________________
(૫) વિષ વાણિજ્ય : વિષ એટલે ઝેર. ઝેર કે ઝેરી પદાર્થોના ધંધા દ્વારા આજીવિકા ચલાવવી તે. જેનાથી બીજાનું કે પોતાનું મોત થઈ શકે તેવા તમામ પદાર્થોના ધંધાઓનો સમાવેશ વિષ વાણિજ્યમાં થાય છે.
સોમલ, અફીણ, પોટેશીયમ સાયનામાઈડ વગેરે ઝેર, તમાકુ, ગુટકા, પાનપરાગ, વગેરે નશીલી વસ્તુઓ તથા ડી. ડી. ટી. વગેરે જંતુ નાશક દવાઓના ધંધાઓ દ્વારા આજીવિકા ચલાવવી તે વિષ વાણિજ્ય. તોપ, બંદુક, તલવાર, ભાલા, બરછી, કોદાળી વગેરે શસ્ત્રોનો વેપાર પણ વિષવાણિજ્ય ગણાય.
આ પાંચે પ્રકારના વાણિજ્યોથી પુષ્કળ પાપકર્મો બંધાતા હોવાથી તેનો ત્યાગ કરવો જોઈએ.
(૧૧) યન્ત્રપીલન કર્મ : ઘાણી વગેરે યંત્રો ચલાવીને આજીવીકા કરવી તે. ઘાણી, શેરડીના રસનું યંત્ર, જ્યુસના સાધનો, પવનચક્કી વગેરે જે જે યંત્રોમાં કાંઈક પીલવું પડતું હોય તે યંત્રોના ધંધા વડે આજીવિકા ચલાવવી તે.
(૧૨) નિર્ણાંછન કર્મ : પશુ - પંખીઓના અંગો વીંધવા વડે આજીવિકા ચલાવવી તે. બળદ વગેરેના અંગો વીંધવા, ખસી કરવી, કાન વગેરે કાપવા તે નિર્ણાંછન કર્મ ગણાય. પશુ – પંખીને ઘણી પીડા થાય છે.
(૧૩) દવદાન કર્મ : આગ લગાડવાનું કાર્ય. ખેતરને, દુકાનને, ઘરને, જંગલને શોખથી, દુશ્મનીથી કે ધંધાકીય રીતે આગ લગાડવી. આ બધું દવદાનકર્મ
ગણાય.
(૧૪) જલશોષણ કર્મ : પાણી શોષવાનું કામ. કૂવા – તળાવ ખાલી કરવા, નદી વગેરેના પ્રવાહો બદલવા, વાવ ઉલેચી આપવી વગેરે.
(૧૫) અસતી પોષણ કર્મ : સ્રીઓ દ્વારા આજીવિકા ચલાવવી. નટીઓ નચાવવી. વેશ્યાઓ રાખવી. શિકારી પ્રાણીઓને ઉછેરવા - વેચવા. પોપટાદિને પાળીને લડાઈઓ કરાવવી. વગેરે...
આ પંદર પ્રકારના કર્માદાનોનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણકે આ કર્માદાનોમાં પુષ્કળ આરંભ - સમારંભ છે. છ જીવનિકાયોની હિંસા થાય છે. આજીવિકાનું અન્ય સાધન હોય તો આવા હિંસક કર્માદાનના ધંધાઓ કરવાની આવશ્યકતા શું ? બધી અનુકૂળતા હોવા છતાં ય જે વ્યક્તિ આવા હિંસક કર્માદાનના ધંધા ચાલુ રાખે તેને પાપના ભય ઓછો છે, અથવા તો નિષ્ઠુરતા પેદા થઈ છે, તેમ ન મનાય ? જ્યાં નિષ્ઠુરતા ત્યાં મિથ્યાત્વ ! આ વાત જાણ્યા પછી થોડી પણ નિષ્ઠુરતા ન આવી જાય તે માટે સતત પાપનો ભય રાખવો જરુરી છે. તે માટે આવા હિંસક ધંધાઓ
૭૨
વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨