________________
સાંભળ્યું છે કે પૂ. આત્મારામજી મ. સા. રોજની ૩૦૦ ગાથા કંઠસ્થ કરતા હતા.
પેથડમંત્રી રાજદરબારમાં જતા-આવતા પાલખીમાં બેસીને ઉપદેશમાળા ગ્રંથ કંઠસ્થ કરતા હતા.
આજે પણ અનેક શ્રમણ-શ્રમણી ભગવંતો એવા છે કે જેમને ૫ હજાર કે ૧૦ હજારથી પણ વધુ ગાથાઓ કંઠસ્થ છે.
શ્રાવક વર્ગમાં તો બે પ્રતિક્રમણ કે પંચ પ્રતિક્રમણથી આગળ ગોખવાનું ચલણ ઘણું ઓછું છે. શ્રમણ-શ્રમણી વર્ગમાં પણ ગાથાઓ કંઠસ્થ કરવાની પ્રવૃત્તિમાં ઓટ આવતી જાય છે અને કંઠસ્થ કર્યા પછી નિયમિત પુનરાવર્તન દ્વારા તેને ઉપસ્થિત રાખવાનું તો વધુ મંદ બન્યું છે.
ગાથા કંઠસ્થ કરવાના અને ટકાવવાના લાભો અપરંપરા છે. તે છતાં તે બાબતની જે ઉપેક્ષા દેખાય છે તેના કારણો તપાસીએ તો એક મહત્ત્વનું કારણ તરત ઊડીને આંખે વળગે છે - તે છે...
સૂત્ર ગ્રંથોના વિશાળ કદ.
ઉપદેશમાળા ગ્રંથ વૈરાગ્યનો અદ્ભુત ગ્રંથ છે. પૂ. ગુરુદેવ શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ઉપદેશમાળા કંઠસ્થ કરવાની ખાસ પ્રેરણા કરતાં. પરંતુ તેની ૫૪૪ ગાથાનો આંકડો જોઈને જ હિંમત બહુ ઓછી થાય. તેથી સંપૂર્ણ ગ્રંથ ગોખવાનો જેમને ઉત્સાહ ન હોય તેમને ચૂંટેલી ગાથાઓ ગોખવા કહેતાં.
જૈન સાહિત્યમાં સારોદ્ધારની પણ એક સુંદર પરંપરા જોવા મળે છે. સંક્ષેપરુચિવાળા જીવો વિશાળકાય ગ્રંથના અર્કને સારોદ્વાર દ્વારા પ્રાપ્ત કરીને પચાવી શકે. સારોદ્ધારની પરંપરાને નજર સામે રાખીને વિદ્વદ્વર્ય,