________________
(૧૦) કામ વિના કાંઈ ન કરીએ
(૮) અનર્થદંડ વિરમણ વ્રત ઃ
શ્રાવકના બાર વ્રતોમાં પહેલા પાંચ અણુવ્રતો પછી ત્રણ ગુણવ્રતો આવે છે. સાધુભગવંતો જે પાંચ મહાવ્રતોનું પાલન કરે છે, તે પાળવાની ક્ષમતા ન હોવાથી શ્રાવકો તે જ મહાવ્રતોને સ્થૂલથી પાળે છે; તેને અણુવ્રતો કહેવાય છે.
આ અણુવ્રતોના પાલનમાં સહાયક બને, ગુણકારી બને તેવા બીજા ત્રણવ્રતો ગુણવ્રતો તરીકે ઓળખાય છે. તેમાંનું છેલ્લું ત્રીજું ગુણવ્રત આ અનર્થદંડવિરમણ વ્રત છે.
અર્થ = પ્રયોજન. અનર્થ = પ્રયોજન વિના. કોઈ પણ પ્રકારના પ્રયોજન વિના જેના વડે આત્મા દંડાય, કર્મોને બાંધનારો બને, દુર્ગતિમાં જનારો બને, તેને અનર્થદંડ કહેવાય. વિરમણ અટકવું. આવી પ્રયોજન વિના આત્માને દંડ કરનારી વિચારણાઓ, વાણી કે વર્તનથી અટકવું તે અનર્થદંડ વિરમણ વ્રત.
=
ખરેખર તો મોક્ષમાં જ પહોંચવું જોઈએ. સંસારમાં રખડવાની અને દુ:ખો તથા દુર્ગતિઓ દ્વારા હેરાન થવાની જરુર જ નથી. તે માટે સંયમજીવન જ સ્વીકારી લેવું જોઈએ, પણ બધાની ક્ષમતા સંયમજીવન સ્વીકારવાની ન હોય. તેથી તેઓ સંયમજીવન સ્વીકારવાની અનુકૂળતા જલ્દી મળે તેવી ભાવના સાથે સંસારમાં રહીને શ્રાવકજીવન જીવતા હોય.
સંસારમાં રહેવાના કારણે તેમની ઉપર કુટુંબની જવાબદારી તો રહેવાની જ. તે માટે તેણે ઈચ્છા વિના પણ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવી પણ પડે જ. જે જરુરી છે, અનિવાર્ય છે, જેના વિના તેનો સંસાર વહન થઈ શકે તેમ નથી જ, તેવી પ્રવૃત્તિઓ કરવાથી તેમનો આત્મા કર્મોથી દંડાય તો ખરો જ, પણ તે અર્થ દંડ કહેવાય; કારણકે જરુરી પ્રયોજને તેમણે નાછૂટકે રડતા દીલે આ પ્રવૃત્તિઓ કરવી પડે છે.
પણ જે કાર્યો કરવા અનિવાર્ય નથી, ન કરે તો કાંઈ અટકી પડતું નથી, માત્ર શોખ – ખાતર, અજ્ઞાનતાથી, દેખાદેખીથી કે બીજાને દેખાડવા માટે કરાય છે તે કાર્યો કરવાનું તો બંધ કરી જ દેવું જોઈએ; કારણકે તે કાર્યો દ્વારા નાકના બિનજરુરી પાપો બંધાય છે. નિરર્થક આત્મા દંડાય છે. આવા અનર્થદંડથી વિરામ પામ્યા વિના શ્રાવક શી રીતે રહી શકે ? તેથી તે આ આઠમા નંબરનું અનર્થદંડ વિરમણ વ્રત સ્વીકાર્યા વિના ન રહે.
એ ૮૨ માં વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ ત