________________
અપરાધની અમને ક્ષમા કરો. કડવા વચનો બોલીને અમે આપને દૂભવ્યાં છે. અમે આપને ઘણો ત્રાસ આપ્યો છે, હવે ફરીથી તેવી ભૂલો અમે નહિ કરીએ. આપ ઊભા થાઓ. સુખપૂર્વક પધારો. આપણે જલ્દીથી નાગપુર પહોંચવાનું છે. જો આપ ઊભા નહિ થાઓ તો નાગપુર નહિ પહોંચાય. મહારાજા અમારી ઉપર કોપાયમાન થશે.
ઓ મહાપુરુષો ! અમે આપને વિનંતિ કરીએ છીએ. આપ અમારો પણ થોડો વિચાર કરો. રાજા ગુસ્સે થશે તો અમને ઘાણીમાં નાંખીને તલની જેમ પીલી નાંખશે એટલું જ નહિ, અમારા પરિવારનો પણ ઘાત કરશે. માટે... અમારી ઉપર આપ કૃપા કરો. મધૂર વચનોથી આપ અમારી સાથે વાતો કરો.”
પરંતુ રાજકુમાર અને સિંહશ્રેષ્ઠી તો પરમાત્મધ્યાનમાં મસ્ત હતા. મંત્રીમંડળ સામે આવીને ઊભું છે, તેનો તેમને ખ્યાલ જ નહોતો. તેમની વાતો જાણે કે તેમને સંભળાતી જ નહતી. તેમનું મન અને પાંચે ય ઈન્દ્રિયો પરમાત્મામાં લીન બની ગઈ હોવાથી બાહ્યજગત્ સાથેનો તેમનો બધો જ સંબંધ તુટી ગયો હતો.
વારંવાર મીઠા, મધૂરા વચનોથી બોલાવવા છતાં ય એ બે મહાત્માઓ બોલતા જ નથી. સંભળાય તો બોલે ને ? જવાબ ન મળવાથી મંત્રીઓનું ટેન્શન વધી ગયું. તેઓને સમજાતું નથી કે હવે કરવું શું ? છેવટે અન્ય કોઈ ઉપાય ન જણાતાં તેમણે બે દૂતને મહારાજા પાસે જવા રવાના કર્યાં.
અતિ તીવ્ર ઝડપે દૂતો મહારાજા પાસે પહોંચ્યા. જ્યારે મહારાજાએ આ બધી વાતો સાંભળી ત્યારે તેમનો પીત્તો ગયો. ક્રોધથી તેઓ ધમધમી ગયા. શરીર કાંપવા લાગ્યું. આંખમાં લાલાશ ઉભરાઈ. આકાશમાં મુક્કા ઉગામવા લાગ્યા. અને બોલ્યા.
‘‘એ લોકો સમજે છે શું ? હું હમણાં જ ત્યાં આવું છું. કુમારને તો બાંધીને પણ પરણાવવો પડશે. અને પેલા દુષ્ટ સિંહને તો હું છોડીશ નહિ. પથ્થરની તે જ શીલા ઉપર પછાડીને તેની ખોપરી ફાડી નાંખીશ. એ સમજે છે શું એના મનમાં ?’’
રાજાએ તરત જ સેના તૈયાર કરાવી. જંગલ તરફ તેઓ આગળ વધ્યા. જ્યારે તેઓ પેલા પર્વતની નજીક પહોંચ્યા ત્યારે દૂતોએ કહ્યું, ‘“રાજન્ ! આ જ પર્વતની પાછળની બાજુની તળેટીમાં શીલા ઉપર તેઓ બંને સૂતેલા છે.”
રાજાએ સેનાને ત્યાં જ મુકામ કરવાનો આદેશ કર્યો. ગુસ્સાથી લાલપીળો થયેલો તે રાજા ખુલ્લી તલવાર સાથે દૂતોએ બતાડેલાં રસ્તે આગળ વધ્યો. થોડે દૂર ગયા ત્યાં મંત્રીઓ એક વૃક્ષની છાયામાં બેઠેલાં હતા. રાજાને જોતાં જ તેઓ ઊભા થઈ ગયા. રાજાને પ્રણામ કર્યાં. અને મૌનપણે રાજાની પાછળ પાછળ ચાલવા લાગ્યા.
રાજાની આંખો સિંહશ્રેષ્ઠીને શોધી રહી હતી. પર્વતની દીશામાં તે જોઈ રહ્યો ૨૯ પર વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ ક