________________
આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન- મંજૂષા
– વિનય –– १/४ जहा सूणी पूइकण्णी, निक्कसिज्जइ सव्वसो ।
एवं दुस्सीलपडिणीए, मुहरी निक्कसिज्जइ ॥८६॥
જેમ સડેલા કાનવાળી કૂતરીને બધા હડહડ કરીને કાઢી મૂકે છે, તેમ દુરાચારી-અવિનીત, વાચાળ શિષ્યને પણ કાઢી મૂકાય છે. १/२ आणानिद्देसकरे, गुरुणमुववायकारए ।
इंगियागारसंपन्ने, सो विणीए त्ति वुच्चइ ॥८७॥
જે ગુરુની આજ્ઞાનું પાલન કરે, ગુરુની નજીકમાં રહે, ગુરુના મુખના હાવભાવ પરથી જ ઇચ્છાને જાણે (અને તે મુજબ કરે), તેને વિનીત શિષ્ય કહેવાય. १/२१ आलवंते लवंते वा, न निसिज्जा कयाइ वि ।
चइऊण आसणं धीरो, जओ जत्तं पडिस्सुणे ॥८८॥
ગુરુ બોલાવે ત્યારે કદી બેસી ન રહેવું; આસન પરથી ઊભા થઈને ગુરુ જે કહે તે ધ્યાનથી સાંભળવું. १/२२ आसणगओ न पुच्छेज्जा, नेव सेज्जागओ कयाइ वि ।
आगम्मुक्कुडुओ संतो, पुच्छेज्जा पंजलीउडो ॥८९॥
આસન પર બેઠાં બેઠાં કે સંથારામાં સૂતાં સૂતાં કદી પૂછવું નહીં. નજીક જઈને ઉભડક બેસી, હાથ જોડીને પૂછવું.