આત્માની ઉપર - મોક્ષે લઈ જવા દ્વારા - ઉપકાર કરે તે ઉપકરણ કહેવાય. ચરવળો – કટાસણું વગેરે ઉપકરણ કહેવાય. જેના વડે આત્મા દુર્ગતિનો અધિકારી થાય તે અધિકરણ કહેવાય. સુડી – ચપ્પ - છરી વગેરે પાપના સાધનોને અધિકરણ કહેવાય. પોતાની જરૂરિયાત પ્રમાણે જે અધિકરણો રાખ્યા હોય તે પણ છૂટા છૂટા કરીને રાખવા જોઈએ તેના બદલે જો તેના અવયવોને પરસ્પર જોડીને રાખીએ તો આ આ ૧૦૩ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ - Page #107 -------------------------------------------------------------------------- ________________ અતિચાર ગણાય. ખાયણી અને પારો, ઘંટીના બે પડ, બેટરી અને સેલ, વગેરે ભેગા કરીને રાખવા નહિ, કારણ કે જો તે ભેગા રાખવામાં આવે તો ગમે ત્યારે, ગમે તે વ્યક્તિ તેનો ઉપયોગ કરી દે. કોઈ માંગે તો ના ન પાડી શકાય. તેથી અધિકરણ બનનારી વસ્તુઓના અવયવો કામ પૂર્ણ થતાં છૂટા પાડી દેવા જોઈએ. મકાન બનાવતાં પહેલી ઈંટ પોતે ન મૂકે. પરગામ પ્રયાણની કે દુકાનાદિના આરંભની શરુઆત પોતે ન કરે. બીજાને પાપમાં પ્રવર્તાવવાની શરુઆત પોતે ન કરે. સીનેમાની ટીકીટો લાવીને બીજાને પ્રેરે નહિ. હોટલમાં બીજાને લઈ ન જાય. બીજાને પાપ કરવાની ઈચ્છા થાય તેવા વચનો ન બોલે. વગેરે. (૨) ઉપભોગાતિરિક્તતાઃ ભોગ અને ઉપભોગની વસ્તુઓ આહાર, વસ્ત્ર, સ્નાનાદિ સામગ્રી વગેરે વધારે પ્રમાણમાં તૈયાર રાખવી તે અતિચાર છે. (૩) મૌખર્ય = વાચાળતા. બહુ બોલબોલ કરવું તે. શું બોલવું? શું ન બોલવું? તેનો વિવેક ન રહેવાથી બહુ બોલનારથી પાપનો ઉપદેશ અપાઈ જાય છે. (૪) કૌત્કચ્ય = કુચેષ્ટાઃ ભ્રમર, આંખ, નાક, હાથ - પગ, મુખ વગેરેના વિકારો વડે બીજાને હાસ્ય ઉત્પન્ન થાય તેવી કુચેષ્ટાઓ કરવી કે જેથી બીજો ઉપહાસ કરે અને પોતાની લઘુતા થાય તેવી ચેષ્ટા કરવી કે બોલવી. (૫) કંદર્પ = કામદેવ. કામવાસના પોતાને કે બીજાને પેદા થાય તેવા વચનો બોલવા તે. અનર્થદંડ ત્યાગ વ્રતના આ પાંચે અતિચારોમાંથી કોઈ પણ અતિચાર ન લાગે તેની કાળજી રાખવી. પૂ.પં.શ્રી મેઘદર્શન વિજયજી મ.સાહેબના પુસ્તકો વાંચવા માટે ઉપયોગ કરો jainelibrary.org પુસ્તક નં- 008953 to 008950 આ વાત ૧૦૪ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ (૧૨) સંયમજીવનનો રસાસ્વાદ ચાર શિક્ષાવ્રતો : માનવજન્મ પ્રાપ્ત કરીને સંયમજીવન જ સ્વીકારવું જોઈએ; પણ જ્યાં સુધી સંયમજીવન સ્વીકારી ન શકાય ત્યાં સુધી શ્રાવકજીવનમાં સંયમજીવનની તાલિમ લેવી જોઈએ. આત્માને સંયમજીવનથી ભાવિત બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે માટે સંયમજીવનના રસાસ્વાદ રુપ શિક્ષાવ્રતોનું વારંવાર આસેવન કરવું જોઈએ. જે વ્રતો સંયમજીવનનું શિક્ષણ આપે તે શિક્ષાવ્રતો કહેવાય. આ શિક્ષાવ્રતો ચાર છે. (૧) સામાયિક વ્રત (૨) દેસાવગાસિક વ્રત (૩) પૌષધોપવાસ વ્રત અને (૪) અતિથિ સંવિભાગ વ્રત. આ ચારે વ્રતોનો શ્રાવકના નવથી બાર નંબરના વ્રતો તરીકે સમાવેશ કરાયો છે. (૯) સામાયિક વ્રત ૪૮ મિનિટ સુધી સાવદ્ય યોગો (પાપકારી પ્રવૃત્તિઓ) નો ત્યાગ કરવો તે સામાયિક કહેવાય. સમતા એટલે રાગ – દ્વેષ રહિત અવસ્થા. સમભાવ. એક બાજુ રાગ રુપી મોટો સમુદ્ર અને બીજી બાજુ દ્વેષ રુપી દાવાનળ હોય, તે બંનેની વચ્ચેનો (મધ્યનો) જે માર્ગ તે સામ્ય – સમતા કહેવાય. તેવી સમતાને ભજનારા જીવોને સામાયિક હોય છે. સમ – રાગ – દ્વેષ રહિત અવસ્થાવાળા બનીને જ્ઞાન – દર્શન – ચારિત્ર વગેરેનો જે આય = લાભ થાય તે સામાયિક. આવા સામાયિકની = સમભાવની પ્રાપ્તિ સર્વ પ્રકારની પાપી પ્રવૃત્તિઓનો ત્યાગ કર્યા વિના થતી નથી. = આપણા ગુરુભગવંતો તો સમગ્ર જીંદગીભરનું સામાયિક લે છે. સામાયિકમાં જ કાયમ માટે રહે છે. તેનો રસાસ્વાદ ચાખવા દરેક જૈને પણ રોજ ૨ – ૫ – ૭ સામાયિક કરવા જોઈએ. છેવટે ઓછામાં ઓછું એક સામાયિક તો અવશ્ય કરવું જોઈએ. - શ્રાવક એટલે સાધુપણાનો સાચો ઉમેદવાર. તે તો સંયમજીવન સ્વીકારવા થનગનતો હોય. તેના ભાવો ઉછળતા હોય. પણ પરિસ્થિતિવશ સંયમજીવન ન સ્વીકારી શકવાથી તે રડતો હોય. ‘‘સસનેહી પ્યારા રે, સંયમ કબ હિ મિલે ?’” એનો અંતર્નાદ હોય. આવો શ્રાવક જ્યારે જ્યારે અનુકૂળતા મળે ત્યારે ત્યારે સંયમજીવનની આંશિક અનુભૂતિ કરાવતું સામાયિક કર્યા વિના ન રહે. સામાયિક કર્યા વિના તેન ચેન ન પડે. ૧૦૫ ર વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #109 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થો માટે સામાયિક અને પૂજા બારમાસી ધર્મ છે. વ્યાખ્યાનશ્રવણ રોજ મળતું નથી પણ સામાયિક અને પૂજા તો રોજ કરી શકાય છે. તેમાં ય પૂજાને તો દેશ અને કાળનું બંધન નડે છે. દેરાસરમાં જ પૂજા થઈ શકે, દુકાનમાં શી રીતે થાય ? સૂર્યાસ્ત પહેલાં જ પૂજા થઈ શકે, રાત્રે શી રીતે થાય? પણ સામાયિકને દેશ કે કાળ, કોઈનું બંધન નથી. ઘરે, દુકાને, ઉપાશ્રયે, ગમે તે સ્થાને સામાયિક થઈ શકે છે. વળી દિવસે કે રાત્રે, ગમે તે સમયે પણ સામાયિક થઈ શકે છે. આ અપેક્ષાએ વિચારીએ તો પૂજા કરતાં પણ સામાયિક કરવું વધારે સરળ, સારું અને અનુકૂળતાભર્યું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે એક માણસ રોજ લાખ - લાખ ખાંડી સોનાનું દાન કરે અને બીજી વ્યક્તિ માત્ર એક સામાયિક કરે તો તે સુવર્ણના દાન કરતાં સામાયિકનું ફળ વધી જાય ! રોજ આટલું બધું સુવર્ણદાન કરવું સામાન્ય માણસ માટે અઘરું છે, જ્યારે રોજ સામાયિક કરવું તો બધા માટે સરળ છે. આ વાત જાણ્યા પછી કયો ડાહ્યો માણસ હવે સામાયિક કર્યા વિના રહી શકે? સામાયિકની પ્રત્યેક મિનિટે લગભગ પોણા બે કરોડ પલ્યોપમથી વધારે દેવલોકના સુખોની પ્રાપ્તિ કરાવનાર પુણ્યકર્મ પ્રાપ્ત થાય છે. એક સામાયિક કરવાથી ૯૨, ૫૯, ૨૫, ૯૨૫ પલ્યોપમના દેવલોકના સુખની પ્રાપ્તિ થાય છે. ચાર પેઢીના ચાર માનવો પોતાની સમગ્ર જીંદગી દરમિયાન રોજ ૧૦ - ૧૨ કલાક ધંધા પાછળ મહેનત કરે તો કેટલું કમાય? તેના કરતાં ય વધારે સંપત્તિવાળા રત્નોની મોજડી અને અલંકારો માત્ર ૪૮ મિનિટનું ૧ સામાયિક કરવાથી પ્રાપ્ત થતાં દેવલોકમાં મળે છે. ઓછામાં ઓછી મહેનતે વધુમાં વધુ ફળ મેળવવાનો પ્રયત્ન કરે તે વાણીયો કહેવાય. માત્ર ૪૮ મિનિટના સામાયિકમાં જ્યારે ચાર પેઢીના ચાર યુવાનોની સમગ્ર જીવનકાળની મહેનતના ફળ કરતાં વધારે ફળ મળે છે ત્યારે કયો વણિક રોજ વધુને વધુ સામાયિક કરવા તૈયાર ન થાય? કોઈ વ્યક્તિ કરોડો ભવોમાં અનેક તપશ્ચર્યા કરીને જેટલા કર્મોને ખપાવી શકે, તેટલા કર્મો સામાયિક કરનારો મનુષ્ય સામાયિકની અડધી ક્ષણમાં ખપાવી શકે છે. અનંતાનંત કર્મોનો કચ્ચરઘાણ બોલાવતાં આ મહામૂલા સામાયિકને કરવાનું કયો મોક્ષપ્રેમી આત્મા ન ઈચ્છે? રોજ લાખો સોનામહોરોનું દાન કરનારો શેઠ રોજ સામાયિક કરનારી ડોસીની નિંદા કરવાથી હાથી બન્યો. જ્યારે દાન નહિ કરવા છતાં રોજ સામાયિક કરનારી ડોસી સામાયિકના પ્રભાવે રાજકુમારી બની ! હાથીને તેણે પ્રતિબોધ પમાડ્યો. હાથીના ભવમાં પણ સામાયિક કરાવીને તેને આઠમા દેવલોકનો દેવ બનાવ્યો ! અહો ! ૧૦૬ - વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ સામાયિકનો કેવો અચિન્ય પ્રભાવ ! - પુણીયાશ્રાવકનું સામાયિક લેવા શ્રેણિક મહારાજાને ભગવાન મહાવીરદેવે મોકલ્યા. શેના માટે? જાણો છો ને? નરકને તોડવા. ૧ સામાયિકની કિંમત કેટલી? નરકને પણ કેન્સલ કરી દેવાની. નરકાદિ દુર્ગતિઓને ખતમ કરનારું સામયિક શું રોજ ન કરવું જોઈએ? શ્રેણિકે ૧ સામાયિકના બદલામાં કરોડો સોનામહોરો ધરી દીધી. અરે! પોતાનું સમગ્ર રાજપાટ તેને સોંપી દેવાતે તૈયાર થઈ ગયો. છતાંય પુણીયાનું ૧ સામાયિક પણ તે ન મેળવી શક્યો. મગધના રાજસિંહાસન કરતાં પણ જે સામાયિકનું મૂલ્ય વધારે છે, તે સામાયિક કરવા કોણ તૈયાર ન થાય ? પાંચ – પચીસ હજાર રુપીયા કમાવાના છોડીને પણ કરોડો રુપીયાથી વધારે મૂલ્યવાન સામાયિક કરવા શા માટે પ્રયત્ન ન કરાય? શું હજુ ય આપણને સામાયિકનું અદ્ભુત મૂલ્ય નથી સમજાયું? પેલા શેઠને ધંધામાં ઉઘરાણી ઘલાઈ ગઈ. દેવાળું કાઢવું પડે તેવી સ્થિતિમાં મૂકાયો. લેણદારોને પૈસા શી રીતે ચૂકવવા?તે તેની મોટી મુંઝવણ હતી. આબરુદાર તે શેઠે આપઘાત કરવાનો નિર્ણય કર્યો. ઘરે પત્નીને કહે છે, “ઝેર ઘોળી આપ, હવે હું દુનિયાને મોં બતાડી શકું તેમ નથી.” પત્ની ધર્મિષ્ઠ હતી. તેણે કહ્યું, “તમારે તો રોજ એક સામાયિક કરવાનો નિયમ છે ને? આજનું સામાયિક કરી લો. પછી તમને ઝેર આપું. મરવાના દિવસે બાધા થોડી તોડાય?” અને શેઠ સામાયિક કરવા બેઠાં. સર્જાયું આશ્ચર્ય! સામાયિકનો પ્રભાવ અચિત્ત્વ છે. થોડી વારમાં કરોડો રુપીયાનું રત્ન મંત્રીશ્વર સામેથી આપી ગયા. સામાયિક પૂર્ણ થતાં, પ્રાપ્ત થયેલાં તે રત્નના જોરે તેણે દેવું ચૂકવી દીધું. હવે મરવાની શી જરુર? સામાયિકે તેને જીવન અને આબરુ, બંનેની ભેટ આપી. આવું સામાયિક કરવાનું કોણ ચૂકે? સામાયિકમાં સીવ્યા વિનાના શુદ્ધ વસ્ત્રો એટલે કે ભાઈઓએ ધોતી - નેશ પહેરવા. બેસવા માટે ગરમ ઉનનું આસન (કટાસણું) જોઈએ. બોલતી વખતે મોઢા પાસે રાખવા એક વેત - ચાર આંગળ લાંબા - પહોળા સુતરાઉ કાપડની બનેલી મુહપત્તિ જોઈએ. પૂંજવા - પ્રમાર્જવા માટે (૨૪ આંગળની દાંડી અને આઠ આંગળની ગરમ ઉનની દસી મળીને ૩૨ આંગળનો) ચરવળો જોઈએ. તેથી નાનો ન ચાલે. ભાઈઓને ગોળ દાંડીવાળો તથા બહેનોને ચોરસ દાંડીવાળો જોઈએ. આખું સામાયિક ઊભા ઊભા કરીએ તો હજુ કટાસણા વિના સામાયિક થઈ શકે પણ ચરવળા વિના તો ન જ થાય. ચરવળા વિના પૂંજાય - પ્રમાર્જાય શી રીતે ? જયણા વિના ધર્મ કેવો? જેમ ઓઘા વિના સંયમજીવન નહિ, તેમ ચરવળા વિના ૧૦૭ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ સામાયિકાદિ નહિ. સ્થાપનાચાર્યજી સન્મુખ સામાયિક લઈને તેમાં જાપ કરાય, સ્વાધ્યાય કરાય, વ્યાખ્યાન સંભળાય, ધાર્મિક પુસ્તકો વંચાય. ૪૮ મિનિટ પછી ફરી બીજું સામાયિક લઈ શકાય, નહિ તો પરાય. ઉપરા - ઉપરી ત્રણ સામાયિક સળંગ કરી શકાય. પછી ચોથું સામાયિક કરવું હોય તો ત્રીજું પાર્યા પછી જ ચોથું લેવાય. આખા દિવસ- રાતમાં ગમે તેટલાં સામાયિક કરી શકાય. આ સામાયિકમાં નીચે જણાવેલા મનના દસ, વચનના દસ, અને કાયાના બાર મળીને; બત્રીસ દોષોમાંથી એક પણ દોષ લાગી ન જાય તેની કાળજી લેવી. મનના દસ દોષોઃ (૧) અવિવેક = અહિતકર વિચારો કરે. (૨) યશ - કીર્તિ ઈચ્છે. (૩) ધનલાભની ઈચ્છા કરે. (૪) ગર્વ કરે. (૫) નિયાણું કરે. (૬) ભય રાખે (૭) ધર્મના ફળમાં શંકા કરે. (૮) રોષ કરે. (૯) અવિનય કરે. (૧૦) અબહુમાન કરે. વચનના દસ દોષોઃ (૧) અપશબ્દો બોલે. (૨) અવિચાર્યું બોલે. (૩) સાવદ્ય કામની આજ્ઞા આપે. (૪) મરજીમાં આવે તેમ બોલે. (૫) સૂત્રો ટૂંકમાં બોલે. (૬) ઝગડા કરે. (૭) વિકથા કરે. (૮) ઠઠ્ઠા - મશ્કરી કરે. (૯) ઉઘાડે મોઢે બોલે. (૧૦) બબડાટ કરે. કાયાના બાર દોષઃ પગ ઉપર પગ ચડાવીને બેસે. (૨) અસ્થિર આસન રાખે. (૩) ડાફડોળીયા મારે. (૪) સંસારના કાર્યો કરે. (૫) ટેકો લઈને બેસે. (૬) હાથ - પગ લાંબા – ટૂંકા કરે. (૭) આળસ મરડે. (૮) ટચાકા ફોડે. (૯) મેલ ઉતારે. (૧૦) વસ્ત્રો સંકેલે. (૧૧) ઉધે. (૧૨) પૂંજ્યા વિના ખણે વગેરે. પ્રતિજ્ઞા દર વર્ષે હું _સામાયિક કરીશ. આજીવન વર્ષ સામાયિક વ્રત લીધા પછી તેમાં અતિચાર ન લાગે તેની કાળજી રાખવી જોઈએ. સામાયિક વ્રતના પાંચ અતિચારો છે. (૧ થી ૩) મન-વચન-કાયાનું દુષ્ટ પ્રણિધાન. (૪) અનાદર (૫) વિસ્મરણ. (૧) મનનું દુષ્પણિધાન : સામાયિકમાં ઘરનું - દુકાનનું કામ વિચારવું. સાંસારિક વિચારો કરવા વગેરે. (૨) વચનનું દુષ્મણિધાનઃ સામાયિકમાં પાપરહિત, નિર્દોષ અને સત્ય વાણી બોલવી જોઈએ. તેના બદલે કઠોર વચનો બોલે. ગાળો આપે, ઝગડો કરે. આક્ષેપ કરે. અથવા માર, રાંધ, જા, આવ, બેસ, ઊભો રહે, દૂધ લે, શાક લઈ આવ, ચાવી કબાટમાં છે, દુકાન ખોલ વગેરે વચનો બોલવા તે વચનનું દુપ્રણિધાન છે. ૧૦૮ વ્રત ધારીયે ગુરુ સાખ ભાગ-૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ (૩) કાયાનું દુષ્પણિધાનઃ સામાયિકમાં એક સ્થાને જ બેસવાનું હોય. આવ - જા ન કરાય. ઉપયોગપૂર્વક આરાધના કરાય. પણ સામાયિકમાં શરીરના હાથ - પગ વગેરે અવયવો વારંવાર હલાવવા, પ્રમાદર્યા વગર શરીર ખંજવાળવું - ભીંત વગેરેનો ટેકો લેવો, પંજયા – પ્રમાર્યા વિના જમીન ઉપર બેસવું વગેરે કાયાનું દુપ્રણિધાન છે. (૪) અનાદર સામાયિક કરવામાં ઉલ્લાસ ન રાખવો. વેઠ વાળીને સામાયિક કરવું. સમયસર સામાયિક લેવું નહિ. તેમાં આદર ન રાખવો. લઈને તરત પારી દેવું. હૃદયમાં સામાયિક પ્રત્યે બહુમાન ન રાખવું વગેરે. (૫) વિસ્મરણ: સામાયિકનું સ્મરણ ન થાય તે. એટલે કે મેં આજે સામાયિક કર્યું કે નથી કર્યું? આ રીતે પોતાના પ્રબળ પ્રમાદથી સામાયિકની યાદ ન આવે તે. આ પાંચે અતિચારો બરોબર સમજીને, ન લેવાય તેની કાળજી રાખવી. અહીં એ ખ્યાલ રાખવો કે સામાયિકમાં મનમાં અન્ય વિચારો આવે તો સામાયિકનો સર્વથા ભંગ થતો નથી. મિચ્છામિ દુક્કડ આપવાથી તે વિચારોની શુદ્ધિ થઈ જાય છે. તેથી આવા કારણે સામાયિક કરવું ચૂકવું નહિ. સામાયિક રોજ અવશ્ય કરવું, તેમાં શ્રાવક સાધુ સમાન ગણાય છે. માટે સામાયિક વારંવાર કરવું જોઈએ. (૧૦) દેસાવગાસિક વૃતા છઠ્ઠા દિશી પરિમાણ વ્રતમાં દિશાઓનું જે પરિમાણ આજીવન કે અમુક વર્ષો સુધી કર્યું હોય, તે પરિમાણને દિવસ કે રાત્રીના મર્યાદિત સમય માટે ઘટાડવું તે દેસાવગાસિક વ્રત કહેવાય. ઘટાડેલી મર્યાદાવાળા દેશમાં જગ્યામાં) રહીને આરંભ - સમારંભનો ત્યાગ કરવાનો હોય છે. હાલ, સવાર - સાંજ પ્રતિક્રમણ અને તેની વચ્ચે આઠ સામાયિક કરવા સાથે એકાસણું કરીને આ વ્રતનું સેવન કરવામાં આવે છે. આઠ સામાયિક કરવાના કારણે સહજ રીતે આરંભ- સમારંભનો ત્યાગ થઈ જાય છે. આ વ્રતમાં છઠ્ઠા દિલીપરિણામવ્રતનો સંક્ષેપ કરવાની વાત ઉપલક્ષણ રુપે છે. તેનાથી સર્વ વ્રતોનો સંક્ષેપ કરવાની વાત પણ આ વ્રતમાં સમાઈ જાય છે. તેથી પૂર્વે સાતમા વ્રતની વિચારણામાં “સચિત્ત વિગઈ...” ગાથાથી બતાડેલા ૧૪ નિયમો સવાર - સાંજ લેવા દ્વારા સર્વ વ્રતોનો સંક્ષેપ કરીને શ્રાવક દેસાવગાસિકનું પચ્ચખાણ કરે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, “દિશી પરિમાણવ્રતનો નિત્ય સંક્ષેપ કરવો તે દેસાવગાસિક અથવા સર્વ વ્રતનો સંક્ષેપ પ્રતિદિન જે વ્રતમાં થાય છે, તે દેસાવગાસિક વ્રત જાણવું.” પૂજનીય સાધુ - સાધ્વીજી ભગવંતોનો તો કાયમ માટે આરંભ - સમારંભ ત્યાગી દે છે. તેવો ત્યાગ કાયમ માટે ન થઈ શકે તો છેવટે વર્ષમાં દસ - પાંચ - બે - આ ૧૦૯ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #113 -------------------------------------------------------------------------- ________________ છેવટે એક વાર પણ - એકાસણા સહિત બે પ્રતિક્રમણ વચ્ચે આઠ સામાયિક કરવા પૂર્વક આરંભ - સમારંભનો ત્યાગ કરવાનું દેસાવગાસિક વ્રત કરવાનું નક્કી કરી દેવું જોઈએ. માંદગી, ઘડપણની અશક્તિ વગેરે કારણે જયણા રાખી શકાય. કારણવશાત તે વર્ષે ન થઈ શકે તો બીજા વર્ષે વાળી આપીશ, તેવું પણ ધારી શકાય. ન જ થાય તો તેનો દંડ પણ વિચારી શકાય. યથાયોગ્ય છૂટછાટ રાખીને પણ આ વ્રત લેવાનું ચૂકવું નહિ. પ્રતિજ્ઞા : દર વર્ષે વાર દેસાવગાસિક કરીશ. આજીવન | - વર્ષ સુધી. દસમું દેસાવગાસિક વ્રતના પાંચ અતિચારો જાણી લઈને સેવાઈ ન જાય તેની કાળજી લેવી જરુરી છે. (૧) પ્રેષ્યપ્રયોગઃ નક્કી કરેલા ક્ષેત્રની બહાર પોતે જાય તો વ્રત ભંગ થાય, તેથી વ્રતભંગ ન થવા દેવા પોતાના કોઈ કામ માટે કોઈ નોકર - મિત્ર - સ્વજન આદિને મોકલવામાં આવે તો આ પ્રેગ્યપ્રયોગ અતિચાર લાગે. (૨) આનયન પ્રયોગઃ નિયત ક્ષેત્રની બહારથી પોતાના માટે કોઈ વસ્તુ બીજા દ્વારા મંગાવવામાં આનયન) આવે ત્યારે આનયન પ્રયોગ અતિચાર લાગે. ' (૩) પુદ્ગલ પ્રક્ષેપ અતિચાર ધારેલા ક્ષેત્રની બહાર કપડું, કાગળ, કાંકરો વગેરે કોઈ વસ્તુ પુદ્ગલ) ફેંકીને (પ્રક્ષેપ કરીને) પોતાનું કાર્ય જણાવવું તે. (૪) શબ્દાનુપાત : ખાંસી, છીંક કે ખોંખારો ખાઈને નિયતક્ષેત્રની બહાર રહેલાને પોતાની હાજરીની જાણ કરવી તે. (૫) રુપાનુપાત નિયતક્ષેત્રની બહાર રહેલાને નિસરણી – અટારી - છાપરે - કે અગાસી ઉપર ચઢીને રુપ બતાડીને પોતાની જાણ કરવી તે. આ વ્રત નિયમ કરેલી ભૂમિની બહાર ગમનાગમન વડે જીવવધાદિ ન થાય તે માટે લેવાય છે. તે જીવવધ પોતે કર્યો કે પોતે બીજા પાસે કરાવ્યો, તેનું વિશેષ મહત્ત્વ નથી. ઉલ્ટે પોતે જો નિયતક્ષેત્ર બહાર ગયો હોત તો જયણાપૂર્વક કાર્ય કરત. બીજાઓ તો નિષ્ફર - નિર્દય પણ હોય. તેમાં વિશેષ દોષ લાગે. માટે પ્રખ્યપ્રયોગ - આનયન પ્રયોગ અતિચારો ઈચ્છનીય નથી. વ્રતને જાળવવાની બુદ્ધિ રુપ સાપેક્ષતા હોવાથી અનાભોગે થયેલા અતિચારો છે. જ્યારે છેલ્લા ત્રણ માયાવીપણાના કારણે લાગેલા અતિચારો છે. આમાંથી એક પણ અતિચાર ન લાગે તેની કાળજી રાખવી. છે જ ૧૧૦ વ્રત ધરીયે ગુરુ સાખ-ભાગ - ૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ (૧૧) પૌષધોપવાસ 9તા જેનાથી ધર્મની પુષ્ટિ થાય તે પૌષધ કહેવાય. આઠમ - ચૌદશ વગેરે પર્વતિથિઓએ અવશ્ય પૌષધ કરવો જોઈએ. આ પૌષધવ્રત ચાર પ્રકારે છે. દરેકના બે - બે ભેદ છે. (૧) આહાર પૌષધઃ રાત - દિવસ આહાર - પાણીનો સંપૂર્ણ ત્યાગ કરવો તે સર્વથી આહાર પૌષધ અને આયંબીલ કે એકાસણું કરવું તે દેશથી આહાર પૌષધ. (૨) શરીર સત્કાર પૌષધ સ્નાન - માલિશ - શણગાર - સૌંદર્યસાધનો વગેરે શરીરને શણગારનારી - તમામ વસ્તુઓનો ત્યાગ કરવો તે સર્વથી અને શરીરને શણગારનારી અમુક સામગ્રીઓનો ત્યાગ કરવો તે દેશથી શરીર સત્કાર પૌષધ. (૩) બ્રહ્મચર્ય પૌષધઃ આઠેય પ્રહર (દિવસ - રાત) નું બ્રહ્મચર્ય પાળવું તે સર્વથી અને માત્ર દિવસ કે રાત પૂરતું બ્રહ્મચર્ય પાળવું તે દેશથી બ્રહ્મચર્ય પૌષધ. (૪) અવ્યાપાર પૌષધ : દિવસ - રાતના આઠે ય પ્રહર માટે સર્વ પ્રકારના સાંસારિક વ્યવહારો અને વ્યાપારોનો ત્યાગ કરવો તે સર્વથી અને અમુક વ્યાપાર નહિ કરું એમ ધારવું તે દેશથી અવ્યાપાર પૌષધ. - આ ચાર પ્રકારના પૌષધમાં હાલ આહારપૌષધ દેશથી અને સર્વથી. એમ બે પ્રકારે કરવામાં આવે છે. જ્યારે બાકીના ત્રણ પ્રકારના પૌષધો તો સર્વથી જ કરવાના છે, દેશથી નહિ. આ ચારે પ્રકારનો પૌષધ ઉપાશ્રય -ચૈત્યગ્રહ- પૌષધશાળા કે ઘરમાં કરવો. ગુરુજી હોય તો તેમની નિશ્રામાં જ કરવો. શરીર સત્કારનો નિષેધ હોવાથી સર્વ આભૂષણો દૂર કરવા. તથા સ્નાન કર્યા વિના જ પૌષધ કરવો. પૌષધમાં જ્ઞાનાભ્યાસ કરવો, પ્રવચન સાંભળવું, સારા પુસ્તકો વાંચવા, જાપ કરવો કે શુભ ધ્યાન કરવું. જો ઉપવાસ કરવાની અનુકૂળતા ન હોય તો આયંબીલ કે એકાસણું કરવું. પૌષધના ૧૮ દોષોમાંથી એક પણ દોષ ન લાગે તેની કાળજી રાખવી. ઉદયનરાજા, સુદર્શન શેઠ, શંખ શ્રાવક, સાગરચંદ્ર વગેરેની જેમ ઉછળતાં ભાવપૂર્વક તથા ઉપસર્ગોને સહવાપૂર્વક પૌષધ કરવા જોઈએ. ભરત ચક્રીના પુત્ર સૂર્યયશા પર્વતિથિએ પૌષધ કરવાનું કદી ચૂકતા નહિ. તેની ઈન્દ્ર મહારાજાએ કરેલી પ્રશંસા સહન ન થવાથી રંભા અને ઉર્વશી પરીક્ષા કરવા આ ધરતી ઉપર આવી. પરીક્ષામાં પૌષધવ્રતનું ખંડન ન થવા દેવા તેઓ મરવા તૈયાર થઈ ગયા. કેવું દઢ વ્રતપાલન ! પર્યુષણ - જ્ઞાનપંચમી - મૌન એકાદશી વગેરે વિશિષ્ટ પર્વોમાં તો અવશ્ય પૌષધ કરવા જોઈએ. દિવસ-રાત મળીને આઠ પ્રહરનો પૌષધ કરવાની અનુકૂળતા જ્યારે ૧૧૧ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૨ Page #115 -------------------------------------------------------------------------- ________________ ન હોય ત્યારે ચાર પ્રહરના એકલા દિવસનો કે એકલી રાતનો પણ પૌષધ કરવો જોઈએ. જરુરી જયણા રાખીને આ વ્રત દરેક જણે અવશ્ય સ્વીકારવું જોઈએ. પ્રતિજ્ઞા : દર વર્ષે હું અહોરાત્રના _ | માત્ર દિવસના કે રાતના પિૌષધ કરીશ. આજીવન/ વર્ષ સુધી. આ વ્રત લીધા પછી, તેના પાંચ અતિચાર ન લાગે તેની કાળજી લેવી જોઈએ. (૧) ઉત્સર્ગઃ ત્યાગ કરવો. લઘુ શંકા કે ગુરુ શંકા ટાળવા માટેની ભૂમિ બરોબર જોવી જોઈએ, તેમાં કીડી વગેરેના નગરા કે લીલ ન હોવી જોઈએ. ઘાસ - વનસ્પતિ - કે ત્રસ જીવોથી રહિત જોઈએ. તે ભૂમિને બરોબર તપાસે નહિ તો આ પહેલો અતિચાર લાગે. (૨) આદાન = લેવું પૌષધમાં કોઈ પણ વસ્તુ લેવી કે મૂકવી હોય ત્યારે તેને બરોબર જોઈને પ્રમાર્જવી જોઈએ. તેમ ન કરાય તો આ બીજો અતિચાર લાગે. (૩) સંથારોઃ સૂવા માટેની જગ્યા બરોબર જોવી જોઈએ. સંથારાનું બરોબર પડિલેહણ કરવું જોઈએ. તેને પાથરતાં પૂરી જયણા પાળવી જોઈએ. તેમાં કરાતી બેદરકારી તે ત્રીજો અતિચાર. (૪) અનાદર ઃ ઉલ્લાસપૂર્વક પૌષધ ન લેવો. લીધા પછી આળસ કે પ્રમાદ કરવો. બહુમાન ન જાળવવું તે ચોથો અતિચાર. (૫) પ્રમાદઃ ક્રિયાના સમયને યાદ ન રાખવો. અવિધિસર વર્તવું. વ્રત સંબંધી ક્રિયા સમયસર ન કરવી. પારણાનો વિચાર કરવો. પૌષધ મોડો લેવો. વહેલો પારવો વગેરે પાંચમા અતિચાર રુપ છે. આ પાંચમાંથી કોઈ પણ અતિચાર ન લાગે તેની કાળજી રાખીને પર્વતિથિએ પૌષધ કરવા ઉદ્યમ કરવો જોઈએ. પૌષધનો હેતુ સર્વ પાપ - આશ્રયોને અટકાવવાનો છે. વિશુદ્ધ ભાવ અને વિધિથી કરવાથી તેનું પુષ્કળ ફળ મળે છે. એક પૌષધ (અહોરાત્રનો) કરવાથી ૩૦ સામાયિકનો લાભ મળે છે. ૨૭૭૭,૭૭,૭૭,૭૭૭ ૧૯ પલ્યોપમ દેવગતિનું આયુષ્ય બંધાઈ શકે છે. મહાશતકશ્રાવક વગેરેની જેમ ઉછળતા ઉલ્લાસે, ઉપસર્ગોને સહન કરવાપૂર્વક પૌષધવ્રતનું આરાધન અવશ્ય કરવું જોઈએ. (૧૨) અતિથિ સંવિભાગ 9ત જે મહાત્માએ તિથિ - પર્વ-ઉત્સવ વગેરે સર્વનો ત્યાગ કરેલો હોય તે અતિથિ (તિથિ વિનાના) કહેવાય. બાકીનાને મહેમાન કહેવાય. સમ ” એટલે આધાકર્મ વગેરે ૪ર દોષથી રહિત વિ' = વિશિષ્ટ, ‘ભાગ હાડકા ૧૧૨ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ - Page #116 -------------------------------------------------------------------------- ________________ એટલે ફરીથી રાંધવું ન પડે વગેરે દોષોથી દૂર રહીને અનાજનો ભાગ. આમ, આધાકર્માદિ ૪૨ દોષ વિનાનો - પોતાના ભોજનમાંથી જે ભાગ સાધુ - સાધ્વીજી ભગવંતો રુપ અતિથિને આપવામાં આવે તે અતિથિસંવિભાગ કહેવાય. હાલ, આ વ્રત પાળવા માટે ચોવિહાર ઉપવાસ સહિત આઠ પ્રહરનો પૌષધ કરવાનો હોય છે. બીજા દિને સાધુ / સાધ્વીજી ભગવંતને નિર્દોષ ગોચરી વહોરાવીને પછી તે જ દ્રવ્યોથી ઠામચોવિહાર એકાસણું કરવાનું હોય છે. શ્રાવક માટે આચાર છે કે જે વાનગી ગુરુભગવંતે વહોરી ન હોય તે વાનગી પોતે ભોજનમાં ન વાપરવી. ક્યારેક ગુરુભગવંતનો યોગ ન જ મળે તો ઉત્તમગુણયુક્ત સાધર્મિકની ભક્તિ કરીને પછી એકાસણું કરાય છે. વર્ષમાં આવા અતિથિસંવિભાગ જેટલી વાર કરવાની ભાવના હોય, તે સંખ્યા આ વ્રતમાં નક્કી કરવાની છે. ભોજનનો સમય થાય ત્યારે શ્રાવકે ઉપાશ્રયે જઈને ગુરુ ભગવંતને ભક્તિપૂર્વક ગોચરી માટે વિનંતિ કરવી જોઈએ. આદ૨પૂર્વક પોતાના ઘરે લાવવા જોઈએ. સ્પર્ધા, મહત્તા, ઈર્ષ્યા, ક્રોધ, સ્નેહ, લજ્જા, ભય, દાક્ષિણ્ય, પ્રત્યપકારની ઈચ્છા, માયા, વિલંબ, અનાદર વગેરે દોષોથી રહિત થઈને વિનયપૂર્વક દાન કરવું જોઈએ. તે વખતે પોતાના આત્માને તારવાના જ વિચારો કરવા જોઈએ. પોતે દાન કરવા સાથે સ્વજનો દ્વારા પણ કરાવવું જોઈએ. ગુરુભગવંત સહજ રીતે પોતાના ઘરે આવે તો વિનયપૂર્વક તેમનું સ્વાગત કરવું જોઈએ. દૂરથી આવતાં જોઈને સામે લેવા જવું. દોષ રહિત દાન દેવું. પછી વંદના કરવી. તેમને વળાવવા જવું વગેરે ઉચિત વ્યવહાર કરવો કદી ન ચૂકવો. દાન કરતી વખતે દાતાને હર્ષના અથ્રૂ આવે, રોમાંચ ખડા થાય, તે બહુમાનથી આપે, પ્રેમથી બોલે અને પાત્રની અનુમોદના કરે; આ પાંચ દાનના આભૂષણો છે. પોતાના આત્માને તારવાની બુદ્ધિ અને ભાવથી દાન દઈને જમવામાં આવે તો તે ભોજન દેવભો બને છે. ગુરુભગવંતને ભોજનની જેમ વસ્ત્ર, પાત્ર, નિવાસ વગેરેનું પણ દાન કરવું ‘હોઈએ. પોતાની શક્તિ અને અનુકૂળતા વિચારીને, જરુરી જયણા - દંડ વગેરે રાખીને આ વ્રત દરેક જણે અવશ્ય લેવું જોઈએ. પ્રતિજ્ઞા : દર વર્ષે. અતિથિ સંવિભાગ કરીશ. આજીવન / વર્ષ સુધી. આ વ્રત લીધા પછી, નીચેના પાંચ અતિચારો ન લાગે તેની કાળજી લેવી જરુરી છે. ૧૧૩ માર વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧) સચિત્ત નિક્ષિપ્ત સચિત્ત એટલે જીવવાળા પૃથ્વી -પાણી - અગ્નિ-વાયુ - વનસ્પતિ વગેરે. તેવી સચિત્ત વસ્તુઓની ઉપર દાન દેવાની વાનગીઓ ઉતાવળથી ભૂલમાં કે દાન ન દેવાની બુદ્ધિથી મૂકી દેવી તે સચિત્ત નિક્ષિપ્ત અતિચાર. આવી . વાનગીઓ ગુરુ ભગવંતો વહોરે નહિ. (૨) સચિત્ત પિહિતઃ દાન ન દેવાની બુદ્ધિથી ભોજનના પદાર્થોને બટાકા - સુરણ - ફળ - પાંદડા - શાકભાજી વગેરેથી ઢાંકી દેવામાં આવે ત્યારે આ “સચિત્ત પિહિત અતિચાર લાગે. (૩) કાલલંઘન : સામાન્યથી ૧૧ થી ૧૨નો સમય ગોચરીનો ગણાય. તે સમયે ગુરુભગવંતને ગોચરી વહોરવા બોલાવવા જવાના બદલે તે સમય પસાર થઈ ગયા પછી મોડા જવું કે જવું જ નહિ. ગુરુજીને બોલાવ્યા કે વહોરાવ્યા વિના જ જમવા બેસી જવું તે. (૪) મત્સરઃ મત્સર એટલે રોષ, ગુસ્સો, ઈર્ષ્યા વગેરે. ગુસ્સો કરીને, દાન લેનારનું અપમાન કરીને કે ઈર્ષ્યા વગેરેથી દાન કરાય ત્યારે આ અતિચાર લાગે. (૫) અન્યાપદેશઃ વસ્તુઓ પોતાની હોવા છતાં વહોરાવવી ન હોવાથી “આ વસ્તુઓ બીજાની છે, હું કેવી રીતે આપી શકું?” વગેરે ખોટી રજૂઆત કરાય ત્યારે આ પાંચમો અતિચાર લાગે. દાન દેતી વખતે અજાણતાં આ પાંચમાંથી એકાદનો વ્યવહાર થઈ જાય તો અતિચાર લાગે. પણ જાણી જોઈને તેમ કરવામાં આવે તો આ વ્રતનો ભંગ થાય છે. તેથી વ્રતભંગ ન થાય કે અતિચાર ન લાગે તેની કાળજી રાખવી જોઈએ. શ્રાવકના આ બાર વ્રતોને બરોબર સમજીને, જીવનમાં વણી લેવા જોઈએ. સાધુ જીવનની નેટ પ્રેક્ટીશ સમાન આ વ્રતોને આરાધીને સંયમજીવન સ્વીકારવાનું સત્ત્વ કેળવવું. ભાવો ઉલ્લસિત કરવા. ગુરુભગવંતોનો પરિચય કરવો. અનુકૂળતા થતાં જ છલાંગ મારીને સંયમજીવન સ્વીકારવું. નિરતિચારપણે સંયમ પાળીને મોક્ષ પામીને શાશ્વત સુખના સ્વામી બનવું. આપણે સૌ જલ્દીથી મોશે પહોંચીએ એ જ ભાવના. સમગ્ર પુરતકમાં ક્યાંય પણ શાસ્ત્રવિરુદ્ધ લખાયું હોય તો અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. : : . ...જ ળ ,.. છે કે આ તો ૧૧૪, વ્રત ધરીયે ગુરુ સાખ-ભાગ-૨ Page #118 -------------------------------------------------------------------------- ________________ Locis so ON