________________
પોતાનો કંટ્રોલ રહેતો નથી.
ધક્કો મારીને પાંચ જણાને દસ ગોઠડા ખવરાવવાની તાકાત ધરાવનારો પહેલવાન જો ઉંઘમાં હોય તો નાનકડા છોકરાથી પણ મોતને ઘાટ ઉતારી શકે છે. તેની તમામ તાકાત ઉંઘમાં નકામી પુરવાર થાય છે. શાસ્ત્રોમાં ઉંઘને સર્વઘાતી કહી છે. તે પાપકર્મના ઉદયથી આવે છે,
ધર્મી માણસો સદા જાગતા ભલા; પાપી માનવો સદા ઉંઘતા સારા. .
ભગવતી સૂત્રમાં “ભગવંત ! ઉંઘવું સારું કે જાગવું સારું?' પ્રશ્નના જવાબમાં કહેવાયું છે કે, “કેટલાક માટે સૂવું સારું અને કેટલાક માટે જાગવું સારું.”
જે અધર્મીઓ છે, પાપીઓ છે, અધમ જીવો છે, જેઓ અધર્મ વડે જ પોતાનું જીવન પસાર કરે છે, તેવા જીવોનું સૂવું તેમના પોતાના હિતમાં છે; કારણ કે તે જીવો સૂતા હોવાના કારણે ઘણા જીવોને અભયદાન મળે છે. દુઃખમુક્તિ મળે છે. તેમને પોતાને પણ પાપબંધમાંથી મુક્તિ મળે છે. સ્વ -પર- ઉભયને તેઓ પોતે સૂતા હોવાના કારણે હિંસાદિ પાપોમાં જોડી શકતા નથી, માટે તેવા જીવો તો ઉંઘતા સારા.
પણ જે જીવો ધર્મિષ્ઠ છે, ધાર્મિક પ્રવૃત્તિ કરનારા છે; તેવા જીવો તો જાગતા સારા, કારણ કે જાગ્રત અવસ્થામાં તેઓ સ્વ-પર - ઉભયના કલ્યાણની પ્રવૃત્તિ કરે છે વગેરે...”
નિદ્રા રુપી પ્રમાદનું સેવન કરવા જેવું નથી, ચૌદ પૂર્વધર મહાત્મા પણ નિદ્રા રુપી પ્રમાદને વશ થાય તો પૂર્વોને ભૂલી જાય છે. અંતે નિગોદમાં જઈને લાંબો સમય તેમણે ત્યાં પસાર કરવો પડે છે; માટે આ નિદ્રા રુપી પ્રમાદનો ત્યાગ કરવાનો - ઘટાડો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આહાર અને ઉંઘ; વધારો તેટલા વધે અને ઘટાડો તેટલા ઘટે. બધું આપણી ઉપર છે. આપણે ધારીએ તે કરી શકીએ. સામાન્યતઃ યુવાન માણસ છ કલાક નિદ્રા લે; તે પ્રમાણસર ગણાય. તેથી જેટલી વધારે લે, તે તેના માટે બિનજરુરી છે, નુકસાનકારક છે. આજે જ તેવી બિનજરુરી નિદ્રાનો ત્યાગ કરવાનો નિર્ણય કરવો જોઈએ.
(E) વિકથાઃ કામ વિનાની જે વાતો કરીએ તે બધી વિકથા કહેવાય. આ વિકથા ચાર પ્રકારની છે. (૧) રાજકથા (૨) સ્ત્રીકથા (૩) દશકથા અને (૪) ભક્ત = ભોજન કથા. આ ચારે ય કથાઓ અનર્થદંડ છે. તેનાથી ક્લેશ - કજીયા - કંકાસ પેદા થાય છે. પુષ્કળ કર્મબંધ થાય છે.
રાજાના માન -પાન-મોભા - વિલાસ - વૈભવ - શૌર્ય કે યુદ્ધ વગેરેની વાતો કરવી તે રાજકથા કહેવાય. આ રાજાના કેટલા બધા માન-સન્માન છે. આની તોલે તો
૯૪ વ્રત ધરીયે ગુરુ સાબ-ભાગ ૨