________________
કોઈન આવે. અથવા તો આ રાજા છે, પણ કોઈ તેની આમન્યાતો સાચવતું નથી, માત્ર નામનો જ રાજા લાગે છે વગેરે.
આ તો બહુ શૂરવીર પરાક્રમી છે, રાજા હો તો આવા જ હોજો. કે આ તો સાવ બાયેલો લાગે છે. આને વળી કોણે રાજા બનાવ્યો? મરી જાય તો સારું, નવો શૂરવીર રાજા તો આવે વગેરે...., રાજાનો આ કેવો જોરદાર મહેલ છે. આકર્ષક સવારી છે. વૈભવ - વિલાસમાં તો આ રાજાની તોલે કોઈ ન આવે અથવા તો આ રાજા સાવ મુફલીસ છે. રાજા હોવા છતાં ય તેના કોઈ ઠેકાણા જણાતા નથી વગેરે...
આવી જે તે રાજાની અનુકૂળ કે પ્રતિકૂળ વાતો કરવામાં આવે તો સાંભળનારને રાગ - ૮ષ થાય. રાજાને સમાચાર મળતાં ક્યારેક મોત સુધીની સજા પણ થાય. તેથી રાજકથા કરવા જેવી નથી.
વળી, રાજા કે રાજનીતિની વાતો જ એવી વિચિત્ર છે કે ન ગમવા છતાં ય તેમાં રસ પડે છે. કલાકોના કલાકો તેમાં પસાર થાય છે; પણ હાથમાં તો કાંઈ આવતું નથી. ક્લેશ - કજીયા કે કંકાસ થાય છે તે નફામાં.
વળી, વાતો કરનારાના વિચારો એક ન થાય તો બોલાચાલી થાય છે. સંબંધોમાં કડવાશ - તથા તિરાડ પેદા થાય છે. સમયની બરબાદી થાય છે. પાપકર્મોનો બંધ થાય છે.
તેથી રાજકથાદિ વિકથામાં પડવા કરતાં તેટલો સમય ધર્મધ્યાન કરવું વધારે જરુરી છે. તેનાથી પાપનાશ અને પુણ્યબંધની કમાણી થાય છે, જે વિકથા કરવાથી ગુમાવી દેવાય છે.
સ્ત્રીકથા સ્ત્રીના રુપ, વિલાસ, ચાલ, વાળ, ભાષા, ચતુરાઈ વગેરેની પ્રશંસા કે નિંદા કરતી વાતો કરવી તે સ્ત્રીકથા ગણાય. આવી વાતો કરવી જરૂરી નથી. સમયની બરબાદી છે. આત્મગુણોની વિઘાતક આ વાતો છે. પુષ્કળ કર્મોનો બંધ આવી વાતો દ્વારા થાય છે.
“અહા ! કેવી સુંદર આ યુવતી છે ! શું એનું રુપ છે અહો હાથી જેવી મલપતી એની ચાલ છે ! કેવા કટાક્ષ ફેકે છે ! કામણગારી એની આંખો છે ! રુપ - પની અંબાર આ સુંદરીની સામે તો અપ્સરાઓ પણ પાણી ભરે ! લીસાલચક અને કાળાભમ્મર લાંબા તેના વાળ છે. દાડમની કળી જેવા સફેદ દાંતની પંક્તિ કેવી શોભી રહી છે ! એવું મીઠું મીઠું બોલે છે કે બસ સાંભળ્યા જ કરીએ! શું રણકો છે! ઈંગ્લીસમાં લ્યન્ટલી બોલે છે!
નમણી અને નજાકત તેની કાયા છે. એકેક અવયવો અદ્દભૂત છે. સૌંદર્ય અને જ
૯૫ % વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૨ -