________________
આત્મસાધના ચૂકીને તે બીજાના દોષો જોવા લાગી ગઈ. ના, માત્ર દોષો જોઈને અટકી નહિ પણ ચોરેને ચૌટે તે દોષો બોલવા લાગી, નિંદા કરવાનો તેને રસ પડ્યો. ઠેર ઠેર વિકથાઓ કરવા લાગી. ગામની ગમે તે વ્યક્તિની વાત લઈને વિકથા શરુ કરે. ધર્મ કરનારી સ્ત્રીઓને પણ એવી રસપૂર્વક વાતો કરે કે તેઓ પણ ધર્મ છોડીને તેની વાતો સાંભળવા બેસી જાય. ધીમે ધીમે સ્વાધ્યાયનું સ્થાન વિકથાએ લઈ લીધું. વિકથા કરનારી સ્ત્રી તરીકે તે પંકાઈ ગઈ.
ત્યાં આવ-જા કરતાં સાધુ – સાધ્વીજી ભગવંતોએ પણ તેને ટકોર કરતાં કહ્યું કે, “હે રોહિણી ! તારા જેવી ધર્મને સમજનારી સ્ત્રીએ વિકથા કરવી શોભતી નથી. તારા જેવી તત્ત્વજ્ઞાની સ્ત્રી જો પારકી પંચાત અને નિંદા-વિકથામાં પડશે તો બીજાઓનું તો શું થશે? કોઈની ઘસાતી વાત બોલવી સારી નથી. તેનાથી આપણને જ આલોક અને પરલોકમાં નુકશાન થાય છે !”
પણ આ વાત રોહિણીથી શી રીતે સહન થાય? તે છંછેડાઈ જતી. મનમાં થતું કે, “હુંતો ઉપાશ્રયની શોભા છું. કેટલો બધો ધર્મ કરું છું. બધાની કેવી કાળજી લઉં છું અને મહાત્માઓ મને ઠપકો આપે છે! મને ખોટી રીતે હલકી પાડે છે!” તે ક્રોધથી ધુંવાપુવા થતી. તેની વિકથાઓમાં કેટલીક ખુશામતખોરો સ્ત્રીઓ સૂર પૂરાવતી. તેથી તેને ચાનક ચડતી. વિકથાઓ કરવામાં તે ખૂબ જ પાવરધી બની ગઈ. ગુરુસેવા - પઠન - પાઠનસ્વાધ્યાય બધું છોડીને તે વિકથામાં તલ્લીન બની.
એકવાર રાજારાણીનો રસાલો ક્યાંક જતો હતો. રોહિણીની નજર પડી. વિકથા કર્યા વિના તે શી રીતે રહી શકે? તેણે રાણીના દોષો કહેવા માંડ્યા અને આક્ષેપો કરવા લાગી. રાણીની દાસીએ પોતાના કાનોકાન આ બધું સાંભળ્યું. રાજાને વાત કરી.
ક્રોધથી ધમધમતા રાજાએ રોહિણીના પિતાને બોલાવીને પૂછ્યું, “તમારી દીકરી રોહિણીએ રાજરાણીનું કુશીલ ક્યાં જોયું? અને કેવી રીતે જાણું? તેનો વ્યવસ્થિત જવાબ જોઈશે.”
શેઠે કહ્યું, “રાજન્ ! હું શું કરું? તે જ સમજાતું નથી. મારી દીકરીનો સ્વભાવ જ એવો દુષ્ટ થઈ ગયો છે કે તે ગમે તે વ્યક્તિના છતા - અછતા દોષો બોલીને નિંદા કરે છે. મેં ઘણા પ્રયત્નો તેને સુધારવા કર્યા, પણ શું કરું? કાંઈ પરિણામ જ આવતું નથી.”
આ સાંભળીને રાજાને ક્રોધ ચડ્યો. તેમણે આજ્ઞા કરી કે, “આ દુષ્ટ બાઈને હમણાં જ મારા નગરમાંથી તગેડી મૂકો.” દેશનિકાલની સજા પામેલી તે રોહિણીએ જંગલમાં ઘણા દુઃખો સહ્યા અને અંતે મૃત્યુ પામીને વ્યંતરનિકામાં અપરિગૃહિતાદેવી થઈ. પોતાની જીભનો તેને વિકથાઓ દ્વારા દુરુપયોગ કર્યો હતો માટે અનંતકાળ સુધી જ
૧૦૦ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ-૨