________________
પરિમાણ વ્રત લેવા માટે બધાએ ઉલ્લસિત બનવું જોઈએ.
પરિગ્રહ મુખ્યત્વે બે પ્રકારના છે. (૧) બાહ્ય : ધન, ધાન્ય વગેરે, (૨) અત્યંતર : રાગ – દ્વેષ વગેરે. આ સ્થૂલ પરિગ્રહ પરિમાણવ્રતમાં બાહ્ય પરિગ્રહનું પરિમાણ કરવાની વાત છે.
બાહ્ય પરિગ્રહ નવ પ્રકારનો છે. (૧) ધન : રોકડા રૂપીયા - સીક્કા વગેરે. (૨) ધાન્ય : ઘઉં, ચોખા, જુવાર, બાજરી વગેરે. (૩) ક્ષેત્ર : ખેતર, ફેક્ટરી, મીલ, દુકાન વગેરે. (૪) વાસ્તુ : ઘર, ફ્લેટ, બંગલો, ફાર્મ વગેરે રહેઠાણની જગ્યા (૫) રુષ્ય : ચાંદી કે ચાંદીના આભૂષણો – વસ્તુઓ વગેરે (૬) સુવર્ણ : સોનું કે સોનાના આભૂષણો - વસ્તુઓ વગેરે (૭) કુષ્ય : વાસણ – ફર્નિચર, ફ્રીઝ, ટી. વી., એ. સી., પલંગ, ગાદલા વગેરે તમામ ઘરવખરી. (૮) દ્વિપદ : બે પગવાળા નોકર - ચાકર, દાસ - દાસી વગેરે (૯) ચતુષ્પદ : ગાય, ભેંસ, ઘોડા, કૂતરા વગેરે. હાલના લ્યુના, મોપેડ, સ્કુટર, મોટર સાઈકલ, સાયક્લ, મારુતી વગેરે ગાડીઓ, બસ વગેરે વાહનોનો સમાવેશ પણ આ છેલ્લા ભેદમાં સમજવો.
ઉપર જણાવેલા નવ પ્રકારના જે બાહ્ય પરિગ્રહો છે, તેનો શક્યતઃ ત્યાગ કરવો. જેનો ત્યાગ થઈ શકે તેમ ન હોય તેની પણ લીમીટ (મર્યાદા) નક્કી કરવી કે, ‘આ ચીજ આટલા પ્રમાણથી વધારે તો મારી માલિકીની નહિ જ રાખું.’
જો નવે પ્રકારના પરિગ્રહનું જુદું જુદું પ્રમાણ નક્કી કરવામાં અનુકૂળતા ન રહે તો આ નવે પ્રકારના પરિગ્રહનું ભેગું પરિમાણ નક્કી કરવું. એટલે કે આ બધા પદાર્થોની કુલ કિંમત અમુક રૂપીયાથી વધારે ન થાય તે રીતે જ તેની માલિકી કરીશ. નક્કી કરેલ રૂપીયાની મુડી કરતાં વધારે જે કાંઈ થશે તે તમામ તરત જ ધર્મકાર્યમાં જમા કરાવીશ પણ મારી માલિકી તરીકે કે મારા પત્ની – દીકરા - દીકરી વગેરેના નામે કરીને નહિ રાખું.
આજની તારીખે પોતાની પાસે જે સ્થાવર અને જંગમ મિલ્કત હોય તેની નોંધ કરવી. જો મૂર્છા ઘટાડી શકાય તેમ હોય તો તેમાંથી પણ ઓછું કરવાનો પ્રયત્ન કરવો. પણ જો મૂર્છા ઘટે તેમ ન હોય તો તેટલું પરિમાણ નક્કી કરવું. ભવિષ્યમાં વધારે જરૂર પડશે અથવા જરૂર ન પડવા છતાં ય, જેમ જેમ મળશે તેમ તેમ મારી ઈચ્છા પણ વધતી જશે, તેવા સંકલ્પ – વિકલ્પ થતાં હોય તો આજની મિલ્કત કરતાં ય વધારે આંકડો નક્કી કરીને, તેટલી રકમથી વધારેનો પરિગ્રહ તો નહિ જ કરું તેવો નિર્ણય કરવો જોઈએ.
મિલ્કતના ભાવ વધતા જાય છે. રૂપીયાની કિંમત ઘટતી જાય છે. તેવી પરિસ્થિતિમાં આ વ્રત લીધા પછી ભવિષ્યમાં આર્તધ્યાન ન થાય તે માટે દરેક વસ્તુની ૧૬. વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ શ