________________
લાવણ્યમાં તો બધાને પાછા પાડી દે તેવી છે. વગેરે વાતો સ્ત્રીકથા છે. તેવી વાતો કરતાં સમયની બરબાદી થાય છે. તે સ્ત્રી હાથમાં તો આવતી નથી, પણ ફોગટનું તન-મનજીવન બરબાદ થઈ જાય છે.
અભિનેત્રીઓ, મીસ ઈન્ડિયા, મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડની વાતો કરવી, તેના શરીરના સૌષ્ઠવની વાતો કરવી વગેરે પણ સ્ત્રીકથા છે.
તે જ રીતે કેટલાકો સ્ત્રીની નિંદા કરવા રુપે પણ વાતો કરતા હોય છે. પેલી સ્ત્રી સાવ કેવી છે! આંખે જોવી પણ ગમે તેવી નથી ! ઊંચી તો જાણે કે તાડ જેવી છે! બોલે
તો સાંભળવું ય ન ગમે, જાણે કે કાગડો બોલ્યો! ચાલે તો જાણે કે ઊંટ ચાલ્યું ! પેટ બહુ * મોટું છે! આંખો નાની છે, માંજરી છે. રાંધતાં તો તેને આવડતું જ નથી. કલર જાય તો પૈસા પાછા. એવી કાળી મેંશ છે, જાણે કે હબસણ જોઈ લો!
ફલાણી સ્ત્રી તો દુર્ભાગી છે. તેના પગલે પગલે ગરીબાઈ ડોકા દે છે કે ઝગડા ઊભા થાય છે! પેલી તો ખૂબ વાતોડીયન છે, એક મિનિટ મુંગી રહેતી નથી, બસ ! બોલ બોલ જ કરે છે! આ તો ચબાવલી છે! ફલાણી તો ઝગડાળુ છે. તે જયાં જાય ત્યાં ઝગડો ન થાય તો જ આશ્ચર્ય! આ તો લાકડાલડાઉ છે! રૂપના તો ઠેકાણા નથી ને મીસ વર્લ્ડ બનવા નીકળી પડી, જુઓ તો ખરા! પોતાની જાતને કેવી મહાન માને છે! વગેરે વગેરે નિંદાજનક વચનો દ્વારા સ્ત્રીકથા કરવી તે પણ અનર્થ દંડ છે.
- સ્ત્રીને કેન્દ્રમાં રાખીને, તેના દેશ જાતિ, કૂળ, નામ, રુપ, પહેરવેશ, કુટુંબ - પરિવાર વગેરેની વાતો કરવી તે પણ સ્ત્રીકથા છે. જેમ કે મહારાષ્ટ્રની સ્ત્રીઓ ઘેલી, વાચાળ અને ભાવુક હોય છે. કાઠીયાવાડની સ્ત્રીઓ મધૂરભાષી અને કામકળામાં ચતુર હોય છે. વગેરે દેશ -આશ્રયી સ્ત્રીકથા છે.
જાતિ આશ્રયી સ્ત્રી કથામાં વિધવા બ્રાહ્મણીના દુઃખનો પાર નહિ. વિધવા વાણીયણ બહાદૂર હોય, પતિનો ધંધો પણ સંભાળે. વણિકકોમની દીકરીઓ અત્યંત સ્વરુપવાન હોય છે. ક્ષત્રિય કુળની સ્ત્રીઓ શૂરવીર હોય છે. પતિની પાછળ સતિ થતાં તેમને વાર લાગતી નથી વગેરે..
સ્ત્રીના રુપ અને સૌંદર્યને મુખ્ય બનાવીને, સ્ત્રીના જુદા જુદા અવયવોના રુપની પ્રશંસા કે નિંદા કરતા વાક્યો બોલાય તે રુપ આશ્રયી સ્ત્રીકથા ગણાય.
ફલાણી સ્ત્રીનું આ કેટલું સુંદર નામ છે! મને તો આ નામ સાંભળું ને કાંઈને કાંઈ થઈ જાય છે વગેરે... અથવા તો આ તે કાંઈ નામ છે? આવું તે નામ કોણે પાડ્યું? આઉટ ઓફ ડેટ. સાવ જુનવાણી નામ છે વગેરે.. નામને આશ્રયીને સ્ત્રીકથા ગણાય. તે જ રીતે પહેરવેશને નજરમાં રાખીને સ્ત્રીની નિંદા કે પ્રશંસા કરાય તે પણ
ર ૯૬ - વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨