________________
પણ આ શું? શત્રુસેનામાં અચાનક મારી - મરકીનો ઉપદ્રવ પેદા થયો. કોઈ ઉપચારો કામયાબ નીવડતા નથી. ઉપદ્રવથી ત્રાસી કંટાળીને સૈનિકો પોતાના નગર તરફ પાછા ફરવા લાગ્યા. યુદ્ધનું વાતાવરણ શાંતિમાં ફેરવાઈ ગયું. આ સમાચાર વિદ્યાપતિએ જાણ્યા ત્યારે તેને વિચાર આવ્યો. “ધર્મનો અને પરમાત્માનો પ્રભાવ કેવો અચિજ્ય છે! આપણે કાંઈ જ કરવું ન પડ્યું અને યુદ્ધ અટકી ગયું. ભયંકર હિંસા થતી રહી ગઈ. રાજ્યની રક્ષા તો થઈ, સાથે ધર્મની શ્રદ્ધા પણ વધી ગઈ. ધર્મે મારા અલ્પપરિગ્રહને જાણીને મહાપરિગ્રહી રાજાઓને પણ ભગાડી દીધા!
ધર્મ! તું જ શરણ છે. તારી શક્તિ અપરંપાર છે. સાચા હૃદયથી જે તને સેવે છે, તેનો બેડો પાર થયા વિના રહેતો નથી.
મેંતો માત્ર નાનું અણુવ્રત જલીધેલું. છતાં જો તેની તાકાત આવી અચિત્ત્વ અને અકલ્પનીય છે, તો મહાવ્રતોની તાકાત તો કેવી અસીમ હોય! - ના, હવે મારું મન સંસારમાં રમી શકે તેમ નથી. તે તો ઝંખે છે મુક્તિ મેળવવા. હવે આ રાજપાટનું શું કામ છે? હવે આ સંસારના સુખોની મારે શી જરૂરત છે? નાનોશો પરિગ્રહ રાખીને પણ શું પ્રયોજન છે? ના! હવે તો હું ઝંખું છું સાધુજીવનને - સર્વવિરતિધર્મના રસાસ્વાદને.
વિદ્યાપતિના મનમાં સંયમના ભાવો ઉછળવા લાગ્યા. તેણે શૃંગારસુંદરીને પોતાની ભાવના જણાવી.
“નાથ ! હું પણ ઘણા સમયથી સંયમજીવન સ્વીકારવા તલસી રહી છું. આપની પણ આ જ ભાવના છે, તો ચાલો જલ્દીથી આપણે સંયમજીવન સ્વીકારીએ.” શૃંગારસુંદરીએ જવાબ આપ્યો.
રાજાએ મંત્રીમંડળને વાત કરીને, પોતાના પુત્ર શૃંગારસેનને કહ્યું, “વત્સ ! અમે ચારિત્રના માર્ગે જઈએ છીએ. આ નગરીના રાજા તો જિનેશ્વર ભગવાન જ રહેશે. તારે તો તેમના સેવક બનીને તેમની અને પ્રજાજનોની સેવા કરવાની છે. મારા તને આશિષ છે.” શૃંગારસેને પિતાની આજ્ઞા શિરોમાન્ય કરી.
સંયમસૂરિ નામના આચાર્યભગવંત પાસે બંનેએ દીક્ષાજીવન સ્વીકાર્યું. જ્ઞાન - ધ્યાનની સાધના આરંભી. ઘોર તપશ્ચર્યા આદરી. દોષોનું દહન કરીને આત્માને નિર્મળ કરવાનો પ્રયત્ન કર્યો. છેલ્લે સમાધિપૂર્વક કાળધર્મ પામીને સ્વર્ગમાં ગયા. ક્રમશઃ પાંચ ભવો આ સંસારમાં કરીને, છેલ્લે તેઓ મોક્ષમાં સિધાવ્યા.
જે – પાંચમા પરિગ્રહ પરિમાણ – વ્રતને સ્વીકારીને, તેનું અખંડિત પાલન કરીને, તેના પ્રભાવે તેઓ મોક્ષસુખના કાયમ માટે ભોક્તા બન્યા, તે પરિગ્રહ
ક ૧૫ જ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨