________________
(૧૦) હિમ - બરફઃ બરફમાં પાણીના અસંખ્યાતા જીવો હોય છે. બરફ તો માત્ર લાલસા પોષવા ખવાય છે. જીવન જીવવા માટે ઠંડાપીણા, આઈસ્ક્રીમ વગેરેની કોઈ જ આવશ્યકતા નથી. પુષ્કળ જીવોની હિંસા કરનાર બરફનો ત્યાગ કરવો જોઈએ. બરફ ગોળા, આઈસ્ક્રીમ, ઠંડા પીણા વગેરે બધાનો ત્યાગ કરવો.
(૧૧) કરા : વરસાદ વખતે ક્યારેક બરફના જે ટુકડાઓ પડે છે, તે કરા કહેવાય. તે પણ અપકાય જીવોના સમૂહ રૂપ હોવાથી ત્યાગવા.
જેમ બરફ અને કરા અસંખ્યાતા અપૂકાય જીવોના સમૂહ રૂપ હોવાથી અભક્ષ્ય છે, ન ખવાય તો કાચું પાણી પણ અસંખ્યતા અપૂકાય જીવોના સમૂહ રૂપ છે. તેથી તે પણ શી રીતે પીવાય? છતાં પાણી વિના જીવનનો નિર્વાહ થઈ શક્તો નથી. માટે તેને અભક્ષ્ય ગણેલ નથી. છતાં હિંસાથી બચવા તેમાં પણ વિવેક રાખવો જરૂરી છે.
જીવનનિર્વાહ માટે અનિવાર્ય હોય તેટલું જ પાણી વાપરવું જોઈએ. ઘીની જેમ વાપરવું જોઈએ. ગમે ત્યાં, ગમે તે રીતે, ગમે તેટલું પાણી ઢોળવું કે વેડફવું તે જરાય ઉચિત નથી. જ્યારે બરફ, કરા વગેરે તો જીવનનિર્વાહ માટે જરા ય જરૂરી નથી. તેથી તેમનો ઉપયોગ કરવાની જરા ય આવશ્યકતા નથી. તેથી તેમનો તો ત્યાગ જ કરી દેવો જોઈએ.
(૧૨) ઝેરઃ અફીણ, સોમલ, વચ્છનાગ વગેરે તમામ પ્રકારના ઝેર અભક્ષ્ય છે. ઔષધ કે મંત્ર વગેરેથી મારી નાખેલું ઝેર પણ લેવાય નહિ કારણકે તે પેટમાં જતાં જ અંદર રહેલા કૃમિ વગેરે અનેક જીવોનો નાશ કરે છે.
(૧૩) માટીઃ માટી દેડકાં વગેરે જીવોની યોનિ રૂપ છે. એટલે તે પેટમાં ગયા પછી દેડકા વગેરે જીવોની ઉત્પત્તિનું કારણ બને તો મરણ વગેરે મહાઅનર્થો થાય. ખડી, ગેરુ, હડતાલ વગેરે પણ એક પ્રકારની માટી છે. તેનો પણ ત્યાગ કરવો. તે વાપરવાથી આમવાત વગેરે રોગો થાય છે. ચુનો પણ ત્યાગવો. તે ખાવાથી આંતરડા સડે છે. કાચા મીઠામાં પણ અસંખ્યતા પૃથ્વીકાયના જીવો હોવાથી કાચું મીઠું ત્યાગવું. વાપરવું જ પડે તેમ હોય તો કાચું મીઠું ન વાપરવું પણ અચિત્ત (બલવણ) પાકું મીઠું વાપરવું.
કાચા મીઠાને પાકું (બલવણ) બનાવવા માટે અગ્નિ વગેરે બલિષ્ઠ શસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ, તે સિવાય તે અચિત્ત બનવું મુશ્કેલ છે. કારણકે તેમાં અસંખ્યાતા પૃથ્વીકાયજીવો એવા સૂક્ષ્મ હોય છે કે તેને ગમે તેટલું ખાંડવાથી, દળવાથી કે વાટવાથી પણ તે અચિત થતું નથી.
ભગવતી સૂત્રના ઓગણીસમા શતકના ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે, ક રી ફિ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ -