Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
Catalog link: https://jainqq.org/explore/034007/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રુત - રત્ન - નિધિ ગ્રંથમાળા પુષ્પ - ૪ આવશ્યકનિયુક્તિ આદિ પંચવસ્તુક યતિદિનકૃત્ય -ન-મંજૂષા (સાર્થ) Page #2 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા અને આશીર્વાદ : સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા. રાજપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા. સંપાદક : મુનિ ભવ્યસુંદરવિજય પ્રકાશક : શ્રમણોપાસક પરિવાર A/301, હેરિટેજ હોલી એપાર્ટમેન્ટ, જવાહરલાલ નેહરુ રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ - ૪૦૦૦૮૦. કિશોરભાઈ Mo. 98691 48094 shraman.parivar@gmail.com આવૃત્તિ : પ્રથમ વર્ષ : વિ. સં. ૨૦૭૨ © શ્રમણપ્રધાન થે. મૂ. પૂ. (તપા.) જૈન સંઘ Page #3 -------------------------------------------------------------------------- ________________ ભવોદધિત્રાતા સંયમદાતા ગ્રહણ-આસેવનશિક્ષાપ્રદાતા ગુરુદેવ પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિજય ૨નસુંદરસૂરીશ્વરજી મ. સા.ના સંયમજીવનની સુવર્ણજયંતિ (૫૦ વર્ષ) પ્રસંગે તેઓશ્રીના પાવન ચરણકમલમાં સાદર સમર્પણ મુનિ ભવ્યસુંદરવિ.. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન મુંબઈ પ્રકાશક અમદાવાદ શ્રી બાબુલાલ સરેમલજી શાહ સિદ્ધાચલ' બંગલો, હીરા જૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ - 380005. ફોન. 079-2750 5720. (મો.) 94265 85904. સુરત શ્રી પરેશભાઈ કાંતિલાલ શાહ E-1/403, નીલકંઠ રેસિડેન્સી, ન્યુ ક્રોસ રોડ, અમરોલી, સુરત - 394107. ફોન. (મો.) 93235 59466. અન્ય સ્થળો (કુરિયરથી મંગાવવા માટે) ભાવેશભાઈ (મો.) 94288 32660 વિશાલભાઈ (મો.) 98985 08480 Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વાહ યનો વા દિ= ૨ ભ થઇ છે કા૨ને 2 ૩ખવું - ૨ કપ, Htm વિના જ ન થાને લે હમ રાખ, અ કથ, ૬૨અને જન્નત છ વિ) મને ધરા પર e 5 ૨૫ખવું ગ્ન કર્યા, ન , એ ન થા યે ૨વા હા હા વિના 4 થ = ઇન - 4 / ૨ાખવું, ધ અ ક હું રાખ છે, 1 1 ય, ન ન ૨-૧૩ ના ના ર થ માં છે જ્ઞા દયા થ દ =ન ૩ નો ન જમા સભા કઇ નદી છે, અર્શ વા ા માને એ છે ? હા દત૮ ૨સ છ કિ . હથે મુનિ ૩જ શ્રી ભવ્ય વિજય ૨જૂ કરી તો છે કે જેને જોતા હૈન - એ ને ના રો ) લે વાનું અને અા શ શ ત ર છે વા નું મન થયા વિના ન રહે . બ૦ જેટલા છે જેમાં ૫૦૦૦ જેટલા લોકો અને ગા વાઓ અને એ મ છે લ 1 લઇ ૩૦૦૦ ગાથાએ Page #6 -------------------------------------------------------------------------- ________________ पसं0- , ce ora सभ91 25बान) भोला l ceta 21nes सोना agो -1 २बामा सभा) 0 धोका '३) ०२२ -पास ल ४ .se माता हो. ४ 0 0g 11, सभी यो hegi sava 664 किमी RITEere मारेन। स्वाहिर २सया 1- २० ते 30ो या ine मन नुला ere Aweneral टोन /20वानो सा सो 1-40, काले २d शे. RATEene 1-1 माया) RA-40 18 11-42 micascera P4 SO Rela हे. साने - 12-0 S10) साल २२सार Page #7 -------------------------------------------------------------------------- ________________ ગાથા ગુંજન... વૈરાગ્યના ઉપદેશને. આચારના અનુષ્ઠાનોને. અધ્યાત્મના બોધને.. દ્રવ્યાનુયોગના પદાર્થોને. આત્મલક્ષી ભાવનાઓને. આત્માના વિકાસક્રમને... યોગ અને અધ્યાત્મના તત્ત્વોને. પ્રાકૃત ગાથાઓ કે સંસ્કૃત શ્લોકોમાં ગૂંથીને જ્ઞાની મહાપુરુષોએ અજબ-ગજબનો ઉપકાર કરી દીધો છે. અધ્યાત્મની ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલાએ મહાપુરુષોએ જે નિર્મળ અને દુર્લભ શુભ ભાવોનો સ્પર્શ કર્યો..વૈરાગ્યના જે સંવેદનો અનુભવ્યા.. આગમિક - શાસ્ત્રીય પદાર્થોને ગુરુ-પરંપરાથી ઝીલ્યા.. તે ભાવ સૌંદર્યને તેમણે સુંદર ગાથાઓમાં કે શ્લોકોમાં મઢી લીધું. આઠ-નવ ગાથાના કોઈ અષ્ટકથી માંડીને સેંકડો અને સહસ્ત્રાધિક શ્લોકોથી સમૃદ્ધ એવા વિરાટકાય અદ્ભુત ગ્રંથો આજે પણ ઉપલબ્ધ છે. ગાથાઓ કંઠસ્થ કરવાની પાવન પરંપરા છેક પ્રભુવીરના સમયથી આજ સુધી ચતુર્વિધ સંઘમાં ચાલી રહી છે. આમરાજા પ્રતિબોધક શ્રી બપ્પભટ્ટસૂરિ મ. સા. રોજની ૧ હજાર ગાથા કંઠસ્થ કરતા હતા. Page #8 -------------------------------------------------------------------------- ________________ સાંભળ્યું છે કે પૂ. આત્મારામજી મ. સા. રોજની ૩૦૦ ગાથા કંઠસ્થ કરતા હતા. પેથડમંત્રી રાજદરબારમાં જતા-આવતા પાલખીમાં બેસીને ઉપદેશમાળા ગ્રંથ કંઠસ્થ કરતા હતા. આજે પણ અનેક શ્રમણ-શ્રમણી ભગવંતો એવા છે કે જેમને ૫ હજાર કે ૧૦ હજારથી પણ વધુ ગાથાઓ કંઠસ્થ છે. શ્રાવક વર્ગમાં તો બે પ્રતિક્રમણ કે પંચ પ્રતિક્રમણથી આગળ ગોખવાનું ચલણ ઘણું ઓછું છે. શ્રમણ-શ્રમણી વર્ગમાં પણ ગાથાઓ કંઠસ્થ કરવાની પ્રવૃત્તિમાં ઓટ આવતી જાય છે અને કંઠસ્થ કર્યા પછી નિયમિત પુનરાવર્તન દ્વારા તેને ઉપસ્થિત રાખવાનું તો વધુ મંદ બન્યું છે. ગાથા કંઠસ્થ કરવાના અને ટકાવવાના લાભો અપરંપરા છે. તે છતાં તે બાબતની જે ઉપેક્ષા દેખાય છે તેના કારણો તપાસીએ તો એક મહત્ત્વનું કારણ તરત ઊડીને આંખે વળગે છે - તે છે... સૂત્ર ગ્રંથોના વિશાળ કદ. ઉપદેશમાળા ગ્રંથ વૈરાગ્યનો અદ્ભુત ગ્રંથ છે. પૂ. ગુરુદેવ શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ઉપદેશમાળા કંઠસ્થ કરવાની ખાસ પ્રેરણા કરતાં. પરંતુ તેની ૫૪૪ ગાથાનો આંકડો જોઈને જ હિંમત બહુ ઓછી થાય. તેથી સંપૂર્ણ ગ્રંથ ગોખવાનો જેમને ઉત્સાહ ન હોય તેમને ચૂંટેલી ગાથાઓ ગોખવા કહેતાં. જૈન સાહિત્યમાં સારોદ્ધારની પણ એક સુંદર પરંપરા જોવા મળે છે. સંક્ષેપરુચિવાળા જીવો વિશાળકાય ગ્રંથના અર્કને સારોદ્વાર દ્વારા પ્રાપ્ત કરીને પચાવી શકે. સારોદ્ધારની પરંપરાને નજર સામે રાખીને વિદ્વદ્વર્ય, Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રખર શાસ્ત્રાભ્યાસી અને અધ્યાપનકુશલ મુનિવર શ્રી ભવ્યસુંદરવિજય મ. સા.એ ગ્રંથો કંઠસ્થ કરવાની પ્રવૃત્તિ જોર પકડે તે ઉમદા ભાવનાથી વિશેષરૂપે કંઠસ્થ કરવા લાયક અનેક ગ્રંથોની ચૂંટેલી ગાથાઓ સંગ્રહિત કરી છે, જે પુસ્તિકારૂપે પ્રકાશિત થઈ રહી છે. તેમની પાસે પસંદગીનો વિવેક ખૂબ સારો છે. ચોટદાર અને વિશેષ ઉપયોગી ગાથાઓને તેમણે ચૂંટી કાઢી છે. તે માટે તેમણે કેવો ભવ્ય અને સુંદર પરિશ્રમ ઉઠાવ્યો હશે, તે સમજી શકાય છે. મને અત્યંત વિશ્વાસ છે કે તેમનો આ ભવ્ય-સુંદર પરિશ્રમ લેખે લાગશે. આ નાની-નમણી પુસ્તિકાઓના માધ્યમથી ચતુર્વિધ સંઘમાં ગાથાઓ કંઠસ્થ કરવાની પ્રવૃત્તિ ખૂબ વેગ પકડશે. હવે ચારેય બાજુ ગાથાઓના ઘોષ ગૂંજી ઉઠશે. મુનિશ્રીને હાર્દિક ધન્યવાદ. મુક્તિવલ્લભસૂરિ શ્રાવણ સુદ ૧, ૨૦૦૨ સાબરમતી. Page #10 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય જિનશાસનના શ્રુતજ્ઞાનરૂપી સાગરમાં અગણિત ગ્રંથરત્નો છે, જે વૈરાગ્યાદિ ભાવોથી ઝળકી રહ્યા છે.. પંચમ કાળના પ્રભાવે સ્મૃતિશક્તિ ઘટતી જવાને કારણે વર્તમાનકાલીન શ્રમણો આ ગ્રંથોને કંઠસ્થ કરી શકતા નથી કે કંઠસ્થ કર્યા પછી યાદ રાખી શકતા નથી, કારણ કે ગ્રંથો વિશાળ છે. આવા અભુત ગ્રંથોના અભુત ભાવોથી અલ્પ ક્ષયોપશમવાળા શ્રમણો સર્વથા વંચિત ન રહે તે માટે, આ ગ્રંથોની વિશિષ્ટ વૈરાગ્યાદિસભર ગાથાઓને પસંદ કરીને તેનું અર્થસહિત પ્રકાશન થઈ રહ્યું છે. પૂર્વકાલીન મહાપુરુષોએ પણ આવા પ્રયત્નો કર્યા જ છે. જેમ કે ઉપમિતિ સારોદ્ધાર (દેવેન્દ્રસૂરિજી), ઉપમિતિ સાર સમુચ્ચય (વર્ધમાનસૂરિજી), કુવલયમાલા સંક્ષેપ (રત્નપ્રભસૂરિજી), ત્રિષષ્ટિ સારોદ્ધાર (શુભંકરસૂરિજી), લઘુપ્રવચન સારોદ્ધાર (ચંદ્રષિ), સમરાદિત્ય સંક્ષેપ (પ્રદ્યુમ્નસૂરિજી), લઘુ ત્રિષષ્ટિ (મેઘવિજયજી), હૈમ લઘુ પ્રક્રિયા (મહો. વિનયવિજયજી) વગેરે... જેમ સંક્ષિપ્ત તે ગ્રંથોથી મૂળ વિસ્તૃત ગ્રંથોનું મહત્ત્વ ઘટ્યું નથી કે લોપ થયો નથી; તેમ આ સંક્ષિપ્ત પ્રકાશનથી મૂળ ગ્રંથોના લોપ થવાની કે મહત્ત્વ ઘટવાની સંભાવના રહેતી નથી. જોકે વિશિષ્ટ ક્ષયોપશમવાળા શ્રમણ ભગવંતો તો સંપૂર્ણ મૂળ ગ્રંથો ભણે જ, તેવી મારી ખાસ ભલામણ છે.. ગાથાઓની પસંદગીમાં વૈરાગ્યાદિ-જનનશક્તિ ઉપરાંત વિવિધતા, ગોખવાની સરળતા, અર્થની સુબોધતા વગેરે નજરમાં રાખ્યા છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ મૂળગ્રંથગત ક્રમને પ્રધાન ન કરતાં, સરખા વિષયવાળી ગાથાઓ એકસાથે આવે તે રીતે ક્રમ લીધો છે. મૂળ ગ્રંથનો ગાથાક્રમ, દરેક ગાથાની પૂર્વે લખેલો છે. ગાથાના અંતે ક્રમિક ક્રમ આપેલો છે. ગોખવાની સરળતા તથા સુબોધતા માટે ક્યાંક સંધિનો વિગ્રહ કર્યો છે. સંપૂર્ણ ગ્રંથ કંઠસ્થ નહીં કરી શકનારા શ્રમણ શ્રમણી ભગવંતો આ ગ્રંથોને કંઠસ્થ કરે, રાખે, તેના અર્થ સહિત પરાવર્તન દ્વારા આત્માને વૈરાગ્યાદિ ભાવોથી ભાવિત કરીને શીધ્ર મુક્તિગામી બને એ જ આ પ્રકાશનનો ઉદ્દેશ્ય છે.. સંપાદન-અર્થસંકલનમાં કોઈ ક્ષતિ રહી હોય તો જણાવવા બહુશ્રુત ગીતાર્થોને વિનંતી છે. ગ્રંથમાં જિનાજ્ઞા વિરુદ્ધ / ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ કાંઈપણ પ્રતિપાદન થયું હોય તો મિચ્છા મિ દુક્કડમ્. | ભવ્યસુંદરવિ. વિ. સં. ૨૦૭૨, શ્રા. સુ. ૧૦, મહાવીરનગર, હિંમતનગર. Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રુત - રત્ન - નિધિ ગ્રંથમાળા પુષ્પ ગ્રંથો ૧. | વૈરાગ્યશતકાદિ, કુલકો ભાગ-૧, કુલકો ભાગ-૨ ૨. | ઉપદેશમાળા, પુષ્પમાળા, ભવભાવના ૩. | પ્રકરણાદિ, પ્રવચન સારોદ્ધાર, પિંડવિશુદ્ધિ આવશ્યકનિર્યુક્તિઆદિ, પંચવસ્તુક, યતિદિનકૃત્ય ૫. | સંબોધ પ્રકરણ, સંબોધસિત્તરિ-પંચસૂત્ર શાંત સુધારસ, પ્રશમરતિ, અધ્યાત્મકલ્પદ્રુમ જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મ ઉપનિષદ્ આદિ ષોડશક આદિ, યોગબિંદુ આદિ, દ્વાન્નિશ દ્વાáિશિકા વીતરાગ સ્તોત્ર, સ્તુતિસંગ્રહ યોગશાસ્ત્ર, યોગસાર આદિ, યતિલક્ષણસમુચ્ચય આદિ Page #13 -------------------------------------------------------------------------- ________________ ઋણ સ્વીકારી મૂળ ગ્રંથોના કર્તા - જ્ઞાની પૂર્વ મહર્ષિઓ આશીર્વાદ - પ્રેરણા - પ્રોત્સાહન - માર્ગદર્શન આપનારા સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા. ભવોદધિતારક ગુરુદેવ પ. પૂ. આ. ભ. શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા. તાર્કિક શિરોમણિ પ. પૂ. આ. ભ. શ્રી વિજય જયસુંદરસૂરીશ્વરજી મ. સા. સુંદર પ્રસ્તાવના દ્વારા પ્રકાશનને અલંકૃત કરનાર શાસન પ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિજય મુક્તિવલ્લભસૂરીશ્વરજી મ. સા. ગાથાઓની પસંદગી અને સંપાદનકાર્યમાં સહાય કરનાર પ. પૂ. મુનિ શ્રી મૃદુસુંદરવિ. મ. સા. પ. પૂ. મુનિ શ્રી નિર્મળસુંદરવિ. મ. સા. ૫. ઝીણવટપૂર્વક અર્થનું સંશોધન અને પ્રૂફરીડિંગ કરનારા દીક્ષાદાનેશ્વરીપ. પૂ. આ. ભ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.ના પ્રશિષ્યો પૂ. મુ. શ્રી ત્રિભુવનરત્નવિ. મ. સા. પૂ. મુ. શ્રી હિતાર્થરત્નવિ. મ. સા. જે પ્રકાશનોમાંથી મૂળપાઠ અને ક્યાંક અર્થો પણ લીધા છે, તે પ્રકાશકો અને તેના સંપાદકો આ બધાની કૃપા પ્રેરણા - સહાયતાના ફળસ્વરૂપે આ કાર્ય સંભવિત બન્યું છે, તે સહુનો હું અત્યંત ઋણી છું. મુ. ભવ્યસુંદરવિ. Page #14 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ ગ્રંથમાળાના પ્રકાશનનો લાભ ૧. શ્રી મહેસાણા ઉપનગર જૈન સંઘ, મહેસાણા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન મંદિર, માલવીયનગર, જયપુર. શ્રી જવાહરનગર જે. મૂ. પૂ. જૈન સંઘ, ગોરેગામ (વેસ્ટ), મુંબઈ. ૫. ૬. ૭. શ્રી દહાણુકરવાડી મહાવીરનગર થે. મૂ. પૂ. જૈન સંઘ, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ. શ્રી શાંતિનગર . મૂ. પૂ. જૈન સંઘ, મીરા રોડ, જિ. થાણા. શ્રી નવજીવન જે. મૂ. જૈન સંઘ, નવજીવન સોસાયટી, મુંબઈ. શ્રી મુલુંડ શ્વે. મૂ.પૂ. જૈન સંઘ, ઝવેર રોડની શ્રાવિકા બહેનો, મુલુંડ (વેસ્ટ), મુંબઈ. એ જ્ઞાનનિધિમાંથી લીધો છે. તેમની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. - પ્રકાશક 'આ ગ્રંથનું પ્રકાશન જ્ઞાનદ્રવ્યમાંથી થયું હોવાથી ગૃહસ્થ રૂા. ૩૦ / જ્ઞાનખાતે ચૂકવ્યા વિના માલિકી કરવી નહીં.. Page #15 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ આદિ ભૂત-ત્ન-મૂંજૂષા (સાર્થ) : આધારગ્રંથકર્તા : ભદ્રબાહુસ્વામી મહારાજા આદિ સ્થવિર ભગવંતો Page #16 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ : આવશ્યકનિયુક્તિ આદિ સૂક્ત - રત્ન - મંજૂષા (સાથે) આધારગ્રંથ : આવશ્યકનિયુક્તિ, ઓઘનિર્યુક્તિ, ઉત્તરાધ્યયન સૂત્ર આધારગ્રંથકર્તા : ભદ્રબાહુસ્વામી મહારાજા આદિ સ્થવિર ભગવંતો અર્થસંકલન : પૂ. મુ. શ્રી ભવ્યસુંદરવિ. મ. સા. અર્થસંશોધન : દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.ના પ્રશિષ્ય... ૫. પૂ. મુ. શ્રી ત્રિભુવનરત્નવિ. મ. સા. ભાષા : પ્રાકૃત, ગુજરાતી વિષય : છ આવશ્યક, સાધ્વાચાર Page #17 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ • श्रीभद्रबाहुस्वामिविरचिता आवश्यकनिर्युक्तिः . મંગળ ~~~~ ९०९ संसाराडवीए, मिच्छत्तऽन्नाणमोहिअपहाए । ૧ जेहिं कयं देसिअत्तं, ते अरिहंते पणिवयामि ॥ १ ॥ મિથ્યાત્વ અને અજ્ઞાનથી ભ્રમિત થયેલ માર્ગવાળી સંસારાટવીમાં જેમણે માર્ગ બતાવ્યો તે અરિહંતોને નમસ્કાર કરું છું. १००२ निव्वाणसाहए जोए, जम्हा साहंति साहुणो । समा य सव्वभूएसु, तम्हा ते भावसाहुणो ॥२॥ સાધુઓ મોક્ષસાધક યોગોને સાધનારા હોવાથી અને સર્વ જીવો પર સમભાવવાળા હોવાથી ભાવસાધુ છે. १००५ असहाइ सहायत्तं, करंति मे संजमं करिंतस्स । QUળ ારોળ, નમામિડ્યું સવ્વસાહૂનું રૂા સંયમમાં પ્રયત્ન કરનાર અસહાય એવા મને સહાય કરે છે, તેથી સર્વ સાધુઓને હું વંદન કરું છું. ९२ अत्थं भासइ अरहा, सुत्तं गंथंति गणहरा निउणं । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तइ ॥४॥ અરિહંતો અર્થને કહે છે, ગણધરો શાસનના હિત માટે સુંદર સૂત્રની રચના કરે છે, તેમનાથી સૂત્ર પ્રવર્તે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત - રત્ન - મંજૂષા १०३ णाणं पयासगं सोहगो, तवो संजमो य गत्तिकरो। तिण्हं पि समाजोगे, मोक्खो जिणसासणे भणिओ ॥५॥ જ્ઞાન પ્રકાશક છે. તપ શોધક - શુદ્ધ કરનાર છે. સંયમ ગુપ્તિકર-નવા કર્મને અટકાવનાર છે. જિનશાસનમાં ત્રણેના योगमां-एमां भोक्ष यो छ. ९३ सामाइयमाइयं सुयनाणं, जाव बिंदुसाराओ । तस्स वि सारो चरणं, सारो चरणस्स निव्वाणं ॥६॥ સામાયિકથી શરૂ કરીને બિંદુસાર (ચૌદમું પૂર્વ) સુધી શ્રુતજ્ઞાન છે. તેનો સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર મોક્ષ ९७ संसारसागराओ उब्बुडो, मा पुणो निबुड्डिज्जा । चरणगुणविप्पहीणो, बुड्डइ सुबहुं पि जाणतो ॥७॥ સંસારસાગરમાંથી બહાર આવ્યો છે, હવે પાછો ડૂબીશ નહીં. ઘણાં જ્ઞાનવાળો પણ ચારિત્રથી રહિત હોય તો ડૂબી જાય ११४६ जाणतो वि तरिउं, काइयजोगं न जुंजइ नईए । सो वुज्झइ सोएणं, एवं नाणी चरणहीणो ॥८॥ Page #19 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ તરવાનું આવડતું હોય પણ નદીમાં શરીર ન હલાવે તો પ્રવાહથી ડૂબી જાય; તેમ ચારિત્રરહિત જ્ઞાની, સંસારમાં ડૂબે. १२० अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च । ण हुभे वीससियव्वं, थेवं पि हु तं बहुं होई ॥९॥ દેવું, ઘા(રોગ), અગ્નિ કે કષાય થોડા હોય તો પણ વિશ્વાસ ન કરવો. થોડામાંથી તે ઘણાં થઈ જાય છે. – સામાયિક – ८६७ तो समणो जइ सुमणो, भावेण य जइ ण होइ पावमणो । सयणे य जणे य समो, समो य माणावमाणेसु ॥१०॥ જે શુભ ધ્યાનવાળો છે, ભાવથી પાપમાં મનવાળો નથી, સ્વજન અને સામાન્ય જનમાં કે માન-અપમાનમાં સમાન ચિત્તવાળો છે, તે જ શ્રમણ છે. ८६८ णत्थि य सि कोइ वेसो, पिओ व सव्वेसु चेव जीवेसु । एएण होइ समणो, एसो अण्णो वि पज्जाओ ॥११॥ સર્વ જીવોમાં તેને કોઈ પ્રિય કે અપ્રિય ન હોય, એટલે શ્રમણ બને. આવો અન્ય પણ પર્યાય(=અથ) છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિઆદિ સૂક્ત- રત્ન - મંજૂષા ८६६ वंदिज्जमाणा न समुक्कसंति, हीलिज्जमाणा न समुज्जलंति । दंतेण चित्तेण चरंति धीरा, मुणी समुग्घाइयरागदोसा ॥१२॥ વંદન કરવાથી અભિમાન ન કરે, અપમાન કરવાથી ગુસ્સે ન થાય, રાગ-દ્વેષનો નાશ કરી ચૂકેલ ધીર મુનિઓ સંયમિત थित वियरे छ. -वहन - ११०६ समणं वंदिज्ज मेहावी, संजयं सुसमाहियं । पंचसमिय-तिगुत्तं, असंजम-दुगुंछगं ॥१३॥ મર્યાદાવંત, સંયત, સુસમાહિત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળા, અસંયમની અરુચિવાળા સાધુને વંદન કરવું. ११९४ किइकम्मं च पसंसा, संविग्गजणंमि निज्जरठ्ठाए । जे जे विरईठाणा, ते ते उववूहिया होंति ॥१४॥ સંવિગ્નોને વંદન અને તેમની પ્રશંસા નિર્જરા માટે થાય છે, કારણકે તેનાથી તેમના વિરતિસ્થાનોની પ્રશંસા થાય છે. ११३१ लिंगं जिणपण्णत्तं, एवं नमंतस्स निज्जरा विउला । जइ वि गुणविप्पहीणं, वंदइ अज्झप्पसोहीए ॥१५॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિ તેમ, પ્રભુએ કહેલા વેશને જોઈને નમનારને વિપુલ નિર્જરા થાય છે. જો ગુણહીનને પણ વિશુદ્ધ ભાવથી (આજ્ઞાનુસારે) વંદન કરે. (તો પણ વિપુલ નિર્જરા થાય છે.) ११२५ अपुव्वं दट्टू, अब्भुट्ठाणं तु होइ कायव्वं । ૫ साहुंमि दिट्ठपुव्वे, जहारिहं जस्स जं जोग्गं ॥१६॥ નવા (અપરિચિત) સાધુને જોતાં જ અભ્યુત્થાન કરવું. પરિચિત સાધુને જોઈને જેને જે યોગ્ય હોય તે કરવું. (સંયમીને વંદન કરવા, અસંયમીને નહીં.) ११२६ मुक्कधुरासंपागडसेवी - चरणकरणपब्भट्ठे । लिंगावसेसमित्ते, जं कीरइ तं पुणो वोच्छं ॥१७॥ સંયમને તજી દેનાર, પ્રગટપણે અનાચાર સેવનાર, ચરણ-કરણથી ભ્રષ્ટ, માત્ર વેશધારીને વિશે જે કરાય, તે કહું છું... ११२७ वायाइ नमोक्कारो, हत्थुस्सेहो य सीसनमणं च । संपुच्छणऽच्छणं, छोभवंदणं वंदणं वा वि ॥१८॥ (જરૂર મુજબ ક્રમશઃ) વચનથી નમસ્કાર, હાથ જોડવા, માથું નમાવવું, ખબર પૂછવા, પાસે બેસવું, થોભવંદન અને વિધિવત્ વંદન... ११२८ परियायपरिसपुरिसे, खित्तं कालं च आगमं नच्चा । कारणजाए जाए, जहारिहं जस्स जं जुग्गं ॥१९॥ Page #22 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન - મંજૂષા - પર્યાય, સભા, વ્યક્તિ, ક્ષેત્ર, કાળ, આગમ જાણીને, કારણવિશેષ ઉત્પન્ન થયું હોય તો જેને જે યોગ્ય હોય તે કરવું. ११२९ एताई अकुव्वंतो, जहारिहं अरिहदेसिए मग्गे । न भवइ पवयणभत्ती, अभत्तिमंतादओ दोसा ॥२०॥ અરિહંતે કહેલા માર્ગમાં યથાયોગ્ય આ બધું ન કરે તો શાસનની ભક્તિ થતી નથી અને તેને અભક્તિ વગેરે દોષો લાગે છે. ११८९ जे जत्थ जया जइया, ऽबहुस्सुया चरणकरणपब्भट्ठा। जं ते समायरंती, आलंबण मंदसड्डाण ॥२१॥ ચરણ-કરણ રહિત અબહુશ્રુતો જ્યાં, જ્યારે, જે આચરે છે, તેનું નબળી શ્રદ્ધાવાળા જીવો આલંબન લે છે. ११९० जे जत्थ जया जइया, बहुस्सुया चरणकरणसंपन्ना । जं ते समायरंती, आलंबण तिव्वसड्डाणं ॥२२॥ ચરણ-કરણ યુક્ત બહુશ્રુતો જ્યાં, જ્યારે જે આચરે છે, તેનું તીવ્ર શ્રદ્ધાવાળા જીવો આલંબન લે છે. १२६८ थोवाहारो थोवभणिओ य, जो होइ थोवनिदो य। थोवोवहिउवगरणो, तस्स ह देवा वि पणामंति ॥२३॥ Page #23 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ અલ્પ આહાર કરનાર, અલ્પ બોલનાર, અલ્પ નિદ્રાવાળા અને અલ્પ ઉપધિ-ઉપકરણવાળા(સાધુ)ને દેવો પણ નમસ્કાર કરે છે. - પ્રતિક્રમણ - १२४४ आलोवणमालुंचन, वियडीकरणं च भावसोही य । आलोइयंमि आराहणा, अणालोइए भयणा ॥२४॥ અવલોકન (નિરીક્ષણ), આલુંચન (દોષ ઓળખવા), વિકટીકરણ (નાના-મોટાનું વિભાગીકરણ), ભાવશુદ્ધિ (નિવેદનપ્રાયશ્ચિત્ત) (આ ક્રમ છે.) આલોચન કરે તો આરાધના, અન્યથા ભજના. – કાઉસ્સગ્ગ – १५३४ पायसमा ऊसासा, कालपमाणेण हुंति नायव्वा । एयं कालपमाणं, उस्सग्गे णं तु नायव्वं ॥२५॥ કાલપ્રમાણથી એક પાદ જેટલો ઉચ્છવાસ જાણવો. આ કાયોત્સર્ગમાં કાળનું માપ જાણવું. १५४८ वासीचंदणकप्पो, जो मरणे जीविए य समसण्णो । देहे य अपडिबद्धो, काउस्सग्गो हवइ तस्स ॥२६॥ જે કરવતથી છોલનારને પણ સુગંધ આપનાર ચંદન જેવો, જીવન-મરણમાં સમભાવવાળો, શરીર પર રાગ વિનાનો છે, તેને સાચો કાઉસ્સગ્ન હોય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત - રત્ન - મંજૂષા १५५१ काउस्सग्गे जह सुट्ठियस्स, भज्जंति अंगमंगाई । इय भिदंति सुविहिया, अट्ठविहं कम्मसंघायं ॥२७॥ જેમ કાઉસ્સગ્નમાં રહેલાનું શરીર તૂટે છે, તેમ સુવિહિત સાધુઓ આઠ કર્મોનો પણ નાશ કરે છે. ~ श्रीभद्रबाहुस्वामिविरचिता ओघनियुक्तिः - भा.५ चत्तारि उ अणुओगा, चरणे धम्मगणिआणुओगे य । दवियणुओगे य तहा, अहक्कम ते महिड्डीया ॥२८॥ ચાર અનુયોગ છે. ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ. અનુક્રમે તે વધુ વધુ મહાન છે. भा.६ सविसयबलवत्तं पुण, जुज्जड़ तहवि अ महिड्डिअं चरणं । चारित्तरक्खणट्ठा, जेणिअरे तिन्नि अणुओगा ॥२९॥ દરેક અનુયોગ પોતાના વિષયમાં બળવાનું છે. છતાં ચરણકરણાનુયોગ વધુ મહાનું છે; કારણ કે બાકીના ત્રણે અનુયોગ ચારિત્રની રક્ષા માટે જ છે. भा.७ चरणपडिवत्तिहेउं, धम्मकहा कालदिक्खमाईआ । दविए दंसणसुद्धी, सणसुद्धस्स चरणं तु ॥३०॥ Page #25 -------------------------------------------------------------------------- ________________ ઓઘનિર્યુક્તિ ચારિત્રના સ્વીકાર માટે ધર્મકથા અને દીક્ષાદિના મુહૂર્ત (ગણિતાનુયોગ) છે. દ્રવ્યાનુયોગથી સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય અને શુદ્ધ સમ્યગ્દર્શનવાળાને જ ચારિત્ર હોય. (તેથી ચરણકરણાનુયોગ બળવાનું છે.) नि.४७ सव्वत्थ संजमं संजमाउ, अप्पाणमेव रक्खिज्जा । मुच्चइ अइवायाओ पुणो, विसोही न याविरई ॥३१॥ સર્વત્ર સંયમની રક્ષા કરવી; સંયમ કરતાં પણ આત્માની રક્ષા કરવી. કારણકે જીવ બચે તો શુદ્ધિ (પ્રાયશ્ચિત્ત) કરીને હિંસા (સંયમવિરાધના)ના પાપથી મુક્ત થઈ શકાશે અને તેમાં અવિરતિ આવી જતી નથી. नि.४८ संजमहेउं देहो धरिज्जइ, सो कओ अ तदभावे ? । संजमफाइनिमित्तं तु, देहपरिपालणा इट्ठा ॥३२॥ સંયમ માટે જ શરીરનું રક્ષણ કરાય છે. શરીર વિના સંયમ શી રીતે હોય? સંયમની શુદ્ધિ વૃદ્ધિ માટે શરીરની કાળજી ઇચ્છનીય છે. – ઉપકરણ – नि.७४२ जं जुज्जइ उवगारे, तं सि होइ उवगरणं । अतिरेगं अहिगरणं, अजतो अजयं परिहरंतो ॥३३॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિઆદિ સૂક્ત - રત્ન - મંજૂષા જે ઉપકારમાં ઉપયોગી બને તે ઉપકરણ થાય. યતનારહિત જીવ બીજું વધારાનું યતના વિના જે કંઈ લે/રાખે તે અધિકરણ થાય. ૧૦ नि.७४३ उग्गमउप्पायणासुद्धं, एसणादोसवज्जियं । उवहिं धारए भिक्खू, पगासपडिलेहणं ॥३४॥ ઉદ્ગમ, ઉત્પાદના અને એષણાદોષ રહિત, બધાની સામે ડિલેહણ થઈ શકે તેવી (બહુ મૂલ્યવાળી નહીં) જ ઉપધિ સાધુ રાખે. नि.७४७ अज्झत्थविसोहीए, उवगरणं बाहिरं परिहरंतो । अप्परिग्गही त्ति भणिओ, जिणेहिं तेलुक्कदंसीहिं ॥ ३५ ॥ પરિણામ શુદ્ધ હોય તો બાહ્ય ઉપકરણનો પરિગ્રહ કરનારને પણ ત્રિલોકદર્શી જિનેશ્વરોએ અપરિગ્રહી કહ્યો છે. અહિંસા नि.७४८ अज्झप्पविसोहीए, जीवनिकाएहिं संथडे लोए । देसियमहिंसगत्तं, जिणेहिं तेलोक्कदंसीहिं ॥३६॥ ત્રિલોકદર્શી જિનેશ્વરોએ જીવોથી ખચોખચ ભરેલા લોકમાં પરિણામની શુદ્ધિથી જ અહિંસકપણું કહ્યું છે. नि. ७४९ उच्चालियंमि पाए, ईरियासमियस्स संकमट्ठाए । वावज्जेज्ज कुलिंगी, मरिज्ज तं जोगमासज्ज ॥३७॥ - Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઓઘનિર્યુક્તિ ઈર્યાસમિતિનંત જીવે ચાલવા માટે પગ ઉપાડ્યા પછી તે યોગના કારણે કોઈ જીવ મરે... नि.७५० न य तस्स तन्निमित्तो, बंधो सुहुमो वि देसिओ समए । अणवज्जो उपओगेण, सव्वभावेण सो जम्हा ॥३८॥ તો પણ તેને તેના કારણે સૂક્ષ્મ પણ કર્મબંધ કહ્યો નથી, કારણકે તે મન-વચન-કાયાથી સર્વ રીતે નિષ્પાપ છે. नि.७५१ नाणी कम्मस्स खयट्टमुट्ठिओऽणुट्ठिओ य हिंसाए । जयइ असढं अहिंसत्थं, उठ्ठिओ अवहओ सो उ॥३९॥ જે જ્ઞાની કર્મક્ષય માટે તત્પર છે, હિંસા માટે તત્પર નથી, કર્મક્ષય માટે અશઠપણે પ્રયત્ન કરે છે, અહિંસામાં તત્પર છે, તે અહિંસક જ છે. नि.७५२ तस्स असंचेअयओ, संचेययतो य जाइं सत्ताई । जोगं पप्प विणस्संति, नत्थि हिंसाफलं तस्स ॥४०॥ તેનાથી જાણતા કે અજાણતાં, યોગને કારણે જે જીવો મરે, તેની હિંસાનું પાપ તેને લાગતું નથી. नि.७५३ जो य पमत्तो पुरिसो, तस्स य जोगं पडुच्च जे सत्ता । वावज्जंते नियमा, तेसिं सो हिंसओ होइ ॥४१॥ જે પુરુષ પ્રમાદ કરે છે, તેના યોગને કારણે જે જીવો મરે છે, તેનો તે અવશ્યપણે હિંસક છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિઆદિ સૂક્ત - રત્ન - મંજૂષા नि.७५४ जे वि न वावज्जंति, नियमा तेसिंपि हिंसओ सो उ । सावज्जो उपओगेण, सव्वभावओ सो जम्हा ॥४२॥ ૧૨ જે જીવો મરતા નથી, તેનો પણ તે અવશ્ય હિંસક છે, કારણકે તે (પ્રમાદ કરતો હોવાથી) મન-વચન-કાયાથી પાપ કરી રહ્યો છે. नि.७५५ आया चेव अहिंसा, आया हिंस त्ति निच्छओ एसो । जो होइ अप्पमत्तो, अहिंसओ हिंसओ इयरो ॥४३॥ નિશ્ચયનયથી આત્મા જ અહિંસા છે, આત્મા જ હિંસા છે. જે અપ્રમત્ત છે, તે અહિંસક છે. જે પ્રમત્ત છે, તે હિંસક છે. नि.७६० जा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स ॥४४॥ શાસ્ત્રવિધિના જ્ઞાની, શુદ્ધ પરિણામથી યુક્ત અને યતનાવંતને જે વિરાધના થાય તેનું ફળ પણ નિર્જરા જ છે. नि.६१ वज्जेमित्ति परिणओ, संपत्तीए विमुच्चई वेरा । अवहंतो वि न मुच्चइ, किलिट्टभावो त्ति वा जस्स ॥ ४५ ॥ હિંસાને છોડવાના પરિણામવાળો, હિંસા થાય તો પણ કર્મથી બંધાતો નથી. જેનો પરિણામ ક્લિષ્ટ-હિંસક છે, તે હિંસા ન કરે તો પણ કર્મ બંધાય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ઓઘનિર્યુક્તિ ૧૩ વૈયાવચ્ચ नि.५३९ वेयावच्चे अब्भुट्ठियस्स, सद्धाए काउकामस्स । लाभो चेव तवस्सिस्स, अद्दीणमणसस्स ॥४६॥ - વૈયાવચ્ચ કરવા તૈયાર થયેલા, શ્રદ્ધાપૂર્વક કરવા ઇચ્છતા, (વૈયાવચ્ચ માટે યોગ્ય સામગ્રી ન મળવાથી) ઇચ્છિતનો લાભ ન થાય તો પણ દીન ન થનારા સાધુને તો લાભ જ છે. नि. ५३६ लाभेण जोजयंतो, जइणो लाभंतराइयं हणइ । कुणमाणो य समाहिं, सव्वसमाहिं लहइ साहू ॥४७॥ બીજા સાધુને લાભ કરાવનાર, પોતાના લાભાંતરાયને ખપાવે છે. બીજાને સમાધિ આપનાર સાધુ, પોતે સર્વ પ્રકારની સમાધિ (અથવા મોક્ષ) મેળવે છે. नि.६११ सुत्तत्थथिरीकरण, विणओ गुरुपूया सेहबहुमाणो । दाणवतिसद्धवुड्डी, बुद्धिबलवद्धणं चेव ॥४८॥ સૂત્ર અને અર્થનું સ્થિરીકરણ, વિનય, ગુરુની ભક્તિ, નૂતન દીક્ષિતને (ગુરુ પર) બહુમાન ઉત્પન્ન કરવું, દાન કરનારને શ્રદ્ધા વૃદ્ધિ, ગુરુના બુદ્ધિ-બળની વૃદ્ધિ... नि.६१२ एएहिं कारणेहि उ, केइ सहुस्स वि वयंति अणुकंपा । गुरुअणुकंपाए पुण, गच्छे तित्थे य अणुकंपा ॥४९॥ Page #30 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિઆદિ સૂક્ત- રત્ન - મંજૂષા કેટલાક આ બધા કારણોથી સમર્થ ગુરુની પણ ભક્તિ કરવાનું કહે છે. ગુરુની ભક્તિથી ગચ્છ અને શાસનની પણ ભક્તિ થાય છે. भा.१२७आयरियअणुकंपाए, गच्छो अणुकंपिओ महाभागो। गच्छाणुकंपाए, अव्वोच्छित्ती कया तित्थे ॥५०॥ આચાર્યની ભક્તિથી મહાન્ એવા ગચ્છની ભક્તિ થાય છે. ગચ્છની ભક્તિથી શાસનનો અવિચ્છેદ કરેલો થાય છે. नि.२१६ तिण्णि दिणे पाहुन्नं, सव्वेसिं असइ बालवुड्डाणं । जे तरुणा सग्गामे, वत्थव्वा बाहिं हिंडंति ॥५१॥ બધા પ્રાથૂર્ણકની ત્રણ દિવસ ભક્તિ કરવી. બધાની ન થઈ શકે તો બાળ-વૃદ્ધની કરવી. ત્યારે યુવાન પ્રાથૂર્ણકો તે ગામમાં ગોચરી જાય, પહેલેથી ત્યાં રહેલા સાધુઓ ગામબહાર ગોચરી જાય. મા.૪૮ નફુ તા પાસથોસUU कुसीलनिण्हवगाणंपि देसिअं करणं । चरणकरणालसाणं, सब्भावपरंमुहाणं च ॥५२॥ જો ચારિત્રપાલનમાં શિથિલ, શુભ ભાવથી રહિત એવા પાર્થસ્થ, અવસ, કુશીલ અને નિતવનું પણ (વેશધારી હોવાથી શાસનહીલના ન થાય તે માટે) વૈયાવચ્ચ કરવાનું કહ્યું છે.. Page #31 -------------------------------------------------------------------------- ________________ ઓઘનિર્યુક્તિ ૧૫ भा.४९ किं पुण जयणाकरणुज्जयाण दंतिदियाणं गुत्ताणं । संविग्गविहारीणं, सव्वपयत्तेण कायव्वं ॥५३॥ તો પછી યતના કરવામાં ઉદ્યત, ઇન્દ્રિયને દમનારા, ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા સંવિગ્ન વિહારીની વૈયાવચ્ચ તો પૂરા પ્રયત્નથી કરવી જ જોઈએ. भा.४७ तित्थगरवयणकरणे, आयरियाणं कयं पए होइ । कुज्जा गिलाणस्स उ, पढमालिअ जाव बहिगमणं ॥५४॥ તીર્થકરની આજ્ઞાનું પાલન કરવામાં આચાર્યની આજ્ઞાનું પાલન પહેલેથી જ થઈ જાય છે. એટલે (આચાર્યની આજ્ઞાથી કરેલા વિહારમાં પણ) ગ્લાનની પ્રથમાલિકા લાવવી વગેરે સર્વ સેવા ત્યાં સુધી કરવી, કે જ્યાં સુધી ગ્લાન જાતે બહાર જઈ શકતા થાય. - વિહાર – नि.१२० चक्के थूभे पडिमा, जम्मण निक्खमण नाण निव्वाणे। संखडि विहार आहार, उवहि तह दंसणट्ठाए ॥५५॥ ચક્ર, સૂપ, પ્રતિમા, જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન-નિર્વાણ કલ્યાણકની ભૂમિ, સંખડી, પરિભ્રમણ, સારા આહાર, ઉપધિ કે સુંદર સ્થળોના દર્શન માટે.. Page #32 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન - મંજૂષા नि.१२१ एते अकारणा संजयस्स, असमत्ततदुभयस्स भवे । ते चेव कारणा पुण, गीयत्थविहारिणो भणिआ ॥५६॥ આ બધા સૂત્ર-અર્થથી અસંપૂર્ણ સાધુને વિહારના અકારણો છે. અને તે જ, ગીતાર્થ સાધુને માટે કારણો છે. नि.१७३ समणाणं सउणाणं, भमरकुलाणं च गोउलाणं च । अनियाओ वसहीओ, सारइआणं च मेहाणं ॥५७॥ સાધુઓ, પક્ષીઓ, ભમરાના સમૂહો, ગોકુળ અને શરદ ઋતુના મેઘની વસતિ (રહેઠાણ) અનિયત - સતત બદલાતી હોય नि.१९८ मुत्तनिरोहे चक्खू, वच्चनिरोहे य जीवियं चयइ । उड्ढनिरोहे कोढे, गेलन्नं वा भवे तिसु वि ॥५८॥ મૂત્રને અટકાવી રાખવામાં આંખને નુકસાન થાય, મળને અટકાવી રાખવામાં પ્રાણ જાય. ઊર્ધ્વવાયુ અટકાવી રાખવામાં કોઢ થાય. અથવા ત્રણેમાં ગ્લાનિ-બિમારી આવે. नि.२२८ मज्जारमूसगाइ य, वारए नवि अ जाणुघट्टणया । दो हत्थे य अबाहा, नियमा साहुस्स साहूओ ॥५९॥ (સૂતી વખતે) ઉંદર-બિલાડાને અટકાવે. (તે માટે પાતરા નજીક રાખીને સૂવે.) પગ અડે નહીં, તે માટે થોડા દૂર (૨૦ અંગુલ) રાખે. સાધુનું સાધુથી અંતર બે હાથનું રાખવું. Page #33 -------------------------------------------------------------------------- ________________ ઓઘનિર્યુક્તિ नि. २२९ भुत्ताभुत्तसमुत्था, भंडणदोसा य वज्जिया होंति । सीसंतेण व कुड्डुं तु, हत्थं मोत्तूण ठायंति ॥६०॥ તેમ કરવાથી ભુક્તભોગીને સ્મરણાદિથી, અભુક્તભોગીને કુતૂહલથી થતાં દોષોથી, અને ઝઘડાથી બચાય. દીવાલથી માથું એક હાથ દૂર રાખે. ૧૭ नि. २७३ पडिलेहणं करेंतो, मिहो कहं कुणइ जणवयकहं वा । देइ व पच्चक्खाणं, वाएइ सयं पडिच्छइ वा ॥ ६१॥ પડિલેહણ કરતાં પરસ્પર વાત કરે, જનપદકથા (દેશકથા) उरे, पय्यम्मारा खाये, पाठ खाये दे ले.... नि. २७४ पुढविआउक्काए, तेऊवाऊवणस्सइतसाणं । पडिलेहणापमत्तो, छण्हं पि विराहओ होइ ॥ ६२॥ આ રીતે, ડિલેહણામાં પ્રમાદ કરનાર સાધુ પૃથ્વી, અપ્લાય, તેઉ, વાઉ, વનસ્પતિ અને ત્રસ એ છએ કાયનો વિરાધક थाय. नि. २७७ जोगो जोगो जिणसासणंमि, दुक्खक्खया पउंजंतो । अण्णोण्णमबाहाए, असवत्तो होइ कायव्वो ॥६३॥ જિનશાસનમાં કર્મક્ષય માટે કરાતો પ્રત્યેક યોગ એકબીજાની હાનિ ન થાય તે રીતે અવિરૂદ્ધપણે કરવાનો છે. नि. २७८ जोगे जोगे जिणसासणंमि, दुक्खक्खया पउंजंते । एक्किक्कंमि अणंता, वट्टंता केवली जाया ॥६४॥ Page #34 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત - રત્ન - મંજૂષા જિનશાસનમાં કર્મક્ષય માટે આરાધાતા પ્રત્યેક યોગમાં રહેલા અનંતા જીવો કેવળજ્ઞાન પામ્યા છે. नि.२८० सेसेसु अवटुंतो, पडिलेहंतो वि देसमाराहे । जइ पुण सव्वाराहणं, इच्छसि तो णं निसामेहि ॥६५॥ પડિલેહણ કરનાર પણ બીજા યોગોને ન આરાધે તો દેશઆરાધના જ છે. જો સર્વ-આરાધનાને ઇચ્છે છે - તો સાંભળ... नि.२८१ पंचिंदिएहिं गुत्तो, मणमाइतिविहकरणमाउत्तो । तवनियमसंजमंमि अ, जुत्तो आराहओ होइ ॥६६॥ પાંચ ઇન્દ્રિયથી સંયમિત, મન વગેરે ત્રણેથી ઉપયુક્ત, તપ-નિયમ અને સંયમમાં ઉદ્યમશીલ સાધુ જ સર્વ-આરાધક થાય नि.३२३ अव्वोच्छिन्ना तसा पाणा, पडिलेहा न सुज्झई । तम्हा हट्ठपहहस्स, अवटुंभो न कप्पई ॥६७॥ (દીવાલ પર) ત્રસ જીવો નિરંતર હોય છે. પડિલેહણ શુદ્ધ થતું નથી. એટલે હૃષ્ટપુષ્ટ સાધુને ટેકો લેવો કલ્પતો નથી. नि.३४९ उउबद्धधुवण बाउस, बंभविणासो अठाणठवणं च । संपाइमवाउवहो, पलवण आतोपघातो य ॥१८॥ Page #35 -------------------------------------------------------------------------- ________________ ઓઘનિર્યુક્તિ શેષકાળમાં કાપ કાઢવાથી બકુશપણું, બ્રહ્મચર્યનો નાશ, અસ્થાને સ્થાપના (લોકો અબ્રહ્મચારી માને), સંપાતિમ જીવોની વિરાધના, કપડાં સૂકવવાથી વાયુની વિરાધના, પાણીના રેલાથી જીવવિરાધના, હાથમાં ચીરા વગેરેથી આત્મવિરાધના થાય. नि.३५० अइभारचुडणपणए, सीयलपाउरण अजीरगेलन्ने । ओभावणकायवहो, वासासु अधोवणे दोसा ॥६९॥ વર્ષાઋતુ આવે ત્યારે કાપ ન કાઢવામાં આ દોષો છે : ઘણું વજન થાય, ફાટી જાય, નિગોદ થાય, ઠંડા કપડાં પહેરવાથી અજીર્ણ-બિમારી થાય, લોકો નિંદા કરે, વરસાદમાં ભીના થાય તો અપ્લાયની વિરાધના થાય. नि.५४८ जह अब्भंगणलेवा, सगडक्खवणाण जुत्तिओ होति । इय संजमभरवहणट्टयाए, साहूण आहारो ॥७०॥ જેમ ગાડાના પૈડાને તેલ પૂરવું કે ઘાને લેપ કરવો - યુક્તિથી જરૂર પૂરતાં જ થાય છે - ઓછાં કે વધુ નહીં, તેમ સંયમભારને વહન કરવા જરૂરી એટલો જ આહાર સાધુએ લેવો. नि.५५५ अतरंतबालवुड्डा, सेहाएसा गुरु असहुवग्गो । साहारणोग्गहा, ऽलद्धिकारणा मंडलि होइ ॥७१॥ ગ્લાન, બાળ, વૃદ્ધ, નૂતન દીક્ષિત, પ્રાથૂર્ણક, આચાર્ય, અસહિષ્ણુ - આ બધાને ઉપકાર કરવા માટે અને લબ્ધિ વિનાના માટે માંડલી છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિઆદિ સૂક્ત - રત્ન - મંજૂષા नि.५६३ चित्तं बालाईणं गहाय, आपुच्छिऊण आयरियं । जमलजणणीसरिच्छो, निवेसई मंडलीथेरो ॥७२॥ ૨૦ બાળ વગેરે સાધુઓની ઇચ્છા જાણીને, આચાર્યને પૂછીને, જોડિયા બાળકોની માતા જેવા (બધા પર સમાન વાત્સલ્યવાળા) સ્થવિર સાધુ માંડલીમાં (ગોચરી વહેંચવા) આવે. नि.५८० हियाहारा मियाहारा, अप्पाहारा य जे नरा । न ते विज्जा तिगिच्छंति, अप्पाणं ते तिगिच्छगा ॥७३॥ જે માણસો હિતકર (પથ્ય), માપસર અને અલ્પ આહાર કરનારા છે, તેમની વૈદ્યો દવા કરતા નથી, તેઓ પોતે જ પોતાના ચિકિત્સક છે. (તેમને દવાની જરૂર પડતી નથી.). भा. २९५ उग्गमदोसाइजढं, अहवा बीअं जहा जहिं गहिअं । इइ एसो गहणविहि, असुद्धपच्छायणे अविही ॥७४॥ ઉદ્ગમાદિ દોષોથી રહિત વહોરવું અથવા જે (પાતરામાં) જ્યાં વહોર્યું ત્યાં જ રાખવું, તે વહોરવામાં વિધિ છે. અશુદ્ધ વહોરવું, કે વહોરેલી એક વસ્તુને બીજી વસ્તુથી ઢાંકવી, તે અવિધિ છે. नि.४१३ एक्काणियस्स दोसा, इत्थी साणे तहेव पडिणीए । भिक्खविसोहि महव्वय, तम्हा सबितिज्जए गमणं ॥ ७५ ॥ Page #37 -------------------------------------------------------------------------- ________________ ઓઘનિર્યુક્તિ એકલપણામાં (ગોચરી વગેરે જવામાં) આ દોષો છે - સ્ત્રી, કૂતરા અને વિરોધીઓનો ઉપદ્રવ, ગોચરીમાં દોષ લાગવા, મહાવ્રતનો ભંગ.. તેથી બીજાની સાથે જ જવું. नि.४४३ छक्कायदयावंतो वि, संजओ दुल्लहं कुणइ बोहिं। आहारे नीहारे, दुगुंछिए पिंडगहणे य ॥७६॥ શકાય પર દયાવાળો સાધુ પણ જુગુપ્સિત રીતે આહારનીહાર કરે છે તેવી રીતે ગોચરી વહોરે, તો બોધિને દુર્લભ કરે. नि.४४४ जे जहिं दुगुंछिया खलु, पव्वावणवसहिभत्तपाणेसु । जिणवयणे पडिकुट्ठा, वज्जेयव्वा पयत्तेण ॥७७॥ જે લોકો જે ક્ષેત્રમાં જુગુણિત છે, તેનો દીક્ષા આપવામાં, વસતિ લેવામાં, આહાર-પાણી વહોરવામાં જિનવચનમાં પ્રતિષેધ છે, તેને પ્રયત્નપૂર્વક વર્જવાં. नि.४४७ पवयणमणपेहंतस्स, तस्स निद्धंधसस्स लुद्धस्स । बहुमोहस्स भगवया, संसारोऽणंतओ भणिओ ॥७॥ (જુગુપ્સિત આહારાદિ કરનાર સાધુ-) જિનવચનની ઉપેક્ષા કરનાર, નિર્ધ્વસપરિણામી, લુબ્ધ અને બહુ મોહવાળા છે; તેનો ભગવાને અનંતસંસાર કહ્યો છે. नि.५२८ भरहेरवयविदेहे, पन्नरस वि कम्मभूमिगा साहू । एक्कंमि हीलियंमि, सव्वे ते हीलिया होंति ॥७९॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન- મંજૂષા ભરત-ઐરાવત અને મહાવિદેહ એમ પંદર કર્મભૂમિમાં જે સાધુઓ છે, તેમાંના એકની પણ આશાતના કરવાથી બધાની આશાતના થાય છે. नि.५२९ भरहेरवयविदेहे, पन्नरस वि कम्मभूमिगा साहू । एक्कंमि पूइयंमी, सव्वे ते पूइया होंति ॥८०॥ ભરત-ઐરાવત અને મહાવિદેહ, એમ પંદર કર્મભૂમિમાં જેટલા પણ સાધુ છે, તેમાંના એકની પણ ભક્તિ કરવાથી બધાની ભક્તિ કરેલી થાય છે. नि.७९५ छत्तीसगुणसमन्नागएण, तेण वि अवस्स कायव्वा । परसक्खिया विसोही, सुहृवि ववहारकुसलेणं ॥८१॥ છત્રીસ ગુણથી યુક્ત, પ્રાયશ્ચિત્ત વ્યવહારમાં નિપુણ એવા આચાર્યએ પણ અવશ્ય બીજાની પાસે જ આલોચના કરવાની છે. – ૩ત્તરાધ્યયનસૂત્રમ્ – ३/१ चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतूणो । માળુસત્ત સુ સદ્ધા, સંગમંfમ ય વીરિયં દરા ચાર શ્રેષ્ઠ અંગો જીવને દુર્લભ છે : મનુષ્યપણું, જિનવાણીશ્રવણ, (તેમાં) શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ. Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસૂત્ર १०/१ दुमपत्तए पंडुरए जहा, निवडइ राइगणाण अच्चए । एवं मणुआणं जीवि, समयं गोयम ! मा पमायए ॥८३॥ પીળું પડેલું પાંદડું જેમ ખરી પડે છે, તેમ માણસનું જીવન પણ દિવસો જતાં ખૂટી પડે છે. હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ ન કર. ९/५८ सुवण्णरुप्पस्स उ पव्वया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अणंतिया ॥८४॥ સોના-રૂપાના કૈલાસપર્વત જેટલા અસંખ્ય ઢગલા કરો તો પણ લોભી માણસને તેનાથી સંતોષ નહીં થાય. કારણકે ઇચ્છા આકાશ જેટલી અનંત છે. ८/१७ जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्डइ । दोमासकयं कज्जं, कोडिए वि न निट्ठियं ॥८५॥ જેમ લાભ થાય, તેમ લોભ વધે. લાભથી લોભ વધે છે. બે માસા માગવા ગયો, પણ કરોડથી પણ સંતોષ ન थयो. Page #40 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન- મંજૂષા – વિનય –– १/४ जहा सूणी पूइकण्णी, निक्कसिज्जइ सव्वसो । एवं दुस्सीलपडिणीए, मुहरी निक्कसिज्जइ ॥८६॥ જેમ સડેલા કાનવાળી કૂતરીને બધા હડહડ કરીને કાઢી મૂકે છે, તેમ દુરાચારી-અવિનીત, વાચાળ શિષ્યને પણ કાઢી મૂકાય છે. १/२ आणानिद्देसकरे, गुरुणमुववायकारए । इंगियागारसंपन्ने, सो विणीए त्ति वुच्चइ ॥८७॥ જે ગુરુની આજ્ઞાનું પાલન કરે, ગુરુની નજીકમાં રહે, ગુરુના મુખના હાવભાવ પરથી જ ઇચ્છાને જાણે (અને તે મુજબ કરે), તેને વિનીત શિષ્ય કહેવાય. १/२१ आलवंते लवंते वा, न निसिज्जा कयाइ वि । चइऊण आसणं धीरो, जओ जत्तं पडिस्सुणे ॥८८॥ ગુરુ બોલાવે ત્યારે કદી બેસી ન રહેવું; આસન પરથી ઊભા થઈને ગુરુ જે કહે તે ધ્યાનથી સાંભળવું. १/२२ आसणगओ न पुच्छेज्जा, नेव सेज्जागओ कयाइ वि । आगम्मुक्कुडुओ संतो, पुच्छेज्जा पंजलीउडो ॥८९॥ આસન પર બેઠાં બેઠાં કે સંથારામાં સૂતાં સૂતાં કદી પૂછવું નહીં. નજીક જઈને ઉભડક બેસી, હાથ જોડીને પૂછવું. Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસૂત્ર ૫ १/१९ नेव पल्हत्थियं कुज्जा, पक्खपिंडं व संजए । पाए पसारिए वा वि, न चिढे गुरुणंतिए ॥१०॥ સાધુ ગુરુ સમક્ષ પગ પર પગ ચડાવીને કે બે હાથની વચ્ચે બે ઢીંચણ કરીને કે પગ લાંબા કરીને ન બેસે. १/१२ मा गलिअस्सेव कसं, वयणमिच्छे पुणो पुणो । कसं व दट्ठमाइन्ने, पावगं परिवज्जए ॥११॥ ગળિયો ઘોડો જેમ ચાબૂક વિના ન ચાલે, તેમ વારંવાર ગુરુને કહેવું પડે તેમ ન કરે. જેમ સુશિક્ષિત ઘોડો ચાબૂક જોઈને જ અસવારની ઇચ્છા પ્રમાણે કરે, તેમ ગુરુની ઇચ્છાથી જ પાપ છોડવા. १/३८ खड्डुगा मे चवेडा मे, अक्कोसा य वहा य मे । कल्लाणमणुसासंतं, पावदिहित्ति मन्नइ ॥१२॥ ગુરુ જ્યારે અનુશાસન કરે, ત્યારે પાપી શિષ્ય - “મને કઠોર વચનો કહ્યા, આક્રોશ કર્યો, લાફો માર્યો, માથું” એમ માને છે. १/३९ पुत्तो मे भाइ णाइ त्ति, साहू कल्लाण मन्नइ । पावदिट्ठी उ अप्पाणं, सासं दासं व मन्नइ ॥१३॥ સુસાધુ, “ગુરુ પોતાને પુત્ર-ભાઈ કે સ્વજનની જેમ માને છે', તેવું માને છે. પાપી શિષ્ય “પોતાને ગુરુ નોકર-દાસ માને છે', તેવું માને. Page #42 -------------------------------------------------------------------------- ________________ ડ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન- મંજૂષા २/२८ दुक्करं खलु भो णिच्चं, अणगारस्स भिक्खुणो । सव्वं से जाइयं होइ, नत्थि किंचि अजाइयं ॥९४॥ અણગાર એવા સાધુનો આ આચાર સદા દુષ્કર છે - તેની પાસે જે કંઈ છે, તે બધું બીજા પાસેથી માંગીને મેળવેલું જ હોય છે. માંગ્યા વિના લીધેલું કશું નથી હોતું. २/२४ अक्कोसेज्ज परो भिक्खं. न तेसिं पडिसंजले । सरिसो होइ बालाणं, तम्हा भिक्खू न संजले ॥१५॥ સાધુ પર કોઈ ગુસ્સે થાય - કઠોર વચન કહે તો પણ સાધુ સામે ગુસ્સો ન કરે. તેમ કરનાર તો અજ્ઞાની જેવો જ થાય; એટલે સાધુ ગુસ્સો ન કરે. ९/४० जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए । तस्सा वि संजमो सेओ, अदितस्स वि किंचणं ॥१६॥ જે દર મહિને એક હજાર માણસોને એક-એક હજાર ગાયનું દાન કરે, તેના કરતાં કંઈ દાન ન કરનારનું સંયમ વધુ સારું (પુણ્ય બંધાવનાર | નિર્જરા કરાવનાર) છે. १३/१७ बालाभिरामेसु दुहावहेसु, न तं सुहं कामगुणेसु रायं । विरत्तकामाण तवोधणाणं, जं भिक्खुणं सीलगुणे रयाणं ॥९७॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસૂત્ર હે રાજન્ ! બાળ જીવોને પ્રિય પણ દુઃખદાયક એવા ઇન્દ્રિયના વિષયોમાં તે સુખ નથી; જે વિષયથી વિરક્ત, તપસ્વી અને ચારિત્રમાં રત સાધુને હોય છે. ९/१४ सुहं वसामो जीवामो, जेसिं मो नत्थि किंचणं । मिहिलाए डज्झमाणीए, न मे डज्झइ किंचणं ॥९८॥ સુખે રહું છું અને જીવું છું. જેમાં મારું કાંઈ નથી, તે મિથિલા બળે, તો પણ મારું કંઈ બળતું નથી. ९/१५ चत्तपुत्तकलत्तस्स, निव्वावारस्स भिक्खुणो । पियं न विज्जइ किंचि, अप्पियं पिन विज्जइ ॥१९॥ પુત્ર-પત્નીનો ત્યાગ કરનાર, સર્વ પાપના ત્યાગી સાધુને કશું જ પ્રિય હોતું નથી, કશું અપ્રિય પણ હોતું નથી. २/३० परेसु गासमेसेज्जा, भोयणे परिनिट्ठिए । लद्धे पिंडे अलद्धे वा, नाणुतप्पेज्ज पंडिए ॥१००॥ લોકોના ભોજનનો સમય થતાં (રંધાઈ જતાં) બીજાની પાસે નિર્દોષ ગોચરીની ગવેષણા કરે. મળે તો ખુશ ન થાય, ન મળે તો પસ્તાવો ન કરે. २६/१८ पढमं पोरिसि सज्झायं, बितियं झाणं झियायइ । तइयाए निद्दमोक्खं तु, चउत्थी भुज्जो वि सज्झायं ॥१०१॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન - મંજૂષા રાત્રિના પહેલા પહોરે (સૂત્ર) સ્વાધ્યાય કરે. બીજામાં ધ્યાન (અર્થચિંતન) કરે. ત્રીજા પહોરે સૂએ અને ઊઠે; ચોથા પહોરમાં ફરી સ્વાધ્યાય કરે. २६/१२ पढमं पोरिसि सज्झायं, बितियं झाणे झियायइ । तइयाए भिक्खायरियं, पुणो चउत्थीए सज्झायं ॥१०२॥ દિવસના પહેલા પહોરે (સૂત્ર) સ્વાધ્યાય કરે. બીજા પહોરે ધ્યાન (અર્થચિંતન) કરે. ત્રીજામાં ગોચરી વહોરે - વાપરે, ફરી ચોથા પહોરે સ્વાધ્યાય કરે. ११/२६ गिर नहेहिं खणह, अयं दंतेहिं खायह । जायतेयं पाएहिं हणह, जे भिक्खुं अवमन्नह ॥१०३॥ જો સાધુની આશાતના કરો છો, તો પર્વતને નખથી ખોદવાનું, લોખંડને દાંતથી ચાવવાનું કે ભડભડતા અગ્નિને લાત મારવાનું કામ કરો છો. १७/३ जे केइ उ पव्वइए, निद्दासीले पकामसो । भोच्चा पेच्चा सुहं सुयइ, पावसमणे त्ति वुच्चइ ॥१०४॥ જે દીક્ષિત થયા પછી વારંવાર સૂવાના સ્વભાવવાળા છે, ખાઈ-પીને સુખેથી સૂઈ જાય છે, તે પાપશ્રમણ કહેવાય છે. १७/१५ दुद्धदहीविगइओ, आहारेइ अभिक्खणं । अरए य तवोक्कमे, पावसमणे त्ति वुच्चइ ॥१०५॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસૂત્ર ૨૯ જે દૂધ-દહીં વગેરે વિગઈ વારંવાર વાપરે, તપમાં અરુચિવાળો હોય, તે પાપભ્રમણ કહેવાય છે. ૨૦/૪૪ વિરં તુ પીયે નદ વેત્રફૂલું, हणेइ सत्थं जह कुग्गहीयं । एसेव धम्मो विसओववन्नो, हणेड वेयाल इवाविवन्नो ॥१०६॥ જેમ કાલકૂટ ઝેર પીવાથી કે ઊંધી રીતે પકડેલું શસ્ત્ર મારી નાખે છે, તેમ વિષયોમાં આસક્તિપૂર્વકનો દ્રવ્યસાધુધર્મ પણ નિરંકુશ વેતાલની જેમ નાશ કરનારો થાય છે. ९/३५ अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्जेण बज्झओ ? । अप्पाणमेव अप्पाणं, जइत्ता सुहमेहए ॥१०७॥ તારા આત્મા સાથે જ યુદ્ધ કર, બહારના સાથે યુદ્ધ કરવાથી શો ફાયદો? જાતે જ પોતાને જીતીને સુખી થા. ३/१२ सोही उज्जुयभूयस्स, धम्मो सुद्धस्स चिट्ठइ । निव्वाणं परमं जाइ, घयसित्ते व पावए ॥१०८॥ સરળ થનાર શુદ્ધ થાય છે અને શુદ્ધને જ ધર્મ હોય છે. ઘી હોમાયેલ અગ્નિની જેમ તેજસ્વી એવા તેનો જ મોક્ષ થાય Page #46 -------------------------------------------------------------------------- ________________ 5555 步步步步 $$ $ 听听 Page #47 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત-ન-મંજૂષા (સાર્થ) : આધારગ્રંથકર્તા : હરિભદ્રસૂરિ મહારાજા Page #48 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ : પંચવસ્તુક સૂક્ત - રત્ન - મંજૂષા (સાથે) આધારગ્રંથ : પંચવસ્તુક આધારગ્રંથકર્તાઃ હરિભદ્રસૂરિ મહારાજા અર્થસંકલન : પૂ. મુ. શ્રી ભવ્યસુંદરવિ. મ. સા. અર્થસંશોધન : દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.ના પ્રશિષ્ય.. પ. પૂ. મુ. શ્રી ત્રિભુવનરત્નવિ. મ. સા. ભાષા : પ્રાકૃત, ગુજરાતી વિષય : સાધ્વાચાર Page #49 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા 33 णमिऊण वद्धमाणं, सम्मं मणवयणकायजोगेहिं । संघ च पंचवत्थुगं, अहक्कम कित्तइस्सामि ॥१॥ મન-વચન-કાયાથી સમ્યક રીતે વર્ધમાનસ્વામીને અને સંઘને નમસ્કાર કરીને ક્રમશઃ પાંચ વસ્તુઓને કહું છું. - પ્રવ્રજ્યા - पुढवाइसु आरंभो, परिग्गहो धम्मसाहणं मुत्तुं । मुच्छा य तत्थ बज्झो, इयरो मिच्छत्तमाइओ ॥२॥ પૃથ્વી વગેરેનો આરંભ, ધર્મના સાધનોને છોડીને બીજા પર મૂચ્છ એ બાહ્ય પરિગ્રહ અને મિથ્યાત્વ વગેરે આંતર પરિગ્રહ... ८ चाओ इमेसि सम्मं, मणवयकाएहि अप्पवित्तीओ। एसा खलु पव्वज्जा, मुक्खफला होइ नियमेणं ॥३॥ (આરંભ અને પરિગ્રહ) એ બંનેનો મન-વચન-કાયાની અપ્રવૃત્તિરૂપ જે સમ્યક ત્યાગ, તે પ્રવજ્યા છે; જે નિયમો મોક્ષફલક છે. ११८९ तह तिल्लपत्तिधारय-णायगयो राहवेहगगओ वा । एअं चएइ काउं, ण तु अण्णो खुद्दसत्तो त्ति ॥४॥ તેલના પાત્રને ધારણ કરનાર કે રાધાવેધ કરનારના જેવો (સાત્ત્વિક) જ એ પ્રવ્રજ્યાને આચરી શકે, બીજો ક્ષુદ્ર સત્ત્વવાળો જીવ નહીં. Page #50 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત - રત્ન - મંજૂષા ११८ साहिज्जा दुरणुचरं, कापुरिसाणं सुसाहुचरिअं ति । आरंभनियत्ताण य, इहपरभविए सुहविवागे ॥५॥ સુસાધુનું ચારિત્ર કાયરોને માટે મુશ્કેલ છે અને આરંભથી નિવૃત્ત થયેલાને આભવ-પરભવમાં શુભ ફળ મળે છે, એમ अहेवु. 38 ११९ जह चेव उ मोक्खफला, आणा आराहिआ जिणिदाणं । संसारदुक्खफलया, तह चेव विराहिआ होई ॥६॥ જેમ ભગવાનની આજ્ઞા, આરાધના કરવાથી મોક્ષ આપે, તેમ વિરાધના કરવાથી સંસારના દુઃખો આપે. १२० जह वाहिओ अ किरियं, पवज्जिउं सेवई अपत्थं तु । अपवण्णगाउ अहियं, सिग्धं च स पावइ विणासं ॥७॥ જેમ જે રોગી દવા કરીને પણ અપથ્ય સેવે, તે દવા ન કરનાર કરતાં વધુ જલદી મરે... १२१ एमेव भावकिरिअं पवज्जिडं कम्मवाहिखयहेऊ । पच्छा अपत्थसेवी, अहियं कम्मं समज्जिणइ ॥८ ॥ તેમ કર્મરોગના નાશનું કારણ એવી ભાવૌષધરૂપ દીક્ષા લઈને જે અપથ્ય-આજ્ઞાવિરુદ્ધ કરે, તે વધુ કર્મ બાંધે. १२८ खलियमिलियवाइद्धं, हीणं अच्चक्खराइदोसजुअं । वंदंताणं नेआ - ऽसामायारित्ति सुत्ताणा ॥९॥ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા અલિત, મિલિત, વ્યાવિદ્ધ, હીન, અત્યક્ષર વગેરે દોષવાળા ઉચ્ચારથી વંદન કરનારને અસામાચારી છે, તેમ શાસ્ત્રજ્ઞા છે. ३४८ आहरणं सिट्ठिदुर्ग, जिणंदपारणगऽदाणदाणेसु । विहिभत्तिभावऽभावा, मोक्खंगे तत्थ विहिभत्ती ॥१०॥ પરમાત્માના પારણામાં દાન-અદાન, વિધિ અને ભક્તિ હોવા અને ન હોવામાં જીર્ણ અને અભિનવ શેઠનું દૃષ્ટાંત છે. વિધિપૂર્વકની ભક્તિ એ મોક્ષનું કારણ છે. – આજ્ઞાભંગ વગેરે ચાર દોષો – ५९० जं केवलिणा भणियं, केवलनाणेण तत्तओ नाउं। तस्सऽण्णहा विहाणे, आणाभंगो महापावो ॥११॥ કેવલજ્ઞાનીએ કેવલજ્ઞાનથી તાત્ત્વિક રીતે જાણીને જે કહ્યું છે, તેને અન્યથા કરવામાં આજ્ઞાભંગનું મહાપાપ છે. ५९१ एगेण कयमकज्जं, करेइ तप्पच्चया पुणो अन्नो । सायाबहुलपरंपर, वोच्छेओ संजमतवाणं ॥१२॥ ૧. અલિત = અટકવું, મિલિત = અક્ષરો ભેગા કરી દેવા. વ્યાવિદ્ધ = અક્ષરો આડાઅવળા કરવા. અત્યક્ષર = અક્ષરો વધારવા. Page #52 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા એકે કરેલું અકાર્ય, તેને અનુસરીને બીજો કરે. આમ, સુખશીલ જીવોની પરંપરાથી સંયમ-તપનો વિચ્છેદ થઈ જાય. (અનવસ્થા). ५९२ मिच्छत्तं लोअस्सा, न वयणमेयमिह तत्तओ एवं । वितहासेवण संका-कारणओ अहिगमेअस्स ॥१३॥ લોકોને મિથ્યાત્વ થાય. કારણકે વિપરીત આચરણ જોવાથી શંકા થાય કે “જૈન ધર્મમાં વાસ્તવિક રીતે આવું વચન નથી” અને એટલે વિપરીત કરનારને મોટું મિથ્યાત્વ લાગે. ५९३ एवं चऽणेगभविया, तिव्वा सपरोवघाइणी नियमा। जायइ जिणपडिकुट्ठा, विराहणा संजमायाए ॥१४॥ આમ, અનેક ભવ સુધી સ્વ-પરને દુઃખજનક એવી, ભગવાને પ્રતિષિદ્ધ કરેલી, તીવ્ર સંયમવિરાધના-આત્મવિરાધના અવશ્ય થાય. ५९४ जह चेव उ विहिरहिया. मंताई हंदि णेव सिज्यति । होंति अ अवयारपरा, तहेव एवं पि विन्नेयं ॥१५॥ જેમ વિધિ વગર મંત્ર વગેરે સિદ્ધ ન થાય, પણ અપકાર કરે, તેમ (અવિધિથી) આ બધું (આજ્ઞાભંગ વગેરે) પણ જાણવું. ५९५ ते चेव उ विहिजुत्ता, जह सफला हुंति एत्थ लोअंमि । तह चेव विहाणाओ, सुत्तं नियमेण परलोए ॥१६॥ Page #53 -------------------------------------------------------------------------- ________________ 39 પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા વિધિપૂર્વકના તે જ મંત્રો જેમ આ લોકમાં સફળ થાય છે, તેમ સૂત્ર પણ વિધિપૂર્વક કરવાથી પરલોકમાં નિયમાં સફળ થાય છે. १११४ धम्मत्थमुज्जएणं, सव्वस्स अपत्तिअं न कायव्वं । इअ संजमो वि सेओ, एस्थ य भयवं उदाहरणं ॥१७॥ ધર્મ માટે ઉદ્યત થયેલાએ કોઈને અપ્રીતિ થાય તેવું ન કરવું. સંયમ પણ એ રીતે જ કલ્યાણકર છે. આમાં પ્રભુ વીરનું ઉદાહરણ છે. २२२ मुत्तूण अभयकरणं, परोवयारो वि नत्थि अण्णो त्ति । दंडिगितेणगणायं, न य गिहवासे अविगलं तं ॥१८॥ અભયદાનથી વધીને કોઈ પરોપકાર નથી - તે રાણીચોરના દષ્ટાંતથી પ્રસિદ્ધ છે. અને ગૃહસ્થનાસમાં સંપૂર્ણ અભયદાન શક્ય નથી. ८३८ ओहेण जस्स गहणं, भोगो पुण कारणा स ओहोही । जस्स उ दुगंपि निअमा, कारणओ सो उवग्गहिओ ॥१९॥ ૧. તાપસોને થતી અપ્રીતિના નિવારણ માટે પ્રભુ વીરે ચાતુર્માસમાં વિહાર કર્યો હતો. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા જેનું ગ્રહણ સામાન્યથી કરાય, પણ ઉપયોગ કારણે જ કરાય છે; તે ઓઘ ઉપધિ. જેનાં ગ્રહણ-ઉપયોગ બંને, કારણે જ કરાય છે, તે ઔપગ્રહિક ઉપધિ છે. १३२ हरइ रयं जीवाणं, बज्झं अब्भंतरं च जं तेण । रयहरणं ति पवुच्चइ, कारणकज्जोवयाराओ ॥२०॥ જીવોની બાહ્ય અને અત્યંતર (કર્મ)રજને જે હરે છે, તે કારણમાં કાર્યના ઉપચારથી રજોહરણ કહેવાય છે. २६० गुरुपच्चक्खाणगिलाणसेहमाईण पेहणं पुट्वि । तो अप्पणो पुव्वमहाकडाइं इअरे दुवे पच्छा ॥२१॥ પહેલાં આચાર્ય, અનશની, ગ્લાન, નૂતન દીક્ષિત વગેરેનું પડિલેહણ કરે, પછી પોતાનું કરે. (સર્વત્ર) પહેલાં યથાકત ઉપકરણનું કરે, પછી અલ્પ-બહુપરિકર્મ એ બંનેનું કરે. २६४ वसही पमज्जियव्वा, वक्खेवविवज्जिएण गीएण । उवउत्तेण विवक्खे, नायव्वो होइ अविही उ ॥२२॥ ગીતાર્થે ઉપયોગપૂર્વક, બીજા વ્યાપ વગર વસતિ પ્રમાર્જવી. (કાજો લેવો.) વ્યાક્ષેપથી કરવામાં અવિધિ જાણવો. २६५ सइ पम्हलेण मिउणा, चोप्पडमाइरहिएण जुत्तेणं । अव्विद्धदंडगेणं, दंडगपुच्छेण नऽन्नेण ॥२३॥ સદા કોમળ દશીવાળા, ચીકણા મેલ વિનાના, માપસરના, દાંડા સાથે બંધાયેલા દંડાસણથી કાજો લેવો, બીજા કોઈથી નહીં. Page #55 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા ૩૯ २६६ अपमज्जणंमि दोसा, जणगरहा पाणिघाय मइलणया। पायपमज्जणउवही, धुवणाधुवणंमि दोसा उ॥२४॥ કાજો ન લેવામાં આ દોષો છે : લોકનિંદા, જીવહિંસા, ધૂળવાળા પગથી ઉપધિ મેલી થવી અને તેનો કાપ કાઢવામાં (સંયમવિરાધના) ન કાઢવામાં (આત્મ-પ્રવચનવિરાધના) દોષો લાગે. २८२ विंटिअ बंधणधरणे, अगणी तेण य दंडिअक्खोहे। उउबद्धधरणबंधण, वासासु अबंधणे ठवणा ॥२५॥ ઉપધિનો વીંટીઓ બાંધી દેવો અને પાત્રા પોતાની પાસે જ રાખવા; જેથી આગ, ચોર કે રાજાના ક્ષોભમાં તરત લઈને ભાગી શકાય. શેષકાળમાં આમ કરવું. ચોમાસામાં વીંટીયો બાંધવો નહીં અને પાત્રા મૂકી દેવા. ५५३ गुरुणाऽणुण्णायाणं, सव्वं चिअकप्पई उसमणाणं । किच्चं ति जओ काउं, बहुवेलं ते करिति तओ ॥२६॥ ગુરુએ રજા આપેલ સર્વ કાર્ય જ સાધુને કરવા કહ્યું છે, તેથી તેઓ બહુવેલ'ના આદેશ માંગે છે. – સ્વાધ્યાય – ५६२ बारसविहंमि वि तवे, सब्भितरबाहिरे कुसलदिढे । नवि अत्थि नवि अहोही, सज्झायसमं तवोकम्मं ॥२७॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા જિનેશ્વર ભગવંતે કહેલા બાહ્ય અને અત્યંતર બારે પ્રકારના તપમાં, સ્વાધ્યાય જેવો તપ છે નહીં અને થશે નહીં. ५५५ आयहिअपरिण्णा, भावसंवरो नवनवो अ संवेगो । निक्कंपया तवो निज्जरा य, परदेसिअत्तं च ॥२८॥ આત્મહિતનું જ્ઞાન, પારમાર્થિક સંવર, નવો નવો સંવેગ, નિશ્ચલતા, તપ, નિર્જરા અને બીજાને દેશના .. આ સ્વાધ્યાયના લાભ છે. १००१ मज्जण निसिज्ज अक्खा, किइकम्मुस्सग्ग वंदणं जिढे । भासंतो होइ जिट्ठो, न उ पज्जाएण तो वंदे ॥२९॥ (વાચનાનો વિધિ -) કાજો લેવો, આસન, સ્થાપનાચાર્ય, આચાર્યને વંદન, કાઉસ્સગ્ગ અને જ્યેષ્ઠને વંદન. અહીં પર્યાયથી નહીં, વાચના આપે તે જ્યેષ્ઠ ગણવાનો છે, તેથી તેને વંદન કરવું. १००३ दो च्चेव मत्तगाई, खेले काइअ सदोसगस्सुचिए । एवंविहो वि णिच्चं, वक्खाणिज्जति भावत्थो ॥३०॥ કફ વગેરે દોષવાળા ગુરુને ઉચિત બે માત્રક - કફ અને લઘુનીતિના રાખવા. તેવા (પ્લાન) ગુરુ પણ હંમેશાં વાચના આપે, એ અહીં પરમાર્થ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા १००६ निहाविगहापरिवज्जिएहिँ, गुत्तेहिं पंजलिउडेहिं । भत्तिबहुमाणपुव्वं, उवउत्तेहिं सुणेअव्वं ॥३१॥ નિદ્રા-વિકથા રહિત પણે, સંયમિત થઈને, હાથ જોડીને, ભક્તિ-બહુમાનપૂર્વક, ઉપયોગપૂર્વક સાંભળવું. १००७ अहिकंखंतेहिं सुभासिआई, वयणाई अत्थमहुराई । विम्हिअमुहेहिं हरिसागएहिं हरिसं जणंतेहिं ॥३२॥ અર્થથી મધુર અને સુભાષિત વચનોને ઇચ્છતા વિસ્મિત વદને, હર્ષથી રોમાંચિત થઈને, ગુરુને આનંદ આપતા સાંભળવું. ९४४ ण य समइविगप्पेणं, जहा तहा कायमिणं फलं देइ। अवि आगमाणुवाया, रोगचिगिच्छाविहाणं व ॥३३॥ સ્વમતિવિકલ્પથી જેમ તેમ કરેલ એ (શ્રવણાદિ આરાધના) ફળ ન આપે, પણ રોગની ચિકિત્સાની જેમ આગમાનુસારે કરવાથી જ ફળ આપે. ५६८ उम्मायं व लभिज्जा, रोगायंक व पाउणे दीहं । केवलिपन्नत्ताओ, धम्माओ वा वि भंसिज्जा ॥३४॥ અવિધિથી સ્વાધ્યાય કરવાથી ગાંડો થઈ જાય, મોટો રોગ લાગુ પડે, કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ પણ થાય. ५६९ लहुगुरुगुरुतरंमि अ, अविहिंमि जहक्कम इमे णेया। उक्कोसगाविहीओ, उक्कोसो धम्मभंसो त्ति ॥३५॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા नानी, भोवधु मोटी मविधिमा मा (6-माहाह) યથાક્રમે જાણવા. ઉત્કૃષ્ટ અવિધિથી ઉત્કૃષ્ટ ધર્મભ્રંશ થાય. - गोयरी - २९३ आवस्सियाए जस्स य, जोगो त्ति भणित्तु ते तओ णिति । निक्कारणे न कप्पइ, साहूणं वसहिनिग्गमणं ॥३६॥ 'भावस्सियाले ४२स य लोगो' डीन तमओ (वडोवा) નીકળે. કારણ વગર સાધુને વસતિની બહાર નીકળવું કલ્પતું નથી (तथी 'सावस्सिया' ४४.) २९५ जस्स य जोगो त्ति जइ, न भणंति न कप्पई तओ अन्नं । जोग्गं पि वत्थमाई, उवग्गहकरं पि गच्छस्स ॥३७॥ श्री ०४स्स योगो नतोबीलु (गोयरी सिवाय) યોગ્ય અને ગચ્છને ઉપકારી એવું વસ્ત્ર વગેરે મળે તો પણ ન २९६ साहूण जओ कप्पो, मोत्तूणं आणपाणमाईणं । कप्पइ न किंचि काउं, धित्तुं वा गुरुअपुच्छाए ॥३८॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા કારણકે સાધુનો આચાર છે કે શ્વાસોચ્છવાસ વગેરેને છોડીને ગુરુને પૂછ્યા વિના કંઈપણ કરવું કે લેવું કલ્પતું નથી. ३४६ इच्छिज्ज न इच्छिज्ज व, तहवि अपयओ निमंतए साहू । परिणामविसुद्धीए उ, निज्जरा होअऽगहिए वि ॥३९॥ બીજો ઇચ્છે કે નહીં, તો પણ સાધુઓને આદરપૂર્વક નિમંત્રણ કરે. બીજો ન લે તો પણ, પરિણામની વિશુદ્ધિના કારણે નિર્જરા થાય. ३५४ बायालीसेसणसंकडंमि, ifમ નીવ ન હું છતિમ | इण्हि जह न छलिज्जसि, भुंजंतो रागदोसेहिं ॥४०॥ હે જીવ! બેતાલીશ એષણા દોષોના ગહન વનમાં તું છેતરાયો નહીં. હવે વાપરતાં રાગ-દ્વેષથી ન છેતરાય તેમ કરજે. ३५५ रागद्दोसविरहिआ, वणलेवाइउवमाइ भुंजंति । कड्डित्तु नमोक्कारं, विहीए गुरुणा अणुन्नाया ॥४१॥ સાધુ ગુરુની રજા લઈને, નવકાર બોલીને, વિધિપૂર્વક, રાગ-દ્વેષથી રહિતપણે, વ્રણલેપ(ઘા પર લગાડવાની દવા)ની ઉપમાથી જરૂર જેટલું જ = વધુ કે ઓછું નહીં - વાપરે. Page #60 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત - રત્ન - મંજૂષા ३५६ निद्धमहुराइ पुव्विं, पित्ताईपसमणझ्या भुंजे । बुद्धिबलवद्धणा, दुक्खं खु विगिंचिडं निद्धं ॥४२॥ પહેલાં પિત્ત વગેરેના શમન માટે અને બુદ્ધિ-બળની વૃદ્ધિ માટે સ્નિગ્ધ-મધુર દ્રવ્યો વાપરે. વળી, સ્નિગ્ધને પરઠવવું પણ મુશ્કેલ છે. (તેથી પણ તે પહેલાં વાપરવું.) ३६९ असुरसरं अचबचबं, अहुअमविलंबिअं अपरिसाडिं । मणवयणकायगुत्तो, भुंजइ अह पक्खिवणसोही ॥ ४३ ॥ ୪୪ સબડકા બોલાવ્યા વગર, ચાવવાનો અવાજ કર્યા વગર, બહુ ધીમે કે ઝડપથી નહીં, ઢોળ્યા વગર, મન-વચન-કાયાથી ગુપ્ત થઈને વાપરે. આ વાપરવાની શુદ્ધિ છે. ३६५ वेअण वेआवच्चे, इरिअट्ठाए अ संजमट्ठाए । तह पाणवत्तिआए, छट्टं पुण धम्मचिंताए ॥४४॥ ભૂખની વેદનાના શમન માટે, વૈયાવચ્ચ માટે, ઇર્યાસમિતિ પાળવા માટે, પડિલેહણ વગેરે સંયમ માટે, પ્રાણ ટકાવવા માટે અને ધર્મધ્યાન માટે - આ ૬ કારણે વાપરવું. વિગઇત્યાગ ३६८ " न उवण्णाइनिमित्तं एत्तो आलंबणेण वऽण्णेणं । तंपि न विगइविमिस्सं, ण पगामं माणजुत्तं तु ॥ ४५ ॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા બતાવેલ કારણ સિવાયના વર્ણ વગેરે માટે ન વાપરે. જે વાપરે તે પણ વિગઈવાળું કે ઘણું ન વાપરે, પ્રમાણસર જ વાપરે. ३८२ एत्थं पुण परिभोगो, निव्विइआणं पि कारणाविक्खो। उक्कोसगदव्वाणं, न तु अविसेसेण विन्नेअं ॥४६॥ નીવિયાતા અને ઉત્કૃષ્ટ દ્રવ્યોનો પરિભોગ સામાન્યથી નહીં, પણ કારણ હોય તો જ જાણવો. ३८३ विगई परिणइधम्मो, मोहो जमुदिज्जए उदिण्णे अ। सुट्ठ वि चित्तजयपरो, कहं अकज्जे न वट्टिहिई? ॥४७॥ વિગઈ વિકારમાં પરિણમવાના સ્વભાવવાળી છે, તેથી એનાથી મોહનો ઉદય થાય છે; અને મોહનો ઉદય થયા પછી મનને જીતવા માટે પ્રયત્નશીલ સાધુ પણ અકાર્ય કેમ ન કરે ? કરે જ. ३८४ दावानलमज्झगओ, को तदुवसमठ्ठयाए जलमाई । संते विन सेविज्जा?, मोहानलदीविए उवमा ॥४८॥ દાવાનળની વચ્ચે રહેલ કોણ તેના ઉપશમન માટે પાણી વગેરે હોય તો પણ ન વાપરે ? તેમ મોહનો અગ્નિ સળગ્યા પછી વિષયોનું સેવન થઈ જ જાય. ३८५ एत्थ रसलोलुआए, विगई न मुअइ दढो वि देहेणं । जो तं पइ पडिसेहो, दट्ठव्वो न पुण जो कज्जे ॥४९॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા જે શરીરથી મજબૂત હોવા છતાં રસલોલુપતાથી વિગઈ છોડતો નથી, તેમને આ નિષેધ જાણવો. જેને કારણે વાપરતો હોય, તેને નહીં. ३८६ अब्भंगेण व सगडं, न तरइ विगई विणा वि जो साह। सो रागदोसरहिओ, मत्ताए विहीए तं सेवे ॥५०॥ ગાડું જેમ તેલના ઉંજણ વિના ન ચાલે, તેમ જે સાધુને વિગઈ વિના શરીરનિર્વાહ ન થતો હોય. તે રાગદ્વેષથી રહિતપણે પ્રમાણસર, (ગુરુની રજા વગેરે) વિધિપૂર્વક વિગઈ વાપરે. ३८७ पडुप्पण्णऽणागए वा, संजमजोगाण जेण परिहाणी। नवि जायइ तं जाणसु, साहुस्स पमाणमाहारं ॥५१॥ વર્તમાન કે ભવિષ્યમાં સંયમયોગોની જેનાથી હાનિ ન થાય, તે સાધુના આહારનું પ્રમાણ જાણવું. ३९१ पच्छन्ने भोत्तव्वं, जइणा दाणाओ पडिनिअत्तेणं । तुच्छगजाइअदाणे, बंधो इहरा पदोसाई ॥५२॥ દાનથી નિવૃત્ત થયેલા સાધુએ એકાંતમાં વાપરવું. નહીં તો ક્ષુદ્ર જીવો માંગે અને આપે તો કર્મબંધ થાય; ન આપે તો દ્વેષ થાય. ९०३ जिणधम्मसुट्ठिआणं, सुणिज्ज चरिआई पुव्वसाहूणं । साहिज्जइ अन्नेसिं, जहारिहं भावसाराइं ॥५३॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન- મંજૂષા જૈન ધર્મમાં સુસ્થિર એવા પૂર્વકાલીન સાધુઓના ભાવપ્રધાન ચરિત્રો સાંભળવા અને યોગ્યતા મુજબ બીજાને કહેવા. ८४१ तित्थयरो चउनाणी, सुरमहिओ सिज्झिअव्व य धुवंमि । अणिगूहिअबलविरिओ, तवोवहाणंमि उज्जमइ ॥५४॥ ચાર જ્ઞાનના ધણી, દેવો વડે પૂજિત, નિયમા મોક્ષગામી તીર્થકર પણ શક્તિ ગોપવ્યા વિના તપ કરે છે. ८४२ किं पुण अवसेसेहिं, दुक्खक्खयकारणा सुविहिएहिं । होइ न उज्जमिअव्वं, सपच्चवायंमि माणुस्से ? ॥५५॥ તો પછી બીજા સુવિહિત સાધુઓએ વિદનભરપૂર મનુષ્યપણામાં દુઃખના નાશ માટે ઉદ્યમ શા માટે ન કરવો ? १९५ जं विसयविरत्ताणं, सुक्खं सज्झाणभाविअमईणं । तं मुणइ मुणिवरो च्चिय, अणुहवओ न उण अन्नो वि ॥५६॥ વિષયોથી વિરક્ત, શુભધ્યાનથી ભાવિત મતિવાળાને જે સુખ છે, તેને સાધુ જ અનુભવથી જાણે છે, બીજું કોઈ નહીં. Page #64 -------------------------------------------------------------------------- ________________ ४८ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા १९६ कंखिज्जइ जो अत्थो, संपत्तीए न तं सुहं तस्स । इच्छाविणिवित्तीए, जं खलु बुद्धपवाओऽअं ॥५७॥ જે વસ્તુની ઇચ્છા કરાય, તેની પ્રાપ્તિથી તેટલું સુખ નથી મળતું, જેટલું તેની ઇચ્છાના નાશથી મળે છે . એવો જ્ઞાનીઓનો प्रवाह छे. २१० तवसो अ पिवासाई, संते वि न दुक्खरूवगा णेआ। जं ते खयस्स हेऊ, निद्दिट्ठा कम्मवाहिस्स ॥५८॥ તપથી તરસ વગેરે લાગે તે પણ દુઃખરૂપ નથી, કારણકે તે કર્મરોગના નાશના કારણરૂપે બતાવેલ છે. २११ वाहिस्स य खयहेऊ, सेविज्जंता कुणंति धिइमेव । कडुगाई वि जणस्सा, ईसिं दंसिंतगाऽऽरोग्गं ॥५९॥ રોગના નાશ માટે લેવાતા કડવા ઔષધ પણ લોકોને કંઈક આરોગ્યનો અનુભવ કરાવતા હોવાથી સુખ જ આપે છે. २१४ सो हु तवो कायव्वो, जेण मणो मंगुलं न चिंतेइ । जेण न इंदिअहाणी, जेण य जोगा ण हायंति ॥६०॥ તેવો તપ કરવો કે જેથી મન દુર્થાન ન કરે, જેનાથી ઇન્દ્રિયની હાનિ ન થાય, જેનાથી સંયમયોગો સીદાય નહીં. ८४८ चिअमंससोणिअस्स उ, असुहपवित्तीए कारणं परमं । संजायइ मोहुदओ, सहकारिविसेसजोएणं ॥६१॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા હૃષ્ટપુષ્ટ શરીરવાળાને વિશિષ્ટ સહકારી કારણ (બાહ્ય નિમિત્ત) મળી જવાથી અશુભ પ્રવૃત્તિનું પરમ કારણ એવા મોહનો ઉદય થાય છે. ८५० तम्हा उ अणसणाइ वि, पीडाजणगंपि ईसि देहस्स। बंभं व सेविअव्वं, तवोवहाणं सया जइणा ॥६२॥ એટલે અનશનાદિ શરીરને થોડા પીડાકારી હોવા છતાં પણ, સાધુએ બ્રહ્મચર્યની જેમ સદા તપ કરવો. ८५३ ता जह न देहपीडा, ण यावि चिअमंससोणिअत्तं तु । जह धम्मझाणवुड्डी, तहा इमं होइ कायव्वं ॥१३॥ એટલે જે રીતે શરીરને પીડા ન થાય અને હૃષ્ટપુષ્ટ પણ ન થાય, જેનાથી ધર્મધ્યાનની વૃદ્ધિ થાય તે રીતે તપ કરવો. ५४० पुरिसं तस्सुवयारं, अवयारं चऽप्पणो अ नाऊणं । कुज्जा वेयावडिअं, आणं काउं निरासंसो ॥६४॥ વ્યક્તિ, તેનો ઉપકાર, પોતાનો અપકાર (પરિશ્રમ વગેરે) જાણીને આજ્ઞા પ્રમાણે નિરાશંસપણે વૈયાવચ્ચ કરવી. ५३९ भाविअजिणवयणाणं, ममत्तरहिआण नत्थि उ विसेसो । अप्पाणंमि परंमि अ, तो वज्जे पीडमुभओ वि ॥६५॥ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા જિનવચનથી ભાવિત થયેલા અને મમત્વ વિનાનાને, પોતાના કે બીજામાં ભેદ નથી હોતો, તેથી પોતાની અને બીજાની) બંનેની પીડા વર્જવી. – કુસંગત્યાગ –– ७०६ मूलुत्तरगुणसुद्धं, थीपसुपंडगविवज्जिअं वसहिं । सेविज्ज सव्वकालं, विवज्जए होंति दोसा उ॥६६॥ મૂલ અને ઉત્તરગુણોથી શુદ્ધ, સ્ત્રી-પશુ-નપુંસકથી રહિત વસતિમાં સદા રહેવું. વિપરીતમાં દોષ લાગે. ७२० थीवज्जिअं विआणह, इत्थीणं जत्त ठाणरूवाइं । सद्दा य ण सुव्वंती, ता वि अ तेर्सि न पिच्छंति ॥६७॥ જ્યાં સ્ત્રીઓના સ્થાન, રૂપ ન દેખાતા હોય, શબ્દો ન સંભળાય, અને સ્ત્રીઓ પણ સાધુના રૂપ વગેરે ન જુએ, તે વસતિ સ્ત્રીરહિત જાણવી. ७३१ जो जारिसेण मित्तिं, करेइ अचिरेण तारिसो होइ। कुसुमेहिं सह वसंता, तिला वि तग्गंधिया हंति ॥६८॥ જે જેવાથી સાથે મૈત્રી કરે તેવો ટૂંક સમયમાં થઈ જાય. ફૂલની સાથે રહેનારા તલ પણ ફૂલ જેવી ગંધવાળા થઈ જાય છે. ७३२ सुचिरं पि अच्छमाणो, वेरुलिओ काचमणिअउम्मीसो। न उवेइ काचभावं, पाहण्णगुणेण निअएणं ॥६९॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા (शंख:) अयमशिनी साथे ५ो समय २९व। छतi વૈડૂર્યમણિ પોતાની શ્રેષ્ઠતાના કારણે કાચ બની જતો નથી. ७३४ भावुग अभावुगाणि अ, लोए दुविहाणि होति दव्वाणि । वेरुलिओ तत्थ मणी, अभावुगो अन्नदव्वेहिं ॥७०॥ (સમાધાન:) લોકમાં દ્રવ્ય બે પ્રકારના છે - ભાવુક અને અભાવુક, વૈર્ય મણિ અન્ય દ્રવ્યોથી અભાવક છે. ७३५ जीवो अणाइनिहणो, तब्भावणभाविओ अ संसारे । खिप्पं सो भाविज्जइ, मेलणदोसाणुभावेण ॥७१॥ જીવ, અનાદિ અનંતકાળથી સંસારમાં અશુભ ભાવોથી ભાવિત હોવાથી સંગના પ્રભાવે તરત જ તેનાથી ભાવિત થઈ य छे. ~~ गुरुमुखवास ~~ ६९० गुदंसणं पसत्थं, विणओ य तहा महाणुभावस्स । अन्नेसि मग्गदसण, निवेअणा पालणं चेव ॥७२॥ પ્રશસ્ત એવું ગુરુનું દર્શન, મહાપુરુષોનો વિનય, બીજાને भाशन, (आयर्नु) निवेहन मने पालन... ६९१ वेयावच्चं परमं, बहुमाणो तह य गोअमाईसु । तित्थयराणाकरणं, सुद्धो नाणाइलंभो अ ॥७३॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા શ્રેષ્ઠ એવી વૈયાવચ્ચ, ગૌતમસ્વામી વગેરે પર બહુમાન, જિનાજ્ઞાપાલન, શુદ્ધ જ્ઞાનાદિની પ્રાપ્તિ.. ६९४ एवं गुरुकुलवासं, परमपयनिबंधणं जओ तेणं । तब्भवसिद्धीएहि वि, गोअमपमहेहिं आयरिओ ॥७४॥ આ પ્રમાણે ગુરુકુલવાસ મોક્ષનું કારણ હોવાથી તદ્ભવમોક્ષગામી ગૌતમસ્વામી વગેરેએ પણ આચર્યો છે. ७०० सारणमाइविउत्तं, गच्छं पि हु गुणगणेहिं परिहीणं । परिचत्तणाइवग्गो, चइज्ज तं सुत्तविहिणा उ ॥५॥ જેણે સ્વજનોને છોડ્યા છે તેવો સાધુ સારણાદિ રહિત અને ગુણરહિત એવા ગચ્છને પણ શાસ્ત્રોક્ત વિધિથી છોડી દે. ९७८ छेअसुआईएसु अ, ससमयभावे वि भावजुत्तो जो । पिअधम्मऽवज्जभीरु, सो पुण परिणामगो णेओ ॥७६॥ છેદસૂત્ર ભણાવવાનો શાસ્ત્રમાં કહેલ પર્યાય થઈ ગયો હોય તો પણ જે ભાવયુક્ત, પ્રિયધર્મ અને પાપભીરુ હોય તે જ પરિણામી (યોગ્ય) જાણવો. ९७९ सो उस्सग्गाईणं, विसय-विभागं जहट्ठिअं चेव । परिणामेइ हिअंता, तस्स इमं होइ वक्खाणं ॥७७॥ તે ઉત્સર્ગ-અપવાદના વિષયવિભાગને યથાવસ્થિત જાણીને તે પ્રમાણે પરિણાવે છે, તેથી તેનું હિત થાય છે, તેથી તેને જ છેદસૂત્રો ભણાવવા. Page #69 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા ૫૩ ९८० अइपरिणामगऽपरिणामगाण, पुण चित्तकम्मदोसेणं । अहिअंचिअविण्णेयं, दोसुदए ओसहसमाणं ॥७८॥ અતિપરિણામી કે અપરિણામીને તો વિચિત્ર કર્મદોષના કારણે છેદસૂત્રોથી અહિત જ થાય. રોગની શરૂઆતમાં ઔષધની જેમ. ९९४ आणागिज्झो अत्थो, आणाए चेव सो कहेयव्वो । दिलृतिअ दिलुता, कहणविहिविराहणा इहरा ॥७९॥ આજ્ઞાગ્રાહ્ય પદાર્થ આજ્ઞાથી કહેવો અને યુક્તિસિદ્ધ પદાર્થ યુક્તિથી કહેવો. અન્યથા દેશનાની વિધિનો ભંગ છે. १०२१ पाणवहाईआणं, पावट्ठाणाण जो उ पडिसेहो । झाणज्झयणाईणं, जो अविही एस धम्मकसो ॥८०॥ પ્રાણાતિપાતાદિ પાપસ્થાનોનો પ્રતિષેધ અને ધ્યાનઅધ્યયનાદિનું જે વિધાન, તે ધર્મની કષપરીક્ષા છે. १०२२ बज्झाणुट्ठाणेणं, जेण न बाहिज्जई तयं नियमा । संभवइ अ परिसुद्धं, सो उण धम्ममि छेउ त्ति ॥८१॥ જે બાહ્ય અનુષ્ઠાનથી તે વિધિ-નિષેધ બાધિત ન જ થાય, પણ શુદ્ધ સંભવે તે (અનુષ્ઠાન) ધર્મમાં છેદપરીક્ષા છે. આયુર્વેદ, નવા આવેલા તાવમાં દવા આપવાનો નિષેધ કરે છે. તાવ જીર્ણ થયા પછી જ દવા આપવાની હોય છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પંચવસ્તુક સૂક્ત - રત્ન - મંજૂષા १०८० जीवाइभाववाओ, जो दिवेढाहिं णो खल विरुद्धो । बंधाइसाहगो तह, एत्थ इमो होइ तावो त्ति ॥८२॥ જીવાદિ તત્ત્વોની પ્રરૂપણા જે પ્રત્યક્ષ કે અન્ય આગમવચનની વિરુદ્ધ ન હોય અને બંધ-મોક્ષની સાધક હોય તે ધર્મની તાપપરીક્ષા છે. १९३ संतेसु वि भोगेसुं, नाभिस्संगो दढं अणुट्ठाणं । अत्थि अ परलोगंमि वि, पन्नं कसलाणबंधिमिणं ॥८॥ પરલોકમાં ભોગસામગ્રી મળવા છતાં રાગ ન થાય અને ધર્મકાર્ય નિશ્ચલપણે કરે, તે પુણ્યાનુબંધી પુણ્ય છે. ८७८ जीअं जोवणमिड्डी, पिअसंजोगाइ अत्थिर सव्वं । विसमखरमारुआहयकुसग्गजलबिंदुणा सरिसं ॥८४॥ આયુષ્ય, યૌવન, સમૃદ્ધિ, પ્રિયનો સંયોગ વગેરે બધું જ પવનના ઝપાટાથી સરી પડતા ઘાસની અણી પર બેઠેલાં પાણીના ટીપાં જેવું અસ્થિર છે. ८७९ विसया य दुक्खरूवा, चिंतायासबहुदुक्खसंजणणा। माइंदजालसरिसा, किंपागफलोवमा पावा ॥४५॥ Page #71 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા વિષયો દુઃખરૂપ છે, ચિંતા-પરિશ્રમ વગેરે ઘણાં દુઃખોને ઉત્પન્ન કરનાર, માયાવી ઇન્દ્રજાળ જેવા આભાસિક છે, કિંપાકફળ જેવા કટુ પરિણામી છે. १०४९ कालो सहाव निअई, पुवकयं पुरिसकारणेगंता । मिच्छत्तं ते चेव उ, समासओ होंति सम्मत्तं ॥८६॥ કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થમાંથી એકને કારણ માનવું તે મિથ્યાત્વ છે. બધાના સમૂહને કારણે માનવું તે સમ્યક્ત છે. १७२ जड़ जिणमयं पवज्जह, ता मा ववहारणिच्छए मुअह। ववहारणउच्छेए, तित्थुच्छेओ जओऽवस्सं ॥८७॥ જો જૈનધર્મ માનો છો, તો વ્યવહાર-નિશ્ચયનય ન છોડો. કારણકે વ્યવહારનયના ઉચ્છેદમાં અવશ્ય તીર્થનો ઉચ્છેદ છે. १७३ ववहारपवत्तीइ वि, सुहपरिणामो तओ अ कम्मस्स । नियमेणमुवसमाई, णिच्छयणयसम्मयं तत्तो ॥८८॥ વ્યવહાર પ્રવૃત્તિથી પણ શુભ પરિણામ થાય છે અને તેનાથી કર્મના ઉપશમ-ક્ષયોપશમ-ક્ષય અવશ્ય થાય છે. અને તેનાથી નિશ્ચયનયને માન્ય (શુભ પરિણામ પણ) થાય છે. १६७४ सुहझाणाओ धम्मो, तं देहसमाहिसंभवं पायं । ता धम्मापीडाए, देहसमाहिमि जइअव्वं ॥८९॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા શુભ ધ્યાનથી ધર્મ થાય અને શુભ ધ્યાન પ્રાયઃ કરીને શરીરની સ્વસ્થતા પર આધારિત છે. એટલે ધર્મને બાધા ન પહોંચે તે રીતે શરીરની સ્વસ્થતા માટે પ્રયત્ન કરવો. १६७५ इहरा छेवटुंमि, संघयणे थिरधिईए रहिअस्स । देहस्सऽसमाहिए, कत्तो सुहझाणभावो त्ति ? ॥१०॥ નહીં તો છેવટ્ટા સંઘયણમાં સ્થિરતા-વૃતિ રહિત જીવને શરીરની સ્વસ્થતા વિના શુભ ધ્યાન શી રીતે ટકે ? १३१९ वूढो गणहरसद्दो, गोअमपमुहेहिं पुरिससीहेहिं । जो तं ठवेहिं अपत्ते, जाणतो सो महापावो ॥११॥ ગૌતમસ્વામી વગેરે મહાપુરુષોએ જે ગણધરપદનું વહન કર્યું છે, તેને જાણીને અપાત્રને આપે, તે મહાપાપી છે. २० जो आयरेण पढमं, पव्वावेऊण नाणुपालेइ । सेहे सुत्तविहीए, सो पवयणपच्चणीओ त्ति ॥१२॥ જે ગુરુ પહેલાં પ્રયત્નપૂર્વક દીક્ષા આપીને પછી નૂતન દીક્ષિતનું શાસ્ત્રોક્ત વિધિથી અનુપાલન ન કરે, તે શાસનનો શત્રુ २१ अविकोविअपरमत्था, विरुद्धमिह परभवे असेवेत्ता । जं पावंति अणत्थं, सो खलु तप्पच्चओ सव्वो ॥१३॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત - રત્ન - મંજૂષા પરમાર્થને નહીં જાણનારા શિષ્યો, આભવ-પરભવમાં અહિતકર આચરીને જે નુકસાન પામે, તે બધાનું કારણ તે ગુરુ છે. २२ जिणसासणस्सऽवण्णो, मिअंकधवलस्स जो अ ते दहुं । पावं समायरंतो, जायइ तप्पच्चओ सो वि ॥९४॥ २७ જૈનશાસનની જે નિંદા થાય, તેનું પણ કારણ તે તેમના પાપના આચરણને જોઈને ચંદ્ર જેવા ઉજ્જવળ ૫૭ विहिणाणुवत्ति पुण, कहिंचि सेवंति जइ वि पडिसिद्धं । आणाकारि ति गुरु, न दोसवं होइ सो तह वि ॥ ९५ ॥ ગુરુ છે. વિધિપૂર્વક અનુવર્તન કરાયેલા શિષ્યો જો કાંઈ શાસ્ત્રવિરુદ્ધ આચરે, તો પણ ગુરુ તો આજ્ઞાપાલક હોવાથી દોષને પામતા નથી. ३१ गीतत्थो कडजोगी, चारित्ती तह य गाहणाकुसलो । अणुवत्तोऽविसाई, बीओ पव्वायणायरिओ ॥ ९६ ॥ અપવાદે જે ગીતાર્થ, કૃતયોગી, ચારિત્રવંત, શીખવાડવામાં કુશળ, અનુવર્તક અને આપત્તિમાં અદીન હોય તે દીક્ષા આપવા માટે યોગ્ય ગુરુ છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત - રત્ન - મંજૂષા ५७४ जिणवयणे पडिकुडं, जो पव्वावेइ लोभदोसेणं । चरणडिओ तवस्सी, लोएइ तमेव चारित्ती ॥९७॥ જે ચારિત્રધર જિનાગમમાં નિષિદ્ધને લોભથી દીક્ષા આપે, તે બિચારો પોતાના ચારિત્રનો જ નાશ કરે છે. ४३ विद्वाण सूअरो जह, उवएसेण वि न तीरए धरिडं । संसारसूअरो इअ, अविरत्तमणो अकज्जंमि ॥९८॥ જેમ ઉપદેશ આપવાથી વિષ્ઠા ચૂંથતા ભૂંડને અટકાવી ન શકાય, તેમ સંસારમાં આસક્ત જીવને અકાર્યથી અટકાવી શકાતો નથી. ४५ पट अविणीओ न य सिक्खड़, सिक्खं पडिसिद्धसेवणं कुणइ । सिक्खावणेण तस्स हु, सइ अप्पा होइ परिचत्तो ॥९९॥ અવિનીત હોય તે શીખવાડેલું શીખતો નથી, ઊલટું શાસ્ત્રવિરુદ્ધ આચરે છે. તેને શીખવાડવામાં સદા પોતાના આત્માનું જ અહિત થાય છે. ४७ जह लोअंमि वि विज्जो, असज्झवाहीण कुणइ जो किरियं । सो अप्पाणं तह वाहिए अ, पाडे अ संमि ॥१००॥ Page #75 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા જેમ જગતમાં પણ જે વૈદ્ય, અસાધ્ય રોગની દવા કરે, ते पोताने मने ४२हीन दुःपी ४३ छ... ४८ तह चेव धम्मविज्जो, एत्थ असज्झाण जो उ पव्वज्जं । भावकिरिअं पउंजड़, तस्स वि उवमा इमा चेव ॥१०१॥ તેની જેમ જે ધર્મવૈદ્ય અસાધ્યને દીક્ષારૂપ ભાવીષધ આપે, તે પોતાને અને તેને દુઃખી કરે છે. ९८ चइऊण घरावासं, आरंभपरिग्गहेसु वटुंति । जं सन्नाभेएण, एअं अविवेगसामत्थं ॥१०२॥ જે ઘર છોડીને પણ જુદા નામે આરંભ-પરિગ્રહમાં વર્તે छ,ते अविवेनो ४ प्रभाव छ. १०३ चेइअकुलगणसंघे, आयरिआणं च पवयणसुए अ । सव्वेसु वि तेण कयं, तवसंजमुज्जमंतेणं ॥१०३॥ हे त५-संयममा Gधत छ, तो यैत्य, दुस, ५, संघ, આચાર્ય, પ્રવચન અને શ્રત - બધાના વિષયમાં કરવા યોગ્ય કાર્ય (मस्ति ३) री बीए छ. ४७५ धिइसंघयणाईणं, मेराहाणि च जाणिउं थेरा । सेहअगीअस्थाणं, ठवणा आइण्णकप्पस्स ॥१०४॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક સૂક્ત - રત્ન - મંજૂષા ધૃતિ, સંઘયણ અને બુદ્ધિની હાનિ જાણીને સ્થવિરો નૂતનદીક્ષિત - અગીતાર્થ માટે આચરણારૂપ કલ્પ સ્થાપે. - ૬૦ ४७६ असढेण समाइण्णं, जं कत्थइ केणई असावज्जं । न निवारिअमण्णेहि अ, बहुमणुमयमे अमाइणं ॥ १०५ ॥ કોઈ અશઠે ક્યારેક જે અસાવદ્ય આચર્યું હોય, બીજાએ અટકાવ્યું ન હોય અને ઘણાંને માન્ય હોય તે આચીર્ણ છે. ६०२ परमरहस्समिसीणं, समत्तगणिपिडगहत्थसाराणं । परिणामिअं पमाणं, निच्छयमवलंबमाणाणं ॥ १०६॥ સમસ્ત દ્વાદશાંગીના સારને જાણનારા મુનિઓએ આ રહસ્ય કહ્યું છે કે નિશ્ચયનયથી તો (કર્મબંધ / નિર્જરામાં) પરિણામ (અધ્યવસાય) જ પ્રમાણ છે. १६९१ सव्वत्थापडिबद्धो, मज्झत्थो जीविए अ मरणे अ । चरणपरिणामजुत्तो, जो सो आराहगो भणिओ ॥१०७॥ જે સર્વત્ર રાગ વિનાનો, જીવન-મરણને સમાન માનનાર, ચારિત્રપરિણામથી યુક્ત છે, તે આરાધક કહેવાયો છે. १७११ आगमपरतंतेहिं तम्हा, णिच्चं पि सिद्धिकंखीहिं । सव्वमणुट्ठाणं खलु, कायव्वं अप्पमत्तेहिं ॥ १०८ ॥ એટલે મોક્ષાભિલાષીએ બધા જ અનુષ્ઠાન સદા શાસ્ત્રાનુસારે અપ્રમત્તપણે કરવા. Page #77 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂતરત્ન-મૂંજૂષા (સાર્થ) : આધારગ્રંથકર્તા : હરિપ્રભસૂરિ મહારાજા Page #78 -------------------------------------------------------------------------- ________________ મૂલગ્રંથ આધારગ્રંથ : યતિદિનકૃત્ય આધારગ્રંથકર્તા : હરિપ્રભસૂરિ મહારાજા અર્થસંકલન : પૂ. મુ. શ્રી ભવ્યસુંદરવિ. મ. સા. અર્થસંશોધન : યતિદિનનૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા (સાર્થ) ભાષા વિષય : દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.ના પ્રશિષ્ય... પ. પૂ. મુ. શ્રી ત્રિભુવનરત્નવિ. મ. સા. : સંસ્કૃત, ગુજરાતી : : સાધ્વાચાર Page #79 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા श्रीवीरः श्रेयसे यस्य, चित्रं स्नेहदशाऽत्यये । सध्यानदीपोऽदिपिष्ट, जलसङ्गमविप्लवात् ॥१॥ જેમનો સપ્લાનરૂપી દીપક, રાગરૂપી તેલ ખૂટી જવા પર અને (જ્ઞાનરૂપી) પાણીનો સંગમ થવા પર વિશિષ્ટ રીતે પ્રકાશિત થયો, તેવા શ્રી વીરપ્રભુ અમારા કલ્યાણ માટે થાઓ. ९ अत्र क्रमात् प्रतिलिखेत्, मुखपटधर्मध्वजौ निषद्ये द्वे । पट्टककल्पत्रितये, संस्तारकोत्तरपट्टौ च दश ॥२॥ સવારે ક્રમસર મુહપત્તિ, રજોહરણ, બે નિષદ્યા, ચોલપટ્ટો, ત્રણ કપડાં, સંથારો અને ઉત્તરપટ્ટો એમ ૧૦ વસ્તુનું પડિલેહણ કરવું. ११ सम्पातिमसत्त्वरजो-रेणूनां रक्षणाय मुखवस्त्रम् । वसतेः प्रमार्जनार्थं, मुखनासं तेन बध्नन्ति ॥३॥ સંપાતિમ જીવો અને રજ, અને ધૂળ મોઢામાં ન જાય તે માટે મુહપત્તિ છે. કાજો લેતી વખતે તેનાથી મોટું અને નાક બંધાય છે. १४ आदानत्वग्वर्तन-निक्षेपस्थाननिषदनादिकृते । पूर्वं प्रमार्जनार्थं, मुनिलिङ्गायेदमादेयम् ॥४॥ લેવું-મૂકવું, પડખું ફેરવવું, ઊભા થવું, બેસવું વગેરે વખતે પહેલાં પૂંજવા માટે અને સાધુના ચિહ્નરૂપે રજોહરણ રાખવાનું છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા २० ध्यानार्थमनलसेवा-तृणग्रहणवारणार्थमुपकारि । कल्पग्रहणं ग्लानाय, मृतपरिधापनार्थं च ॥५॥ શુભ ધ્યાન ટકાવવા માટે, (ઠંડીથી બચવા) અગ્નિનું સેવન અને ઘાસનું ગ્રહણ કરવું ન પડે તે માટે, ગ્લાન માટે અને મૃતકને ઓઢાડવા માટે કપડો રાખવાનો છે. २१ ऊर्णामये च कल्पे, बहिःकृते शीतरक्षणं भवति । यूकापनकावश्याय-रक्षणं भूषणत्यागः ॥६॥ ઊનનો કપડો (કામળી) બહાર ઓઢવાથી ઠંડીથી રક્ષણ થાય; જૂ, નિગોદ, ઝાકળ વગેરેનું રક્ષણ થાય, વિભૂષાનો ત્યાગ થાય. ३८ आभ्यन्तरिकी पूर्व प्रेक्ष्य, निषद्यां प्रगे ततो बाह्याम् । अपराह्ने विपरीतं, प्रेक्षेत रजोहरणदशिकाः ॥७॥ સવારે પહેલાં અંદરની નિષદ્યાનું પડિલેહણ કરીને પછી બહારની નિષદ્યા(ઓઘારીયું)નું પડિલેહણ કરવું. બપોરે તેથી ઊંધું કરવું. પછી રજોહરણની દશીનું પડિલેહણ કરવું.. ४२ उदिते सवितरि वसति, प्रमृज्य यत्नेन रेणुपटलमथ । संशोध्य कीटिकादिक-मृतजन्तून् तत्र संख्याय ॥८॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા સૂર્ય ઊગે એટલે કાજો ઉપયોગપૂર્વક લઈને, ધૂળને વ્યવસ્થિત જોઈને - જીવો જુદાં કરીને, કીડી વગેરે મરેલા જીવો ગણીને.. ४३ संगृह्य च षट्पदिकाः, छायायां पुञ्जकं परिष्ठाप्य । खेलादिकृते कार्या, मल्लकभूतिर्नवोद्धृत्य॥९॥ જૂ વગેરે ભેગી કરીને, છાયામાં ધૂળને પરઠવીને, કફ વગેરે માટે મલ્લકમાં જની રાખ કાઢીને નવી રાખ લેવી. ४४ निक्षिप्ते पुञ्जादौ, ईर्यापथिकां यतिः प्रतिक्रामेत् । यः संसक्तां वसति, प्रमार्जयेत् सोऽपि च तथैव ॥१०॥ ધૂળ પરઠવ્યા પછી સાધુએ ઈરિયાવહી કરવી. જે જીવાકુલ વસતિમાં કાજો લે, તેણે પણ કરવી. ४५ प्रातः प्रेक्षाद्वितये विहिते, वसतिः प्रमृज्यते प्रकटम् । अङ्गप्रेक्षाऽनन्तरं, अपराह्ने मुज्यते वसतिः ॥११॥ સવારે (અંગવસ્ત્ર) બંને પડિલેહણ કર્યા પછી કાજો લેવો. બપોરે અંગના પડિલેહણ પછી તરત કાજો લેવો. ४६ दृष्टिप्रेक्षणपूर्वं प्रमार्जयेद्, दण्डकाँश्च कुड्यं च । भूमिञ्च रजोहरणेनाभिग्रहिकस्तदितरो वा ॥१२॥ આભિગ્રહિક કે બીજો સાધુ દાંડો, દીવાલ અને જમીન દૃષ્ટિથી જોઈને રજોહરણથી પૂજે (પછી દાંડો મૂકે). Page #82 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા ४७ प्रतिलेखनाऽत्र कथिता, यत् किल दृष्ट्या निरीक्षणं क्रियते । वसनरजोहरणाभ्यां, प्रमार्जनामाहुरर्हन्तः ॥१३॥ આંખથી જે જોવું તે પડિલેહણ કહેવાયું છે. મુહપત્તિગુચ્છારૂપ વસ્ત્ર કે રજોહરણથી પૂંજવું તેને અરિહંતોએ પ્રાર્થના 5डी छे. ५३ मण्डल्यः सप्तैताः, सूत्रेष्वर्थे च भोजने काले । आवश्यकं विदधतां, स्वाध्याये संस्तरेऽभिहिताः ॥१४॥ सूत्र, अर्थ, मोन, सड, आवश्य (प्रतिम), સ્વાધ્યાય અને સંથારો એમ ૭ માંડલી કહી છે. ५५ कुर्वन्ति स्वाध्यायं, गीतार्था यदुपयोगवेलायां । स हि दर्शितोऽधुना, तैराचारः सूत्रपौरुष्याः ॥१५॥ ગીતાર્થો વર્તમાનમાં ઉપયોગ કરતી વખતે જે સક્ઝાય કરે છે, તેના વડે તેઓએ સૂત્ર-પોરિસીરૂપ આચાર બતાવ્યો છે. ५७ गुरवे निवेदिते बहु-परिपूर्णा पौरुषीति लघुमुनिना। पादोनप्रहरे सति, पर्यन्तं सूत्रपौरुष्याः ॥१६॥ પોણો પ્રહર પસાર થયે નાના સાધુએ ગુરુને “બહુપડિપુત્રા પોરિસી’ એમ કહે છતે સુત્રપોરિસી પુરી થાય. Page #83 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા ५८ सूत्रेऽनधीतीनां, सूत्रगोचरः पौरुषी द्वितीयाऽपि । अपवादेऽर्थस्यैव, प्रथमाऽपि गृहीतसूत्राणाम् ॥१७॥ સૂત્ર ન ભણ્યા હોય તેણે બીજી પોરિસી પણ સૂત્રની કરવી. સૂત્ર ભણી લીધા હોય તેને અપવાદે પહેલી પોરિસી પણ અર્થની હોય છે. ६० प्रतिलेखनाक्षणोऽयं, साध्यो यत्नेन लग्नसमय इव । अस्मिन् काले स्फिटिते, प्रायश्चित्तं हि कल्याणम् ॥१८॥ પડિલેહણનો આ કાળ, મુહૂર્તના લગ્નસમયની જેમ પ્રયત્નપૂર્વક સાચવવો. આ કાળ વીતી જાય તો કલ્યાણક પ્રાયશ્ચિત્ત આવે છે. तिष्ठति किमिह भुजङ्गो ?, यत् प्रेक्ष्यते एवमिति विवदमानः । अत्र किल कोऽपि शैक्षो, રેવતી શિક્ષાશ્ચ in૨૬ “શું અહીં સાપ છે ? કે પડિલેહણ કરવાનું ?' એવો વિવાદ કરતા કોઈ નૂતનદીક્ષિતને દેવતાએ પાઠ શીખવાડેલો. ६३ पूर्वभवविहितसम्यग्भावप्रतिलेखनामनुस्मृत्य । वल्कलचीरिकुमारो, जडोऽपि जातिस्मृति लेभे ॥२०॥ પૂર્વભવમાં કરેલી સમ્યગુ ભાવપ્રતિલેખના યાદ આવવાથી ભોળા એવા વલ્કલચીરિ પણ જાતિસ્મરણજ્ઞાન પામ્યા. Page #84 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા ६६ पात्रं पात्रकबन्धः, पात्रस्थापनकपात्रकेसरिके । पटलानि रजस्त्राणंच, गोपुच्छकः पात्रनिर्योगः ॥२१॥ પાત્રક, પાત્રાબંધન, પાત્રસ્થાપન (પાત્રાસન), પાત્રકેસરિકા (य२वी), ५८ei, २४स्त्रा। सने शु७।- 028ो पात्रनिगछ. पात्रकनिर्योगोऽयं, मात्रककल्पत्रये रजोहरणम् । मुखवसनपट्टकाविति, चतुर्दशोपकरणानि मुनेः ॥२२॥ આ પાત્રનિર્યોગ, માત્રક, ૩ કપડાં, રજોહરણ, મુહપત્તિ અને ચોલપટ્ટો - આ સાધુના ૧૪ ઉપકરણો છે. ७८ यष्टिवियष्टिदण्डौ, विदण्डको नालिको कटित्रञ्च । संस्तारकोत्तरपटौ, इत्याद्यौपग्रहिक उपधिः ॥२३॥ यष्टि, वियष्टि, ६, विहं, नालि, टिन, संथारो, ઉત્તરપટ્ટો વગેરે ઔપગ્રહિક ઉપધિ છે. ९१ अनुयोगे प्रारब्धे, प्रत्याख्यानं न दीयते यत्र । तत्रान्यस्य मुनीनां, वार्ताप्रमुखस्य का वार्ता ? ॥२४॥ વાચના શરૂ થયા પછી જો પચ્ચખ્ખાણ પણ નથી અપાતું, તો સાધુને બીજાની સાથે વાત કરવી વગેરે તો શી રીતે થાય ? ~ गोयरी - ९८ गोचरचर्याकालो, यो यस्मिन् भवति तत्र साध्यः सः । कुर्यात् सूत्रार्थगते, पौरुष्यौ तदनुसारेण ॥२५॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા १०१ आवश જે ક્ષેત્રમાં ગોચરીનો જે સમય હોય, તે સાચવવો. તેને अनुसारे सूत्र-अर्थ पोरिसी ४२वी. आवश्यकी भणित्वा, भवोपयुक्त इति गुरुवचः श्रुत्वा । इच्छामीत्युक्त्वाऽथ, स्मर्तव्यो गौतममुनीन्द्रः ॥२६॥ (गोयरी तi) आवस्सडी छडीने, '6पयोगवान् थ' એવું ગુરુનું વચન સાંભળીને, “ઇચ્છે' કહીને ગૌતમસ્વામીને યાદ ४२वा. १०२ वामा च दक्षिणा वा, नाडी यत्रानिलो वहति पूर्णः । पवनग्रहणं कुर्वन्, पुरतो विदधीत तत्पादम् ॥२७॥ ડાબી કે જમણી જે નાડીમાં વાયુનો સંચાર હોય, તે પગને ઊંચો શ્વાસ લેતાં પહેલો મૂકે. १०३ वसतेर्निर्यन् भूमेः, उत्क्षिप्य व्योम्नि दण्डकं कुर्यात् । लब्धे प्रथमे मुञ्चेद्, अवनि ततो नार्वाक् ॥२८॥ વસતિમાંથી નીકળતા દાંડો જમીન પરથી ઉપાડીને અદ્ધર કરે. પહેલો લાભ થાય પછી જ જમીન પર મૂકે, તે પહેલાં નહીં. १०५ ऋज्वी गत्वाप्रत्यागतिका, गोमूत्रिका पतङ्गाख्या । पेटा तथाऽर्द्धपेटा, शम्बूकाऽन्तर्बहिर्द्विविधा ॥२९॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા ઋજ્વી (સીધી લીટી), એક બાજુથી જઈને બીજી બાજુથી પાછું આવવું, ગોમૂત્રિકા (સામસામેના ઘરે વારાફરતી વહોરવું), પતંગ (આડીઅવળી), પેટા (ચાર દિશામાં વહોરવું, વચ્ચે નહી), અર્ધપેટા (બે દિશામાં વહોરવું), અંતઃશંબૂકા (અંદરથી શરૂ કરીને ગોળ ફરતાં બહાર નીકળવું), બાહ્યશંબૂકા (બહારથી શરૂ કરીને ગોળ ફરતાં અંદર જવું) એ ૭ ભિક્ષાવીથિ છે. 90 ११२ पिण्डः शय्या वस्त्रं, पात्रं तुम्बादिकं चतुर्थञ्च । नैवाकल्प्यं गृह्णीत, कल्पनीयं सदा ग्राह्यम् ॥३०॥ પિંડ (આહાર-પાણી), શય્યા (મકાન), વસ્ત્ર અને ચોથું તુંબડા વગેરેનું પાત્ર કદી અકલ્પ્ય ન લેવું, હંમેશાં કલ્પ્ય જ લેવું. ११३ पिण्डैषणाश्च पानक- शय्यापात्रैषणां न योऽधिजगे । तेनानीतं मुनिना, न कल्पते भक्तपानादि ॥३१॥ જેણે પિંડૈષણા, પાનૈષણા, શય્યા-પાત્રૈષણા ભણી નથી, તે સાધુએ લાવેલા ગોચરી-પાણી વગેરે કલ્પતા નથી. ११४ देशोनपूर्वकोटिं, विहरन् निश्चितमुपोषितः साधुः । निर्दोषपिण्डभोजी, ततो गवेष्यो विशुद्धोञ्छः ॥३२॥ સાધુ, નિર્દોષ આહાર વાપરતાં દેશોન પૂર્વક્રોડ સુધી વિચરે તો પણ ઉપવાસી જ છે, એટલે વિશુદ્ધ આહાર જ લેવો. Page #87 -------------------------------------------------------------------------- ________________ યતિદિનનૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા ११५ नूनमचारित्री मुनिः, अशोधयन् पिण्डवसतिवस्त्रादि । चारित्रे पुनरसति, प्रव्रज्या निष्फला भवति ॥३३॥ ૭૧ પિંડ, વસતિ, વસ્ત્ર વગેરેની શુદ્ધિ ન જાળવનાર સાધુ વાસ્તવમાં ચારિત્રધર જ નથી અને ચારિત્ર ન હોય તો દીક્ષા નિષ્ફળ છે. શય્યાતરપિંડ ११७ अशनाद्याश्चत्वारो, वस्त्र पात्रञ्च कम्बलं सूचि । क्षुरपादप्रोञ्छनके, नखरदनी कर्णशोधनकम् ॥३४॥ અશનાદિ ૪, વસ્ત્ર, પાત્ર, કામળી, સોય, છરી, રજોહરણ, નખ કાપવાનું સાધન, કાન સાફ કરવાનું સાધન... ११८ शय्यातरपिण्डोऽयं, लिङ्गस्थस्योज्झतस्तदवतो वा । चारित्रिणोऽप्यचारित्रिणोऽपि, वर्ज्यो रसायनवत् ॥३५॥ ન આ બાર વસ્તુ શય્યાતર પિંડ છે. જે સાધુવેશધારી હોય, પછી ભાવચારિત્ર હોય કે ન હોય, તે પોતે શય્યાતરપિંડ લેતો હોય કે નહીં, તેના શય્યાતરનો પિંડ પણ સાધુએ રસાયણની જેમ છોડવો. ११९ प्राभातिकमावश्यकं, अन्यत्र विधीयते यदि सुविहितैः । यदि जाग्रियते च तदा, ग्राह्योऽयं द्वादशविधोऽपि ॥ ३६ ॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૨ યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા જો સાધુઓ આખી રાત જાગે અને સવારનું પ્રતિક્રમણ બીજા સ્થાને કરે, તો (જ્યાં રાત વીતાવી તે વસતિના) શય્યાતરનો બારે પ્રકારનો પિંડ કલ્પ. १२१ अशिवे रोगे च भये, निमन्त्रणे दुर्लभे तथा द्रव्ये । प्रद्वेषे दुर्भिक्षे-ऽनुज्ञातं ग्रहणमप्यस्य ॥३७॥ મારી-મરકી, રોગ, ભય, તેનો અત્યંત આગ્રહ, દુર્લભ દ્રવ્ય, રાજા વગેરેનો દ્વેષ, દુકાળ.. આ બધામાં શય્યાતરપિંડ લેવાની રજા છે. १२२ अस्यापि ग्राह्यमिदं, डगलकमल्लकतृणानि रक्षादि । सोपधिः शैक्षः शय्या-संस्तारको पीठलेपादि ॥३८॥ શય્યાતરના પણ ડગલ, મલ્લક, તૃણ, રાખ, શય્યા, સંથારો, પાટિયું, પાદિ અને ઉપધિ સહિતનો શિષ્ય કલ્પ છે. १२३ पादप्रोञ्छनमशनादि चतुष्कं वस्त्रकम्बलौ पात्रं । इति नृपपिण्डोऽष्टविधो, वर्त्यः प्रथमान्त्यजिनसमये ॥३९॥ રજોહરણ, અશનાદિ ૪, વસ્ત્ર, કામળી, પાત્ર આ ૮ પ્રકારનો રાજપિંડ પહેલા-છેલ્લા તીર્થકરના સાધુઓને વર્યુ છે. १२६ आधार्मिकमौद्देशिकं, तथा पूतिकर्ममिश्रश्च । स्यात् स्थापना तथा, प्राभृतिका प्रादुःकरणसज्ञः ॥४०॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા આધાર્મિક, ઔદેશિક, પૂતિકર્મ, મિશ્ર, સ્થાપના, પ્રાભૃતિકા, પ્રાદુષ્કરણ.. १२७ क्रीतमपमित्यसझं, परिवर्तितमभिहृतं तथोद्भिन्नम् । मालापहृतं च भवेद्, आच्छेदाख्योऽनिसृष्टश्च ॥४१॥ ક્રિત, અપમિત્ય, પરિવર્તિત, અભ્યાહત, ઉર્ભિન્ન, માલાપહત, આચ્છેદ્ય, અનિસૃષ્ટ.. १२८ अध्यवपूरक इत्युद्गमाभिधाना भवन्त्यमी दोषाः । षोडश गृहस्थविहिता, एषां क्रमतः स्वरूपमिदम् ॥४२॥ અથવપૂરક એમ આ ૧૬ ઉદ્ગમદોષો ગૃહસ્થ વડે કરાયેલા છે. १३५ संथरणंमि असुद्धं, दुण्ह वि गिण्हन्तदिन्तयाणाहियं । आउरदिटुंतेणं, तं चेव हियं असंथरणे ॥४३॥ નિર્વાહ થતો હોય ત્યારે અશુદ્ધ આહારાદિ લેનારઆપનાર બંનેને અહિતકર થાય છે. નિર્વાહ ન થતો હોય ત્યારે રોગીના દૃષ્ટાંતથી તે જ હિતકર બને છે. १८१ धात्री दूती च निमित्ताजीवावनीपकाश्चिकित्सा च । क्रोधोऽथ मानविषयो, मायापिण्डश्च नवमः स्यात् ॥४४॥ ધાત્રી, દૂતી, નિમિત્ત, આજીવક, વનીપક, ચિકિત્સા, ક્રોધ, માન, નવમો માયાપિંડ. Page #90 -------------------------------------------------------------------------- ________________ 9४ યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા १८२ लोभश्च पूर्वपश्चात्संस्तवविद्ये च मन्त्रचूर्णौ च । योगोऽथ मूलकर्म च, षोडश दोषा इमे तत्र ॥४५॥ सोम, पूर्व-पश्चात् संस्तव, विद्या, मंत्र, यूए, योगासने भूगर्भ मा १६ (Gत्याहनना) होषो छ. २०५ अथ शङ्किताख्यदोषो, मेक्षितनिक्षिप्तपिहितदोषाश्च । संहृतदायकदोषौ, उन्मिश्रोऽपरिणतो लिप्तः ॥४६॥ डित, प्रक्षित, निक्षित, पिडित, संहत, हाय, निमश्र, अपरित, सित... २०६ छर्दित इति दश, दोषास्तत्राहारादि दीयमानं यत् । दृष्ट्वा प्रचुरं शङ्कितम्, आधाकर्मादिदुष्टतया ॥४७॥ છર્દિત.. આ ૧૦ ગ્રહણષણાના દોષો છે. ત્યાં વહોરાવાતા આહાર વગેરે વધારે પડતા દેખાય તો આધાકર્મી વગેરેની શંકા થાય, તે આહાર શંકિતદોષદુષ્ટ બને છે. २२९ आधाकर्मविभागौद्देशिक-कर्मान्तिमास्त्रयो भेदाः । अथ पूतिकर्ममिश्र, प्राभृतिका बादरा या च ॥४८॥ આધાકર્મ, વિભાગીદેશિકના અંતિમ ૩ ભેદ, પૂતિકર્મ, मिश्र, पा२प्रारभृति.. २३० अध्यवपूरक एते-ऽष्टावप्यविशोधिकोटिरस्यार्थः । एतत्कोटिरवयव-संमिश्रं शुद्धमपि पूति ॥४९॥ Page #91 -------------------------------------------------------------------------- ________________ ચતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા અથવપૂરક - આ ૮ અવિશોધિકોટિ છે. એટલે કે આ દોષવાળા આહારના અવયવથી મિશ્ર થયેલ શુદ્ધ આહાર પણ પૂતિ થાય. २३१ न क्रीणाति न पचति, न च हन्ति न च कारणादनुमतेश्च । पिण्डैषणा च सर्वा, नवकोटिष्वासु समवैति ॥५०॥ ન ખરીદે, ન રાંધે, ન મારે.. એ ત્રણે કરાવે નહીં, અનુમોદે નહીં. આ ૯ કોટિમાં આખી પિંડેષણા સમાઈ જાય २३७ एवञ्च दोषरहितां, स्त्रीपशुपण्डकविवर्जितां वसतिम् । सेवेत सर्वकालं, विपर्यये दोषसम्भूतिः ॥५१॥ એ જ રીતે, સદા નિર્દોષ અને સ્ત્રી-પશુ-નપુંસક રહિત વસતિમાં રહે. અન્યથા દોષ લાગે. २३८ संस्थाप्य ग्रामादिषु, वृषभं दीर्घाकृताग्रिमैकपदम् । अधिनिवासकटिनिविष्टं, पूर्वमुखं वसतिरादेया ॥५२॥ ગ્રામ વગેરેમાં, આગળનો એક પગ લાંબો કરીને, પૂર્વ દિશામાં મુખ રાખીને, ડાબા પડખે બેઠેલા બળદની કલ્પના કરીને વસતિ ગ્રહણ કરવી. २३९ शृङ्गस्थाने कलहः, स्थानं चरणेषु न भवति यतीनाम् । उदररुजाधिष्ठाने, पुच्छे तु स्फेटनं विद्धि ॥५३॥ Page #92 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન- મંજૂષા શીંગડાના સ્થાને વસતિ લેવાથી ઝઘડો થાય, પગના સ્થાને લેવાથી અસ્થિરતા થાય, અધિષ્ઠાનના સ્થાને લેવાથી પેટના રોગો થાય, પૂંછડીના સ્થાને લેવાથી વસતિમાંથી નીકળવું પડે. २४० मौलौ ककुदे पूजा-सत्कारावानने प्रभूतान्नम् । उदरे घ्राणिः स्कन्धे, पृष्ठे च भरक्षमो भवति ॥५४॥ માથા કે ખંધના સ્થાને લેવાથી પૂજા-સત્કાર થાય, મોઢાના સ્થાને લેવાથી ઘણી ગોચરી મળે, પેટના સ્થાને લેવાથી તૃપ્તિ થાય, ખભાના-પીઠના સ્થાને લેવાથી ગચ્છ સમર્થ થાય. २४१ यन्न मुनिकृते क्रीतं, न वापि तद् यत्परस्य न गृहीतम् । प्रामित्यमभिहृतञ्च, तत्तु वस्त्रं मुनेरहम् ॥५५॥ જે વસ્ત્ર સાધુ માટે ખરીદેલું, વણેલું, બીજા પાસેથી લીધેલું, ઉધાર લીધેલું કે સામેથી લાવેલું નથી, તે વસ્ત્ર સાધુને વહોરવા યોગ્ય છે. २४२ वस्त्रे खञ्जनाञ्जन-कर्दमलिप्ते विकुट्टिते जीर्णे । मूषकजग्धे दग्धे, जानीहि शुभाशुभं भागैः ॥५६॥ વસ્ત્રમાં ખંજન-અંજન-કાદવનો ડાઘ-વિકુટ્ટિત, જીર્ણ, ઉંદરે ખાધેલ, બળેલ વગેરે હોય તો કયા ભાગમાં છે ? તેનાથી શુભ કે અશુભ જાણવા. २४३ कृतनवभागे वस्त्रे, चत्वारः कोणकास्तदन्तौ द्वौ । तत्कर्णपट्टिके द्वे, मध्ये वसनं भवेदेकः ॥५७॥ Page #93 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા વસ્ત્રના ૯ ભાગ કરવા. ૪ ખૂણા, ર છેડા, ર પટ્ટી અને વચ્ચે ૧ વસ્ત્ર. २४४ चत्वारः सुरभागाः, तेषु भवेदुत्तमो मुनिर्लाभः । द्वौ भागौ मानुष्यौ, भवति तयोर्मध्यमा लब्धिः ॥५८॥ તેમાં ૪ ખૂણા દેવના છે. તેમાં ખંજનાદિ હોય તો મુનિને ઉત્તમ લાભ થાય. બે છેડા મનુષ્યના છે. તેમાં ડાઘ વગેરે હોય તો તેનાથી મધ્યમ લાભ થાય. २४५ द्वावासुरौ च भागौ, ग्लानत्वं स्यात् तयोस्तदुपभोगे। मध्यो राक्षससञः, तस्मिन् मृत्यु विजानीहि ॥५९॥ બે પટ્ટી અસુરની છે. તેમાં ડાઘ વગેરે હોય તો તેના ઉપભોગથી બિમારી આવે. વચ્ચેનો રાક્ષસ નામનો છે, તેમાં ડાઘ વગેરે હોય તો મૃત્યુ થાય. २४७ तुम्बमयं दारुमयं, पात्रं मृत्स्नामयञ्च गृह्णीयात् । यदकल्प्यं कांस्यमयं, ताम्रादिमयञ्च तत् त्याज्यम् ॥६०॥ તુંબડાનું, લાકડાનું અને માટીનું પાત્ર લેવું. જે કાંસા, તાંબા વગેરેનું પાત્ર અકથ્ય છે, તે તજવું. २५२ उष्णोदकं त्रिदण्डोत्कलितं, पानाय कल्पते यतीनाम् । ग्लानादिकारणमृते, यामत्रितयोपरि न धार्यम् ॥६१॥ ત્રણ દંડ વડે ઊકળેલું ગરમ પાણી સાધુને પીવા માટે કલ્પ છે. ગ્લાનાદિ કારણ વિના ૩ પ્રહર પછી ન રાખવું. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮ યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા २५४ संसृष्टाऽसंसृष्टोद्धृताऽल्पलेपा तथोद्गृहीता च । Jહીતોતિધર્મા, ચૈતા: પિન્વેષUT: H ITદરા સંસ્કૃષ્ટ (ખરડાયેલ હાથ વગેરે), અસંસૃષ્ટ, ઉદ્ધત (પીરસવા કાઢેલ), અલ્પલેપ (વાલ-ચણા વગેરે), ઉગૃહીત (થાળીમાં લીધેલ), પ્રગૃહીત (હાથમાં લીધેલ) અને ઉઝિતધર્મા (વધેલી-નકામી) આ ૭ પિડેષણા છે. २६६ कुर्याज्जघन्यतोऽपि, स्वाध्यायं श्लोकषोडशकमानम् । विश्राम्येत तत्क्षणमथ, देहे तप्तेऽन्यथा रोगः ॥६३॥ (ગોચરી જઈ આવ્યા પછી) જઘન્યથી પણ ૧૬ શ્લોક (દશવૈકાલિકના ૨ અધ્યયન)નો સ્વાધ્યાય કરવો અને થોડી વાર વિશ્રામ કરવો. અન્યથા તપેલી ધાતુ હોવાથી વાપરવાથી રોગ થાય. २७० संयोजनाप्रमाणाङ्गारा, धूमश्च हेतवः षट् षट् । इति पञ्चविधा ग्रासैषणा, मता भोजने तत्र ॥६४॥ સંયોજના, પ્રમાણાતીત, અંગાર, ધૂમ અને કારણો - ૬ વાપરવાના, ૬ નહીં વાપરવાના એમ પાંચ પ્રકારની ગ્રામૈષણા ભોજનમાં કહી છે. २७४ संयमवृद्ध्यै वैयावृत्त्यार्थं, वेदनाऽधिसहनाय । ईर्याशुद्ध्यर्थं प्राण-वृत्तये धर्मचिन्तायै ॥६५॥ Page #95 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા (પડિલેહણાદિરૂપ) સંયમની વૃદ્ધિ માટે, વૈયાવચ્ચ માટે, ભૂખની વેદના શમાવવા માટે, ઈર્યાસમિતિ પાળવા માટે, પ્રાણ ટકાવવા માટે અને ધર્મધ્યાન માટે... २७५ इति हेतुषट्कतोद्या भिक्षाऽपि, न भुञ्जीत हेतुभिः षड्भिः । रोगोपशमनिमित्तं, राजाद्युपसर्गसहनार्थम् ॥६६॥ આ ૬ કારણે લેવાની ભિક્ષા, ૬ કારણે ન વાપરવી - રોગના શમન માટે, રાજાદિના ઉપસર્ગને સહન કરવા માટે.. २७६ तुर्यव्रतरक्षायै, वर्षादिषु जन्तुपालनकृते च । तपसे संन्यासादौ, तनुव्यवच्छेदनार्थञ्च ॥६७॥ બ્રહ્મચર્યની રક્ષા માટે, વરસાદ વગેરે હોય ત્યારે જીવદયા માટે, તપ માટે અને છેલ્લે અનશન વખતે શરીરત્યાગ માટે.. २७७ प्रथमप्रहरानीतं यतीनाम्, अशनादि कल्पते भोक्तुम् । आयामत्रयमुपरि तु, कालातिक्रान्तता तस्य ॥६८॥ સાધુને પહેલા પ્રહરમાં લાવેલ અનાદિ, ત્રણ પ્રહર સુધી વાપરવા કહ્યું. પછી કાલાતિક્રાંત થાય. २७८ तापक्षेत्राभावे, यदात्तमशनाद्यनुक्षते तरणौ । तद्धि क्षेत्रातीतं, न युज्यते जेमितुं यतीनाम् ॥६९॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા રાત્રે કે સૂર્ય ઊગ્યા પહેલાં જે વહોર્યું હોય તે ક્ષેત્રતીત હોવાથી સાધુને વાપરવું ન કલ્પે. २७९ क्रोशद्वितयादर्वाग्, आनेतुं कल्पतेऽशनप्रभृति । तत्परतोऽप्यानीतं, मार्गातीतमिति परिहार्यम् ॥७०॥ બે કોશ સુધીથી અશનાદિ લાવવું કહ્યું. તેના આગળથી લાવેલું માર્ગાતીત હોવાથી ત્યાજ્ય છે. २८१ भक्तमशुद्धं कारण-जातेनाप्तमपि भोजनावसरे । त्यजति यदि तदा शुद्धो, भुञ्जानो लिप्यते नियतम् ॥७१॥ કારણ હોવાથી વહોરેલ અશુદ્ધ આહાર પણ જો વાપરતી વખતે તજે, તો શુદ્ધ છે. (જાણવા છતાં) વાપરનાર અવશ્ય કર્મ બાંધે. २८२ अर्धमशनस्य सव्यञ्जनस्य, देहे जलस्य चांशो द्वौ । न्यूनस्य षष्ठभागं, कुर्यादनिलानिरोधार्थम् ॥७२॥ હોજરીના ૬ ભાગ કરીને અર્ધા (૩ ભાગ) વ્યંજન સહિતના આહારના, બે ભાગ પાણીના કરવા. વાયુનો સંચાર અટકે નહીં તે માટે છઠ્ઠો ભાગ ખાલી રાખવો. २८३ भुक्ते स्वादमगृह्णन्, अविलम्बितमद्रुतं विशब्दं च । केसरिभक्षितदृष्टान्ततः, कटप्रतरगत्या वा ॥७३॥ સ્વાદ લીધા વગર, બહુ ધીમે કે ઝડપથી નહીં, અવાજ કર્યા વગર અને સિંહભક્ષિત દષ્ટાંતથી કે કટછેદ-પ્રતરછેદ રીતે વાપરે. Page #97 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા २८६ भुक्ते द्विदले निर्लेप्य, मुखं करं पात्रकञ्च दध्यादि । पात्रान्तरेण वाऽश्नाति, भोज्यमादौ सदा मधुरे ॥७४॥ કઠોળ વાપર્યા પછી મોઢું, હાથ અને પાનું - સાફ કરીને પછી જ અથવા બીજા પાત્રામાં દહીં વગેરે વાપરે. મધુર દ્રવ્યો હંમેશાં પહેલાં વાપરવા. २८७ परिशाटिरहितमभ्यवहरेत्, तथा सर्वमन्नमरसमपि । न ज्ञायते यथा भोजनप्रदेशः, तदितरो वा ॥७५॥ બેસ્વાદ પણ બધું વાપરી જાય અને ઢોળ્યા વગર તેવી રીતે વાપરે કે વાપર્યા પછી “અહીં જ વાપર્યું હતું કે નહીં?” તેની ખબર પણ ન પડે. – ચંડિલભૂમિ – २९९ पूज्ये उत्तरपूर्वे, निशाचरेभ्यो भयञ्च याम्यायाम् । मुक्त्वा दिशां त्रयमिदं, स्थण्डिलभूप्रेक्षणं कुर्यात् ॥७६॥ ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય છે. દક્ષિણમાં નિશાચર વ્યંતર વગેરેનો ભય હોય. આ ત્રણ દિશા છોડીને ચંડિલભૂમિ જુએ. ३०० अनापातसंलोकं, परस्यानौपघातिकम् । समं चाशुषिरं चैवाचिरकालतञ्च यत् ॥७७॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા આપાત (કોઈ આવતું હોય) અને સંલોક (કોઈ જોતું હોય) વિનાની, બીજાને પીડા ન કરનાર, સપાટ, પોલાણ વગરની અને થોડા સમય પૂર્વે જ અચિત્ત થયેલી.. ३०१ विस्तीर्णं दूरावगाढं, अनासन्नं बिलोज्झितम् । प्राणबीजत्रसत्यक्तं, स्थण्डिलं दशधा मतम् ॥७८॥ મોટી, ઊંડે સુધી અચિત્ત, (ગ્રામાદિથી) બહુ નજીક નહીં તેવી, દર વગરની, ત્રસ જીવો અને બી વગરની એમ ૧૦ ગુણવાળી સ્પંડિલભૂમિ (ગ્રાહ્ય) છે. ३१३ पूर्वोत्तरयोर्न देयं, पृष्ठं यस्मादवर्णवादः स्यात् । पवने पृष्ठगतोऽऑसि, स्युना॑णस्य विड्गन्धात् ॥७९॥ પૂર્વ-ઉત્તર દિશામાં પીઠ ન દેવી, કારણકે તેનાથી લોકનિંદા થાય. પવનને પીઠ દેવાથી મળની દુર્ગધના કારણે નાકમાં મસા થાય. ३१४ वर्धिष्णुच्छायायां, संसक्तपुरीषमुत्सृजेत्साधुः । तदभावे तूष्णेऽपि, व्युत्सृज्य मुहूर्तकं तिष्ठेत् ॥८०॥ કૃમિ પડતા હોય તો વધતા છાંયડામાં મળવિસર્જન કરે. છાંયડો ન હોય તો તડકામાં કરીને એક મુહૂર્ત ઊભો રહે. (પોતાનો છાંયડો કરે.) ३२८ उपवासिनाऽखिलोपधि-पर्यन्ते चोलपट्टकः प्रेक्ष्यः । अन्यैस्तु सर्वप्रथम, एव स पश्चाद्रजोहरणम् ॥८१॥ Page #99 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા બપોરે ઉપવાસીએ બધી ઉપાધિ પછી ચોલપટ્ટાનું પડિલેહણ કરવું. બીજાએ પહેલાં ચોલપટ્ટાનું પડિલેહણ કરીને પછી છેલ્લે રજોહરણનું કરવું. ३३४ प्रेक्षां कुर्वन् प्रत्याख्यानं, दत्ते यदि प्रमत्तो वा । वाचयति पठति च तथा, षट्कायविराधको भवति ॥८२॥ પડિલેહણ કરતી વખતે પચ્ચખાણ આપે, પ્રમાદ કરે, ભણાવે, ભણે તો ષકાયનો વિરાધક થાય. - સંથારાવિધિ – ३५२ यतिनो यतिनः प्रत्येकं, कुड्यस्य च यतेभ्य रचनायाम् । यतिनाञ्च पात्रकाणां, हस्तो हस्तोऽन्तरे कार्यः ॥८३॥ સૂતી વખતે સાધુઓની ગોઠવણીમાં સાધુથી સાધુ, સાધુથી દીવાલ અને સાધુથી પાતરા વચ્ચે એક એક હાથનું અંતર રાખવું. ३५६ उपधानीकृतबाहुः, पादौ कुर्कुटिवदाकुञ्च्य । असमर्थो भूमितलं, प्रमृज्य विधिना प्रसारयति ॥८४॥ Page #100 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા હાથનું ઓશિકું કરીને, પગને કૂકડીની જેમ સંકોચીને સૂવે. તેવી શક્તિ ન હોય તો જમીન પૂંજીને વિધિપૂર્વક પગ संजावे. ८४ ३५७ किल कुर्कुटी प्रसूता ऽपत्यत्राणाय पादयुग्ममपि । आकुञ्च्य स्वपिति सदा, यदा तु पादौ परिक्लान्तौ ॥८५॥ પ્રસવેલી કૂકડી - બચ્ચા(ઇંડા)ના રક્ષણ માટે હંમેશાં બંને पण सोयीने सूवे छे. भ्यारे पण थोडे... ३५८ गगने तदा पुनरपि, प्रसार्य संस्थापयेत् प्रयत्नेन । कुर्कुट्या दृष्टान्तं तथाऽनगारो मनसिकृत्य ॥८६॥ ત્યારે આકાશમાં પહોળા કરી ફરી પ્રયત્નપૂર્વક રાખે છે. એ પ્રમાણે કૂકડીનું દૃષ્ટાંત મનમાં વિચારીને સાધુ... ३५९ परिश्रान्तौ निजचरणौ, उत्पाट्य स्थापयेद् गगनभागे । प्रतिलिख्य पदस्थानं, तत्र स्थापयति यत्नेन ॥८७॥ થાકી જાય તો પગ ઊંચકીને આકાશમાં રાખે અને પગ મૂકવાની જગ્યા પૂંજીને ત્યાં પ્રયત્નપૂર્વક મૂકે. ३६३ उद्वर्तना-परावर्तना, यदि च कुर्वते तदा मुनयः । प्रथमं शरीरकं प्रतिलिखन्ति, पश्चाच्च संस्तरकम् ॥८८॥ Page #101 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા ૮૫ સાધુ જો પડખું ફેરવે તો પહેલાં શરીર અને પછી સંથારાને પૂંજે. ३६४ कृत्वा शरीरचिन्तां, ईर्यापथिकीप्रतिक्रामणपूर्वम् । कुर्वन्ति स्वाध्यायं, गाथात्रयमानमधिकं वा ॥८९॥ રાત્રે શરીરની બાધા ટાળીને ઈરિયાવહી કરીને ૩ ગાથા કે વધુ સ્વાધ્યાય કરે (પછી સૂવે.) ३७७ ऋतुबद्धं कालमपास्य, जीवघातादिदोषसम्भवतः । बहुवर्षासमये क्षालयन्त्युपधिमखिलामपि यत्नात् ॥१०॥ જીવહિંસાદિનો સંભવ હોવાથી રોષકાળ છોડીને (પ્રથમ) વરસાદના સમયે બધી જ ઉપધિનો યતનાપૂર્વક કાપ કાઢે. ३७८ सलिलाभावे तु जघन्यतोऽपि, नियमेन पात्रनिर्योगः । आचार्यग्लानानां, उपधिर्मलिनः सदा क्षाल्यः ॥११॥ પાણી ન હોય તો જઘન્યથી પાત્રનિર્યોગનો કાપ તો કાઢે જ. આચાર્ય અને ગ્લાનના મેલા વસ્ત્રોનો સદા કાપ કાઢવો. ३७९ आचार्याणां मलिनोपधि-परिभोगे ह्यवर्णवादः स्यात् । ग्लानानां तद्वसन-प्रावरणेऽजीर्णताऽऽपत्तिः ॥१२॥ આચાર્ય મેલા વસ્ત્રો પહેરે તો લોકનિંદા થાય. ગ્લાનને મેલા વસ્ત્ર પહેરવાથી અજીર્ણ થાય. Page #102 -------------------------------------------------------------------------- ________________ ८६ યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા ३८३ या चक्रवालसामाचारी, सा कालगोचरा दशधा । इच्छाकारो मिथ्याकारश्च, तथा तथाकारः ॥१३॥ સર્વકાલીન (જ્યારે અવસર આવે ત્યારે કરવાની) ચક્રવાલ सामायारी १० प्रकारे छ. ६२७७१२, भिथ्या२ अने तथा१२... ३८४ आवश्यकी च नैषेधिकी, तथा पृच्छना भवेत् षष्ठी । प्रतिपृच्छा च तथा छन्दनाऽपि च निमन्त्रणा नवमी ॥९४॥ भावस्सडी, निसी8, छट्टी पृछना, प्रतिY७, छन, नवमी निमंत्र... ३८५ उपसम्पच्चेति दशधा, तत्राद्या यदिच्छया करणम् । न बलाभियोगपूर्वकं, इच्छाकारप्रयोगोऽतः ॥१५॥ અને ઉપસંપદા એમ ૧૦ પ્રકારે છે. તેમાં પહેલી આ રીતે - બળાભિયોગપૂર્વક નહીં, પણ ઇચ્છા હોય તો જ કરવાનું કરાવવાનું છે. તેથી ઇચ્છાકારનો પ્રયોગ કરવો. ३८६ संयमयोगे वितथाचरणे, मिथ्येदमिति विधानं यत् । मिथ्यादुष्कृतदानं, मिथ्याकारः स विज्ञेयः ॥१६॥ સંયમયોગમાં વિપરીત આચરણા થવા પર “આ મિથ્યા છે' એવું વિધાન - “મિચ્છા મિ દુક્કડ” આપવું તે મિથ્થાકાર. Page #103 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન- મંજૂષા ३८७ सूरिर्बहुश्रुतो नैष्ठिकश्च, यद्वचनादिकं दत्ते । शिष्याय तथैव तदिति, निश्चयकरणं तथाकारः ॥९७॥ બહુશ્રુત અને નિષ્ઠાસંપન્ન આચાર્ય શિષ્યને જે વાચનાદિ आपे, ते 'तम ४ छे' (तत्ति) मेवोनिश्चय ४२वो, ते तथा२. ३८८ आवश्यकी विधेया, गमने नैषेधिकी पुनर्विशता । कार्यं प्रविधातुमभीप्सितं, आपृच्छा गुरोः कार्या ॥१८॥ જવામાં આવસ્રહી અને પાછા પ્રવેશતાં નિશીહિ કરવી. ઇચ્છિત કાર્ય કરવા માટે ગુરુને પૂછવું તે પૃચ્છા. ३८९ पूर्वं निरूपितेन च पूर्व-निषिद्धेन वा सताऽप्यत्र । कार्ये गुरोः पुनः पृच्छा, प्रतिपृच्छा जिनैरुक्ता ॥९९॥ પહેલાં જણાવાયેલ કે નિષેધ કરાયેલ સાધુએ પણ કાર્યની ગુરુને ફરી પૃચ્છા કરવી તે જિનેશ્વરોએ પ્રતિપૃચ્છા કહી છે. ३९० सा च्छन्दना यदशनादिके, गृहीतेऽर्थ्यते मुनिर्भोक्तुम् । अगृहीत एव तस्मिन्, निमन्त्रणामाहुरर्हन्तः ॥१००॥ આહાર વગેરે વહોર્યા પછી સાધુ બીજાને વાપરવાની વિનંતી કરે, તે છંદના. વહોરવા જતાં પહેલાં જ આહાર લાવી આપવાનો લાભ આપવા વિનંતી કરે, તે નિમંત્રણા. ३९१ यद्गम्यते बहुश्रुत-सूरिसमीपे विमुच्य निजगच्छम् । सम्यग्ज्ञानादित्रय-लाभार्थं सोपसम्पदिति ॥१०१॥ Page #104 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ માટે પોતાના ગચ્છને છોડીને બીજા બહુશ્રુત આચાર્ય પાસે જવું, તે ઉપસંપદા. ३९८ गीतार्थश्च विहारोऽपरस्तु गीतार्थनिश्रितो भवति । गीतं तु सूत्रमुक्तं, जघन्यतोऽप्यादिमाङ्गं तत् ॥१०२॥ ગીતાર્થ અને બીજો ગીતાર્થનિશ્રિતનો વિહાર હોય છે. ગીત એટલે સૂત્ર કહ્યું છે, અને જઘન્યથી તે આચારાંગસૂત્ર સમજવું... (આચારાંગની ચૂલિકા એટલે કે નિશીથ સૂત્ર સુધી.) ३९९ तद्द्वादशाङ्गमुत्कृष्टतोऽनयोर्मध्यगन्तु मध्यमतः । ૩૫ર્થ: મૂત્રવ્યારા, તેનાથૈન યુવક્તો : I૬૦ણા ઉત્કૃષ્ટથી બારમું અંગ - દૃષ્ટિવાદ છે. એની વચ્ચેનું બધું મધ્યમ છે. અર્થ એટલે સૂત્રની વ્યાખ્યા. જે ગીત (સૂત્ર) અને અર્થથી યુક્ત છે.. ४०० तन्निश्रया विहारो, युक्तो गच्छस्य बालवृद्धयुजः । अप्रतिबद्धस्य सदा, द्रव्यादिचतुष्कमाश्रित्य ॥१०४॥ તે ગીતાર્થની નિશ્રામાં બાળ-વૃદ્ધ યુક્ત ગચ્છનો સદા દ્રવ્યાદિ ચારેમાં રાગ વિના વિહાર યોગ્ય છે. ४१२ व्रतपञ्चकं नवब्रह्मगुप्तयो, दशविधः श्रमणधर्मः । वैयावृत्त्यं दशधा, संयमभेदाश्च सप्तदश ॥१०५॥ - પાંચ મહાવ્રત, બ્રહ્મચર્યની નવ ગુપ્તિ, દશ પ્રકારનો યતિધર્મ, દશ પ્રકારની વૈયાવચ્ચ, સત્તર પ્રકારનું સંયમ.. Page #105 -------------------------------------------------------------------------- ________________ યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન- મંજૂષા 8 413 सम्यग्ज्ञानप्रमुखत्रितयं, क्रोधादिनिग्रहचतुष्कम् / तपसो द्वादशभेदा, एवं सप्ततिविधं चरणं // 106 // સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર, ક્રોધાદિ ચારનો નિગ્રહ અને બાર પ્રકારનો તપ - આ ચરણસિત્તરી છે. 414 पिण्डविशुद्धिचतुष्कं, द्वादशभेदाश्च भावनायाः स्युः / गुप्तित्रयं समिति-पञ्चकं च पञ्चेन्द्रियनिरोधः // 107 // पिंड, शय्या, मने पात्रनी विशुद्धि, पा२ भावना, / अप्ति, पांय समिति, पांयन्द्रियनो निशेष... 415 प्रतिलेखनाविधाः पञ्चविंशतिः, अभिग्रहाश्च चत्वारः। द्वादशभेदाः प्रतिमा, इत्थं करणमपि सप्ततिधा // 108 // પચ્ચીશ પ્રકારની પડિલેહણા, ચાર પ્રકારના અભિગ્રહ, બાર પ્રતિમા આ કરણસિત્તરી છે.