________________
(૫) જીવન જીવીએ વિવેક ધરી
(૭) ભોગોપભોગ પરિમાણ વ્રત ઃ
ભોગ અને ઉપભોગ માટેના પદાર્થોનું સ્વશક્તિ પ્રમાણે સંખ્યાદિ રૂપે પ્રમાણ નક્કી કરવું તે ભોગોપભોગપરિમાણ વ્રત નામનું બીજું ગુણવ્રત અને સાતમું વ્રત છે. ભોગ ઃ જે પદાર્થનો એક જ વાર ઉપયોગ કરી શકાય, એક વાર ભોગવ્યા પછી જે બીજી વાર ભોગવવા કામ ન લાગે તે પદાર્થને ભોગ કહેવાય.
ભોજન, પાણી, ફૂલ, વિલેપન, અત્તર - સેંટ વગેરે પરફ્યુમ, પાન વગરે પદાર્થોને ભોગ્ય કહેવાય, કારણકે એકવાર તેમનો ઉપયોગ કર્યાં પછી ફરીથી તેમનો ભોગવટો થઈ શક્તો નથી.
ઉપભોગ : જે પદાર્થોના એકવાર ઉપયોગ કર્યાં પછી પણ બીજી-ત્રીજી વાર ઉપયોગ કરી શકાય, વારંવાર ભોગવવા કામ લાગે તે પદાર્થોને ઉપભોગ્ય પદાર્થો કહેવાય. ઘરેણાં, વસ્ત્ર, ઘર, સ્ત્રી, પલંગ, ફર્નીચર, વાહનો વગેરે પદાર્થોનો વારંવાર ભોગવટો કરી શકાય છે તે પદાર્થોને ઉપભોગ્ય પદાર્થો કહેવાય છે.
આવા ભોગ અને ઉપભોગ માટેના પદાર્થો તો વિશ્વમાં ઘણા બધા છે. તે બધાનો ઉપયોગ તો દરેક વ્યકિત કરી શકે તેમ છે જ નહિ. પરંતુ તેના મનમાં આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાની જે ઈચ્છા પડેલી છે, તે પુષ્કળ પાપકર્મો બંધાવે છે. આવા વગર ફોગટના પાપકર્મો શા માટે બાંધવા ? તેના કરતાં જરૂરિયાત પ્રમાણે ભોગ - ઉપભોગના પદાર્થાની સંખ્યા વગેરેનું પ્રમાણ નક્કી કરીને, તે સિવાયના તમામ પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ.
મહામૂલું માનજીવન અને સર્વજીવહિતકર જૈનશાસન પ્રાપ્ત કર્યાં પછી હકીકતમાં તો સર્વવિરતિ (મુનિ) જીવન જ સ્વીકારવું જોઈએ. સંયમજીવન સ્વીકાર્યાં વિના આત્મોદ્ધાર શક્ય નથી. પણ જો હાલ સંયમજીવન ન જ સ્વીકારી શકાય તેમ હોય તો સંસારમાં રહેવા દરમ્યાન પણ શક્યતઃ વધુ સાધુ જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી જીવન જીવવા જો ભોજન જરૂરી છે તો ખાવા - પીવા માટે નિષ્પાપ આહાર, પાણી વગેરે પદાર્થો વાપરવા જોઈએ.
જીવન જીવવા આજીવિકાની જરૂર છે તો તે આજીવિકા પણ પ્રાયઃ નિષ્પાપ વ્યાપારાદિથી કરવી જોઈએ. એટલેકે શ્રાવકે ઉત્સર્ગ માર્ગે (શક્ય હોય ત્યાં સુધી) તો નિર્જીવ (અચિત્ત) અને નિવદ્ય (આરંભ – સમારંભ રહિતના) આહારાદિ મેળવવા ૪૦ ૪ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨