________________
તેમાં ય નવા અને જુના ખાખરા, મીઠાઈ, લોટ વગેરે ભેગા કરે તો નવી ચીજ પણ જુનાના કાળ પ્રમાણે વહેલી અભક્ષ્ય થઈ જાય. લોટતો જ્યારે ખોરો થાય કે તેમાં ધનેરા - ઈયળની ઉત્પત્તિ થાય ત્યાર પછી તેને ચાળીને પણ વાપરવો ઉચિત નથી. જીવોત્પત્તિ થયા પહેલાં પણ તેનો વારંવાર ચાળીને ઉપયોગ કરવો જોઈએ.
દહીં મેળવ્યા પછી ચાર પ્રહર પૂર્ણ થયા પછી કહ્યું છે. તેથી તાજા દહીં તરીકે આજનું મેળવેલું દહીં આજે કહ્યું નહિ. ચાર પ્રહર પછી ભક્ષ્ય થાય છે. અને ૧૬ પ્રહર પછી અભક્ષ્ય થાય છે તેથી મેળવેલું દહીં બીજા દિવસે સાંજ સુધી ચાલે છે. બે રાત્રી પૂર્ણ થતાં ૧૬ પ્રહર પૂર્ણ થઈ જાય, માટે સાંજે મેળવ્યું હોય તો પણ બીજા દિવસે સાંજ સુધી વાપરી શકાય.
અહીં મેળવણ નાખ્યું તેણે ત્યારથી ૧૬ પ્રહર ગણવાના નથી પણ મેળવણ ગમે ત્યારે નાંખ્યું હોય તો પણ તે દિવસના ચાર પ્રહર, રાત્રિના ચાર પ્રહાર, બીજા દિવસના ચાર પ્રહર અને બીજી રાત્રીના ચાર પ્રહર ગણવાના છે. રાત્રીએ તો વપરાય જ નહિ. તેથી બીજા દિવસે સાંજ સુધી ચાલે. ત્રીજા દિવસે સૂર્યોદય થતાં જ તે અભક્ષ્ય ગણાય છે. તેથી ત્રીજા દિવસના સૂર્યોદય પહેલાં જ તેની છાશ બનાવી દેવી જોઈએ. તેમ કરવાથી બનેલી તે છાશ પણ દહીંના કાળ જેટલી ચાલી શકે. - વાસી થયેલ રોટલી, પુડલા, વડા, ભેળ વગેરે બધું ચલિતરસ સમજવું. તેમાં લાળીયા જીવો ઉત્પન્ન થાય છે. આવું ભોજન કરવાથી આલોક પરલોકમાં દુઃખી થવું પડે છે.
શ્રાવકે સવારથી સાંજ સુધી શું શું કરવું જોઈએ? કેવી રીતે કરવું જોઈએ? કેવા ભાવોથી કરવું જોઈએ?
તે અત્યંત સરળ ભાષામાં સમજવા પૂ. પંન્યાસપ્રવરશ્રી મેઘદર્શન વિજયજી મ. સાહેબ લિખિત શ્રાવકજન તો તેને રે કહીએ ભાગ -૧-૨
અવશ્ય વાંચો.
૪૯ ક વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ-૨
)