________________
જે પદાર્થો ખરેખર જરૂરી નથી, જેના વિના પણ જીવનનો નિર્વાહ થઈ શકે છે. જે પદાર્થો વાપરવામાં પુષ્કળ જીવોની હિંસા છે. તેવા ત્યાગવા યોગ્ય ૨૨ પ્રકારના પદાર્થો બાવીસ અભક્ષ્યો તરીકે પ્રચલિત છે.
તે ૨૨ અભક્ષ્યોની વિસ્તારથી વિચારણાં ઘેર બેઠાં તત્ત્વજ્ઞાન (પ્રદીપ)ના જીવનસૌંદર્ય વિષયમાં આપણે કરી ગયા છીએ. વિશેષ જાણકારી મેળવવાની ભાવનાવાળાએ તે ત્યાંથી જીણી લેવું. વળી તે જ વિષય "શ્રાવક જન તો તેને રે કહીએ - ભાગ -૨" માં પણ રજુ થયો છે, તો તે પુસ્તક મેળવીને માહિતી મેળવી લેવી. છતાં અહીં તે સંબંધિત કેટલીક વિશેષ માહિતી વિચારીશું.
તેજ રીતે જીવન જીવવા માટે જે પદાર્થો જરૂરી હોય, ઓછી હિસાં જન્ય હોય તે પદાર્થોનું પરિમાણ નક્કી કરવા રોજ ચૌદ નિયમો ધારવાના હોય છે. તે ચૌદ નિયમોની વિસ્તારથી વિચારણા પણ આપણે કરીશું.
ત્યાગવા યોગ્ય બાવીસ અભણ્યો પાંચ ફળો (૧) ઉદુંબર (૨) વડ (૩) પીંપળો (૪) પ્લેક્ષ (૫) કાલેબર ચાર મહાવિગઈઓ (૬) મધ (૭) મદિરા (૮) માંસ (૯) માખણ
(૧૦) હિમ (૧૧) કરા (૧૨) ઝેર (૧૩) માટી (૧૪) રાત્રિભોજન (૧૫) બહુબીજ (૧૬) અનંતકાય (૧૭) બોળ અથાણું (૧૮) વિદળ (૧૯) રીંગણ (૨૦) અજાણ્યાફળ (૨૧) તુચ્છ ફળ (૨૨) ચલિત રસ
(૧) ઉદુંબર વગેરે પાંચ ફળો : (૧) વડ (૨) પીપળો તથા પારસ પીપળો (૩) પ્લેક્ષ (પીપળાની જાતનું વૃક્ષ) (૪) ઉદુંબર (ગુલર) અને (૫) કાલુંબર, આ પાંચે વૃક્ષોના ટેટાંઓ (ફળો) ખવાય નહિ, કારણકે આ પાંચમાં મચ્છરના આકારના અતિ સૂક્ષ્મ ઘણા ત્રસજીવો હોય છે. તેમાનો કોઈ જીવ જો આ ફલો ખાનારના પેટમાં પ્રવેશ કરી જાય તો ખાનાર વ્યક્તિનું અકાળે મોત પણ થઈ શકે છે.
જે ફળો ખાવાથી ભુખ તો દૂર થતી નથી પણ પુષ્કળ જીવોનો બિનજરૂરી સંહાર થાય છે, ક્યારેક પોતાનું પણ મોત થાય છે, તેવા આ પાંચે ફળોનો ત્યાગ કરી દેવો જોઈએ.
(૬ થી ૯) ચાર મહાવિગઈઓઃ મધ, માખણ, માંસ અને મદિરા, આ ચારેય પદાર્થો પુષ્કળ વિકારો પેદા કરનારા હોવાથી મહાવિગઈ કહેવાય છે. બધા ધર્મોના શિષ્ટપુરુષોએ ચારે પદાર્થોને ત્યાગવા યોગ્ય કહ્યા છે, કારણકે તેમાં તે જ રંગના અનેક બધા ૪૨ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ-૨