________________
યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા
૮૫
સાધુ જો પડખું ફેરવે તો પહેલાં શરીર અને પછી સંથારાને પૂંજે. ३६४ कृत्वा शरीरचिन्तां, ईर्यापथिकीप्रतिक्रामणपूर्वम् ।
कुर्वन्ति स्वाध्यायं, गाथात्रयमानमधिकं वा ॥८९॥
રાત્રે શરીરની બાધા ટાળીને ઈરિયાવહી કરીને ૩ ગાથા કે વધુ સ્વાધ્યાય કરે (પછી સૂવે.) ३७७ ऋतुबद्धं कालमपास्य, जीवघातादिदोषसम्भवतः ।
बहुवर्षासमये क्षालयन्त्युपधिमखिलामपि यत्नात् ॥१०॥
જીવહિંસાદિનો સંભવ હોવાથી રોષકાળ છોડીને (પ્રથમ) વરસાદના સમયે બધી જ ઉપધિનો યતનાપૂર્વક કાપ કાઢે. ३७८ सलिलाभावे तु जघन्यतोऽपि, नियमेन पात्रनिर्योगः ।
आचार्यग्लानानां, उपधिर्मलिनः सदा क्षाल्यः ॥११॥
પાણી ન હોય તો જઘન્યથી પાત્રનિર્યોગનો કાપ તો કાઢે જ. આચાર્ય અને ગ્લાનના મેલા વસ્ત્રોનો સદા કાપ કાઢવો. ३७९ आचार्याणां मलिनोपधि-परिभोगे ह्यवर्णवादः स्यात् ।
ग्लानानां तद्वसन-प्रावरणेऽजीर्णताऽऽपत्तिः ॥१२॥
આચાર્ય મેલા વસ્ત્રો પહેરે તો લોકનિંદા થાય. ગ્લાનને મેલા વસ્ત્ર પહેરવાથી અજીર્ણ થાય.