________________
જોઈએ. સાધુની જેમ પોતાના માટે બનાવેલી વસ્તુઓ ન વાપરવી જોઈએ.
તે જો શક્ય ન બને તો સજીવ (સચિત્ત) વસ્તુઓનો તો ખાવા – પીવામાં ત્યાગ કરવો જ જોઈએ. તે પણ જેમના માટે શક્ય ન હોય તેમણે છેવટે જે પદાર્થો વા૫૨વામાં પુષ્કળ જીવોની હિંસા છે; તેવા માંસ મદિરા, માખણ, મધ વગેરે ચાર મહાવિગઈ, ૩૨ પ્રકારના અનંતકાય, રાત્રિભોજન વગેરે ૨૨ પ્રકારના અભક્ષ્યોનો તો અવશ્ય ત્યાગ કરવો જોઈએ.
મહાહિંસાજન્ય ઉપરોક્ત પદાર્થોનો ત્યાગ કરવા સાથે બીજા જે કોઈ સચિત્ત પદાર્થોનો ઉપયોગ કરવો જ પડે તેમ હોય તે પદાર્થોનો પણ શક્યતઃ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. તે માટે તેની સંખ્યા વગેરેનું પ્રમાણ નક્કી કરવું જોઈએ.
.
વળી, પર્વ – મહોત્સવ વગેરે પ્રસંગો વિના, આભૂષણો વગેરે ઉપભોગના જે પદાર્થોમાં અત્યંત આસક્તિ - ઉન્માદ વગેરે પેદા થાય છે તે આભૂષણોનો તથા જે પદાર્થોનો ઉપભોગ કરવાથી મનુષ્યોમાં આપણી હલકાઈ થાય તેમ હોય તે પદાર્થોનો પણ ત્યાગ કરવો જોઈએ.
ઉદ્ભટ્ટ વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. બહુ જાડા, બહુ ટૂંકા, બહુ કાણાં કે ફાટેલાં વસ્રો વાપરવાથી થતું તદ્ન સામાન્ય વેશધારીપણું, ખરાબ વસ્ત્રધારીપણું, કંજુસાઈ વગેરે સમાજમાં નિંદા-ટીકા કે હાંસીનું કારણ બને છે, માટે તેના વસ્રો ન પહેરતા પોતાની ઉંમર, અવસ્થા, સંપત્તિ, માન-મોભો, રહેઠાણ, કુળની ખાનદાની, મર્યાદા તથા જે તે કાળને અનુરૂપ વસ્ત્રો પહેરવા જોઈએ. આવા ઉચિત વેશનું પણ યોગ્ય પ્રમાણ નક્કી કરવું જોઈએ.
ભોગ અને ઉપભોગના પદાર્થોનું પ્રમાણ નક્કી કરવાની સાથે શ્રાવકે તે ભોગ અને ઉપભોગના પદાર્થો પ્રાપ્ત કરવાનાર ધનને પણ અનુચિત રીતે ન જ મેળવવું જોઈએ તે માટે નિરવઘ ધંધા કરવા જોઈએ. એટલે કે આરંભ - સમારંભવાળા વ્યાપારધંધાઓને ત્યાગવા જોઈએ. તેમ કરવાથી જો જીવન – નિર્વાહ મુશ્કેલ થતો હોય તો છેવટે જે ધંધા - વ્યાપારમાં પુષ્કળ આરંભ - સમારંભ થતો હોય, પુષ્કળ કર્મો બંધાતા હોય તેવા વ્યાપારોનો તથા વિવેકી મનુષ્યોમાં જે ધંધા - વ્યાપારો નિંદનીય ગણાતાં હોય તેવા ધંધા વગેરેનો તો અવશ્ય ત્યાગ કરવો જ જોઈએ.
-
ટૂંકમાં આ સાતમુ વ્રત એમ જણાવે છે કે, જીવન જીવવા માટે અતિશય અનિવાર્ય પદાર્થોનું પણ પ્રમાણ નક્કી કરી દઈને બાકીની વસ્તુઓનો ત્યાગ કરી લેવો જોઈએ.
ખાંડ ૪૧ કર વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨