________________
(૬) શ્રાવકજીવનનો પ્રાણઃ જયણા
કનકપુર નગરમાં જિનચંદ્રશેઠ રહેતા હતા, તેને શીલવતી નામની પત્ની હતી. તેમને ગુણસુંદર નામે પુત્ર થયો. તે નાસ્તિક જેવો હતો. વાસીભોજન તેને ભાવતુ હતું. તેની માતા તેને વારંવાર સમજાવતી હતી. એકવાર તો કહ્યું. "બેટા! તું વાસી ભોજન ન કર. વાસી ભોજન ખાવાથી શરીરમાં ધાધર, કરોળીયા, ચામડીના વિકાર વગેરે અનેક રોગો પેદા થશે. બુદ્ધિની જડતા થશે. ત્રસ જીવોની હિંસા થાય છે. પરલોકમાં દુર્ગતિ થાય છે. વગેરે..છતાંય જો તારે આ અંગે વિશેષ જાણવું હોય તો ગુરુ ભગવંતને પૂછજે.”
તે ગુરુભગવંત પાસે ગયો. તેણે વાસી ભોજનના દોષો પૂક્યા. ગુરુભગવંતે કહ્યું. તું સુભાગનગરમાં જા, ત્યાં થાવર નામે ચંડાળ છે, તે તને એના દોષ કહેશે "
ગુણસુંદર સુભાગનગરે ગયો. થાવર ચંડાળને વાસીભોજનના દોષો પૂક્યા. ચંડાળે એક દુકાનેથી શાક – દાળ વગેરે સીધું તેને અપાવ્યું અને કહ્યું કે, “વાસી ભોજનના દોષો પછી જણાવું છે. પહેલાં જમી લો.”
તેણે તે સીધું ઈ કંજુસના ઘરે જઈને પૈસા આપીને રંધાવ્યું. તે જમવા બેઠો. કંજુસની પત્નીએ આવવાનું કારણ પૂછ્યું. બધી વાત સાંભળીને તેને ભાઈ તરીકે સ્વીકારીને પોતાના ઘરે તેને બીજા દિવસે પણ રોક્યો.
પેલો ચંડાળ ગુણસુંદરને સીધું અપાવીને પોતાના ઘરે પહોંચ્યો હતો. ભોજન સમય થતાં જ તેની પત્નીએ "આ આજે જ રાંધ્યું છે" કહીને તેને વાસી ભોજન જમવા આપ્યું. સાથે બાવીસ પ્રહર જુની વાસી છાશ પણ પીવા આપી.
તે સમયે અંધારું પણ હતું. તે ચંડાળને ખ્યાલ આવી ગયો હતો કે આ બધું ભોજન વાસી છે છતાં ય ભુખ એટલી બધી લાગી હતી કે તે રહી ન શક્યો. વાસી ભોજન ન કરવાના પોતાના નિયમને પણ ગણકાર્યા વિના તેણે તે વાસી ભોજન ખાધું, તેનાથી તેને શૂળનો રોગ થયો. ગાઢ નિદ્રામાં ને શૂળની પીડમાં જ મૃત્યુ પામીને પેલા કંજુસ શેઠની પત્નીની કુક્ષીમાં ગર્ભ રૂપે ઉત્પન્ન થયો.
બીજા દિવસે પેલા કંજુસની પત્નીએ પોતાના માનેલા ગુણસુંદરભાઈને જમાડવા માટે પતિ કંજુસ શેઠ પાસે સારું અનાજ વગેરે મંગાવ્યું. પતિ ગુસ્સે ભરાયો કેમકે તે કંજુસ હતો. તેણે કહ્યું, "વાલ અને તેલ લઈને ભોજન કરાવ. બીજું નહિ મળે" તે સ્ત્રીએ તો બીજી દુકાનેથી ઘી, સાકર વગેરે લાવીને ગુણસુંદર માટે ઘેબર
૫૦ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ- ૨ જ