________________
યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા
સૂર્ય ઊગે એટલે કાજો ઉપયોગપૂર્વક લઈને, ધૂળને વ્યવસ્થિત જોઈને - જીવો જુદાં કરીને, કીડી વગેરે મરેલા જીવો ગણીને.. ४३ संगृह्य च षट्पदिकाः, छायायां पुञ्जकं परिष्ठाप्य ।
खेलादिकृते कार्या, मल्लकभूतिर्नवोद्धृत्य॥९॥
જૂ વગેરે ભેગી કરીને, છાયામાં ધૂળને પરઠવીને, કફ વગેરે માટે મલ્લકમાં જની રાખ કાઢીને નવી રાખ લેવી. ४४ निक्षिप्ते पुञ्जादौ, ईर्यापथिकां यतिः प्रतिक्रामेत् ।
यः संसक्तां वसति, प्रमार्जयेत् सोऽपि च तथैव ॥१०॥
ધૂળ પરઠવ્યા પછી સાધુએ ઈરિયાવહી કરવી. જે જીવાકુલ વસતિમાં કાજો લે, તેણે પણ કરવી. ४५ प्रातः प्रेक्षाद्वितये विहिते, वसतिः प्रमृज्यते प्रकटम् ।
अङ्गप्रेक्षाऽनन्तरं, अपराह्ने मुज्यते वसतिः ॥११॥
સવારે (અંગવસ્ત્ર) બંને પડિલેહણ કર્યા પછી કાજો લેવો. બપોરે અંગના પડિલેહણ પછી તરત કાજો લેવો. ४६ दृष्टिप्रेक्षणपूर्वं प्रमार्जयेद्, दण्डकाँश्च कुड्यं च ।
भूमिञ्च रजोहरणेनाभिग्रहिकस्तदितरो वा ॥१२॥
આભિગ્રહિક કે બીજો સાધુ દાંડો, દીવાલ અને જમીન દૃષ્ટિથી જોઈને રજોહરણથી પૂજે (પછી દાંડો મૂકે).