________________
યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા
श्रीवीरः श्रेयसे यस्य, चित्रं स्नेहदशाऽत्यये । सध्यानदीपोऽदिपिष्ट, जलसङ्गमविप्लवात् ॥१॥
જેમનો સપ્લાનરૂપી દીપક, રાગરૂપી તેલ ખૂટી જવા પર અને (જ્ઞાનરૂપી) પાણીનો સંગમ થવા પર વિશિષ્ટ રીતે પ્રકાશિત થયો, તેવા શ્રી વીરપ્રભુ અમારા કલ્યાણ માટે થાઓ. ९ अत्र क्रमात् प्रतिलिखेत्, मुखपटधर्मध्वजौ निषद्ये द्वे ।
पट्टककल्पत्रितये, संस्तारकोत्तरपट्टौ च दश ॥२॥
સવારે ક્રમસર મુહપત્તિ, રજોહરણ, બે નિષદ્યા, ચોલપટ્ટો, ત્રણ કપડાં, સંથારો અને ઉત્તરપટ્ટો એમ ૧૦ વસ્તુનું પડિલેહણ કરવું. ११ सम्पातिमसत्त्वरजो-रेणूनां रक्षणाय मुखवस्त्रम् ।
वसतेः प्रमार्जनार्थं, मुखनासं तेन बध्नन्ति ॥३॥
સંપાતિમ જીવો અને રજ, અને ધૂળ મોઢામાં ન જાય તે માટે મુહપત્તિ છે. કાજો લેતી વખતે તેનાથી મોટું અને નાક બંધાય છે. १४ आदानत्वग्वर्तन-निक्षेपस्थाननिषदनादिकृते ।
पूर्वं प्रमार्जनार्थं, मुनिलिङ्गायेदमादेयम् ॥४॥
લેવું-મૂકવું, પડખું ફેરવવું, ઊભા થવું, બેસવું વગેરે વખતે પહેલાં પૂંજવા માટે અને સાધુના ચિહ્નરૂપે રજોહરણ રાખવાનું છે.