________________
નિયમ કરવા છતાં પણ દેવપૂજાદિ વખતે તિલક કરવું અને પોતાના હાથ - કાંડા વગેરેને ધૂપ દેવો વગેરે ક૨ે છે. તેમ કરવાથી સંખ્યા વધે તો પણ નિયમનો ભંગ થતો નથી.
(૧૧) બ્રહ્મચર્ય : પરસ્ત્રીગમન – વેશ્યાગમન વગેરેનો ત્યાગ કરવાનો હોય છે. પોતાની સ્રીના વિષયમાં પણ મર્યાદા નક્કી કરવાની છે. અમુક સમયથી, અમુક વારથી વધારે વાર મૈથુનનો ત્યાગ કરવાનું નક્કી કરાય છે.
તિથિઓનું બ્રહ્મચર્ય પાળનારાએ પણ પૂર્વની મધ્યરાત્રિથી તિથિનો દિન તથા તેની સંપૂર્ણ રાત્રી દરમિયાન અબ્રહ્મનો ત્યાગ કરવો જોઈએ. પૂર્વની મધ્યરાત્રી બીજી તિથિરૂપે ન હોવા છતાં ય બીજી તિથિના પરોઢ રૂપે તેનો વ્યવહાર થાય છે અને તેથી કેટલીક વખત નિયમ તુટવાનો સંભવ છે, માટે પૂર્વના દિનની મધ્યરાત્રિથી આરંભીને તે તિથિનો દિવસ અને પૂર્ણ રાત્રી બ્રહ્મચર્ય પાળવું જરૂરી છે.
(૧૨) દિશા : ઉપર – નીચે, ચાર દિશા તથા ચાર ખૂણા, એ આઠ દિશાઓનું માપ નક્કી કરવાનું હોય છે. નક્કી કરેલ મર્યાદાની બહાર ગમનાગમન (જવા - આવવાનું) નહિ કરવાનો નિયમ કરવાનો છે.
(૧૩) સ્નાન : સ્નાન બે પ્રકારના છે. (૧) સર્વસ્નાન અને (૨) દેશસ્નાન. હાથ - પગ – મોઢું ધોવું તે દેશસ્નાન ગણાય. આખા દિવસમાં અમુક સંખ્યાથી વધારે વા૨ સર્વસ્નાન ન કરવું તથા અમુક સંખ્યાથી વધારે વાર દેશસ્નાન ન કરવું, તેમ નક્કી કરવાનું છે. બીજી – ત્રીજી વખત પૂજા – પૂજન – આંગી વગેરે જિનભક્તિ કરવા માટે સ્નાન કરવું પડે તો નિયમનો ભંગ થતો નથી. સ્મશાનાદિ કારણે થતાં લૌકિકસ્નાનની જયણા રાખવી.
-
(૧૪) ભોજન - પાણી : અશન, પાન, ખાદીમ અને સ્વાદીમ; આ ચાર પ્રકારના આહારમાંથી જે કાંઈ મુખમાં નાંખવામાં આવે તેનું પ્રમાણ નક્કી કરવાનું છે. અમુક વજનથી વધારે ભોજન નહિ વાપરું. અમુક પ્રમાણથી વધારે પાણી નહિ
વાપરું.
ચૌદ નિયમો ધારવા પાછળનો મહત્ત્વનો ઉદ્દેશ અવિરતિના કારણે બંધાનારા પાપોથી અટકવાનો છે. જે ચીજ નિરુપયોગી છે, વાપરવાની નથી, વાપરવાથી કોઈ વિશેષ લાભ નથી, તે ચીજના નિમિત્તે બંધાનારા પાપોથી અટકી શકાય છે. આ નિયમો પોતાની જે બુદ્ધિથી – જે રીતે – ધારીએ તે રીતે તેનું પાલન કરવાનું હોય છે. હાલ આ ચૌદ નિયમો સાથે બીજા પણ પૃથ્વીકાયાદિ જીવો તથા અસિ – મસિ – કૃષિ અંગે નિયમો ધારવાની પરંપરા છે.
ના ૬૬ કે વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨