________________
૫૦
પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા જિનવચનથી ભાવિત થયેલા અને મમત્વ વિનાનાને, પોતાના કે બીજામાં ભેદ નથી હોતો, તેથી પોતાની અને બીજાની) બંનેની પીડા વર્જવી.
– કુસંગત્યાગ –– ७०६ मूलुत्तरगुणसुद्धं, थीपसुपंडगविवज्जिअं वसहिं ।
सेविज्ज सव्वकालं, विवज्जए होंति दोसा उ॥६६॥
મૂલ અને ઉત્તરગુણોથી શુદ્ધ, સ્ત્રી-પશુ-નપુંસકથી રહિત વસતિમાં સદા રહેવું. વિપરીતમાં દોષ લાગે. ७२० थीवज्जिअं विआणह, इत्थीणं जत्त ठाणरूवाइं ।
सद्दा य ण सुव्वंती, ता वि अ तेर्सि न पिच्छंति ॥६७॥
જ્યાં સ્ત્રીઓના સ્થાન, રૂપ ન દેખાતા હોય, શબ્દો ન સંભળાય, અને સ્ત્રીઓ પણ સાધુના રૂપ વગેરે ન જુએ, તે વસતિ સ્ત્રીરહિત જાણવી. ७३१ जो जारिसेण मित्तिं, करेइ अचिरेण तारिसो होइ।
कुसुमेहिं सह वसंता, तिला वि तग्गंधिया हंति ॥६८॥
જે જેવાથી સાથે મૈત્રી કરે તેવો ટૂંક સમયમાં થઈ જાય. ફૂલની સાથે રહેનારા તલ પણ ફૂલ જેવી ગંધવાળા થઈ જાય છે. ७३२ सुचिरं पि अच्छमाणो, वेरुलिओ काचमणिअउम्मीसो।
न उवेइ काचभावं, पाहण्णगुणेण निअएणं ॥६९॥