________________
હતો પણ તેને જે જોવા મળ્યું, તેનાથી તે આશ્ચર્યમાં પડી ગયો ! અરે આ શું? સ્વપ્નમાં પણ નહિ વિચારેલું દશ્ય તેની નજરે પડ્યું. તેનો ક્રોધ શાંત થઈ ગયો.
જે પથ્થરની શિલા ઉપર સિંહશ્રેષ્ઠી અને રાજકુમાર સૂતેલા હતા, તે શિલાની આસપાસ સિંહ, વાઘ, ચિત્તો વગેરે જંગલી પ્રાણીઓ વેર - ઝેરને ભૂલીને મસ્તીથી ફરતાં હતાં અને બંને મહાપુરુષોને વારંવાર પ્રણામ કરતાં હતાં.
રાજા વિચારમાં પડી ગયો. “અરે ! આ શું? કમાલ કહેવાય! આ બે મહાપુરુષો છે. તેમનો પ્રભાવ કેવો જોરદાર છે! જંગલી પશુઓ પણ તેમને પ્રણામ કરે છે, અને હું તેમને મારવાનો વિચાર કરું છું ! ધિક્કાર છે મને! આવા મહાપુરુષોનો મારાથી તિરસ્કાર ન કરાય. મારે તો તેમને ભક્તિથી જ બોલાવવા જોઈએ.”
તરત જ રાજાએ પોતાની તલવાર સાથેના દૂતના હાથમાં આપી દીધી. તે મહાપુરુષો તરફ તે રાજા ધીમે ધીમે આગળ વધ્યો. સિંહ - વાઘ વગેરે પશુઓએ આજુબાજુ ખસી જઈને રાજાને માર્ગ કરી આપ્યો.
રાજાએ પાસે જઈને તે બંને મહાપુરુષોને હાથ જોડીને પ્રણામ કર્યા. મધૂર શબ્દો વડે તેમના આ ભગીરથ કાર્યની સ્તવના કરી. ગુણગાન ગાયા. પણ એ મહાત્માઓ તો પરમાત્માના ધ્યાનમાં લીન હતા. તેમણે ન તો રાજાને જોયો કે ન તો તેમના શબ્દો સાંભળ્યા.
વારંવાર સ્તવના કરીને રાજાએ પછી તે જ જંગલમાં નિવાસ કર્યો. રોજ બંને મહાપુરુષોના દર્શન કરે છે. વારંવાર વંદના કરે છે. અને પોતાના પાપો બદલ ધ્રુસકે ધ્રુસકે રડે છે.
એ રીતે એક મહિનો પસાર થઈ ગયો. ૩૦ દિવસના ઉપવાસ તે બંનેને થઈ ગયા. અને.. નવું આશ્ચર્ય થયું. આકાશમાં અજવાળાં પથરાયાં દેવલોકમાંથી દેવો નીચે દોડી આવ્યા. આકાશમાં ફૂલોનો વરસાદ વરસ્યો. દેવ - દેવીઓએ એ જંગલને નંદનવન જેવું બનાવી દીધું. ગીત – ગાન તથા નૃત્યથી વાતાવરણને ભરી દીધું. બંને મહાત્માઓની ખૂબ સ્તવના કરી કારણકે આજે આ બંને મહાત્માઓ ચાર ઘાતી અને ચાર અઘાતી મળીને આઠ ય કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન તથા વીતરાગ દશા પામ્યા હતા. નિર્વાણ પામીને મોક્ષે સિધાવ્યા હતા.
રાજા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. તેનાથી ન રહેવાયું. તે ઊભો થઈને સિંહમુનિના ચરણો પાસે ગયો. તેમના ચરણોમાં મસ્તક મૂકીને જોર જોરથી રૂદન કરવા લાગ્યો અને બોલ્યો. “હે મિત્ર! તારે તો પ્રતિજ્ઞા હતી ને કે સો યોજનથી વધારે દૂર નહિ જાઉં! તો
૩૦ વ્રત ધારીયે ગુરુ સાખ ભાગ - ૨ ,