________________
પાણીથી ભરેલો કળશ આપીએ. ફરતો ફરતો તે હાથી જે ભાગ્યશાળી ઉપર કળશ કરે તે આપણો રાજા.
અને તે પ્રયોગ શરૂ થયો. પટ્ટહસ્તીને શણગારવામાં આવ્યો. તેની સૂંઢમાં કળશ મૂકવામાં આવ્યો. હાથી ડોલતો ડોલતો આગળ વધી રહ્યો છે. આગળ - પાછળ મંત્રીમંડળના સભ્યો ચાલી રહ્યા છે. બધા રાજમાર્ગો ઉપર ફરવા છતાં ય હાથી કોઈની ઉપર કળશથી અભિષેક કરવા તૈયાર નથી.
રાત્રી પૂર્ણ થવા આવી. ફરતો ફરતો હાથી પણ પૂર્વદિશાના દરવાજા પાસે આવ્યો. તે જ વખતે વિદ્યાપતિ અને શૃંગારસુંદરી પણ તે દરવાજા તરફ આવ્યા. તેમના તરફ નજર પડતાં જ હાથીએ તે બંને ઉપર ક્રમશઃ અભિષેક કરી દીધો. વિદ્યાપતિ કાંઈ વિચારે તે પહેલાં જ હાથીએ કળશ નીચે મૂકીને ક્રમશઃ તે બંનેને સૂંઢમાં લઈને પોતાની ઉપરની પાલખીમાં મૂકી દીધા.
‘‘મહારાજાધિરાજ વિદ્યાપતિનો જય હો – વિજય હો' શબ્દોથી મંત્રીઓએ જયનાદ કરીને કહ્યું, ‘‘હે શ્રેષ્ઠિવર્ય ! આ પટ્ટહસ્તિએ આપની ઉપર અભિષેક કરીને આપને આ નગરના રાજા તરીકે પસંદ કર્યા છે. અમે મંત્રીઓ છીએ. આજે આપને અમે આ નગરના મહારાજા તરીકે જાહેર કરીએ છીએ. આપ હવે રાજસભામાં પધારો.”
વિદ્યાપતિને સમજાતું નથી કે, ‘“આ શું બની રહ્યું છે ? અરે ! હું તો સંપત્તિનો ત્યાગ કરવા માંગું છું. તે માટે તો મેં સમગ્ર નગર છોડી દેવાનો પ્રયત્ન આદર્યો હતો. અને આ શું બની ગયું ? મારે હવે શું કરવું ? મારા વ્રતની રક્ષા પણ શી રીતે કરવી ?”
સેંકડો પ્રજાજનો, મંત્રીઓ વગેરેથી પરિવરેલો હાથી વિદ્યાપતિ વગેરેને લઈને, વાજતેગાજતે રાજસભા પાસે આવ્યો.
રાજસભા ભરાઈ. રાજ્યાભિષેકની જોરદાર તૈયારીઓ આદરાઈ. લોકોના મુખ પર આવા મહાન રાજા મળ્યાનો આનંદ ઉભરાતો હતો. પણ વિદ્યાપતિના મુખ પર જરાય આનંદ નહોતો. કોઈ ઉલ્લાસ નહોતો. તેને તો આ મોહની માયાજાળ લાગતી હતી. તેનું મન તો આ બધામાંથી મુક્તિ ઝંખતું હતું.
તેણે મંત્રીઓને કહ્યું, ‘‘હે મંત્રીશ્વરો ! તમારા બધાની ભાવના ઉત્તમ છે પણ હું રાજા બનવા માંગતો નથી. મારે મારું પરિગ્રહ પરિમાણવ્રત પાળવું છે. માટે મારી ઉપર રાજ્યાભિષેક ન કરો. રાજા બનાવવા અન્ય કોઈ વ્યક્તિની તપાસ આદરો.’ સામેથી મળતું રાજ્ય સ્વીકારવા કોણ તૈયાર ન થાય ? પણ અહીં તો જુદી ૧૩ મી વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨