________________
૪૩
પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા
કારણકે સાધુનો આચાર છે કે શ્વાસોચ્છવાસ વગેરેને છોડીને ગુરુને પૂછ્યા વિના કંઈપણ કરવું કે લેવું કલ્પતું નથી. ३४६ इच्छिज्ज न इच्छिज्ज व,
तहवि अपयओ निमंतए साहू । परिणामविसुद्धीए उ, निज्जरा होअऽगहिए वि ॥३९॥
બીજો ઇચ્છે કે નહીં, તો પણ સાધુઓને આદરપૂર્વક નિમંત્રણ કરે. બીજો ન લે તો પણ, પરિણામની વિશુદ્ધિના કારણે નિર્જરા થાય. ३५४ बायालीसेसणसंकडंमि,
ifમ નીવ ન હું છતિમ | इण्हि जह न छलिज्जसि, भुंजंतो रागदोसेहिं ॥४०॥
હે જીવ! બેતાલીશ એષણા દોષોના ગહન વનમાં તું છેતરાયો નહીં. હવે વાપરતાં રાગ-દ્વેષથી ન છેતરાય તેમ કરજે. ३५५ रागद्दोसविरहिआ, वणलेवाइउवमाइ भुंजंति ।
कड्डित्तु नमोक्कारं, विहीए गुरुणा अणुन्नाया ॥४१॥
સાધુ ગુરુની રજા લઈને, નવકાર બોલીને, વિધિપૂર્વક, રાગ-દ્વેષથી રહિતપણે, વ્રણલેપ(ઘા પર લગાડવાની દવા)ની ઉપમાથી જરૂર જેટલું જ = વધુ કે ઓછું નહીં - વાપરે.