________________
અતિચાર ગણાય. ખાયણી અને પારો, ઘંટીના બે પડ, બેટરી અને સેલ, વગેરે ભેગા કરીને રાખવા નહિ, કારણ કે જો તે ભેગા રાખવામાં આવે તો ગમે ત્યારે, ગમે તે વ્યક્તિ તેનો ઉપયોગ કરી દે. કોઈ માંગે તો ના ન પાડી શકાય. તેથી અધિકરણ બનનારી વસ્તુઓના અવયવો કામ પૂર્ણ થતાં છૂટા પાડી દેવા જોઈએ.
મકાન બનાવતાં પહેલી ઈંટ પોતે ન મૂકે. પરગામ પ્રયાણની કે દુકાનાદિના આરંભની શરુઆત પોતે ન કરે. બીજાને પાપમાં પ્રવર્તાવવાની શરુઆત પોતે ન કરે. સીનેમાની ટીકીટો લાવીને બીજાને પ્રેરે નહિ. હોટલમાં બીજાને લઈ ન જાય. બીજાને પાપ કરવાની ઈચ્છા થાય તેવા વચનો ન બોલે. વગેરે.
(૨) ઉપભોગાતિરિક્તતાઃ ભોગ અને ઉપભોગની વસ્તુઓ આહાર, વસ્ત્ર, સ્નાનાદિ સામગ્રી વગેરે વધારે પ્રમાણમાં તૈયાર રાખવી તે અતિચાર છે.
(૩) મૌખર્ય = વાચાળતા. બહુ બોલબોલ કરવું તે. શું બોલવું? શું ન બોલવું? તેનો વિવેક ન રહેવાથી બહુ બોલનારથી પાપનો ઉપદેશ અપાઈ જાય છે.
(૪) કૌત્કચ્ય = કુચેષ્ટાઃ ભ્રમર, આંખ, નાક, હાથ - પગ, મુખ વગેરેના વિકારો વડે બીજાને હાસ્ય ઉત્પન્ન થાય તેવી કુચેષ્ટાઓ કરવી કે જેથી બીજો ઉપહાસ કરે અને પોતાની લઘુતા થાય તેવી ચેષ્ટા કરવી કે બોલવી.
(૫) કંદર્પ = કામદેવ. કામવાસના પોતાને કે બીજાને પેદા થાય તેવા વચનો બોલવા તે.
અનર્થદંડ ત્યાગ વ્રતના આ પાંચે અતિચારોમાંથી કોઈ પણ અતિચાર ન લાગે તેની કાળજી રાખવી.
પૂ.પં.શ્રી મેઘદર્શન વિજયજી મ.સાહેબના પુસ્તકો વાંચવા માટે ઉપયોગ કરો
jainelibrary.org પુસ્તક નં- 008953 to 008950
આ
વાત ૧૦૪ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨