________________
ત્રણ મહીના બહારગામ જઈએ તે સમય દરમિયાન પોતાના મકાનનો ઉપયોગ ન કરીએ તો પણ તેનું ભાડું કે મેઈન્ટેનન્સ ચાર્જ ભરવો પડે કે નહિ? નળનો ઉપયોગ ન કરીએ તો પણ તેનો ટેક્ષ ભરવો પડે કે નહિ? કેબલનો ઉપયોગ ન કરીએ તો પણ તેનું ભાડું ભરવું પડે કે નહિ? ઈલેક્ટ્રીસીટીનો ઉપયોગ ન કરીએ તો પણ મીટરનું મીનીમમ ભાડું ચૂકવવું પડે કે નહિ? ટેલીફોન ન વાપરીએ તો પણ તેનું મીનીમમ ભાડું ભરવું પડે કે નહિ? વેપાર ન કરીએ તો ય ભાગીદારે જે નુકશાન કર્યું હોય તેમાં ભાગ આપવો પડે કે નહિ? બસ, તે જ રીતે દુનિયાની જે ચીજોનો ઉપયોગ ન કરીએ તેનું ય પાપ આપણને લાગ્યા કરે.
હા! જો બહારગામ જતાં પહેલા મકાન તેના માલિકને સોંપી દીધું હોય, નળ, . કેબલ, ટેલીફોન ઈલેક્ટ્રીસીટી વગેરેના કનેક્શન કટઑફ કરાવ્યા હોય, ભાગીદારી છૂટી કરી દીધી હોય તો આપણે તે ટેક્ષ -ભાડું કે નુકશાન ભોગવવું ન પડે. તે જ રીતે જો આપણે હાથ જોડીને, બાધા લઈને, દુનિયાની જે જે વસ્તુઓનો ભોગવટો કરવાનું ત્યાગી દઈએ તેનું પાપ આપણને ન લાગે. પણ જેમ કનેક્શન કટ ઓફ ન કરનારે ચૂકવણી કરવી જ પડે તેમ બાધા ન લેનારને પાપ લાગ્યા જ કરે. આવા નાહકના બંધાતા પાપ અનર્થદંડ રુપ છે. તેનો ત્યાગ સમજુ માનવે કરવો જ રહ્યો. તે માટે તેણે બિનજરૂરી વસ્તુઓને ન વાપરવાની બાધા જલ્દીથી જલ્દી લઈ લેવી જોઈએ.
સીનેમા - ટી. વી. - સરકસ - નાટક વગેરે જોવા તે પણ અનર્થદંડ રુપ છે; કારણ કે જીવન જીવવા માટે આ બધું જોવું અનિવાર્ય નથી. આ બધું ન જોવા છતાં ય મસ્તીથી જીવન જીવી શકાય છે, તો પછી આ બધું જોવાનું શું પ્રયોજન? તેથી સમજુ માનવ પોતાનો કિંમતી સમય આ બધાની પાછળ કદી બરબાદ ન કરે.
વળી આ બધું જોવામાં ક્યારેક રાગ તો ક્યારેક દ્વેષ વધે છે. ક્યારેક સંબંધોમાં તિરાડ પણ પડે છે. થોડી વારના આનંદને મેળવવામાં લાંબા કાળનું મોટું નુકશાન વેઠવું પડે છે. તન, મન, જીવનને જે નુકશાન થાય તે તો જુદું.
જાદુના ખેલો જોવા, છાપા વાંચવા, ક્રિકેટ મેચ જોવી, તેની કોમેન્ટ્રી સાંભળવી, આ બધાની પરસ્પર ચર્ચા કરવી વગેરે બધું અનર્થદંડ છે. જુગાર રમવો, શિકાર કરવો, શરતો લગાડવી, લોટરીની ટીકીટો લેવી, સોગંદ ખાવી, તિનપત્તિ, રમી વગેરે વડે પૈસાની હાર - જીત કરવી વગેરે પણ અનર્થદંડ છે. આ બધાનું સેવન કરવું જરા ય જરુરી નથી. છતાં ય કરાય તો અનર્થદંડ ગણાય. અનર્થદંડોને જાણી લઈને પોતાની શક્તિ પ્રમાણે ત્યાગ કરવા ૫ અનર્થ દંડ વિરમણ વ્રત સ્વીકારવું જોઈએ.
તા ૧૦૨ વ્રત ધારીયે ગુરુ સાખ ભાગ - ૨