________________
પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા શુભ ધ્યાનથી ધર્મ થાય અને શુભ ધ્યાન પ્રાયઃ કરીને શરીરની સ્વસ્થતા પર આધારિત છે. એટલે ધર્મને બાધા ન પહોંચે તે રીતે શરીરની સ્વસ્થતા માટે પ્રયત્ન કરવો. १६७५ इहरा छेवटुंमि, संघयणे थिरधिईए रहिअस्स ।
देहस्सऽसमाहिए, कत्तो सुहझाणभावो त्ति ? ॥१०॥
નહીં તો છેવટ્ટા સંઘયણમાં સ્થિરતા-વૃતિ રહિત જીવને શરીરની સ્વસ્થતા વિના શુભ ધ્યાન શી રીતે ટકે ? १३१९ वूढो गणहरसद्दो, गोअमपमुहेहिं पुरिससीहेहिं ।
जो तं ठवेहिं अपत्ते, जाणतो सो महापावो ॥११॥
ગૌતમસ્વામી વગેરે મહાપુરુષોએ જે ગણધરપદનું વહન કર્યું છે, તેને જાણીને અપાત્રને આપે, તે મહાપાપી છે. २० जो आयरेण पढमं, पव्वावेऊण नाणुपालेइ ।
सेहे सुत्तविहीए, सो पवयणपच्चणीओ त्ति ॥१२॥
જે ગુરુ પહેલાં પ્રયત્નપૂર્વક દીક્ષા આપીને પછી નૂતન દીક્ષિતનું શાસ્ત્રોક્ત વિધિથી અનુપાલન ન કરે, તે શાસનનો શત્રુ
२१ अविकोविअपरमत्था, विरुद्धमिह परभवे असेवेत्ता ।
जं पावंति अणत्थं, सो खलु तप्पच्चओ सव्वो ॥१३॥