________________
ત્યારપછી તે રાજાએ ધર્મકુમાર માટે સુંદર વસ્ત્રો, કિંમતી રત્નજડિત સુવર્ણના આભૂષણો વગેરે તૈયાર કરાવીને ભેટ આપ્યા. વળી જાતજાતના રમકડાં તથા ભાત ભાતની ખાવાની વસ્તુઓ લાવીને આપી. શુદ્ધબુદ્ધિ શ્રેષ્ઠીની હવેલીને સુંદર મહેલ જેવી બનાવી દીધી.
રત્નજડિત સોનાના પારણામાં ધર્મકુમાર ઝુલે છે. સોનાના દડેને રત્નોના ઘૂઘરે રમે છે. ચારે બાજૂ તેના ગુણગાન ગવાય છે.
સત્ય રાજાએ પણ સમગ્ર દેશમાં જાહેરાત કરાવી કે, “શુદ્ધબુદ્ધી શ્રેષ્ઠીના ઘરે જન્મેલા ધર્મકુમારના ઉત્કૃષ્ટ પુણ્યના પ્રભાવે સમગ્ર દેશમાં પડનારો બાર વર્ષનો દુકાળ દૂર થઈ ગયો છે. તેથી સત્યરાજાએ ધર્મકુમારને પોતાના દેશના રાજા તરીકે જાહેર કર્યા છે, અને આ નવા નિમાયેલા ધર્મકુમાર રાજાના વતી સત્યરાજા વહીવટ કરી રહ્યા છે.” *
આ વાત વહેતી વહેતી આસપાસના દેશોમાં પહોંચવા લાગી. તે તે દેશોના રાજાઓ પણ પોતપોતાના દેશમાં ધર્મકુમારરાજાનું શાસન સ્વયં સ્વીકારવા લાગ્યા. પરિણામે તે તે દેશોમાં પણ મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. દુકાળો દૂર હટવા લાગ્યા. ચારે બાજૂ આનંદનું મોજું પ્રસરવા લાગ્યું. ધર્મકુમાર રાજાના અજબપુણ્યનો ગજબ પ્રભાવ સર્વત્ર ફેલાવા લાગ્યો. આસપાસના રાજાઓ હીરા - માણેક - મોતી વગેરે રત્નોના અમૂલ્ય આભૂષણો અને ભેટ સામગ્રીઓ લાવી - લાવીને ધર્મકુમારના ચરણોમાં ઢગલો કરવા લાગ્યા. તેમને નમીને, તેમના અને તેમણે પાળેલા ધર્મના ગુણગાન ગાવા લાગ્યા. ચારે બાજુ ધર્મનો પ્રભાવ ફેલાવા લાગ્યો.
સમય પૂરઝડપે પસાર થવા લાગ્યો. દિવસો - મહીનાઓ - વરસો વીત્યાં. ધર્મકુમાર યુવાન બન્યા. અનેક રાજાઓએ પોતાની રૂપવતી અને ગુણવતી કન્યાઓના લગ્ન તેમની સાથે કર્યા. અનેક૫રમણીઓ સાથે ભોગ ભોગવવા છતાંય તેઓ ક્યાં ય આસક્ત નહોતા બનતાં. તેમના રોમરોમમાં પરમાત્માનું શાસન વસેલું હતું. પરમાત્માની ભક્તિ અને ગુરુભગવંતોની સંગતિ તેઓ છોડતા નહોતા. તેમને ખાવાપીવાની આસક્તિ નહોતી તો રાણીઓમાં તેઓ પાગલ નહોતા. ભોગ સુખોની રેલમછેલ વચ્ચે પણ તેઓ એક અનાસક્ત યોગીની જેમ પોતાનું જીવન પસાર કરતાં હતાં.
સમય પસાર થતાં, એક વાર તે વિરક્ત અને અનાસક્ત ધર્મરાજા ગૃહસ્થવેશમાં જ ભાવોની ધારામાં આગળ વધ્યા. મોહરાજાને તમાચા ઉપર તમારા મારવા લાગ્યા. ગુણસ્થાનકની સીડી સડસડાટ ચડવા લાગ્યા. ક્ષપકશ્રેણી ઉપર આર્ટ્સ થયા. ધડાધડ કર્મો ખપવા લાગ્યા. ચારે ઘાતી કર્મો ખપાવીને તેઓ વીતરાગ Sી
૮૦ કે વ્રત ધારીયે ગુરુ સાખ-ભાગ-૨