________________
યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા २० ध्यानार्थमनलसेवा-तृणग्रहणवारणार्थमुपकारि ।
कल्पग्रहणं ग्लानाय, मृतपरिधापनार्थं च ॥५॥
શુભ ધ્યાન ટકાવવા માટે, (ઠંડીથી બચવા) અગ્નિનું સેવન અને ઘાસનું ગ્રહણ કરવું ન પડે તે માટે, ગ્લાન માટે અને મૃતકને ઓઢાડવા માટે કપડો રાખવાનો છે. २१ ऊर्णामये च कल्पे, बहिःकृते शीतरक्षणं भवति ।
यूकापनकावश्याय-रक्षणं भूषणत्यागः ॥६॥
ઊનનો કપડો (કામળી) બહાર ઓઢવાથી ઠંડીથી રક્ષણ થાય; જૂ, નિગોદ, ઝાકળ વગેરેનું રક્ષણ થાય, વિભૂષાનો ત્યાગ થાય.
३८ आभ्यन्तरिकी पूर्व प्रेक्ष्य, निषद्यां प्रगे ततो बाह्याम् ।
अपराह्ने विपरीतं, प्रेक्षेत रजोहरणदशिकाः ॥७॥
સવારે પહેલાં અંદરની નિષદ્યાનું પડિલેહણ કરીને પછી બહારની નિષદ્યા(ઓઘારીયું)નું પડિલેહણ કરવું. બપોરે તેથી ઊંધું કરવું. પછી રજોહરણની દશીનું પડિલેહણ કરવું.. ४२ उदिते सवितरि वसति, प्रमृज्य यत्नेन रेणुपटलमथ ।
संशोध्य कीटिकादिक-मृतजन्तून् तत्र संख्याय ॥८॥