________________
જીભ વિનાની એકેન્દ્રિયાદિ અવસ્થામાં ભમી. અંતે તેનો જીવ ભુવનભાનુકેવલી થઈને મોક્ષે ગયો.
| વિકથાના આવા નુકશાનો જાણીને આપણે જીભ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. વૈરાગી બનીને ધર્મકથામાં લીન બનવું જોઈએ.
અનર્થદંડપ પ્રમાદાચરણો બીજા પણ ઘણા છે. તેમાંથી બચવા માટે જયાં ઘણા જીવજંતુઓ છે, તેવા તળાવ, જળાશય વગેરેમાં સ્નાન ન કરવું. ઘરમાં ગાળેલા, પરિમિત જળ વડે સ્નાન કરવું જોઈએ. બાથ, સ્વીમીંગ પુલ વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. રાત્રે સ્નાન ન કરાય. સ્નાન પછી તે પાણી નિર્જીવ ભૂમિમાં પરઠવવું જોઈએ, જેથી સંમૂચ્છિમ જીવો ન થાય.
ઘી, તેલ, દૂધ, દહીં, છાશ, પાણી, ભોજનના વાસણો ઢાંકીને રાખવા જોઈએ. ખુલ્લા વાસણમાં ઉડતા જીવો પડે તો મરી જાય. તેમના દ્વારા આવેલ જર્મ્સ ખાનારાને માંદા પાડે... સોડા - સાડુ વગેરેના ફીણને પણ ખુલ્લું ન રાખવું. માખી વગેરે પડે તો ચોંટીને મરી જાય.
ગૃહસ્થ સૂવાની જગ્યા ઉપર, ભોજન કરવાની જગ્યા ઉપર, રસોઈ કરવાની જગ્યા ઉપર તેમજ પાણીયારા ઉપર ચંદરવા બાંધવા જોઈએ. જો પ્રમાદના કારણે ચંદરવા ન બાંધે તો જીવો પડવાથી મોતને શરણ થાય. બીજા પણ અનેક દોષો લાગે. તેથી ચંદરવા બાંધવામાં પ્રમાદ ન કરવો.
પૂંજ્યા - પ્રમાર્યા વિનાના લાકડા, કોલસા, છાણા, ગેશ વાપરવા. ધાન્ય બરોબર સાફ ન કરવું. પાણી ન ગાળવું. માર્ગમાં ઉગેલા ઘાસ વગેરે ઉપર ચાલવું, પાંદડા - ફૂલ - ફળ વગેરે તોડવા, હાલતા-ચાલતા લીલોતરી ઉપર પગ મૂકવો. બારી - બારણા ખોલ – બંધ કરતાં પૂંજવા – પ્રમાર્જવા નહિ, અનુપયોગ દશામાં રહેવું, જયણા ન સાચવવી – વગેરે બધા પ્રમાદાચરણો અનર્થદંડપ છે.
જે વસ્તુઓ ઉપયોગમાં લેતાં નથી, તે ચીજના ત્યાગની પ્રતિજ્ઞા ન કરીએ તો આપણને તેનું પાપ લાગ્યા કરે છે. આ અવિરતિથી અનર્થદંડ ચાલ્યા કરે છે. સીનેમા - ટી. વી. જોવા- સરકસો - જાદુના ખેલો જોવા, તેની ચર્ચા કરવી, છાપા વાંચવા વગેરે પણ અનર્થદંડ છે.
આ વિશ્વમાં અનેક પદાર્થો છે. બધા પદાર્થોનો આપણે ઉપયોગ કરતાં નથી. કરવા માંગીએ તો પણ કરી શકીએ તેમ નથી. પરંતુ જો આપણે ઉપયોગમાં ન લેવાતી વસ્તુઓનો ત્યાગ કરવાનું પચ્ચકખાણ -નિયમ - બાધા ન લઈએ તો તેની અવિરતિનું પાપ આપણને પ્રત્યેક સમયે લાગ્યા કરે.
૧૦૧ વ્રત ધારીયે ગુરુ સાખ ભાગ-૨