________________
(૧૧) પૌષધોપવાસ 9તા
જેનાથી ધર્મની પુષ્ટિ થાય તે પૌષધ કહેવાય. આઠમ - ચૌદશ વગેરે પર્વતિથિઓએ અવશ્ય પૌષધ કરવો જોઈએ. આ પૌષધવ્રત ચાર પ્રકારે છે. દરેકના બે - બે ભેદ છે.
(૧) આહાર પૌષધઃ રાત - દિવસ આહાર - પાણીનો સંપૂર્ણ ત્યાગ કરવો તે સર્વથી આહાર પૌષધ અને આયંબીલ કે એકાસણું કરવું તે દેશથી આહાર પૌષધ.
(૨) શરીર સત્કાર પૌષધ સ્નાન - માલિશ - શણગાર - સૌંદર્યસાધનો વગેરે શરીરને શણગારનારી - તમામ વસ્તુઓનો ત્યાગ કરવો તે સર્વથી અને શરીરને શણગારનારી અમુક સામગ્રીઓનો ત્યાગ કરવો તે દેશથી શરીર સત્કાર પૌષધ.
(૩) બ્રહ્મચર્ય પૌષધઃ આઠેય પ્રહર (દિવસ - રાત) નું બ્રહ્મચર્ય પાળવું તે સર્વથી અને માત્ર દિવસ કે રાત પૂરતું બ્રહ્મચર્ય પાળવું તે દેશથી બ્રહ્મચર્ય પૌષધ.
(૪) અવ્યાપાર પૌષધ : દિવસ - રાતના આઠે ય પ્રહર માટે સર્વ પ્રકારના સાંસારિક વ્યવહારો અને વ્યાપારોનો ત્યાગ કરવો તે સર્વથી અને અમુક વ્યાપાર નહિ કરું એમ ધારવું તે દેશથી અવ્યાપાર પૌષધ. - આ ચાર પ્રકારના પૌષધમાં હાલ આહારપૌષધ દેશથી અને સર્વથી. એમ બે પ્રકારે કરવામાં આવે છે. જ્યારે બાકીના ત્રણ પ્રકારના પૌષધો તો સર્વથી જ કરવાના છે, દેશથી નહિ. આ ચારે પ્રકારનો પૌષધ ઉપાશ્રય -ચૈત્યગ્રહ- પૌષધશાળા કે ઘરમાં કરવો. ગુરુજી હોય તો તેમની નિશ્રામાં જ કરવો. શરીર સત્કારનો નિષેધ હોવાથી સર્વ આભૂષણો દૂર કરવા. તથા સ્નાન કર્યા વિના જ પૌષધ કરવો. પૌષધમાં જ્ઞાનાભ્યાસ કરવો, પ્રવચન સાંભળવું, સારા પુસ્તકો વાંચવા, જાપ કરવો કે શુભ ધ્યાન કરવું. જો ઉપવાસ કરવાની અનુકૂળતા ન હોય તો આયંબીલ કે એકાસણું કરવું.
પૌષધના ૧૮ દોષોમાંથી એક પણ દોષ ન લાગે તેની કાળજી રાખવી. ઉદયનરાજા, સુદર્શન શેઠ, શંખ શ્રાવક, સાગરચંદ્ર વગેરેની જેમ ઉછળતાં ભાવપૂર્વક તથા ઉપસર્ગોને સહવાપૂર્વક પૌષધ કરવા જોઈએ.
ભરત ચક્રીના પુત્ર સૂર્યયશા પર્વતિથિએ પૌષધ કરવાનું કદી ચૂકતા નહિ. તેની ઈન્દ્ર મહારાજાએ કરેલી પ્રશંસા સહન ન થવાથી રંભા અને ઉર્વશી પરીક્ષા કરવા આ ધરતી ઉપર આવી. પરીક્ષામાં પૌષધવ્રતનું ખંડન ન થવા દેવા તેઓ મરવા તૈયાર થઈ ગયા. કેવું દઢ વ્રતપાલન !
પર્યુષણ - જ્ઞાનપંચમી - મૌન એકાદશી વગેરે વિશિષ્ટ પર્વોમાં તો અવશ્ય પૌષધ કરવા જોઈએ. દિવસ-રાત મળીને આઠ પ્રહરનો પૌષધ કરવાની અનુકૂળતા જ્યારે
૧૧૧ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૨