________________
ત્યાગી દેવા જોઈએ.
શેરબજારનાં શેર લેનારા પોતે એમ માનતા હોય છે કે હું તો માત્ર શેર ખરીદું છું. ઈન્વેસ્ટમેન્ટ કરું છું. ડીવીડન્ડ મેળવું છું. મારો ધંધો તો ઘણો નિર્દોષ ગણાય ! પણ તેની આ માન્યતા ભ્રમભરેલી ન ગણાય ? શેરનો અર્થ છે ભાગ. જેણે શેર લીધા તે તે કંપનીમાં તેટલા હિસ્સાનો ભાગીદાર બની જ ગયો. તેથી તો તે કંપનીની આવક પ્રમાણે તેને ડીવીડન્ડ, બોનશ શેર કે રાઈટ શેર મળે છે. હવે તે કંપની જે કાંઈ આરંભ – સમારંભ કરે તે બધાનું પાપ તેને લાગ્યા જ કરે. મોટાભાગની શેર - કંપનીઓના ધંધાઓ અતિ – હિંસક હોય છે, તેથી કર્માદાનના ધંધાવાળી કંપનીઓના શેર લેતાં પહેલા ગંભીરતાથી વિચારી લેવાની જરુર છે.
સાતમા ભોગોપભોગ વિરમણ વ્રતનો મહિમા બતાડવી ધર્મરાજાની વાત શાસ્ત્રોના પાને કંડારાયેલી છે.
સાતમું ભોગોપભોગ – પરિમાણ વ્રત લીધા પછી નીચેનો કોઈ અતિચાર ન લાગી જાય તેની કાળજી લેવી પણ જરુરી છે. (૧) સચિત્ત (૨) સચિત્ત પ્રતિબદ્ધ (૩) મિશ્ર (૪) અભિષવ (૫) દુષ્પાહાર.
(૧) સચિત્ત : જીવયુક્ત વસ્તુ સચિત્ત ગણાય. સચિત્તનો ત્યાગ કર્યા પછી અનાભોગાદિથી વપરાઈ જાય ત્યારે અતિચાર લાગે. જાણી જોઈને વાપરે તો વ્રતનો ભંગ થાય.
(૨) સચિત્ત - પ્રતિબદ્ધ : સચિત્ત સાથે જોડાયેલું; સચિત્તવૃક્ષને વળગેલા ગુંદર વગેરે સચિત્ત પ્રતિબદ્ધ અચિત્ત કહેવાય. અચિત્ત થયેલાં – પાકી ગયેલા ફળોને સચિત્ત બીજથી દૂર કરનાર વ્રત સાપેક્ષ રહે છે, માટે તેને અતિચાર લાગે.
-
(૩) મિશ્ર : કાંઈક અંશે સચિત્ત અને કાંઈક અંશે અચિત્ત. (અડધું ઉકાળેલું પાણી) અડધું દળેલું મિશ્ર હોય છતાં તેને પૂર્ણ દળેલું માનીને અચિત્ત કલ્પીને વાપરે ત્યારે વ્રત સાપેક્ષ રહેવાથી આ અતિચાર લાગે.
(૪) અભિષવ : અનેક ચીજોને મેળવવાથી બનેલા આસવ વગેરે. અનાભોગાદિથી લેવામાં આવે તો અતિચાર. જાણી જોઈને વાપરે તો વ્રતભંગ થાય. (૫) દુષ્પાહાર : પૂરો નહિ રંધાયેલો આહાર. અડધો શેકાયેલો પોંક, અડદો રંધાયેલો તાંદલજો વગેરે દુષ્ય વસ્તુઓ શરીરના રોગોનું કારણ બને છે. જેટલા અંશમાં સચિત્ત હોય તેટલાં અંશમાં પરલોક પણ બગાડે છે. અનાભોગાદિથી ખવાતાં અતિચાર લાગે.
આ પાંચ અતિચારોમાંથી કોઈ પણ અતિચાર ન લાગે તેવો પ્રયત્ન કરવો. ૭૩ અર વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨