________________
એક, બે, ત્રણ સચિત્ત વાપરવાની છૂટ રાખીને બાકીના તમામ સચિત્ત પદાર્થોનો રોજ ત્યાગ કરવો જોઈએ.
કાચું પાણી, કાચું મીઠું, લીલા કાચા શાકભાજી, કેળા સિવાયના ફળો વગેરે સચિત્ત છે. ચૂલા ઉપર ચડી ગયા પછી શાકભાજી અચિત્ત થાય. પણ કાકડી - ટામેટા વગેરેનો સલાડ, ટીંડોળા કે કાકડી વગેરેનું કાચું – પાકું શાક વગેરે પૂર્ણ અચિત્ત ન હોવાથી સચિત્ત ત્યાગીને કહ્યું નહિ.
બને ત્યાં સુધી ભોજનમાં ઉપર મીઠું લેવું જ નહિ. છતાં ય લેવું પડે તો બલવણ (પાકું મીઠું) નાંખવું. કાચા શાકભાજી ન વાપરવા. ફુટ વગેરેમાં આસક્તિ વધારે થાય, માટે ત્યાગ કરી શકાય તો ઉત્તમ. પણ જો લેવા જ હોય તો અચિત્ત થયા પછી લેવા જોઈએ.
તેના બીજ વગેરે દૂર કર્યા પછી ૪૮ મિનિટ પછી તે ફળો અચિત્ત થયાનો વ્યવહાર છે. તેથી તે પહેલાં તેનો ત્યાગ કરવો જોઈએ. કેળા તો મોટી લૂમથી છૂટા પડતાંની સાથે અચિત્ત થાય, તેવો વ્યવહાર છે.
રોજ સવારે – સાંજે નિયમ ધારતી વખતે જ નક્કી કરવું કે આજે આટલાં, સચિત્તથી વધારે વાપરવા નહિ. અહીં એ ધ્યાનમાં રાખ્યું કે “આજે પાંચ સચિત્ત વાપરવા' એવો નિયમ ન ધરાય પણ આજે પાંચથી વધારે સચિત્ત વાપરવા નહિ. એવો નિયમ ધરાય. અહીં કેટલું વાપરવું? તે મહત્ત્વનું નથી, પણ કેટલાનો ત્યાગ કર્યો? તે મહત્ત્વનું છે. તેથી દરેક નિયમ ધારતી વખતે આટલા સિવાયનો ત્યાગ કરું છું, તેમ ધારવાનો ઉપયોગ રાખવો.
એક શેઠનો જન્મ થતાં જ, તે દેશમાં પડનારો બારવર્ષ દુકાળ દૂર થઈ ગયો. જ્યોતિષીઓની આગાહી ખોટી પડી. ગ્રહોના ચાર બદલાઈ ગયા. જયાં દુકાળના એંધાણ વર્તાતા હતા, ત્યાં બારે ખાંગ મૂશળધાર વરસાદ વરસ્યો. સમગ્ર પ્રજામાં આનંદ છવાઈ ગયો.
આ શેઠે પૂર્વભવમાં આરાધના કરીને એવું વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન કર્યું હતું કે જેના કારણે તેમને મળેલું સૌભાગ્ય અભૂત હતું. પૂર્વભવમાં તો તે પ્રવરદેવ નામનો ભિખારી હતો.
ઘેર ઘેર ભીખ માંગવા છતાં પૂરતું મળતું નહોતું. કડવા શબ્દો સાંભળવા પડતા હતા. ધક્કા ખાવા પડતા હતા. ક્યારેક કોઈની લાતો પણ સહવી પડતી હતી.
એકવાર રસ્તામાં કોઈ ગુરુમહારાજ મળ્યા. તેણે સુખી થવાનો રસ્તો પૂછ્યો. ગુરુદેવે જણાવ્યું, “જગતનો આ સનાતન નિયમ છે કે “પાપ કરવાથી દુઃખ મળે અને
ત ૬૦ = વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨